1. ITNS 281N શું છે?

ITNS 281N એ આવકેવરા અધિનિયમ, 2025 અંતર્ગત સ્રોત પર કર કપાત (TDS) અને સ્રોત પર એકત્રિત કર (TCS)ની કર ચુકવણી માટે ઉપયોગમાં લેવાતું TDS ચલણ ફોર્મ છે.

2. ITNS 281N દ્વારા કયા મુખ્ય અને લઘુ શીર્ષ આવરી લેવાયેલ છે?

મુખ્ય શીર્ષ:
• નિગમ કર (0020)
• આવકવેરા (કંપનીઓ સિવાય) (0021)
લઘુ શીર્ષ:
• કરદાતા દ્વારા ચુકવવાપાત્ર TDS/TCS (200)
• TDS/TCS નિયમિત નિર્ધારણ (400)
• અન્ય પ્રાપ્તિ (500)
• PAN આધારિત TDS માંગ સામે ચુકવણી (800)

3. ITNS 281Nનો ઉપયોગ કરીને ચુકવણી કરતી વખતે કયો અધિનિયમ લાગુ પડે છે?

ITNS 281N ફોર્મનો ઉપયોગ આવકેવરા અધિનિયમ, 2025 અંતર્ગત કર ચુકવણી માટે કર વર્ષ 2026-27થી કરી શકાય છે. આવકેવરા અધિનિયમ, 1961 અંતર્ગત ચુકવણી કરવા માટે કરદાતાએ ITNS 281નો ઉપયોગ કરવો જોઈએ.

4. આવકવેરાની ચુકવણી કરવા માટે ITNS 281N ક્યાંથી મેળવી શકાય છે?

લોગઈન પછી(TAN):
લોગઈન → ઈ-ફાઈલ → ઈ-કર ચુકવણી → લાગુ આવકવેરા અધિનિયમ પસંદ કરો → નવી ચુકવણી
લોગઈન પહેલા:
ડેશબોર્ડ → ઈ-કર ચુકવણી (ઝડપી લિંક) → લાગુ આવકવેરા અધિનિયમ પસંદ કરો → TAN અને મોબાઈલ નંબર દાખલ કરો → OTP ચકાસણી → Pay TDS/TCS, ફી ચૂકવો [અન્ય પ્રાપ્તિ (500)], અથવા પરચૂરણ પ્રાપ્તિ ટાઈલ પસંદ કરો.

5. શું ITNS 281N દ્વારા બહુવિધ કલમ કોડ માટે ચુકવણી કરી શકાય છે?

હા. લઘુ શીર્ષ 200ના કિસ્સામાં, એક જ ચલણનો ઉપયોગ કરીને બહુવિધ કલમ કોડ માટે ચુકવણી કરી શકાય છે, જેમાં પ્રતિ ચલણ મહત્તમ 20 કલમ કોડની મર્યાદા છે. જો 20થી વધુ કલમ કોડ જરૂરી હોય, તો અતિરિક્ત ચલણનો ઉપયોગ કરવો પડશે. કલમ કોડ ડ્રોપ ડાઉનમાં રહેણાંક સ્થિતિના આધારે કપાતકર્તા(ઓ) માટે દર્શાવવામાં આવે છે.

6. લઘુ શીર્ષ 500 અંતર્ગત ચુકવણી જમા કરવા માટે, કર વિભાજનની વિગતોમાં કયા ફિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ?

લઘુ શીર્ષ 500ના કિસ્સામાં, અપીલ ફી અને ચક્રવૃદ્ધિ શુલ્ક માટે અલગ ચલણ જનરેટ કરવાના રહેશે.આ રકમ ‘અન્ય’ કોલમમાં કર વિભાજનની વિગત સ્ક્રીન પર દાખલ કરવાની રહેશે.

7. શું નિવાસી અને બિન-નિવાસી કપાતકર્તા માટે એક જ ચલણનો ઉપયોગ કરી શકાય છે?

ના. નિવાસી અને બિન-નિવાસી કપાતકર્તા માટે અલગ ચલણનો ઉપયોગ કરવો પડશે.

8. TAN લોગઈન દ્વારા નિયમિત નિર્ધારણ કર (400) તરીકે માંગ ચુકવણી માટે ચુકવણી કેવી રીતે કરી શકાય?

નિયમિત નિર્ધારણ કર (400) અંતર્ગત માંગ ચુકવણી TAN લોગઈન દ્વારા ઈ ફાઈલ → ઈ કર ચૂકવણી → લાગુ આવકવેરા અધિનિયમ પસંદ કરો → નવી ચુકવણી → બાકી માંગ ચૂકવો પર નેવિગેટ કરીને કરી શકાય છે. TDS બાકી માંગની ચુકવણી માટે માંગનો સંદર્ભ નંબર (DRN) ફિલ્ડ વૈકલ્પિક છે.

9. કલમ 393(1) અંતર્ગત કપાતના ચલણ સહ નિવેદન (ફોર્મ 141) માટે માંગ ચુકવણી કેવી રીતે કરી શકાય?

ચલણ સહ નિવેદન (ફોર્મ 141) માટેની માંગ ચુકવણી PAN લોગઈન દ્વારા ઈ ફાઈલ → ઈ કર ચૂકવણી → આવકવેરા અધિનિયમ, 2025 પસંદ કરો → નવી ચૂકવણી → ફોર્મ 141 (કલમ 393(1) અંતર્ગત કર કપાત વિવરણ માટે ચલણ સહ નિવેદન માટે માંગ ચુકવણી) પર જઈને કરી શકાય છે.
ફોર્મ 141 ટાઈલ પર 'આગળ વધો' પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાએ નીચે મુજબની વિગત પ્રદાન કરવી પડશે:
• વધારેલ માંગણીના સંદર્ભમાં લેવડ -દેવડની પ્રકૃતિ
• કર વર્ષ
• સ્વીકૃતિ નંબર
• માંગનો સંદર્ભ નંબર (જો ઉપલબ્ધ હોય)
જો સ્વીકૃતિ નંબર ઉપલબ્ધ ન હોય (ઉદાહરણ તરીકે, જ્યાં માંગ અન્ય માધ્યમ દ્વારા વધારેલ હોય), તો વપરાશકર્તા "ACKNOTAVBL" દાખલ કરી શકે છે. તમામ વિગત દાખલ કરીને 'ચાલુ રાખો' પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને 'કર વિભાજનની વિગતો ઉમેરો' સ્ક્રીન પર લઈ જવામાં આવશે.

10. શું ‘કંપની’ કપાતકર્તા અને ‘કંપની સિવાય’ ના કપાતકર્તા માટે એક જ ચલણનો ઉપયોગ કરી શકાય છે?

ના. ‘કંપની’ કપાતકર્તા અને ‘કંપની સિવાય’ ના કપાતકર્તા માટે અલગ ચલણનો ઉપયોગ કરવો આવશ્યક છે.