1. ITNS 282N શું છે?

ITNS 282N એ એક ચલન ફોર્મ છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રત્યક્ષ કર ચુકવણી માટે થાય છે, જેમાં સિક્યોરિટીઝ લેવડ -દેવડ કર, ચીજવસ્તુ લેવડ -દેવડ કર, કલમ 379 હેઠળ ઈ-DRS યોજના અને અન્ય કરનો સમાવેશ થાય છે.

2. ITNS 282N હેઠળ કયા મુખ્ય અને લઘુ શીર્ષક આવરી લેવામાં આવ્યા છે?

મુખ્ય શીર્ષક:
- સિક્યોરિટીઝ લેવડ -દેવડ કર (0034)
- કલમ 379 (0075) હેઠળ ઈ-DRS યોજના
- અન્ય કર (0028)

લઘુ શીર્ષક:
- સ્વ-આકારણી કર (300)
- અગ્રિમ કર (100)
- નિયમિત નિર્ધારણ કર (400)
- પરચૂરણ પ્રાપ્તિ (800)
- કોમોડિટીઝ લેવડ-દેવડ કર(800)

3.આવકવેરા ચૂકવણી કરવા માટે હું ITNS 282N ક્યાંથી એક્સેસ કરી શકું?

લોગઈન કર્યા પછી:
ઈ-ફાઈલ → ઈ-ચુકવણી કર → લાગુ પડતા આવકવેરા અધિનિયમ પસંદ કરો → નવી ચુકવણી → STT / CTT / ઈ-DRS 379 કલમ હેઠળ / અન્ય કર ટાઈલ

લોગઈન કર્યા પેહલા:
ડેશબોર્ડ → ઈ-ચુકવણી કર (ઝડપી લિંક) → લાગુ પડતા આવકવેરા અધિનિયમ પસંદ કરો → PAN અને મોબાઈલ નંબર → OTP ચકાસણી → STT / CTT / કલમ 379 હેઠળ ઈ-DRS / અન્ય કર ટાઈલ

4. સિક્યોરિટીઝ લેવડ-દેવડ કર ચુકવણી કરવા માટે મુખ્ય શીર્ષક અને લઘુ શીર્ષકનું કયું સંયોજન પસંદ કરવું જોઈએ?

સિક્યોરિટીઝ લેવડ-દેવડ કર ચુકવણી માટે, ચુકવણીનો પ્રકાર હેઠળ મુખ્ય શીર્ષક – સિક્યોરિટીઝ લેવડ-દેવડ કર (0034) અને લઘુ શીર્ષક – સ્વ આકારણી કર (300) પસંદ કરો.

5. કોમોડિટીઝ લેવડ-દેવડ કર જમા કરવા માટે મુખ્ય શીર્ષક અને લઘુ શીર્ષકનું કયું સંયોજન પસંદ કરવું જોઈએ?

કોમોડિટીઝ લેવડ-દેવડ કર ચુકવણી માટે, ચુકવણીના પ્રકાર હેઠળ મુખ્ય શીર્ષક – સિક્યોરિટીઝ લેવડ-દેવડ કર (0034) અને લઘુ શીર્ષક – કોમોડિટીઝ લેવડ -દેવડ કર (800) પસંદ કરો.

6. ઈ-DRS ફીની ચુકવણી માટે મુખ્ય શીર્ષક અને લઘુ શીર્ષકનું કયું સંયોજન પસંદ કરવું જોઈએ?

ઈ-DRS ફીની ચુકવણી માટે, ચુકવણીના પ્રકાર હેઠળ મુખ્ય શીર્ષક – કલમ 379 હેઠળ ઈ-DRS યોજના (0075) અને લઘુ શીર્ષક – પરચૂરણ પ્રાપ્તિ (800) પસંદ કરો.