કાયદેસર ફોર્મ ભરવાની માટે માફી વિનંતી વપરાશકર્તા માર્ગદર્શિકા

 

1. ઓવરવ્યૂ

કેટલીકવાર એવું બની શકે છે કે અનિવાર્ય પરિસ્થિતિને કારણે આપણે નિર્ધારિત સમયગાળાની અંદર આવકવેરા વૈધાનિક ફોર્મ ફાઈલ ન કરી શક્યા હોય. આવા કિસ્સાઓમાં, સિસ્ટમ તે સમયગાળા માટે વૈધાનિક ફોર્મ ફાઈલ કરવાની મંજૂરી આપતી નથી.

આવકવેરા વિભાગના યોગ્ય સક્ષમ સત્તાધિકારીની પરવાનગીને આધીન. કોઈપણ વ્યક્તિ કે જેણે તેના નિયંત્રણ બહારના સંજોગોને કારણે તેના આવકવેરા વૈધાનિક ફોર્મ રજૂ કર્યા ન હોય, તે આવકવેરા વૈધાનિક ફોર્મ દાખલ કરી શકે છે.

આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ માફી વિનંતીની આ સુવિધાનો ઉપયોગ એવા કરદાતાઓ કરી શકે છે જેમણે નિયત તારીખ પહેલાં ફોર્મ ફાઈલ કર્યા ન હોય.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ ધરાવતા નોંધાયેલ વપરાશકર્તા.
  • કરદાતાએ સમય મર્યાદાની અંદર વૈધાનિક ફોર્મ દાખલ કર્યા નથી.

3. સુવિધા વિશે

3.1 હેતુ

મુખ્ય ઉદ્દેશ્ય એવા કરદાતાઓને મદદ કરવાનો છે જેઓ વાસ્તવિક મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની અરજી અથવા દાવાની રજૂઆતમાં વિલંબ થાય છે. આ જોગવાઈ સ્વીકારે છે કે કર સંબંધિત સમયમર્યાદાનું કડક પાલન કરવું હંમેશા શક્ય નથી, ખાસ કરીને જ્યારે અણધારી પડકારોવાળી પરિસ્થિતિઓ સામેલ હોય.

3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?

માફી વિનંતીની આ સુવિધાનો ઉપયોગ એવા કરદાતાઓ કરી શકે છે જેમણે નિયત તારીખ પહેલાં ફોર્મ ફાઇલ કર્યા નથી.

4. ફોર્મ ફાઈલ કરવા માટે માફીની વિનંતી કેવી રીતે કરવી

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.

Data responsive

પગલું 2: તમારા ડેશબોર્ડ પર, 'સેવાઓ' અને; માફી વિનંતી' પર ક્લિક કરો.

Data responsive

પગલું 3: માફી વિનંતી પેજ પર 'વૈધાનિક ફોર્મ માટે અરજી' પસંદ કરો અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો.

Data responsive

પગલું 4: વિનંતી કરવા માટે '+માફી વિનંતી બનાવો' પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: 'નવું ફાઈલિંગ શરૂ કરો' પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: જરૂરી માહિતી દાખલ કરો (રહેણાંક સ્થિતિ, ફાઈલ કરેલ ન હોય તેવા ફોર્મ સંબંધિત વિગત, ફોર્મમાં થયેલ વિલંબનું કારણ લખો અને જરૂરી જોડાણો જોડો) 'ઈ-ચકાસણી માટે આગળ વધો' પર ક્લિક કરો.

Data responsive

 

 
Data responsive

 

Data responsive

પગલું 7: ચકાસણી માટે યોગ્ય પદ્ધતિ પસંદ કરો અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો.

 
Data responsive

 

પગલું 8: ચકાસણી પછી તમારી વિનંતી સબમિટ થઈ જશે અને લેવડ -દેવડ ID જનરેટ થશે. તમને નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ પણ પ્રાપ્ત થશે.

તમે 'માફી વિનંતી જુઓ' પર ક્લિક કરીને માફી વિનંતી જોઈ શકો છો.

Data responsive

પગલું 9: અહીં તમારા દ્વારા કરવામાં આવેલી માફી વિનંતીઓ દર્શાવવામાં આવશે. માફી વિનંતીની વિગત જોવા માટે 'વિગતો જુઓ' પર ક્લિક કરો.

 

Data responsive

કૃપા કરીને ચેકબોક્સ પર ક્લિક કરો અને સેવ પર ક્લિક કરો.

પગલું 10: અહીં માફી વિનંતીની વિગત દર્શાવવામાં આવશે. તમે 'મંજૂરી પત્ર ડાઉનલોડ કરો' પર ક્લિક કરીને મંજૂરી પત્ર પણ ડાઉનલોડ કરી શકો છો.

 
Data responsive