તમારો પાસવર્ડ બદલો - વારંવાર પૂછાતા પ્રશ્નો
1. મને મારું યુઝર આઈ.ડી યાદ નથી. હું મારા એકાઉન્ટમાં કેવી રીતે લોગઈન કરી શકું?
ઈ-ફાઈલિંગ પોર્ટલ માટે તમારો પાન નંબર એ તમારો યુઝર આઈ.ડી છે. તમે તમારા આધાર નંબરનો ઉપયોગ પણ યુઝર આઈ.ડી તરીકે કરી શકો છો, પરંતુ જો તેને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં તમારા પાન સાથે લિંક કરવામાં આવ્યો હોય તો જ.
2. શું હું મારો પાસવર્ડ મારા પહેલાના પાસવર્ડમાંથી એક એમ બદલી શકું છું?
હા, તમે કરી શકો છો. જો કે, નવો પાસવર્ડ તમારા છેલ્લા ત્રણ પાસવર્ડ જેવો ન હોવો જોઈએ
3. મારો પાસવર્ડ અપડેટ કરવામાં આવ્યો છે તે હું કેવી રીતે જાણી શકું?
વ્યવહાર આઈ.ડી સાથે તમને સફળતા સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, તમને તમારા ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી પર પણ પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.
4. જો પાસવર્ડ બદલવાનું નિષ્ફળ થાય તો મારે શું કરવું ?
નીચેના પગલાં અનુસરો:
- તમારા વેબ બ્રાઉઝરમાંથી તમારી અસ્થાયી ફાઈલ હટાવો
- તમારા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો અને ફરીથી તમારો પાસવર્ડ બદલવાનો પ્રયત્ન કરો.
5. "પાસવર્ડ બદલો" પેજ પર હોઉ ત્યારે જો હું "રદ્દ કરો" બટન દબાવું તો શું થશે?
તમારો પાસવર્ડ અપડેટ થયા વિના, તમને તમારા ડેશબોર્ડ પર રેડાયરેક્ટ કરવામાં આવશે.
6. હું મારો યુઝર આઈ.ડી અને પાસવર્ડ ભૂલી ગયો છું. હું તેમને કેવી રીતે પુન:પ્રાપ્ત કરી શકું?
તમારો પાન નંબર (અથવા આધાર નંબર, જો તમારો પાન અને આધાર નંબર ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લિંક કરેલ હશે તો) તમારો યુઝર આઈ.ડી છે.
ઈ-ફાઈલિંગ પોર્ટલમાં પાસવર્ડ ભૂલી ગયા છો સુવિધાના ઉપયોગ થી તમે તમારો પાસવર્ડ પુન:પ્રાપ્ત કરી શકો છો.
- આધાર ઓ.ટી.પી, અથવા
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા નોંધાયેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓ.ટી.પી ; અથવા
- પૂર્વ-માન્ય બેંક એકાઉન્ટ / ડિમેટ એકાઉન્ટના માધ્યમ દ્વારા જનરેટ કરવામાં આવેલ ઈ.વી.સી (ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ); અથવા
- ડી.એસ.સી (ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર)