1. આવકવેરા સત્તાધિકારીઓ દ્વારા મને જારી કરાયેલ સૂચના/આદેશને મારે શા માટે પ્રમાણિત કરવાની જરૂર છે?
1 ઓક્ટોબર, 2019 ના રોજ અથવા ત્યાર પછી આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ દરેક સંદેશાવ્યવહારમાં એક અનન્ય ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN) હોવો આવશ્યક છે. તમને મળેલી સૂચના/આદેશ કે કોઈપણ સંદેશાવ્યવહાર અસલી છે અને આવકવેરા સત્તાધિકારી દ્વારા જ જારી કરવામાં આવ્યો છે તેની ખાતરી કરવા માટે, તમે આ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ સૂચના/આદેશ કે કોઈપણ સંદેશાવ્યવહારને પ્રમાણિત કરી શકો છો.
2. જો ITD સૂચના/આદેશમાં DIN ન હોય તો શું?
આવા કિસ્સામાં, તમને મળેલી સૂચના/આદેશ/પત્ર અમાન્ય ગણવામાં આવશે અને કાયદાકીય રીતે તેનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં અથવા તે ક્યારેય જારી જ ન કરાયો હોય તેમ માનવામાં આવશે. તમારે આવા સંદેશાવ્યવહાર પર કોઈ પગલાં લેવાની કે તેનો જવાબ આપવાની જરૂર નથી.
3. ITD દ્વારા મને જારી કરાયેલ આદેશને હું ક્યાં પ્રમાણિત કરી શકું?
તમે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર 'ITD દ્વારા જારી કરાયેલ સૂચના / આદેશ પ્રમાણિત કરો' સેવાનો ઉપયોગ કરીને આવકવેરા સત્તાધિકારીઓ દ્વારા જારી કરાયેલા આદેશને પ્રમાણિત કરી શકો છો
4. શું મારે ITD દ્વારા મને જારી કરાયેલ સૂચનાને પ્રમાણિત કરવા માટે લોગિન કરવાની જરૂર છે?
ના, સૂચના / આદેશને પ્રમાણિત કરવા માટે તમારે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરવાની જરૂર નથી. તમે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ 'ITD દ્વારા જારી કરાયેલ સૂચના/આદેશ પ્રમાણિત કરો' લિંક પર ક્લિક કરીને સૂચનાને પ્રમાણિત કરી શકો છો.
5. શું મારી સૂચનાને પ્રમાણિત કરવા માટે મારે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ હોય તે જ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે?
ના, આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ સૂચના / પત્ર કે કોઈપણ સંદેશાવ્યવહારને પ્રમાણિત કરવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો ફરજિયાત નથી. તમે મોબાઇલ નંબરના ટેક્સ્ટબોક્સમાં તમારો ચાલુ હોય તેવો કોઈપણ મોબાઇલ નંબર દાખલ કરીને તેના પર OTP મેળવવાનું પસંદ કરી શકો છો.
6. DIN શું છે?
DIN એટલે ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર. આ એક કમ્પ્યુટર દ્વારા જનરેટ કરાયેલ અનન્ય નંબર છે જે કોઈપણ આવકવેરા સત્તાધિકારી દ્વારા કોઈપણ કરદાતાને જારી કરાયેલા દરેક સંદેશાવ્યવહાર (પત્ર / સૂચના / આદેશ / અન્ય કોઈપણ પત્રવ્યવહાર) પર યોગ્ય રીતે દર્શાવવો જરૂરી છે.