1. મારે શા માટે ચલન બનાવવાની જરૂર છે?
ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા આકારણી વર્ષ માટે કોઈપણ આવકવેરા ચૂકવણી કરવા માટે, તમારે તે માટે એક ચલણ બનાવવું પડશે.
2. ચલન કોણ બનાવી શકે છે?
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ અથવા નોંધાયેલ ન હોય તેવા વપરાશકર્તાઓ (કોર્પોરેટ / નોન-કોર્પોરેટ વપરાશકર્તાઓ, ERIs અને પ્રતિનિધિ કરદાતા) ચલન બનાવી શકે છે.
3. હું કયા પ્રકારના કોર્પોરેટ કરની ચુકવણી કરી શકું છું?
તમે કોર્પોરેટ કર વિકલ્પ હેઠળ નીચે આપેલની ચુકવણી કરી શકો છો:
- અગ્રિમ કર
- સ્વ-આકારણી કર
- નિયમિત આકારણી પર કર
- કંપનીઓના વિતરિત નફા પર કર
- યુનિટ હોલ્ડરને વિતરિત આવક પર કર
- અતિકર
- આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 92CE હેઠળ ગૌણ સમાયોજન કર
- આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115TD હેઠળ અભિવૃદ્ધિ કર
4. હું કયા પ્રકારે આવકવેરા ની ચૂકવણી કરી શકુ ?
તમે કોર્પોરેટ કર વિકલ્પ હેઠળ નીચે આપેલની ચુકવણી કરી શકો છો:
- અગ્રિમ કર
- સ્વ-આકારણી કર
- નિયમિત આકારણી પર કર
- આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 92CE હેઠળ ગૌણ સમાયોજન કર
- આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115TD હેઠળ અભિવૃદ્ધિ કર.
5. હું કઈ ફી અથવા અન્ય કર ચૂકવણી કરી શકું?
તમે ફી / અન્ય ચુકવણીઓ હેઠળ નિમ્નલિખિત ચુકવણી કરી શકો છો:
- સંપત્તિ કર
- ફ્રિન્જ લાભ કર
- બેન્કિંગ રોકડ લેવડ-દેવડ કર
- વ્યાજ કર
- હોટેલ પ્રાપ્તિ કર
- ભેટ કર
- સંપદા શુલ્ક
- ખર્ચ / અન્ય કર
- અપીલ ફી
- કોઈપણ અન્ય ફી
6 .ચલણ ફોર્મ બનાવ્યા પછી હું કેવી રીતે કર ની ચૂકવણી કરી શકું?
તમે આના દ્વારા ચૂકવણી કરી શકો છો:
- નેટ બેન્કિંગ; અથવા
- ડેબિટ કાર્ડ; અથવા
- પેમેન્ટ ગેટવે દ્વારા (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા બિન-અધિકૃત બેંકો અથવા UPI ના નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને); અથવા
- તમારી બેંકના કાઉન્ટર ઉપર; અથવા
- RTGS / NEFT
7. આદેશ ફોર્મ શું છે? તે ક્યારે જરૂરી છે?
જ્યારે તમે RTGS / NEFT તરીકે કર ચુકવણી માધ્યમ પસંદ કરો છો ત્યારે આદેશ ફોર્મ જનરેટ થાય છે. તમે તમારી બેંકની નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો અથવા ચલન બનાવ્યા પછી આદેશ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ચુકવણી માટે તમારી બેંક શાખાની મુલાકાત લઈ શકો છો.
8. જો હું ચલન બનાવ્યા પછી તરત જ ચુકવણી નહીં કરું તો, તે સમાપ્ત થઈ જશે?
હા, તમારે ચલન જનરેટ કર્યાના 15 દિવસની અંદર (એટલે કે CRN જનરેટ કર્યાની તારીખથી 15 દિવસ)ની અંદર કરની ચુકવણી કરવી જરૂરી છે. અગ્રિમ કરના કિસ્સામાં, તમારે CRN જનરેટ થયાની તારીખથી 15 દિવસ અથવા વર્તમાન નાણાકીય વર્ષની 31મી માર્ચ, બેમાંથી જે વહેલું હોય તે પહેલાં કર ચુકવવો પડશે.
9. હું મારા ચલનની વિગતો ક્યાં જોઈ શકું છું? શું હું મારા સમય મુદત પુરી થયેલ ચલનો ને જોઈ સકીશ?
તમે જનરેટ કરેલ ચલન ટેબ હેઠળ ઈ-પે કર પેજ પર તમારા જનરેટ થયેલ ચલન જોઈ શકો છો.તમારા સમયસીમા સમાપ્ત થયેલ ચલન પણ માન્ય તારીખથી એક મહિના માટે (તમારા ચલન પર ઉપલબ્ધ) જનરેટ થયેલ ચલન ટેબ હેઠળ ઈ-ચુકવણી કર પેજ પર પણ ઉપલબ્ધ હશે.