આવક અને કર કેલ્ક્યુલેટર વપરાશકર્તા માર્ગદર્શિકા
1.ઝાંખી
આવકવેરા કેલ્ક્યુલેટર ની ઉપયોગીતા એ નોંધાયેલ અને બિનનોંધાયેલ બંને ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓને અધિનિયમ પ્રમાણે મેળવેલ આવક(ઓ) અને દાવો કરેલ કપાતના સંબંધમાં વિગતો દાખલ કરીને આવકવેરા અધિનિયમ, આવકવેરા નિયમો, સૂચનાઓ વગેરેની જોગવાઈઓ પ્રમાણે કરની ગણતરી કરવા સક્ષમ સક્ષમ બનાવે છે.
આ સેવા જૂની અને નવી કર વ્યવસ્થા અનુસાર કરની સરખામણી સાથે, જૂની અથવા નવી કર વ્યવસ્થા હેઠળ કરની ગણતરી પણ પ્રદાન કરે છે.
2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વશરતો
ઈ-ફાઈલિંગ પોર્ટલની એક્સેસ.
3. તબક્કાવાર માર્ગદર્શિકા
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ.
પગલું 2: ઝડપી લિંક્સ’ વિભાગમાં ‘આવકવેરા કેલ્ક્યુલેટર’ પર ક્લિક કરો
તમને ‘આવકવેરા કેલ્ક્યુલેટર’ પેજ પર લઈ જવામાં આવશે.
જ્યાં તમે આવકેવરા અધિનિયમ, 2025 અને આવકવેરા અધિનિયમ, 1961 બંને પ્રમાણે તમારા કરની ગણતરી કરી શકો છો.
બે ટેબ છે –
1.બેઝિક કેલ્ક્યુલેટર' અને
2.એડવાન્સ્ડ કેલ્ક્યુલેટર’.
‘બેઝિક કેલ્ક્યુલેટર’ ટેબ ડિફોલ્ટ તરીકે પસંદ કરેલ છે.
કૃપા કરીને નોંધ કરો:
• આવકેવરા અધિનિયમ, 2025 ડિફોલ્ટ તરીકે આપમેળે પસંદ કરવામાં આવશે, અને કર વર્ષ માત્ર 2026–27 તરીકે ઉપલબ્ધ રહેશે.
• જો તમે આવકવેરા અધિનિયમ, 1961 પ્રમાણે કરની ગણતરી કરવા માંગતા હો, તો લાગુ અધિનિયમ આવકવેરા અધિનિયમ, 1961 પસંદ કરો અને આકારણી વર્ષ પસંદ કરો.
પગલું 3a: ‘મૂળભૂત કેલ્ક્યુલેટર’ ટેબમાં, જરૂરી વિગતો જેવી કે PAN, કરદાતાનું નામ, લાગુ અધિનિયમ (આવકેવરા અધિનિયમ 2025 અથવા આવકવેરા અધિનિયમ 1961), TY/AY, કરદાતા વર્ગ, ઉંમર/વય, રહેણાંક સ્થિતિ, એકંદરે વાર્ષિક આવક અને જૂની કર પ્રણાલી અંતર્ગત કુલ ભથ્થાં / છૂટ તથા પ્રકરણ VIA/VIIIA કપાત દાખલ કરો. તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી વિગતો આ પ્રમાણે કરની ગણતરી ‘કર સારાંશ’ વિભાગમાં દેખાશે.

નોંધ 1:કૃપા કરીને નોંધ કરો કે ઉચિત કરદાતા વર્ગ અને રહેઠાણ સ્થિતિની પસંદગીના આધારે, કર કેલ્ક્યુલેટર સ્ક્રીન પરના સુસંગત ફિલ્ડ વપરાશકર્તાના ઈનપુટ માટે સક્ષમ અથવા અક્ષમ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો ઉપરની સ્ક્રીનમાં કરદાતા વર્ગ HUF તરીકે પસંદ કરવામાં આવે અને રહેઠાણ સ્થિતિ નિવાસી તરીકે પસંદ કરવામાં આવે, તો ઉંમર/વયની શરત હવે અક્ષમ કરવામાં આવશે.
કરદાતાઓએ કર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની કાર્યવાહી કરતાં પહેલાં રહેઠાણ વર્ગ અને રહેઠાણ સ્થિતિ પસંદ કરવી.
નોંધ 2: જૂની અને નવી કર પ્રણાલી અંતર્ગત કરની વધુ વિગતવાર સરખામણી મેળવવા માટે ‘સરખામણી જુઓ’ પર ક્લિક કરો.

પગલું 3b:જો તમે ‘એડવાન્સ્ડ કેલ્ક્યુલેટર’ પસંદ કરો, તો નિમ્નલિખિત વિગતો:
PAN, કરદાતાનું નામ, લાગુ અધિનિયમ (આવકેવરા અધિનિયમ 2025 અથવા આવકવેરા અધિનિયમ 1961), ITR ની રીત, પદ્ધતિ (અપડેટેડ રિટર્ન અથવા અપડેટેડ રિટર્ન સિવાય અન્ય), પસંદગીના કર પ્રણાલી, TY/AY, કરદાતા વર્ગ, ઉંમર/વય, રહેણાંક સ્થિતિ, નિયત તારીખ અને રિટર્ન સબમિટ કરવાની વાસ્તવિક તારીખ દાખલ કરો.
કૃપા કરીને નોંધ કરો:
• આવકેવરા અધિનિયમ, 2025 ડિફોલ્ટ તરીકે આપમેળે પસંદ કરવામાં આવશે, અને કર વર્ષ માત્ર 2026–27 તરીકે ઉપલબ્ધ રહેશે.
• જો તમે આવકવેરા અધિનિયમ, 1961 પ્રમાણે કરની ગણતરી કરવા માંગતા હો, તો લાગુ અધિનિયમ આવકવેરા અધિનિયમ, 1961 પસંદ કરો.
• જો તમે અપડેટેડ રિટર્ન માટે કરની ગણતરી કરવા માંગતા હો, તો લાગુ અધિનિયમ તરીકે આવકવેરા અધિનિયમ, 1961 પસંદ કરો અને ત્યારબાદ અપડેટેડ રિટર્ન માટે A.Y. પસંદ કરો. TY 2026-27 માટે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાનું 01/01/2028 પછી લાગુ થશે, તે મુજબ આ પોર્ટલ પર સક્ષમ કરવામાં આવશે.
આવક અને કરની ગણતરી માટેની વિગતો હેઠળ, નીચેની જરૂરી વિગતો દાખલ કરો:
• પગાર શીર્ષ હેઠળની આવક,
• મકાનમિલકત શીર્ષ હેઠળની આવક,
• મૂડી નફો શીર્ષ હેઠળની આવક,
• વ્યાપાર અથવા વ્યવસાય શીર્ષ હેઠળની આવક, અને
• અન્ય સ્ત્રોતોશીર્ષ હેઠળની આવક.
‘કપાતની વિગતો’ અંતર્ગત, તમારા માટે લાગુ સુસંગત કપાતની વિગતો દાખલ કરો, જેમાં PPF, LIC, આવાસ લોન, NPS, મેડિક્લેમ, ઉચ્ચ શિક્ષણ માટેની લોન વગેરેનો સમાવેશ થાય છે પરંતુ તે પૂરતું મર્યાદિત નથી.
‘કરપાત્ર આવક’ અંતર્ગત, TDS/TCS/MAT/AMT જમા અને સ્વ-આકારણી કર / અગ્રિમ કર અગ્રિમ કર દાખલ કરો.

તમારા દ્વારા ચૂકવવાપાત્ર કુલ કર અને વ્યાજ પૃષ્ઠના અંતે દર્શાવવામાં આવશે.
પગલું 4: તમે ‘ડાઉનલોડ’ બટન પર ક્લિક કરીને ગણતરી PDF ડાઉનલોડ કરી શકો છો.
પગલું 5: ગણતરીનું PDF ડાઉનલોડ કરવામાં આવશે.








