AY 2026-27 (આકારણી વર્ષ 2026-27) માટે ભાગીદારી પેઢી / LLP માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ
અસ્વીકરણ: આ પેજ પરની સામગ્રી માત્ર એક વિહંગાવલોકન / સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને તે સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ, 1961, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 2(23)(i) જણાવે છે કે પેઢીનો અર્થ એ જ રહેશે જે ભારતીય ભાગીદારી અધિનિયમ, 1932 માં છે. ભારતીય ભાગીદારી અધિનિયમ, 1932 ની કલમ 4 પેઢીને નીચે મુજબ વ્યાખ્યાયિત કરે છે:
"જે વ્યક્તિઓ એકબીજા સાથે ભાગીદારીમાં જોડાયા હોય તેમને વ્યક્તિગત રીતે "ભાગીદારો" અને સામૂહિક રીતે "પેઢી" ( કહેવામાં આવે છે, અને જે નામ હેઠળ તેમનો વ્યાપાર ચલાવવામાં આવે છે તેને "પેઢીનું નામ" કહેવામાં આવે છે."
આવકવેરા અધિનિયમ, 1961 અનુસાર, પેઢીમાં મર્યાદિત જવાબદારી ભાગીદારી (LLP) નો સમાવેશ થશે, જે મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ, 2008 માં વ્યાખ્યાયિત છે. મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ, 2008 ની કલમ 2(1)(n) “મર્યાદિત જવાબદારી ભાગીદારી" ને આ અધિનિયમ હેઠળ રચાયેલી અને નોંધાયેલી ભાગીદારી તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે તેના ભાગીદારથી અલગ એક વિશિષ્ટ કાનૂની અસ્તિત્વ છે.
આ રિટર્ન એવા વ્યક્તિગત કે હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જેઓ સામાન્ય રીતે નિવાસી ન હોય તે સિવાયના નિવાસી હોય અથવા એવી પેઢી (LLP સિવાય) માટે લાગુ પડે છે જે નિવાસી હોય અને જેની કુલ આવક ₹ 50 લાખ સુધીની હોય તથા વ્યાપાર કે વ્યવસાય માંથી આવક ધરાવતા હોય જેની ગણતરી અનુમાનિત આધાર પર (આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AD / 44ADA / 44AE હેઠળ) કરવામાં આવી હોય અને નીચેનામાંથી કોઈપણ સ્ત્રોતમાંથી આવક ધરાવતા હોય:
|
બે ઘર સંપત્તિ |
અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.) |
₹5,000 સુધીની કૃષિ આવક |
|
|
નોંધ: આ ITR-4 નો ઉપયોગ એવી વ્યક્તિ દ્વારા કરી શકાશે નહીં જે: (h) કુલ આવક રૂપિયા 50 લાખથી વધુ હોય. (i) કલમ 89A હેઠળ અધિસૂચિત દેશમાં જાળવવામાં આવેલા નિવૃત્તિ લાભ ખાતામાંથી આવક ધરાવતા હોય. (j) કલમ 89A હેઠળ અધિસૂચિત દેશ સિવાયના અન્ય દેશમાં જાળવવામાં આવેલા નિવૃત્તિ લાભ ખાતા માંથી આવક ધરાવતા હોય. (k) વિશેષ દરે કરપાત્ર હોય તેવી કોઈપણ આવક ધરાવતા હોય.
કૃપા કરીને નોંધશો કે ITR-4 (Sugam) ફરજિયાત નથી. તે કરદાતા દ્વારા તેના વિકલ્પ પર ઉપયોગમાં લેવાતું એક સરળ રિટર્ન ફોર્મ છે, જો તે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AD, 44ADA અથવા 44AE હેઠળ અનુમાનિત આધાર પર વ્યવસાય અથવા વ્યવસાયમાંથી નફો અને લાભ જાહેર કરવા માટે પાત્ર હોય. |
|
આ રિટર્ન એવી વ્યક્તિને લાગુ પડે છે જે:
|
નોંધ: જો કે, જે વ્યક્તિએ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(4A) અથવા 139(4B) અથવા 139(4D) હેઠળ આવકનું રિટર્ન ફાઇલ કરવાનું જરૂરી હોય, તેવી વ્યક્તિ આ ફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં.
આવકવેરા અધિનિયમ, 1961 મુજબ લાગુ પડતા ફોર્મ
|
નોંધ: (આગોતરો કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ -દેવડ, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194 IA, 194 IB, 194M હેઠળ TDS: TDS ડિફોલ્ટ્સ) અંગેની માહિતી જે પહેલાં 26AS માં ઉપલબ્ધ હતી તે હવે AIS માં ઉપલબ્ધ છે
|
દ્વારા આપવામાં આવેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કપાત કરનારથી કપાતી |
ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે બહાર પાડવામાં આવતું સ્ત્રોત સ્થાને કર કપાત (TDS) નું પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચૂકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરાયેલ TDS ચુકવણીની વિગતો નોંધાયેલી હોય છે. |
|
દ્વારા રજૂ કરાયેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કરદાતા કે જેમને અન્ય કોઈપણ કાયદા હેઠળ ફરજિયાત હિસાબ-તપાસણી કરાવવી જરૂરી હોય અને જેમણે આવકવેરા અધિનિયમની કલમ 44AB હેઠળ હિસાબનીશ પાસે પોતાના હિસાબોની હિસાબ-તપાસણી કરાવવી જરૂરી હોય. આ વિગત આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાની રહેશે. |
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AB હેઠળ રજૂ કરવા માટે જરૂરી ખાતાની હિસાબ-તપાસણીનો અહેવાલ અને વિગતોનું પત્રક |
|
દ્વારા રજૂ કરાયેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કરદાતા કે જેમને અન્ય કોઈપણ કાયદા હેઠળ ફરજિયાત હિસાબ-તપાસણી કરાવવી જરૂરી હોય અને જેમણે આવકવેરા અધિનિયમની કલમ 44AB હેઠળ હિસાબનીશ પાસે પોતાના હિસાબોની હિસાબ-તપાસણી કરાવવી જરૂરી હોય. આ વિગત આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાની રહેશે. |
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AB હેઠળ રજૂ કરવા માટે જરૂરી ખાતાની હિસાબ-તપાસણીનો અહેવાલ (ફોર્મ 3CB) અને વિગતોનું પત્રક (ફોર્મ 3CD) |
|
દ્વારા રજૂ કરાયેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કરદાતા જે આંતરરાષ્ટ્રીય લેવડ -દેવડ અથવા ઉલ્લેખિત સ્થાનિક લેવડ -દેવડ કરે છે, તેમણે કલમ 92E હેઠળ હિસાબનીશ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી છે. આ વિગત આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાની રહેશે. |
હિસાબનીશ તરફથી મળતો અહેવાલ જેમાં તમામ આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અને ઉલ્લેખિત સ્થાનિક લેવડ-દેવડની વિગતો શામેલ હોય છે. |
|
દ્વારા રજૂ કરાયેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
બિન-નિવાસી કરદાતા અથવા વિદેશી કંપની જે ભારતમાં વ્યાપાર કરે છે, જેમણે ઉલ્લેખિત વ્યક્તિઓ પાસેથી ઉલ્લેખિત આવક મેળવવા માટે કલમ 44DA હેઠળ હિસાબનીશ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી છે. આ વિગત આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાની રહેશે. |
હિસાબનીશ તરફથી મળતો અહેવાલ, જે સરકાર અથવા ભારતીય સંસ્થા પાસેથી રોયલ્ટી અથવા તકનીકી સેવાઓ માટેની ફી સ્વરૂપે મળેલી આવક સંબંધિત હોય. |
|
દ્વારા રજૂ કરાયેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કરદાતા જેમણે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115JC હેઠળ હિસાબનીશ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી હોય. |
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115JC હેઠળ કંપની સિવાયની વ્યક્તિની સમાયોજિત કુલ આવક અને વૈકલ્પિક લઘુત્તમ વેરો ગણવા માટેનો અહેવાલ |
|
દ્વારા સબમિટ કરેલ |
ફોર્મમાં આપેલી વિગતો |
|
કરદાતા, જેમણે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(1) હેઠળ ITR સબમિટ કરવા માટે ઉલ્લેખિત કરેલી નિયત તારીખે અથવા તે પહેલાં રજૂ કરવાનું રહેશે. |
ભારત બહારના દેશ અથવા ઉલ્લેખિત પ્રદેશમાંથી થયેલી આવક અને દાવો કરાયેલ વિદેશી કર ક્રેડિટ |
|
આકારણી વર્ધ 2026-27 માટે ભાગીદારી પેઢી / LLP માટે કરના સ્લેબ
આકારણી વર્ષ 2026-27 માટે, ભાગીદારી પેઢી (LLP સહિત) પર 30% ના દરે કર લાગે છે.`
અધિક કર, સીમાંત રાહત અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર
|
|
|
||||||||||
રોકાણો / ચૂકવણીઓ / આવક જેના પર કર લાભ ઉપલબ્ધ છે
આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત ઉલ્લેખિત કર કપાત
|
સૂચિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ, વગેરેને આપેલ દાન માટે કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે
|
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત નીચે આપેલ શ્રેણીઓ અંતર્ગત દાન કપાત માટે પાત્ર છે
|
Note: આ કલમ હેઠળ રોકડમાં કરવામાં આવેલ દાન ₹ 2000/- થી વધુ હોય તો અથવા જો કુલ ચોખ્ખી આવકમાં વ્યાપાર / ધંધાના નફા / લાભની આવક શામેલ હોય તો કોઈ કપાત મંજૂર કરવામાં આવશે નહીં.
|
રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં ફાળો આપવામાં આવેલી રકમ કપાત તરીકે માન્ય છે (ચોક્કસ શરતોને આધિન) |
|
|
ઔદ્યોગિક ઉદ્યાનોમાં રોકાયેલા ઉપક્રમ અને કોઈપણ પાવર ઉપક્રમ કપાતનો દાવો કરવા માટે હકદાર રહેશે (ચોક્કસ શરતોને આધીન) |
|
|
વિશેષ આર્થિક પરિક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા સાહસ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત (ચોક્કસ શરતોને આધિન) |
|
|
પાત્રતા ધરાવતા સ્ટાર્ટ-અપ દ્વારા ઉલ્લેખિત વ્યાપારમાંથી મેળવેલ નફો અને લાભ |
જે વર્ષથી પાત્ર સ્ટાર્ટ-અપનો સમાવેશ થાય છે તે વર્ષથી શરૂ કરીને 10 આકારણી વર્ષમાંથી સતત 3 આકારણી વર્ષ માટે 100% નફો |
|
માળખાકીય વિકાસના ઉપક્રમો સિવાયના ઉલ્લેખિત ઔદ્યોગિક ઉપક્રમોના નફા અને લાભ પર કપાત- નિયત સત્તાધિકારી દ્વારા જે આકારણી વર્ષથી તેને મંજૂરી આપવામાં આવી હોય તે વર્ષથી 10 વર્ષ માટે નફાના 100% કપાત (જો 31 માર્ચ 2000 પછી પરંતુ 1લી એપ્રિલ 2007 પહેલાં મંજૂર કરવામાં આવી હોય તો). આ કલમ હેઠળ કપાત એવા કરદાતાને મળવાપાત્ર છે જેની કુલ ચોખ્ખી આવકમાં નીચે દર્શાવેલ વ્યાપારમાંથી મેળવેલ કોઈપણ નફો અને લાભ શામેલ હોય:
વિવિધ પ્રકારના ઉપક્રમો માટે ઉલ્લેખિત શરતો અનુસાર 5/10/7 વર્ષ માટે નફાના 100% / 25% |
|
મકાનના બાંધકામ અને વિકાસને સંબંધિત યોજનામાંથી મેળવેલ નફો અને લાભ |
વિવિધ શરતોને આધીન, નફાના 100% |
|
હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાંચલ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અમુક ઉપક્રમોના સંબંધમાં કપાત (ચોક્કસ શરતોને આધિન) |
પ્રથમ 5 વર્ષ માટે નફાના 100% અને આગામી 5 વર્ષ માટે 25% (કંપની માટે 30%) ચોક્કસ વસ્તુ અથવા ઉત્પાદન માટે |
|
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત નિર્ધારિત ઉપક્રમો માટેની કપાત (ચોક્કસ શરતોને આધિન) |
10 આકારણી વર્ષ માટે 100% નફો વિવિધ શરતોને આધીન |
|
જૈવવિઘટનીય કચરાનું એકત્રીકરણ અને પ્રક્રિયાના વ્યાપારમાંથી નફો અને લાભના સંદર્ભમાં કપાત (ચોક્કસ શરતોને આધિન) |
સતત 5 વર્ષ માટે જૈવવિઘટનીય કચરાનો સંગ્રહ, પ્રક્રિયા અને સારવાર કરવાની પ્રવૃત્તિમાંથી 100% નફો |
|
નવા કામદારો / કર્મચારીઓની રોજગારીના સંબંધમાં કપાત, જે એવા કરદાતાને લાગુ પડે છે જેને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB લાગુ પડતી હોય (ચોક્કસ શરતોને આધિન) |
3 આકારણી વર્ષ માટે વધારાના કર્મચારી ખર્ચના 30%, ચોક્કસ શરતોને આધીન. |
|
ઓફશોર બેંકિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોની આવક માટે કપાત (ચોક્કસ શરતોને આધિન) |
ઉલ્લેખિત શરતો અનુસાર, 5/10 આકારણી વર્ષ માટે ઉલ્લેખિત આવકના 100% / 50% |