રિફંડ ફરીથી મેળવવું વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
નોંધાયેલ વપરાશકર્તાઓ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રિફંડ ફરીથી જારી કરવાની વિનંતીની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા દ્વારા, જો રિફંડ જારી કરવામાં નિષ્ફળતા મળે તો તમે રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી કરી શકો છો
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ ધરાવતા નોંધણી કરેલ વપરાશકર્તા
- આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું છે અને રિફંડ નિષ્ફળ ગયું છે.
- ઈ-ફાઇલિંગ પોર્ટલ પર માન્ય બેંક ખાતું.
- ચકાસણી પદ્ધતિઓમાંથી એકનો એક્સેસ:
• આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર.
• માન્ય અને ઈ-ફાઈલિંગમાં નોંધાયેલ DSC
• બેંક ખાતું / ડીમેટ ખાતા / નેટ બેન્કિંગ દ્વારા EVC.
3. વિગતવાર માર્ગદર્શિકા
રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર સેવાઓ પર જાઓ અને રિફંડ ફરીથી જારી કરવું પર ક્લિક કરો.
પગલું 3: રિફંડ ફરીથી જારી કરવાની નવી વિનંતી બનાવવા માટે, '+રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી બનાવો' પર ક્લિક કરો.
પગલું 4: રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી બનાવો પેજ પર, જે રેકોર્ડ માટે તમે વિનંતી સબમિટ કરવા માંગો છો તે પસંદ કરો અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો.
પગલું 5: બેંક ખાતું પસંદ કરો પેજ પર, જે બેંક ખાતામાં તમે રિફંડ પ્રાપ્ત કરવા માંગો છો તે પસંદ કરો અને 'ચકાસણી માટે આગળ વધો' પર ક્લિક કરો.
નોંધ:અહીં માત્ર ચકાસાયેલ બેંક ખાતાની વિગત જ દર્શાવવામાં આવશે. જો તમે ચકાસાયેલ ખાતા સિવાયના અન્ય બેંક ખાતામાં રિફંડ મેળવવા માંગતા હો, તો કૃપા કરીને ઉપરની સ્ક્રીનમાં હાઈલાઈટ કરેલી “બેંક ખાતું ઉમેરો” લિંક પર ક્લિક કરો અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર “બેંક ખાતું ઉમેરો” કાર્યક્ષમતાનો ઉપયોગ કરો.
પગલું 6: બેંક ખાતું પસંદ કર્યા પછી, ‘ઈ-ચકાસણી ’ પેજ પર ચકાસણી માટે તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરો. 'ચાલુ રાખો' પર ક્લિક કરો.
નોંધ: વધુ જાણવા માટે ઈ-ચકાસણી કેવી રીતે કરવી વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
સફળ ઈ-ચકાસણી પછી, લેવડ -દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ -દેવડ IDની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.
નોંધ: જો તમે રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી જોવા માંગતા હો, તો 'રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી જુઓ' પર ક્લિક કરો, તમને રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી જુઓ પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમે સબમિટ કરેલી વિનંતીઓની સ્થિતિ જોઈ શકો છો.
4. સંબંધિત વિષયો