1. ચલન સુધારણા શું છે?

આવકવેરામાં ચલન સુધારણાનો અર્થ ચલનનો ઉપયોગ કરીને કર જમા કરતી વખતે થયેલી ભૂલોને સુધારવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે.

2. ચલન (100, 300, 400)ના સંદર્ભમાં ઓનલાઈન સુધારો કરવા માટે કયા લક્ષણો ઉપલબ્ધ છે?

નિમ્નલિખિત લક્ષણો માટે ચલન સુધારણા માટેની વિનંતીઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કરી શકાય છે:
• કરવેરા વર્ષ (આકારણી વર્ષ / કર વર્ષ)
• મુખ્ય શીર્ષ
• લઘુ શીર્ષ

3. ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન કયા પ્રકારનો સુધારો કરી શકાય છે?

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માત્ર PAN લોગઈન દ્વારા ચલન સુધારાની મંજૂરી છે. PAN લોગઈનનો ઉપયોગ કરીને, ચલન સુધારણા માટે માત્ર નિમ્નલિખિત લઘુ શીર્ષ માટે જ પરવાનગી આપી છે:
• 100 – આગોતરી કર
• 300 – સ્વ આકારણી કર
• 400 – નિયમિત નિર્ધારણ કરમાંથી માંગણી
અને તેને અનુરૂપ મુખ્ય શીર્ષ.

4. હું ચલન સુધારણા વિનંતીની કાર્યક્ષમતાને ક્યાં એક્સેસ કરી શકું?

ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી જ ચલણ સુધારણા કાર્યક્ષમતા ઉપલબ્ધ થાય છે.
પાથ: લોગઈન → સેવાઓ → ચલન સુધારણા

5. ઓનલાઈન ઉપલબ્ધ ન હોય તેવા ચલનો (એટલે કે, લઘુ શીર્ષક 100/300/400 સિવાયના ચલનો) સુધારવા માટે વપરાશકર્તા ક્યાં વિનંતી કરી શકે છે?

લઘુ શીર્ષક 100, 300 અને 400 સિવાયના અન્ય ચલનો માટે, વપરાશકર્તાએ સુધારો કરવા માટે તેમના અધિકારક્ષેત્ર આકારણી અધિકારી (JAO)નો સંપર્ક કરવો આવશ્યક છે.

6. સુધારા વિનંતી દાખલ કરવા માટે સમય મર્યાદા કેટલી છે?

• આકારણી વર્ષ / કર વર્ષમાં ફેરફાર માટે: ચલન જમા કર્યાની તારીખથી 7 દિવસની અંદર.
• અન્ય તમામ સુધારાઓ માટે: ચલન જમા કર્યાની તારીખથી 30 દિવસની અંદર.

7. કૃપા કરીને તે વર્ષ નિર્દિષ્ટ કરો કે જે વર્ષથી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ચલન સુધારણાની કાર્યક્ષમતા સક્ષમ કરવામાં આવી છે.

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ચલન સુધારણાની સુવિધા માત્ર આકારણી વર્ષ 2020–21 અને ત્યારપછીના વર્ષો માટે જ ઉપલબ્ધ છે.
આ.વ. 2019–20 અથવા તે પહેલાંના વર્ષો સંબંધિત ચલનો માટે ઓનલાઈન સુધારો કરવો ઉપલબ્ધ નથી. આવા કિસ્સાઓમાં, વપરાશકર્તાઓએ તેમના અધિકારક્ષેત્ર આકારણી અધિકારીનો સંપર્ક કરવો આવશ્યક છે.

8. સુધારાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હું સુધારેલ ચલન ક્યાંથી ડાઉનલોડ કરી શકું?

તમે નિમ્નલિખિત પાથનો ઉપયોગ કરીને સુધારેલ ચલનની વિગત ડાઉનલોડ કરી શકો છો:
પાથ:પોસ્ટ લોગઈન → સેવાઓ → ચલન સુધારણા → સુધારેલ વિગત ડાઉનલોડ કરો

9. જો કોઈ વપરાશકર્તાએ JAO સાથે ઓફલાઈન સુધારો કરાવ્યો હોય, તો શું સુધારેલ ચલન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે?

ના. માત્ર ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા સબમિટ કરવામાં આવેલી ચલન સુધારણાઓ જ ઓનલાઈન પ્રદર્શિત થાય છે અને તેમની સ્થિતિને ટ્રૅક કરી શકાય છે.
JAO દ્વારા ઓફલાઈન પ્રક્રિયા કરાયેલ સુધારાઓ પોર્ટલ પર પ્રદર્શિત થતા નથી.
મંજૂર થયેલા સુધારાઓ ફોર્મ 26AS અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ AIS દ્વારા ચકાસી શકાય છે.

10. શું ચલનનો ઉપયોગ થઈ ગયા પછી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ચલન સુધારણા વિનંતી શરૂ કરી શકાય છે?

ના. ચલન સુધારણાની મંજૂરી માત્ર ઉપયોગ ન થયેલા ચલનો માટે જ આપવામાં આવે છે. એકવાર ચલનનો ઉપયોગ થઈ જાય પછી, તે અંતિમ બની જાય છે અને તેમાં સુધારો કરી શકાતો નથી.

11. શું મૂળભૂત ચલનની ચુકવણીના ઈતિહાસમાં સુધારેલ ચલનની વિગત અપડેટ કરવામાં આવશે?

ના. સુધારેલ ચલન ચુકવણી ઈતિહાસ ટેબમાં દેખાતું નથી.
સુધારેલ વિગત નિમ્નલિખિત પાથને અનુસરીને જોઈ શકાય છે:
પાથ:પોસ્ટ લોગઈન → સેવાઓ → ચલન સુધારણા → સુધારેલ વિગત ડાઉનલોડ કરો

12. શું હું સબમિટ કર્યા પછી ચલન સુધારણા વિનંતીમાં ફેરફાર કરી શકું છું?

ના. એકવાર સબમિટ કર્યા પછી, ચલન સુધારણા વિનંતીમાં ફેરફાર કરી શકાતો નથી.
જો વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી નથી અને તે અસ્વીકૃત થાય છે, તો વપરાશકર્તા નવી વિનંતી સબમિટ કરી શકે છે.

13. જો મારી ચલન સુધારણા વિનંતી નકારવામાં આવે તો શું થશે?

જો વિનંતી અસ્વીકૃત થાય છે, તો વપરાશકર્તા નવી સુધારણા વિનંતી સબમિટ કરી શકે છે, જો કે:
• ચલનનો ઉપયોગ હજુ કરવામાં આવ્યો ન હોય, અને
• સુધારણા વિનંતી નિર્ધારિત સમય મર્યાદાની અંદર હોય.

14. શું હું ચલણ સુધારણા વિનંતી પાછી ખેંચી અથવા રદ કરી શકું છું?

ના. ચલન સુધારણા વિનંતી એકવાર સબમિટ કર્યા પછી પાછી ખેંચી શકાતી નથી અથવા રદ કરી શકાતી નથી.

15. જો મારી સુધારણા વિનંતીની સ્થિતિ લાંબા સમય સુધી “બાકી” દર્શાવે છે, તો મારે શું કરવું જોઈએ?

વપરાશકર્તાઓ સેવાઓ → ચલન સુધારણા અંતર્ગત સ્થિતિ તપાસી શકે છે.
જો સ્થિતિ યોગ્ય સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી બાકી રહે છે, તો વપરાશકર્તાઓ:
• ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે, અથવા
• તેમના અધિકારક્ષેત્ર આકારણી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

16. શું ચલનમાં બહુવિધ વખત સુધારો કરી શકાય છે?

હા. ચલનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય અને વિનંતીઓ મંજૂર કરેલ સમય મર્યાદાની અંદર કરવામાં આવે ત્યાં સુધી ચલનમાં બહુવિધ વખત સુધારો કરી શકાય છે.

17. શું ઓનલાઈન ચલનમાં નામ, PAN, અથવા TAN સુધારી શકાય છે?

ના. નામ, PAN અને TAN માં ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા સુધારો કરી શકાતો નથી.
આવા સુધારા માટે, વપરાશકર્તાઓએ તેમના અધિકારક્ષેત્ર આકારણી અધિકારીનો સંપર્ક કરવો આવશ્યક છે.

18. શું TDS/TCS ચલન માટે ચલન સુધારણા મંજૂર કરેલ છે?

ના. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ચલન સુધારણાની કાર્યક્ષમતા માત્ર લઘુ શીર્ષક 100, 300 અને 400 અંતર્ગત કરની ચુકવણીઓ માટે ઉપલબ્ધ છે.
TDS/TCS ચલનમાં સુધારો કરવા માટે TRACES પોર્ટલ દ્વારા અથવા આકારણી અધિકારીનો સંપર્ક કરીને સુધારો કરવો આવશ્યક છે.

19. શું ચલન સુધારણા પર પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મને કોઈ પુષ્ટિકરણ પ્રાપ્ત થશે?

 

હા. ચલન સુધારણા વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવ્યા પછી વપરાશકર્તાઓને તેમની નોંધણી કરેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર ઈ-મેઈલ અને SMS સૂચનાઓ પ્રાપ્ત થાય છે.