વૈધાનિક ફોર્મ વારંવાર પૂછાતા પ્રશ્નો

ફોર્મ 3CB-3CD

પ્રશ્ન. ફોર્મ 3CB-3CD સબમિટ કરતી વખતે, "વિશિષ્ટ દસ્તાવેજ ઓળખ નંબર" પૃષ્ઠ પ્રદર્શિત થાય છે. અમે કર ઓડિટ અહેવાલ અપલોડ કરતા પહેલા UDIN યોગ્ય રીતે લીધેલ હોવા છતાં, હું UDIN વિગતો ઉમેરવામાં અસક્ષમ છું. શું મારે એના બદલે "મારી પાસે UDIN નથી/હું પછીથી અપડેટ કરીશ" પસંદ કરવું જોઈએ?

જવાબઃ UDIN માટે બલ્ક અપલોડ સુવિધા માત્ર ફોર્મ 15CB માટે સક્ષમ કરેલ છે. આ સુવિધા ટૂંક સમયમાં સક્ષમ કરવામાં આવશે. તમે હજી પણ આગળ વધી શકો છો અને "મારી પાસે UDIN નથી/હું પછીથી અપડેટ કરીશ" પસંદ કરીને ફોર્મ ફાઈલ કરી શકો છો. એકવાર UDIN સુવિધા તમામ ફોર્મ માટે ઉપલબ્ધ થઈ જાય, પછી તમે તેને પોર્ટલમાં અપડેટ કરી શકો છો.

 

ફોર્મ 10 B

પ્રશ્ન. હું ફોર્મ 10B ફાઈલ કરવા અને સબમિટ કરવા માટે પ્રયાસ કરું છું. જો કે, સબમિટ કરવા પર, પૃષ્ઠ નીચેની ત્રુટિ દર્શાવે છે "ARN માટે અમાન્ય ફોર્મેટ". મારે શું કરવું જોઈએ?

જવાબ; ફોર્મ 10B ફાઈલ કરતા પહેલા, કૃપા કરીને "મારી પ્રોફાઈલ" વિભાગમાંથી તમારી પ્રોફાઈલને અપડેટ કરો અને ખાતરી કરો કે તમામ ફરજિયાત ફિલ્ડ ભરવામાં આવી છે. તમારી પ્રોફાઈલ વિગતો અપડેટ કર્યા પછી, તમે ફરીથી લોગ ઈન કરી શકો છો અને ફરીથી પ્રયાસ કરી શકો છો.

 

ફોર્મ 67

પ્રશ્ન; મારે શા માટે ફોર્મ 67 સબમિટ કરવાની જરૂર છે?

જવાબઃ જો તમે ભારતની બહારના કોઈ દેશ અથવા ચોક્કસ પ્રદેશમાં ચૂકવવામાં આવેલા વિદેશી કરની ક્રેડિટનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે ફોર્મ 67 સબમિટ કરવું પડશે. ફોર્મ 67 એ કિસ્સામાં પણ સબમિટ કરવાનું રહેશે જો ચાલુ વર્ષનાં નુકસાનને પાછળ લઈ જવાથી તે એ વિદેશી કરનાં રિફંડમાં પરિણમે છે, જેના માટે અગાઉનાં કોઈપણ વર્ષોમાં ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો હોય.

પ્રશ્ન; ફોર્મ 67 સબમિટ કરી શકાય તેવા માધ્યમ ક્યા છે?
જવાબ; ફોર્મ 67 માત્ર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જ ઓનલાઈન સબમિટ કરી શકાય છે. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી, ફોર્મ 67 પસંદ કરો, ફોર્મ તૈયાર કરો અને સબમિટ કરો.
પ્રશ્ન. ફોર્મ 67 ની ઈ-ચકાસણી કેવી રીતે થઈ શકે?
જવાબ; તમે EVC અથવા DSC નો ઉપયોગ કરીને ફોર્મની ઈ-ચકાસણી કરી શકો છો.વધુ જાણવા માટે તમે કેવી રીતે ઈ-ચકાસણી કરવી વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો.
પ્રશ્ન. શું હું મારા વતી ફોર્મ 67 ફાઈલ કરવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકું?
જવાબઃ હા, તમે તમારા વતી ફોર્મ 67 ફાઈલ કરવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકો છો.
પ્રશ્ન. ફોર્મ 67 ફાઈલ કરવાની સમય મર્યાદા કેટલી છે?
જવાબ; કલમ 139 (1) હેઠળ નિર્ધારિત કર્યા મુજબ ફોર્મ 67 રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ પહેલાં ફાઈલ કરવું જોઈએ.

પ્રશ્ન. જ્યારે હું વૈધાનિક ફોર્મ ભરતી વખતે જોડાણો અપલોડ કરવાનો પ્રયાસ કરું છું, ત્યારે પૃષ્ઠ પર કેટલીક ત્રુટિ દર્શાવવામાં આવી રહી છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જોડાણો અપલોડ કરતી વખતે મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

જવાબઃ ત્રુટિ ફાઈલમાં ઉપયોગમાં લેવાયેલ નામકરણને રૂપાંતરિત કરવાને કારણે હોઈ શકે છે. કૃપા કરીને ફાઈલનાં નામમાં કોઈપણ વિશેષ અક્ષરોનો ઉપયોગ કરવાનું ટાળો અને ફાઈલનું નામ નાનું રાખો. વધુમાં જોડાણનું કદ 5 MB થી ઓછું હોવું જોઈએ અને જોડાણનું ફોર્મેટ માત્ર PDF અથવા Zip ફોર્મેટ હોવું જોઈએ.

 

ફોર્મ 29B અને 29C

પ્રશ્ન. હું ફોર્મ 29B અપલોડ કરવામાં સક્ષમ નથી. હું ફોર્મ 29B કેવી રીતે ફાઈલ કરી શકું અને સબમિટ કરી શકું?

જવાબ; ફોર્મ 29B ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ફોર્મ 29B કરદાતા દ્વારા તેમના CA ને સોંપવું જરૂરી છે.

એકવાર કરદાતા ફોર્મ સોંપી દે, તે પછી CA તેની કાર્યસૂચિમાં આ ફોર્મ મેળવી શકે છે.

પ્રશ્ન. ફોર્મ સબમિટ કરતી વખતે, પૃષ્ઠ "અમાન્ય મેટાડેટા" ત્રુટિ દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?

જવાબ; જો આવી ત્રુટિ આવવાનું ચાલુ રહે છે, તો એવી શક્યતા છે કે પસંદ કરેલા કરદાતા અથવા ફાઈલિંગ પ્રકાર (મૂળ/સુધારેલ) અથવા આકારણી વર્ષ તમારા લોગઈન પ્રમાણપત્રો સાથે સુમેળમાં ન હોય. તમને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે કે ઉલ્લેખિત પરિમાણો સંબંધિત કોઈ મિસ મેચ ના રહે. 

પ્રશ્ન. હું આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 29B ફાઈલ કરવામાં અસમર્થ છું. પૃષ્ઠ નીચેની ત્રુટિ દર્શાવી રહ્યું છે "સબમિશન નિષ્ફળઃ અમાન્ય ઈનપુટ". મારે શું કરવું જોઈએ?

જવાબ; આ સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે "હિસાબનીશનો અહેવાલ" ફિલ્ડનો ભાગ 3 ખાલી છોડી દેવામાં આવે છે. જો ફિલ્ડ લાગુ પડતું ન હોય તો, તમે "હિસાબનીશ માટે અહેવાલ" ના ફકરા 3 ની નીચે આપેલા ટેક્સ્ટ બોક્સમાં "NA" દાખલ કરી શકો છો અને ફોર્મ ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરી શકો છો.

પ્રશ્ન; હું આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 29B ફાઈલ કરવામાં અસમર્થ છું.પૃષ્ઠ નીચેની ભૂલ દર્શાવી રહ્યું છે "ARN માટે અમાન્ય ફોર્મેટ". મારે શું કરવું જોઈએ?

જવાબ; જ્યારે વપરાશકર્તાની "પ્રોફાઈલ" યોગ્ય રીતે અપડેટ થતી નથી ત્યારે આ જોવા મળે છે. કૃપા કરીને ખાતરી કરો કે ફોર્મ અને તમારી પ્રોફાઈલમાં ભરેલી માહિતીમાં કોઈ મિસ મેચ ના રહે. તમારી પ્રોફાઈલ અપડેટ કર્યા પછી, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફરીથી લોગઈન કરો અને ફરીથી પ્રયાસ કરો.

પ્રશ્ન. ફોર્મ 29B, ભાગ C (કલમ 115JB ની પેટા-કલમ (2C) અનુસાર વધારવાની અથવા ઘટાડવાની જરૂરી રકમની વિગતો) ફાઈલ કરતી વખતે, હું તે રકમ દાખલ કરવાનો પ્રયાસ કરું છું જેના દ્વારા ચોપડે નફો વધારવાની અથવા ઘટાડવાની જરૂર છે. જો કે, ફોર્મ નકારાત્મક મૂલ્ય સ્વીકારતું નથી. મારે શું કરવું જોઈએ?

જવાબઃ સંભવ છે કે તમે ફોર્મ 29B ના જૂના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છો. કૃપા કરીને ડ્રાફ્ટ કાઢી નાખો અને નવું ફોર્મ ફાઈલ કરો.

 

ફોર્મ 56F

પ્રશ્ન. કલમ 10AA હેઠળ sez દાવો કરવા માટે ફોર્મ 56F ફાઈલ કરતી વખતે, પૃષ્ઠ અમુક ત્રુટિ દર્શાવી રહ્યું છે. 29 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલાં એક અધિસૂચનાના આધારે, 56F ને દૂર કરવામાં આવેલ છે અને તેનાં સ્થાને 56FF (માત્ર પુનઃરોકાણની વિગતો માટે) મૂકવામાં આવેલ છે. જો કે, 10A સાથે વાંચવામાં આવતી કલમ 10AA માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શું મારે 56F ફાઈલ કરવાની જરૂર છે?

જવાબ; બંને ફોર્મ પોર્ટલમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તમે આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના/માર્ગદર્શનના આધારે અને અધિનિયમ/નિયમોની લાગુ જોગવાઈ અનુસાર ફોર્મ ફાઈલ શકો છો.

 

ફોર્મ 10E

પ્રશ્ન. મારે ફોર્મ 10E ક્યારે ફાઈલ કરવું જોઈએ?
જવાબ: તમારે આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10E ફાઈલ કરવું પડશે.
પ્રશ્ન. શું ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે?
જવાબ: જો તમે તમારી બાકી રકમ/અગ્રિમ આવક પર કર રાહતનો દાવો કરવા માંગતા હોવ તો ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે.
પ્રશ્ન. જો હું ફોર્મ 10E ફાઈલ કરવામાં નિષ્ફળ જાઉં પરંતુ મારા ITR માં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરું તો શું થશે?
જવાબ; જો તમે ફોર્મ 10Eમાં નિષ્ફળ થાઓ છો પરંતુ તમારા ITRમાં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરો છો, તો તમારા ITR પર પ્રક્રિયા કરવામાં આવશે, જો કે કલમ 89 હેઠળ દાવો કરવામાં આવેલી રાહતને માન્ય ગણવામાં આવશે નહીં.

પ્રશ્ન. હું કેવી રીતે જાણી શકું કે આવકવેરા વિભાગે મારા ITR માં મારા દ્વારા દાવો કરાયેલ રાહતને નામંજૂર કરી છે?
જવાબ; જો કલમ 89 હેઠળ તમારા દ્વારા દાવો કરવામાં આવેલ રાહત અમાન્ય ગણવામાં આવી હોય, તો તે તમારા ITRની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવકવેરા વિભાગ દ્વારા કલમ 143(1) હેઠળની સૂચના દ્વારા જણાવવામાં આવશે.

પ્રશ્ન. હું નાણાકીય વર્ષ 2019-20 માટે ફોર્મ 10E ફાઈલ કરતી વખતે આવકની વિગતો ઉમેરવામાં અસમર્થ છું. મારે શું કરવું જોઈએ?

જવાબઃ ખાતરી કરો કે તમે આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 10E ફાઈલ કરી રહ્યા છો. આકારણી વર્ષ 2021-22 માટે ફોર્મ 10E ફાઈલ કરવા માટે, ઈ-ફાઈલ> આવકવેરાના ફોર્મ > આવકવેરાના ફોર્મ ફાઈલ કરો પર ક્લિક કરો. "વ્યાપાર/વ્યવસાયિક આવક વિનાના વ્યક્તિઓ" ટેબ શોધવા માટે નીચે સ્ક્રોલ કરો હવે ફાઈલ કરો પર ક્લિક કરો. આકરણી વર્ષને 2021-22  તરીકે પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

પ્રશ્ન. હું આકારણી વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરું છું. ફોર્મ 10E ફાઈલ કરતી વખતે મારે આકારણી વર્ષ તરીકે શું પસંદ કરવું જોઈએ?

જો તમે આકારણી વર્ષ 2021-22 માટે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી રહ્યા છો, તો તમારે ફોર્મ 10E ફાઈલ કરતી વખતે આકારણી વર્ષ 2021-22 પસંદ કરવાની જરૂર છે.

પ્રશ્નઃ ફોર્મ 10E ફાઈલ કરતી વખતે, હું આકારણી વર્ષમાં લાગુ પડતા કરવેરાને જોવામાં અસમર્થ છું. મારે કેવી રીતે આગળ વધવું જોઈએ?

ખાતરી કરો કે તમે આવકની તમામ વિગતો (કોષ્ટક A માં અગાઉનાં વર્ષની આવકની વિગતો સહિત) ભરી છે. સ્લેબ દરના આધારે કરવેરા આપમેળે પ્રદર્શિત થશે. પોર્ટલ પર ઉપલબ્ધ વિગતો અનુસાર આવક તમારી ગણતરી સાથે મેચ થાય છે કે કેમ તેની ચકાસણી કરો અને સંબંધિત કોષ્ટકમાં કરની રકમ દાખલ કરો.

 

ફોર્મ 10IE

પ્રશ્ન. મારે ફોર્મ 10IE ક્યારે ફાઈલ કરવું જોઈએ?
જવાબ: તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10IE ફાઈલ કરવાનું રહેશે.

શું ફોર્મ 10IE ફાઈલ કરવું ફરજિયાત છે?
જવાબ; હા, જો તમે નવી કર પ્રણાલી પસંદ કરવા માંગતા હોવ અને "વ્યાપાર અને વ્યવસાયના નફા અને લાભ"ના શીર્ષક હેઠળ આવક ધરાવતા હોવ તો ફોર્મ 10IE ફાઈલ કરવું ફરજિયાત છે.
પ્રશ્ન. જો ફોર્મ 10IE મને લાગુ પડે અને હું ITR ફાઈલ કરતા પહેલા તે ફાઈલ કરવામાં નિષ્ફળ જાઉં તો શું થશે?
જવાબ; જો તમે તમારું ITR ફાઈલ કરતા પહેલા ફોર્મ 10IE ફાઈલ કર્યું ન હોઈ, તો તમે નવી કર પ્રણાલી પસંદ કરી શકતા નથી.

પ્રશ્ન. ફોર્મ 10IE સબમિટ કરતી વખતે, "અમાન્ય ઈનપુટ" અથવા "સબમિશન નિષ્ફળ!" દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?

જવાબ; ફોર્મ 10-IE ફાઈલ કરતા પહેલા, કૃપા કરીને "મારી પ્રોફાઇલ" હેઠળ "સંપર્ક વિગતો" (અથવા જો તમે HUF હોવ તો "મુખ્ય વ્યક્તિની વિગતો") અપડેટ કરો અને ખાતરી કરો કે તમામ ફરજિયાત ફિલ્ડ ભરવામાં આવી છે.

તમારી પ્રોફાઈલમાંથી તમારી સંપર્ક વિગતોને અપડેટ કર્યા પછી, તમે ફરીથી લોગઈન કરી શકો છો અને ફરીથી પ્રયાસ કરી શકો છો.

 પ્રશ્ન. ફોર્મ 10IE ફાઈલ કરતી વખતે, AO વિગતો અથવા જન્મ તારીખ/સ્થાપના તારીખ અગાઉથી ભરવામાં આવે છે. મારે શું કરવું જોઈએ?

જવાબઃ કૃપા કરીને "ડ્રાફ્ટ કાઢી નાખો" પર ક્લિક કરીને ફોર્મનો જૂનો ડ્રાફ્ટ કાઢી નાખો અને ફોર્મ 10-IE ફરીથી ફાઈલ કરવાનો પ્રયાસ કરો.

પ્રશ્ન. ફોર્મ 10IE સબમિટ કરતી વખતે, HUF ના કર્તાનો હોદ્દો ચકાસણી ટેબ હેઠળ પહેલેથી ભરવામાં આવતો નથી. મારે શું કરવું જોઈએ?

જવાબ; તમને "મારી પ્રોફાઇલ" વિભાગ હેઠળ "મુખ્ય વ્યક્તિની વિગતો" અપડેટ કરવાની વિનંતી કરવામાં આવે છે. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ફરીથી લોગઈન કરો અને ફરીથી પ્રયાસ કરો.

પ્રશ્ન; મારી પાસે કોઈ વ્યાપારની આવક નથી. ફોર્મ 10IE ફાઈલ કરતી વખતે, હું "મૂળભૂત માહિતી" ટેબ હેઠળ "ના" પસંદ કરવામાં અસમર્થ છું. મારે શું કરવું જોઈએ?

જો તમારી પાસે કોઈ વ્યાપારી આવક નથી અને તમારે ITR 1/ITR 2 ફાઈલ કરવાની જરૂર છે, તો આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવા માટે ફોર્મ 10-IE ફાઈલ કરવાની જરૂર નથી. કલમ 115BAC હેઠળ લાભનો ઉપયોગ કરવાનો વિકલ્પ, જો તમારી વ્યાપારી આવક હોય, તો સંબંધિત ITR ફોર્મ (ITR 1/ITR 2) ફાઈલ કરતી વખતે દાવો કરી શકાય છે.

 

ફોર્મ 10BA

પ્રશ્ન. ફોર્મ 10BA સબમિટ કરતી વખતે, પૃષ્ઠ ત્રુટિ દર્શાવે છેઃ "ત્રુટિ: કૃપા કરીને માન્ય મૂલ્ય દાખલ કરો".મારે શું કરવું જોઈએ?

જવાબ: જો તમે ફોર્મ સબમિટ કરતી વખતે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો સુનિશ્ચિત કરો કે પ્રોફાઈલ અપડેટ કરવા માટે ઉલ્લેખિત પગલાં પૂર્ણ થયા છે. વધુમાં, "ડ્રાફ્ટ કાઢી નાખો" પર ક્લિક કરીને ફોર્મનો જૂનો ડ્રાફ્ટ કાઢી નાખો. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ફરીથી લોગઈન કરો અને ફરીથી પ્રયાસ કરો.

 

ફોર્મ 35

પ્રશ્ન. ફોર્મ 35 સબમિટ કરતી વખતે, અપીલ ફી ચલણની વિગતો દાખલ કરતી વખતે પૃષ્ઠ "ચૂકવવામાં આવેલી અપીલ ફી 250, 500 અથવા 1000 રૂપિયા હોવી જોઈએ" ત્રુટિ દર્શાવે છે.  મારે શું કરવું જોઈએ?

જવાબ: 4થી પેનલ ખોલો, એટલે કે, "અપીલ વિગતો"

  • કૃપા કરીને ખાતરી કરો કે "આકારણી કરેલ આવકની રકમ" વગેરે જેવી ફરજિયાત ફિલ્ડ અપડેટ કરવામાં આવે છે.
  • TDS અપીલના કિસ્સામાં, તે "લાગુ પડતું નથી" તરીકે પસંદ કરી શકાય છે.

એકવાર આ ફિલ્ડ અપડેટ થઈ જાય પછી, 7મી પેનલ પર જાઓ એટલે કે “અપીલ ફાઈલિંગની વિગતો” અને ચલનની વિગતો કાઢી નાખવા અને ફરીથી દાખલ કરવાનો પ્રયાસ કરો.

 

ફોર્મ 10-IC

પ્રશ્ન. ફોર્મ 10IC ફાઈલ કરતી વખતે, મેં "કલમ 115BA ની પેટા-કલમ (4) હેઠળ વિકલ્પનો ઉપયોગ ફોર્મ 10-IBમાં કરવામાં આવ્યો છે કે કેમ?" માટે "હા" પસંદ કર્યું હતું. તે પછી પણ, અગાઉથી ભરેલા "પાછલાં વર્ષ" અને "ફોર્મ 10-IB ફાઈલ કરવાની તારીખ" ફિલ્ડ ખૂટે છે. મારે શું કરવું જોઈએ?

જવાબઃ તમારે 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IC કાઢી નાખવું જોઈએ જે પહેલેથી જ 'આવકવેરા ફોર્મ ફાઈલ કરો' માં સેવ થયેલ છે અને પછી નવેસરથી ફોર્મ ફાઈલ કરવાનું શરૂ કરવું જોઈએ.

પ્રશ્ન. ફોર્મ 10IC ફાઈલ કરતી વખતે, મેં "કલમ 115BA ની પેટા-કલમ (4) હેઠળ વિકલ્પનો ઉપયોગ ફોર્મ 10-IB માં કરવામાં આવ્યો છે કે કેમ?" માટે "હા" પસંદ કર્યું છે, તો "હું આથી કલમ 115BA ની પેટા-કલમ (4) હેઠળ વિકલ્પ પાછો ખેંચી લઉં છું" માટેનું ચેકબોક્સ સેવ થઈ રહ્યું નથી. મારે શું કરવું જોઈએ?

જવાબ; તમારે 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IC કાઢી નાખવું જોઈએ જે પહેલેથી જ 'આવકવેરા ફોર્મ ફાઈલ કરો' માં સેવ થયેલ છે અને પછી નવેસરથી ફોર્મ ફાઈલ કરવાનું શરૂ કરવું જોઈએ.

 

ફોર્મ 10-IB અને 10-ID

પ્રશ્ન. ફોર્મ 10-IB ફાઈલ કરતી વખતે, કંપનીની મૂળભૂત વિગતો “મારી પ્રોફાઈલ” માંથી યોગ્ય રીતે આપોઆપ ભરવામાં આવી નહોતી. મારે શું કરવું જોઈએ?

જવાબ; તમારે 'ડ્રાફ્ટ' ફોર્મ 10-IB કાઢી નાખવું જોઈએ જે પહેલેથી જ 'આવકવેરા ફોર્મ ફાઈલ કરો' માં સેવ થયેલ છે અને પછી નવેસરથી ફોર્મ ફાઈલ કરવાનું શરૂ કરવું જોઈએ.

પ્રશ્ન. ફોર્મ 10-ID ફાઈલ કરતી વખતે, "આકારણી અધિકારી"ની વિગતો "મારી પ્રોફાઈલ" માંથી આપોઆપ ભરવામાં આવી નહોતી. મારે શું કરવું જોઈએ?

તમારે 'ડ્રાફ્ટ' ફોર્મ 10-ID કાઢી નાખવું જોઈએ જે પહેલેથી જ 'આવકવેરા ફોર્મ ફાઈલ કરો' માં સેવ થયેલ છે અને પછી નવેસરથી ફોર્મ ફાઈલ કરવાનું શરૂ કરવું જોઈએ.

 

ફોર્મ 10DA

પ્રશ્ન. હું ફોર્મ 10DA સબમિટ કરવામાં અસમર્થ છું કારણ કે નીચેનો ત્રુટિ સંદેશ 'સબમિશન નિષ્ફળ' દેખાય છે. મારે કેવી રીતે આગળ વધવું જોઈએ?

જવાબ: તમારે "આવકવેરા ફોર્મ ફાઈલ કરો" માં પહેલેથી સેવ થયેલ જૂનું ફોર્મ પાછું ખેંચવું/કાઢી નાખવું જોઈએ અને પછી નવેસરથી ફોર્મ ફાઈલ કરવાનું શરૂ કરવું જોઈએ.  ખાતરી કરો કે સરનામાંની ફિલ્ડ સહિત તમામ ફિલ્ડ ચકાસણી પેનલમાં સંપૂર્ણપણે અપડેટ થયેલ છે અને પછી ફોર્મ સબમિટ કરવાનો ફરીથી પ્રયાસ કરો.

 

ફોર્મ 10 IF

પ્રશ્ન; મારું PAN કર્ણાટક ધિરાણ સહકારી મંડળીઓ અધિનિયમ, 1959 હેઠળ નોંધાયેલ ધિરાણ સહકારી બેંક તરીકે નોંધાયેલ છે. કલમ 115BAD મુજબ, હું કરના નીચા દરને પસંદ કરવા માંગુ છું. કલમ 115BAD માં જણાવ્યા મુજબ તમામ શરતો સંતોષાય છે, તેમ છતાં પણ હું ઉપરોક્ત ફોર્મ 10-IF ફાઈલ કરવામાં અસમર્થ છું. મારે શું કરવું જોઈએ?

જવાબ: કલમ 115BAD મુજબ આ કલમનો લાભ માત્ર સહકારી મંડળીઓને જ આપવામાં આવે છે. સંભવ છે કે તમે AOP તરીકે નહીં પણ કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ આધાર તરીકે નોંધાયેલા છો. તેથી, ફોર્મ 10IF ફાઈલ કરવા માટે ઉપલબ્ધ નથી. આવા કિસ્સામાં, તમને NSDL દ્વારા વિગતો અપડેટ કરવાની વિનંતી કરવામાં આવે છે.

 

સામાન્ય પ્રશ્નો

પ્રશ્ન: બેંક ખાતાની માન્યતા શા માટે જરૂરી છે? મારું બેંક ખાતું પૂર્વ-માન્ય કેમ નથી થઈ રહ્યું?

જવાબ:

  • આવકવેરાનું રિફંડ મેળવવા માટે માત્ર પૂર્વ-માન્ય બેંક ખાતાને જ નામાંકિત કરી શકાય છે.વધુમાં, વ્યક્તિગત કરદાતા દ્વારા ઈ-ચકાસણી હેતુ માટે EVC (ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ) ને સક્ષમ કરવા માટે પૂર્વ-માન્ય બેંક ખાતાનો પણ ઉપયોગ કરી શકાય છે. ઈ-ચકાસણીનો ઉપયોગ આવકવેરાના રિટર્ન અને અન્ય ફોર્મ, ઈ-કાર્યવાહી, રિફંડ ફરી જારી કરવા, પાસવર્ડ રીસેટ કરવા અને ઈ-ફાઈલિંગ ખાતામાં સુરક્ષિત લોગઈન કરવા માટે થઈ શકે છે.
  • સફળ પૂર્વ-માન્યતા માટે, તમારી પાસે ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ માન્ય PAN અને PAN સાથે જોડાયેલ સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક છે.
  • જો માન્યતા નિષ્ફળ જાય, તો તેની વિગતો નિષ્ફળ બેંક ખાતાઓ હેઠળ પ્રદર્શિત થાય છે. તમે નિષ્ફળ બેંક ખાતા વિભાગમાં બેંક માટે ફરી માન્ય કરો પર ક્લિક કરી શકો છો.
  • જો કે, માન્યતા માટે આગળ વધતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે તમારું KYC પણ તમારી બેંકની બાજુથી પૂર્ણ થયું છે, નહીં તો તે ફરીથી ત્રુટિ બતાવી શકે છે.

પ્રશ્ન: ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરતી વખતે નામનું ફોર્મેટ શું હોવું જોઈએ?

જવાબઃ જો તમે વ્યક્તિગત વપરાશકર્તા છો, તો તમારે PAN માં દેખાતાં નામના ફોર્મેટ અનુસાર નામ દાખલ કરવું જરૂરી છેઃ

  • પ્રથમ નામ
  • મધ્ય નામ
  • અંતિમ નામ

પ્રશ્ન: હું DSC નો ઉપયોગ કરીને મારો પાસવર્ડ રીસેટ કરવામાં અસમર્થ છું. મારે શું કરવું જોઈએ?

જવાબઃ આ વિકલ્પ માત્ર ત્યારે જ સક્ષમ કરવામાં આવે છે જ્યારે કરદાતા દ્વારા પ્રોફાઈલમાં પહેલેથી જ DSC નોંધાયેલ હોય. જો તમે DSC નો ઉપયોગ કરીને પાસવર્ડ રીસેટ કરવા માંગતા હોવ, તો તમારે પાસવર્ડ રીસેટ કરવા માટે તેનો ઉપયોગ કરતા પહેલા DSC ની નોંધણી કરવાની જરૂર છે. તમે તેના માટે ઉપલબ્ધ અન્ય વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકો છો.

પ્રશ્નઃ હું નોંધાયેલા મોબાઈલ નંબરમાં આધાર OTP અથવા ઈ-ફાઈલિંગ OTP નો ઉપયોગ કરીને મારો પાસવર્ડ રીસેટ કરવામાં અસમર્થ છું. મારે શું કરવું જોઈએ?

જવાબ: જો તમે વિકલ્પોનો ઉપયોગ કરીને મારો પાસવર્ડ રીસેટ કરવામાં અસમર્થ છો, તો efilingwebmanager@incometax.gov.in પર નીચેના દસ્તાવેજો શેર કરો.

  • જો તમે વ્યક્તિગત વપરાશકર્તા છો:
  • તમારા PAN ની સ્કેન કરેલી નકલ
  • ઓળખના પુરાવાની સ્કેન કરેલ નકલની PDF (જેમ કે પાસપોર્ટ/મતદાર ઓળખપત્ર/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ફોટો સાથેની બેંક પાસબુક)
  • સરનામાના પુરાવાની સ્કેન કરેલ નકલની PDF (જેમ કે પાસપોર્ટ/મતદાર ઓળખપત્ર/ડ્રાઈવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ફોટો સાથેની બેંક પાસબુક)
  • કારણો આપીને પાસવર્ડ રીસેટ કરવાની વિનંતી કરતો પત્ર (તમારે તમારો ઈમેઈલ ID અને OTP જનરેટ કરવા માટે ભારતીય સંપર્ક નંબર આપવો જોઈએ)
  • જો તમે કોર્પોરેટ વપરાશકર્તા છો:
    • કંપનીના PAN કાર્ડની સ્કેન કરેલી નકલ અથવા AO/PAN સેવા પ્રદાતા/સ્થાનિક કમ્પ્યુટર કેન્દ્ર દ્વારા જારી કરાયેલ PAN ફાળવણી પત્ર.
    • કંપનીની સ્થાપનાની તારીખના પુરાવાની સ્કેન કરેલી નકલ.
    • મુખ્ય સંપર્કના PAN ની સ્કેન કરેલી નકલ (આવકવેરા અધિનિયમ-1961 ની કલમ 140 મુજબ આવક રિટર્ન પર સહી કરવા માટે જવાબદાર વ્યક્તિ)
    • સરકારી એજન્સીઓ દ્વારા જારી કરાયેલા મુખ્ય સંપર્કના વધુ એક ઓળખ પુરાવાની નકલ (પાસપોર્ટ/મતદાર ઓળખપત્ર/ડ્રાઈવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ વગેરે જો કઈ હોય તો)
    • કંપનીનાં કાર્યાલય માટે સરનામાનો પુરાવો એટલે કે કંપનીનાં નામે જારી કરવામાં આવેલ વીજળીનું બિલ/ટેલિફોન બિલ/બેંક પાસબુક/ભાડાનો કરાર વગેરે જેવા કોઈપણ એક દસ્તાવેજ.
    • વહીવટી નિયામક/નિયામક સિવાય કોઈ અન્ય દ્વારા વિનંતી કરવામાં આવે તો મુખ્ય સંપર્કની નિમણુંકનો પુરાવો.
    • મુખ્ય સંપર્ક દ્વારા સહી કરેલ કંપનીના લેટર હેડમાં કંપનીના પાસવર્ડને રીસેટ કરવા માટેનો વિનંતી પત્ર. તમામ સૂચિબદ્ધ દસ્તાવેજો મુખ્ય સંપર્ક દ્વારા સ્વપ્રમાણિત હોવા જોઈએ. એકવાર દસ્તાવેજો માન્ય થઈ ગયા પછી, રીસેટ પાસવર્ડ મેઈલ આઈડી પર શેર કરવામાં આવશે જેમાંથી વિનંતી પ્રાપ્ત થઈ છે.

પ્રશ્નઃ DSC દ્વારા આવકવેરાના પોર્ટલમાં નોંધણી કરતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા છે?

જવાબઃ હેલ્પડેસ્ક પર સમસ્યાઓની જાણ કરતા પહેલા તમારે નીચેની પૂર્વ-જરૂરિયાતો તપાસવી જોઈએઃ

  • નવીનતમ એમ્બ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ થયેલી હોવી જોઈએ
  • અપડેટેડ ઈ-મુદ્રા ટોકન ડ્રાઈવર અપડેટ કરવામાં આવેલ છે
  • તમે ટોકન મેનેજર પર લોગઈન કર્યું છે
  • સ્થાનિક હોસ્ટ ઈ-મુદ્રાને સિસ્ટમ એડમિન દ્વારા શ્વેતસૂચિમાં મૂકવામાં આવેલ છે
  • પ્રોફાઈલ અને સંપર્ક વિગતો (ફરજિયાત ફિલ્ડ) અપડેટ કરેલ છે (તેને અપડેટ કર્યા પછી તમે લોગઆઉટ કરો અને ફરીથી લોગઈન કરો)
  • ખાતરી કરો કે એક ડોંગલ (ઈ-ટોકન) માં એક DSC હોવું જોઈએ.

પ્રશ્ન: હું DSC ની ફરીથી નોંધણી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ PAN મેચ થતું નથી? મારે શું કરવું જોઈએ?

જવાબઃ પોર્ટલમાં DSC પહેલેથી જ નોંધાયેલું હોવાથી, તમારે તેની ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. એકવાર તમે 'પ્રમાણપત્ર જુઓ' હેઠળ નોંધાયેલ DSC જોવા માટે સક્ષમ બનો તે પછી તમે ફોર્મ / ITR ની ઈ-ચકાસણી કરવા માટે આગળ વધી શકો છો.

પ્રશ્નઃ મેં અગાઉનાં ઈ-ફાઈલિંગ પોર્ટલમાં મારા DSC ની નોંધણી કરાવી હતી. શું મારે તેને નવાં પોર્ટલમાં પણ ફરીથી નોંધણી કરાવવાની જરૂર છે?

જવાબ: હા.

પ્રશ્ન: હું એક બિન-વ્યક્તિગત વપરાશકર્તા છું. જો DSC નોંધાયેલ તરીકે ન દેખાય અને "મુખ્ય વ્યક્તિની વિગતો" હેઠળ માન્યતા ફિલ્ડ ખાલી દેખાય તો મારે શું કરવું જોઈએ?

જવાબ: તમે નીચેનાં પગલાં અનુસરી શકો છો:

  • મુખ્ય સંપર્કમાં, પ્રોફાઈલ (એટલે કે વ્યક્તિગત વપરાશકર્તા) વિગતો DSC માં મેળવેલ -ઈમેઈલ ID, ટોકન નામ અને DSC ની માન્યતા સાથે મેચ થતી હોવી જોઈએ
  • તમે એ જ મુખ્ય વ્યક્તિને ફરીથી ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
  • જ્યારે કહેવામાં આવે કે તે જ મુખ્ય વ્યક્તિ ઉમેરી શકાતી નથી- તો કૃપા કરીને વિકલ્પ-"ડાબે" પસંદ કરીને 'મુખ્ય વ્યક્તિ' ને કાઢી નાખો અને તે જ મુખ્ય વ્યક્તિને ફરીથી ઉમેરો.
  • જો બિન-વ્યક્તિગત પ્રોફાઈલમાં એકથી વધુ મુખ્ય વ્યક્તિ ઉમેરવામાં આવે છે, તો તમારે ફોર્મ/ITR ની ઈ-ચકાસણી કરતા પહેલા મુખ્ય સંપર્ક તરીકે યોગ્ય "મુખ્ય વ્યક્તિ" પસંદ કરવાની જરૂર છે.

પ્રશ્નઃ જ્યારે પ્રથમ દ્રષ્ટિ સમાયોજન માટે કલમ 143(1)(a) હેઠળ સંદેશાવ્યવહાર જારી કરવામાં આવે ત્યારે શું હું સુધારણા ફાઈલ કરી શકું?

જવાબ: તમારે નીચેનાની ખાતરી કરવી જોઈએ:

  • જ્યારે PFA માટે કલમ 143(1)(a) હેઠળ સંદેશાવ્યવહાર જારી કરવામાં આવે ત્યારે સંમતિ/અસંમતિ માટે પ્રતિસાદ ફાઈલ કરવો જોઈએ;
  • એકવાર રિટર્નની પ્રક્રિયા થઈ જાય અને કલમ 143(1) હેઠળ જાણ કરવામાં આવે, પછી તમે સુધારણા ફાઈલ કરવાનું પસંદ કરી શકો છો.

પ્રશ્નઃ શું હું ફાઈલ કર્યા પછી સુધારણા પરત ખેંચી શકું?

જવાબ: ના. ઓનલાઈન ફાઈલ કરેલ સુધારણા અરજી પાછી લઈ શકાતી નથી.

પ્રશ્ન: જો સુધારણા ફાઈલ કરવામાં આવ્યા હોય, તો શું હું ફરીથી સુધારણા ફાઈલ કરી શકું છું?

જવાબઃ એકવાર અગાઉની સુધારણાની વિનંતી પર પ્રક્રિયા થઈ જાય અને કલમ 154 હેઠળ આદેશ જારી થઈ જાય પછી તમે ફરીથી સુધારણા દાખલ કરી શકો છો.