(નોંધ: સાચો જવાબ બોલ્ડફેસમાં છે.)
Q1. શું હું એક કરતા વધુ વખત સુધારણા વિનંતી ફાઈલ કરી શકું છું અથવા શું હું સુધારેલ ચલનને સુધારી શકું ?
કોઈપણ જમા કરેલા ચલન માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફક્ત એક જ વાર ચલન સુધારણા વિનંતીને મંજૂરી આપવામાં આવશે. જો વપરાશકર્તા ચલનમાં વધુ સુધારા કરવા માંગે છે, તો તે/તેણી અધિકારક્ષેત્ર આકારણી અધિકારીનો સંપર્ક કરી શકે છે.
Q2. ચલનના કયા લક્ષણોને સુધારી શકાય છે?
a) આકારણી વર્ષ
b) મુખ્ય શીર્ષક -લાગુ પડતો કર
c) લઘુ શીર્ષક-ચુકવણીનો પ્રકાર
d) ઉપરોક્ત તમામ
જવાબ – d) ઉપરોક્ત તમામ
Q3. ચલન જમા કરવાની તારીખના કેટલા દિવસની અંદર, હું આકારણી વર્ષ A.Y ને સુધારી શકું?
a) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 7 દિવસની અંદર
b) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 10 દિવસની અંદર
c) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 15 દિવસની અંદર
d) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 30 દિવસની અંદર
જવાબ - a) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 7 દિવસની અંદર.
Q4. ચલન ડિપોઝીટ કર્યાની તારીખના કેટલા દિવસની અંદર, હું મુખ્ય/લઘુ શીર્ષકને સુધારી શકું?
a) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 30 દિવસની અંદર
b) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 60 દિવસની અંદર
c) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 90 દિવસની અંદર
d) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 120 દિવસની અંદર
જવાબ - a) ચલન ડિપોઝીટ કર્યાની તારીખના 30 દિવસની અંદર.
Q5. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કયા ચલનો સુધારી શકાય છે?
a) આકારણી વર્ષ 2020-21 થી સંબંધિત તમામ ચૂકવેલ અને ખુલ્લા/બિનશરતી ચલન
b) લઘુ શીર્ષક ચલન 100 (અગ્રિમ કર), 300 (સ્વ- આકારણી કર) અને 400 (નિયમિત આકારણી કર તરીકે માંગ ચુકવણી)
c) ઉપરોક્ત બંને
d) ઉપરોક્તમાંથી એક પણ નહીં
જવાબ - c) ઉપરોક્ત બંને