1. સંક્રમણ દરમિયાન TDS જવાબદારીઓ કયા અધિનિયમ દ્વારા નિયંત્રિત થાય છે તે નક્કી કરવા માટેનો મૂળભૂત નિયમ કયો છે?

TDS ને નિયંત્રિત કરતો અધિનિયમ "ક્રેડિટ અથવા ચુકવણીમાંથી કઈ ઘટના પહેલા" થાય છે તેના પર આધાર રાખે છે. જો આ ઘટના 31 માર્ચ, 2026 ના રોજ અથવા તે પહેલાં બને, તો આવકવેરા અધિનિયમ, 1961 લાગુ પડશે. જો, આ ઘટના 1 એપ્રિલ, 2026 ના રોજ અથવા તે પછી બને, તો આવકવેરા અધિનિયમ, 2025 ની જોગવાઈઓ લાગુ પડશે.

ઉદાહરણ: માર્ચ, 2026 માં ચોપડાઓમાં પ્રોફેશનલ ફી જમા કરવામાં આવી હતી. જોકે, ચુકવણી એપ્રિલ, 2026માં કરવામાં આવે છે. આ સ્થિતિમાં, આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ લાગુ થશે અને માર્ચ, 2026માં જ TDS કાપવો પડશે.

આગોતરી ચુકવણી માર્ચ, 2026માં કરવામાં આવી છે. જો કે, તે એપ્રિલ,
2026માં ચોપડામાં જમા થયેલ છે. આ સ્થિતિમાં, આવકવેરા અધિનિયમ, 1961 ની જોગવાઈઓ લાગુ પડશે અને
TDS માર્ચ, 2026માં જ કાપવો પડશે.

2. જો કપાતકર્તાનો કોઈ કરાર ચાલી રહ્યો હોય, જેમાં દર મહિને ચુકવણીઓ કરવામાં આવતી હોય, તો કપાતકર્તા જૂના અધિનિયમમાંથી નવા અધિનિયમમાં બદલાવ કેવી રીતે કરે છે?

કપાતકર્તા 31 માર્ચ, 2026 સુધી અને તે સહિતની તમામ ચુકવણીઓ/ક્રેડિટ માટે જૂના અધિનિયમનો અમલ કરે છે, અને 1 એપ્રિલ, 2026થી આગળની ચુકવણીઓ/ક્રેડિટ માટે નવો અધિનિયમ લાગુ કરશે. માત્ર 1 એપ્રિલ, 2026થી નવો અધિનિયમ શરૂ થવાને કારણે કરારમાં સુધારો કરવાની કોઈ જરૂર નથી. કપાતકર્તાએ ક્રેડીટ અથવા ચુકવણીની તારીખના આધારે, જે પણ પહેલું હોય તે અનુસાર લાગુ પડતી TDS જોગવાઈનો અમલ કરવો જરૂરી છે.

ઉદાહરણ: M/s. XYZ Ltd. નો M/s. ABC ક્લીનિંગ સર્વિસીસ સાથે માસિક હાઉસકીપિંગ કરાર છે. માર્ચ 2026ની ચુકવણીઓ (31.03.2026ના રોજ જમા થયેલ) → TDSની જવાબદારી જૂના અધિનિયમની કલમ 194C અંતર્ગત રહેશે. એપ્રિલ 2026ની ચુકવણી (30.04.2026ના રોજ જમા થયેલ) → TDSની જવાબદારીઓ નવા અધિનિયમની કલમ 393(1) [અનુક્રમણિકા: અનુક્રમાંક 6(i)] અંતર્ગત રહેશે. બંને અધિનિયમો હેઠળ દર અને મર્યાદાઓ સમાન રહેશે.

3. શું નવા અધિનિયમ હેઠળ TDSના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે?

ના. તમામ શ્રેણીઓની ચુકવણીઓ માટે TDS દરો અને નાણાકીય મર્યાદાઓ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ યથાવત રાખવામાં આવી છે. કલમ 393 અંતર્ગત TDSની જોગવાઈઓનું એકીકરણ એ એક સરળ કોષ્ટક સ્વરૂપની પ્રસ્તુતિ છે અને TDSના દરો અથવા કર નીતિમાં કોઈ બદલાવ નથી.

4. જો કપાતકર્તા 01.04.2026 પછી કરવામાં આવેલી ચુકવણી માટે ભૂલથી જૂના અધિનિયમની કલમ નંબરનો ઉલ્લેખ કરીને TDS કાપે તો શું થશે?

જોકે મૂળભૂત જોગવાઈઓ — જેમ કે લાગુ દર અને મર્યાદા — માં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, તેમ છતાં જૂની કલમ નંબરનો ઉલ્લેખ કરવાથી (ઉદાહરણ તરીકે, કલમ 393(1) [અનુક્રમણિકા: અનુક્રમાંક 6(i)] ની જગ્યાએ કલમ 194C) TDS રિટર્ન ફાઈલ કરતી વખતે પ્રક્રિયામાં ભૂલો થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, કલમના સંદર્ભમાં સુધારો કરવા માટે કપાતકર્તાને સુધારા નિવેદન સબમિટ કરવાની જરૂર પડી શકે છે.

5. એક કંપની 28 માર્ચ 2026ના રોજ એક ઠેકેદારને ચુકવણી કરે છે. આ પરિસ્થિતિમાં TDS કયા અધિનિયમ હેઠળ આવે છે?

આવકવેરા અધિનિયમ, 1961 ની TDS જોગવાઈઓ લાગુ પડશે, કારણ કે ઉદ્ભવતી ઘટના — એટલે કે આવકની ચુકવણી અથવા ક્રેડિટ, જે પણ વહેલું હોય તે — 1 એપ્રિલ, 2026 પહેલાં બની હતી. આવકવેરા અધિનિયમ, 2025 નો પ્રારંભ 1 એપ્રિલ, 2026 પહેલાં શરૂ થતા કર વર્ષો અંગે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ઊભી થયેલી જવાબદારીઓ અથવા ફરજો પર કોઈ અસર નહી પડે.

6. વ્યાજની આવક 31 માર્ચ, 2026ના રોજ પ્રેષ્યના ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ તેની ચૂકવણી એપ્રિલ 2026માં કરવામાં આવે છે. આવી વ્યાજ ચુકવણીઓ પર TDS કયા અધિનિયમ અનુસાર લાગશે?

આવકવેરા અધિનિયમ, 1961 ની TDS જોગવાઈઓ લાગુ પડશે, કારણ કે ઉદભવતી ઘટના — એટલે કે આવકની ચુકવણી અથવા ક્રેડિટ (જે પહેલું હોય તે) — 1 એપ્રિલ, 2026 પહેલાં બની હતી. TDS જમા કરવાની અથવા વ્યાજની ચુકવણીની અનુગામી તારીખ, એકવાર ઘટના બની ગયા પછી, લાગુ પડતા કાયદામાં કોઈ ફેરફાર થતો નથી.

7. આવકવેરા અધિનિયમ, 2025ના પ્રારંભ પછી શું કર કપાતકર્તાઓએ તેમના ERP અને પગાર પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે?

હા. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત નવી કલમોનું ક્રમાંકન, શબ્દાવલી અને રિપોર્ટિંગ આવશ્યકતાઓને પ્રતિબિંબિત કરવા માટે પદ્ધતિઓને અપડેટ કરવી જરૂરી છે.

8. જો માર્ચ 2026 માં કર કાપવામાં આવ્યો હોય પરંતુ જમા મે 2026 માં કરવામાં આવે, તો શું જમા કરાવામાં વિલંબ થશે?

હા. માર્ચ 2026 મહિનામાં કપાત કરેલ કર જમા કરવાની નિયત તારીખ 30 એપ્રિલ, 2026 છે. આ પરિસ્થિતિમાં, TDS મે 2026માં જમા કરવામાં આવે છે અને આ વિલંબ પર કપાતની તારીખથી વાસ્તવિક ચુકવણીની તારીખ સુધી દર મહિને 1.5% મુજબ વ્યાજ ચૂકવવું પડશે.

9. ચલણ-કમ-TDS નિવેદન પ્રક્રિયા શું છે અને સંક્રમણ દરમિયાન તે કેવી રીતે કાર્ય કરે છે?

જૂના અધિનિયમ અંતર્ગત, ચોક્કસ ઉલ્લેખિત લેવડ-દેવડ માટે કપાતકર્તાને નિયમિત ત્રિમાસિક TDS રિટર્નની જગ્યાએ TDS-કમ-ચલણ નિવેદન (ફોર્મ 26QB, 26QC, 26QD અને 26QE) ફાઈલ કરવાની જરૂર હતી. આ નીચે મુજબ લાગુ પડે છે: 
(i) ફોર્મ 26QB — સ્થાવર મિલકતની ખરીદી પર TDS (કલમ 194-IA);
(ii) ફોર્મ 26QC — વ્યક્તિ/HUF દ્વારા ભાડા પર TDS (કલમ 194-IB);
(iii) ફોર્મ 26QD — વ્યક્તિ/HUF દ્વારા ઠેકેદાર અને વ્યાવસાયિકોને કરવામાં આવેલી ચુકવણીઓ પર TDS (કલમ 194M);
(iv) ફોર્મ 26QE — વાસ્તવિક ડિજિટલ સંપત્તિના ટ્રાન્સફર પર TDS (કલમ 194S)

જે લેવડ-દેવડમાં જમા અથવા ચુકવણીની ઘટના 31 માર્ચ, 2026ના અથવા તે પહેલાં બની હોય, તેવા કિસ્સાઓમાં જૂના અધિનિયમ અંતર્ગત આ ફોર્મ ચાલુ રહેશે.

જે લેવડ-દેવડમાં જમા અથવા ચુકવણીની ઘટના 1 એપ્રિલ, 2026ના અથવા ત્યાર પછી બની હોય, તેવા કિસ્સાઓમાં નવા અધિનિયમ અંતર્ગત ચલણ-કમ-TDS નિવેદન ફાઈલ કરવું આવશ્યક છે. આવકવેરા નિયમો, 2026 અનુસાર સામાન્ય ફોર્મ એટલે કે ફોર્મ નં. 141 નો ઉપયોગ ઉપરોક્ત ચારેય પ્રકારની લેવડ-દેવડ માટે કરી શકાય છે.

10. શું ઈ-TDS/TCS રિટર્ન તૈયારી ઉપયોગિતા (RPU) જૂના અને નવા બંને ફોર્મેટને સમર્થન આપશે?

હા. સરકાર સુનિશ્ચિત કરશે કે રિટર્ન તૈયારી ઉપયોગિતા અને
TRACES પોર્ટલ સંક્રમણ અવધિ દરમિયાન જૂના ફોર્મેટના રિટર્ન (માર્ચ 2026 સુધીના સમયગાળા માટે) તેમજ નવા
ફોર્મેટના રિટર્ન (એપ્રિલ 2026થી આગળના સમયગાળા માટે) બંનેને સમર્થન આપે છે.

11. જો કપાતકર્તાને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસ (ઓક્ટોબર–ડિસેમ્બર 2025) માટેના TDS રિટર્નમાં ભૂલ જણાય, તો શું 01.04.2026 પછી સુધારો દાખલ કરી શકાય છે?

હા. જૂના અધિનિયમ દ્વારા સંચાલિત સમયગાળા માટેના TDS રિટર્નમાં સુધારા, નવો અધિનિયમ અમલમાં આવ્યા પછી પણ ફાઈલ કરી શકાય છે. આવા સુધારા નિવેદનો તે કર વર્ષના અંતથી બે વર્ષના સમયગાળામાં રજૂ કરી શકાય છે, જેમાં મૂળભૂત નિવેદન બાકી રહેલ હતું.

12. શું 31.03.2026 પહેલાના સમયગાળા માટે સુધારેલ અથવા બદલાયેલ TDS રિટર્ન જૂના કે નવા અધિનિયમ હેઠળ ફાઈલ કરવામાં આવશે?

આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ આવનાર સમયગાળા માટે TDS રિટર્નમાં સુધારા અથવા બદલાવ જૂના અધિનિયમના નિયમો અનુસાર જ ફાઈલ કરવા જોઈએ, ભલે આવો બદલાવ 1 એપ્રિલ, 2026 પછી કરવામાં આવે. જૂના અધિનિયમમાં લાગુ પડતા ફોર્મ નંબર અને ફોર્મેટ આવા સુધારા માટે લાગુ પડશે.

13. જો કપાતકર્તા નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસ માટે ફોર્મ 16A નિયત તારીખમાં જારી કરવામાં નિષ્ફળ જાય, તો કયા અધિનિયમ અંતર્ગત દંડ લાગુ પડશે?

નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રમાણપત્રો જારી કરવામાં નિષ્ફળતા બદલ દંડ આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા નક્કી થાય છે. જૂના અધિનિયમની કલમ 272A(2)(g) અંતર્ગત, ડિફોલ્ટની અવધિ માટે પ્રતિ દિવસ રૂ. 500નો દંડ વસૂલવામાં આવી શકે છે. કારણ કે આ જૂના અધિનિયમ દ્વારા આવરી લેવાયેલ અવધિ માટેના અનુપાલન સંબંધિત છે, તેથી દંડની જોગવાઈઓ જૂના અધિનિયમ અંતર્ગત જ લાગુ પડશે.

14. જો કપાતકર્તા 31.03.2026 પહેલાં કરવામાં આવેલી ચુકવણી અથવા ક્રેડિટ પર TDS કપાત કરવામાં નિષ્ફળ જાય તો શું થાય?

કપાતકર્તાને જૂના અધિનિયમની કલમ 201(1)
અંતર્ગત “ડિફોલ્ટમાં કરદાતા” તરીકે માનવામાં આવે છે. તેના પરિણામોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
(i) કપાતકર્તા પાસેથી TDS રકમની વસૂલાત;
(ii) કપાત કરવામાં નિષ્ફળતા માટે પ્રતિ મહિને 1% વ્યાજ (કપાતપાત્ર તારીખથી કપાતની તારીખ સુધી) અને જમા કરવામાં નિષ્ફળતા માટે પ્રતિ મહિને 1.5% વ્યાજ (કપાતની તારીખથી વાસ્તવિક ચુકવણીની તારીખ સુધી);
(iii) જૂના અધિનિયમની કલમ 271C હેઠળ દંડ (કપાત ન કરાયેલ કરની રકમને સમાન).

આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 536(2)(c) અને (d) હેઠળ આ કાર્યવાહી 01.04.2026 પછી પણ શરૂ કરી શકાય છે.

15. શું નવા અધિનિયમ હેઠળ કપાતકર્તાને કરદાતા તરીકે ડિફોલ્ટ માનવા માટે આદેશ પસાર કરવાની સમય-મર્યાદામાં કોઈ ફેરફાર છે?

ના. નવા અધિનિયમ હેઠળ કપાતકર્તાને કરદાતા તરીકે ડિફોલ્ટમાં માનવાનો આદેશ પસાર કરવાની સમય મર્યાદા જૂના અધિનિયમની જોગવાઈ મુજબ યથાવત રાખવામાં આવી છે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 398(5) હેઠળ, આવો આદેશ નીચેના સમયગાળા પછી કરવામાં આવશે નહીં: (i) જે કરવેરા વર્ષના અંતથી છ વર્ષ જેમાં કર કપાતપાત્ર અથવા એકત્રિત કરવામાં આવતો હતો; અથવા (ii) જે કરવેરા વર્ષના અંતથી બે વર્ષ જેમાં સુધારણા નિવેદન આપવામાં આવ્યું છે.

16. જ્યાં કપાતકર્તાએ કર કપાત કર્યો નથી અને જો કપાત મેળવનારે આવક પર કર પ્રત્યક્ષ રૂપે ચૂકવેલ હોય, તો શું કપાતકર્તા હજી પણ જવાબદાર છે?

નવા અધિનિયમની કલમ 398(2) અંતર્ગત (જૂના અધિનિયમની કલમ 201(1)ના પરંતુકને અનુરૂપ), જો કપાત મેળવનારે આવકનું રિટર્ન રજૂ કરેલું હોય, આવકની ગણતરી કરતી વખતે જેમાંથી કર કપાતપાત્ર હતી તે રકમનો સમાવેશ કર્યો હોય અને તેની પર બાકી રહેલ કર ચૂકવેલ હોય, તથા આ બાબત માટે નિર્ધારિત ફોર્મ (ફોર્મ 26A) માં પ્રમાણપત્ર રજૂ કરેલું હોય, તો કપાતકર્તાને કરદાતા તરીકે ડિફોલ્ટમાં માનવામાં આવશે નહીં. જો કે, વિલંબના સમયગાળા માટે કપાતકર્તા વ્યાજ માટે જવાબદાર રહેશે. આ જોગવાઈ બંને અધિનિયમોમાં સમાન છે.

17. જો કર કપાત કરવામાં ન આવે અથવા નિયત તારીખ સુધી જમા કરવામાં ન આવે, તો કપાતનું પરિણામ શું આવશે અથવા નવા અધિનિયમ હેઠળ શું થશે?

કર કપાત ન કરવો અથવા નિયત તારીખ સુધી TDS જમા ન કરાવવાના અનેક પરિણામો આવશે. કપાતકર્તાને “ડિફોલ્ટમાં કરદાતા” તરીકે માનવામાં આવી શકે છે, જેના પરિણામે કપાતકર્તા પાસેથી TDS રકમ સાથે વ્યાજની વસૂલાત થઈ શકે છે. કપાતકર્તા TDS બિન-કપાતના કિસ્સાઓમાં દંડ માટે પણ જવાબદાર થઈ શકે છે અને કપાત કરવામાં આવી હોવા છતાં નિયત તારીખમાં જમા ન કરવામાં આવે તેવા કિસ્સાઓમાં ફોરજદારી કાર્યવાહી માટે પણ જવાબદાર બની શકે છે.
આ ઉપરાંત, આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 35(b) અનુસાર (જૂના અધિનિયમની કલમ 40(a)(ia)ને અનુરૂપ), કોઈ નિવાસી વ્યક્તિને ચૂકવવાપાત્ર કોઈ પણ રકમ, જેમાંથી કર કપાતપાત્ર હતો પરંતુ જે કપાત કરવામાં આવ્યો નથી અથવા રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ સુધી જમા કરવામાં આવ્યો નથી, તેવી રકમના 30% ભાગને વ્યાપાર આવકની ગણતરી કરતી વખતે મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉદાહરણ: M/s. ABC ટ્રેડર્સ કર વર્ષ 2026-27માં રૂ. 5 લાખ વ્યાવસાયિક ફી તરીકે ચૂકવે છે પરંતુ કર કાપવામાં આવતો નથી. કર વર્ષ 2026-27 માટે વ્યાપાર આવકની ગણતરી કરતી વખતે કલમ 35(b) અંતર્ગત રૂ. 1.5 લાખ (રૂ. 5 લાખનું 30%) ને મંજૂરી આપવામાં આવશે નહીં.

18. સંક્રમણ સમયગાળા દરમિયાન TCS અનુપાલન માટેની સ્થિતિ શું છે?

સ્રોત પર એકત્રિત કર (TCS) સંબંધિત જોગવાઈઓ આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 394 હેઠળ એકીકૃત કરવામાં આવી છે. સમાન સંક્રમણ સિદ્ધાંતો—જેમ કે ઉધાર/પ્રાપ્તિ માટેનો ટ્રિગર TCS પર પણ સમાન રીતે લાગુ પડશે.

તે મુજબ, 31 માર્ચ 2026 સુધી અથવા તે પહેલાં ઉધાર અથવા પ્રાપ્ત થયેલ રકમો માટે TCS જોગવાઈઓ પૂર્વવર્તી અધિનિયમની જોગવાઈઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે. તેવી જ રીતે, 1 એપ્રિલ 2026 પછી અથવા તે પછી ઉધાર અથવા પ્રાપ્ત થયેલ રકમો માટે TCS જોગવાઈઓ આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 394 દ્વારા સંચાલિત થશે.

19. એક નિયોક્તા માર્ચ 2026 મહિના માટેનો પગાર 31 માર્ચ 2026ના રોજ અને એપ્રિલ 2026 મહિના માટેનો પગાર 30 એપ્રિલ 2026ના રોજ ચૂકવે છે. આવકવેરા અધિનિયમ, 1961 થી આવકવેરા અધિનિયમ, 2025 તરફના સંક્રમણને ધ્યાનમાં લેતા, સ્ત્રોત પર કર કેવી રીતે કપાત કરવો જોઈએ

પગાર સંબંધિત TDS જોગવાઈઓ હેઠળ, ચુકવણી સમયે કર કાપવો જરૂરી છે. આમ, પગાર પર TDS નીચે મુજબ, પગારની ચુકવણીની તારીખના આધારે, વિવિધ અધિનિયમ દ્વારા નિયંત્રિત થશે:  
• માર્ચ 2026નો પગાર 31 માર્ચ 2026ના રોજ ચૂકવવામાં આવ્યો હોવાથી, તે આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા સંચાલિત થશે, કારણ કે ચુકવણી નવા અધિનિયમ અમલમાં આવે તે પહેલાં કરવામાં આવી હતી.  
• એપ્રિલ 2026નો પગાર 30 એપ્રિલ 2026ના રોજ ચૂકવવામાં આવ્યો હોવાથી, તે આવકવેરા અધિનિયમ, 2025 દ્વારા સંચાલિત થશે, કારણ કે ચુકવણી 1 એપ્રિલ 2026ના રોજ અથવા તે પછી કરવામાં આવી હતી.

20. નાણાકીય વર્ષ 2025-26 થી કર વર્ષ 2026-27 દરમિયાન સંક્રમણ સમયે નિયોક્તાઓએ પગાર પરના TDSને કેવી રીતે સંભાળવું જોઈએ?

નિયોક્તાઓએ પગાર TDSને નીચે મુજબ સંભાળવું જોઈએ:
(i) નાણાકીય વર્ષ 2025-26ને લગતા પગાર માટે (માર્ચ 2026 સુધી ચૂકવેલ): TDS જવાબદારીઓ જૂના અધિનિયમની કલમ 192 અનુસાર રહેશે;
(ii) કર વર્ષ 2026-27ને લગતા પગાર માટે (એપ્રિલ 2026થી ચૂકવેલ): TDS જવાબદારીઓ નવા અધિનિયમની કલમ 392(1) અનુસાર રહેશે;
(iii) નિયોક્તાએ 1 એપ્રિલ, 2026થી નવા કર વર્ષ માટે TDSની ગણતરી ફરીથી કરવી પડશે, જેમાં કર વર્ષ 2026-27 માટે અંદાજિત આવક, કપાત અને કર પ્રણાલીને ધ્યાનમાં લેવામાં આવશે.

21. જો કોઈ કર્મચારી TY 2026-27 માટે રોકાણની જાહેરાત સબમિટ કરે, તો તેમાં જૂના અધિનિયમનો સંદર્ભ હોવો જોઈએ કે નવા અધિનિયમની જોગવાઈઓનો?

કર વર્ષ 2026-27 માટેની રોકાણ જાહેરાતમાં આવકવેરા અધિનિયમ, 2025ની જોગવાઈઓનો સંદર્ભ આપવો જોઈએ. ઉદાહરણ તરીકે, જૂના અધિનિયમની કલમ 80C અંતર્ગત કપાત હવે આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 123 સાથે વાંચવામાં આવતી અનુસૂચિ XV તરીકે સંદર્ભિત કરવામાં આવશે. નિયોક્તાની પગાર પદ્ધતિને એપ્રિલ 2026થી નવી કલમ નંબરિંગ દર્શાવવા માટે અપડેટ કરવી જોઈએ.

22. કપાત કરનાર વ્યક્તિ આકારણી વર્ષ 2026-27 ના રિટર્નમાં જૂના અધિનિયમ હેઠળ કાપવામાં આવેલા કર માટે ક્રેડિટનો દાવો કેવી રીતે કરશે?

નાણાકીય વર્ષ 2025-26 ની આવક પર કાપવામાં આવેલો કર આકારણી વર્ષ 2026-27 માટેના વાર્ષિક માહિતી નિવેદન (AIS)માં દર્શાવવામાં આવશે. કપાત મેળવનાર આ ક્રેડિટનો દાવો આકારણી વર્ષ 2026-27 માટેના આવકના રિટર્નમાં કરશે, જે જૂના અધિનિયમ અંતર્ગત ફાઈલ કરેલ હશે. માર્ચ 2026 સુધીની અવધિ માટે AISમાં જૂના કલમ નંબર દર્શાવવામાં આવશે.

23. જો કર માર્ચ 2026માં જૂના અધિનિયમ હેઠળ કપાત કરવામાં આવ્યો હોય પરંતુ કપાતકર્તા દ્વારા 01.04.2026 પછી જમા કરવામાં આવ્યો હોય, તો શું કપાત મેળવનારને હજી પણ ક્રેડિટ મળશે?

હા. TDS ક્રેડિટ એ વર્ષ સાથે જોડાયેલી હોય છે જેમાં આવક આકારણીપાત્ર હોય છે, TDS જમા કરવાની તારીખ સાથે નહીં. ભલે કપાતકર્તા 1 એપ્રિલ 2026 પછી TDS જમા કરે, તો પણ તે AISમાં આકારણી વર્ષ 2026-27 સામે દર્શાવવામાં આવશે, પરંતુ શરત એ છે કે કપાતકર્તાએ નાણાકીય વર્ષ 2025-26ના Q4 માટે TDS રિટર્ન યોગ્ય રીતે ફાઈલ કરેલ હોવું જોઈએ.

24. જ્યાં કર માર્ચ 2026 (જૂના અધિનિયમ) તથા એપ્રિલ 2026 (નવા અધિનિયમ) બંનેમાં કપાત કરવામાં આવ્યો હોય, ત્યાં TDS ક્રેડિટ કેવી રીતે કરવામાં આવશે?

ક્રેડિટને અલગ-અલગ આકારણી સમયગાળાઓ સાથે માપવામાં આવશે:

(i) માર્ચ 2026માં કર કપાત → આકારણી વર્ષ 2026-27માં જમા (I.T. અધિનિયમ, 1961 દ્વારા આવરી લેવાયેલ);
(ii) એપ્રિલ 2026માં કર કપાત → કર વર્ષ 2026-27માં જમા (I.T. અધિનિયમ, 2025 દ્વારા આવરી લેવાયેલ).
 
ઈ-ફાઈલિંગ પદ્ધતિ અને વાર્ષિક માહિતી નિવેદન (આકારણી વર્ષ 2026-27 માટે AIS અને કર વર્ષ 2026-27 માટે ફોર્મ નં. 168) કપાતકર્તા દ્વારા ફાઈલ કરેલ TDS રિટર્નના આધારે ક્રેડિટને આપમેળે અલગ કરશે.

25. શું આકારણી વર્ષ 2026-27 માટે એક અને કર વર્ષ 2026-27 માટે બીજું — આવા બે અલગ AIS નિવેદનો રહેશે?

હા. વાર્ષિક માહિતી નિવેદન દરેક આકારણી/કર વર્ષ માટે અલગથી બનાવવામાં આવશે. આકારણી વર્ષ 2026-27 માટેનું નિવેદન AISમાં ઉપલબ્ધ રહેશે અને તેમાં નાણાકીય વર્ષ 2025-26 સંબંધિત TDS/TCS તથા અન્ય માહિતી જૂના અધિનિયમ હેઠળ દર્શાવવામાં આવશે. 
પરંતુ કર વર્ષ 2026-27 માટેનું વાર્ષિક માહિતી નિવેદન ફોર્મ નં. 168માં રહેશે અને તેમાં નાણાકીય વર્ષ 2026-27 સંબંધિત માહિતી નવા અધિનિયમ હેઠળ દર્શાવવામાં આવશે. બંને નિવેદનો ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

26. સંક્રમણ અવધિ દરમિયાન જો દાવો કરેલ TDS અને AIS વચ્ચે અસંગતતા હોય તો કપાત મેળવનારે શું કરવું જોઈએ?

સંક્રમણ અવધિ દરમિયાન, કપાતકર્તા દ્વારા નવા અધિનિયમની કલમોની જગ્યાએ જૂના અધિનિયમની કલમ નંબર દર્શાવવાથી અથવા ચલણ અથવા TDS રિટર્નમાં ખોટો આકારણી વર્ષ/કર વર્ષ પસંદ કરવાથી અસંગતતા ઉત્પન્ન થઈ શકે છે. કપાત મેળવનારને અંતે વહેલા સમાધાનની સલાહ આપવામાં આવે છે. જો TDSમાં અસંગતતા હોય, તો કપાત મેળવનારે તરત જ કર કપાત માટે જવાબદાર નિયોક્તા/કપાતકર્તાને જાણ કરવી જોઈએ. નિયોક્તા/કપાતકર્તાએ અસંગતતા સુધારવા માટે સુધારેલ TDS રિટર્ન દાખલ કરવું જરૂરી છે.