1. ઓવરવ્યૂ


તમારા AO ને જાણો સેવા કરદાતાઓ માટે ઉપલબ્ધ છે (ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ અથવા નોંધાયેલ ના હોય) જેમની પાસે માન્ય PAN છે. આ સેવા તમને ચોક્કસ PAN માટે અધિકારક્ષેત્રના આકારણી અધિકારી (AO) ની વિગતો જોવાની મંજૂરી આપે છે. આ સેવા મેળવવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવાની જરૂર નથી.

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો

  • માન્ય PAN
  • માન્ય મોબાઈલ નંબર

3. પગલાં દર પગલાં માર્ગદર્શન આપવું


પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર જાઓ અને તમારા AO ને જાણો પર ક્લિક કરો.

Data responsive



પગલું 2: તમારા અધિકારક્ષેત્રના આકારણી અધિકારીને જાણો પેજ પર, તમારો PAN અને માન્ય મોબાઇલ નંબર દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive



પગલું 3: તમે પગલાં 2 માં દાખલ કરેલ મોબાઇલ નંબર પર 6-અંકનો OTP પ્રાપ્ત કરશો. ચકાસણી પેજ પર, OTP દાખલ કરો અને માન્ય કરો પર ક્લિક કરો.

Data responsive


નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયત્નો છે.
  • સ્ક્રીન પરનું OTP સમયસીમા સમાપ્તિ ટાઈમર તમને કેહશે કે ક્યારે OTP ની સમયસીમા સમાપ્ત થશે.
  • OTP ફરી મોકલો પર ક્લિક કરવાથી, નવો OTP પેદા કરવામાં આવશે અને મોકલવામાં આવશે.

સફળ OTP માન્યતા પર, તમે તમારા PAN ની સ્થિતિ સાથે અધિકારક્ષેત્ર આકારણી અધિકારીની વિગતો (જેમ કે વિસ્તાર કોડ, AO પ્રકાર, રેન્જ કોડ, AO નંબર, અધિકારક્ષેત્ર, સરનામું અને AO નું ઈ-મેઈલ ID) જોઈ શકશો.

Data responsive

4. સંબંધિત વિષયો