ઈ-ફાઈલિંગ વોલ્ટની ઉચ્ચ સુરક્ષા વપરાશકર્તા માર્ગદર્શિકા

1. ઓવરવ્યૂ

ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સેવા નોંધાયેલ વપરાશકર્તા માટે તેમના ઈ-ફાઈલિંગ ખાતાંની ઉચ્ચ સુરક્ષા સક્ષમ કરવા ખાતર ઉપલબ્ધ છે. ઈ-ફાઈલિંગ વોલ્ટ ઈ-ફાઈલિંગ ખાતાંમાં લોગઈન કરવાનાં સમયે બીજા સ્તરનાં પ્રમાણીકરણનો તથા પાસવર્ડ રીસેટ કરવા માટે દ્વિ પરિબળ પ્રમાણીકરણનો ઉમેરો નીચેના વિકલ્પોમાંથી એક વિકલ્પ દ્વારા કરે છે:

  • નેટ બેન્કિંગ
  • ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC)
  • આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP
  • બેંક ખાતું EVC
  • ડીમેટ ખાતા EVC

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વશરતો

•  માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ ધરાવતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા
•  વપરાશકર્તા પાસે નિમ્નલિખિત માંથી કોઈ પણ એક હોવાની આવશ્યકતા છે :
    o   ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ માન્ય DSC
    o   ઈ-ફાઈલિંગમાં પૂર્વ-માન્યતા પ્રાપ્ત કરેલ અને EVC સક્ષમ કરેલ બેંક ખાતું
    o   ઈ-ફાઈલિંગમાં પૂર્વ-માન્યતા પ્રાપ્ત કરેલ અને EVC સક્ષમ કરેલ ડીમેટ ખાતું
    o   માન્ય નેટ બેંકિંગ ખાતું

3. ક્રમશઃ માર્ગદરશિકા

પગલું 1: તમારાં વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

Data responsive

પગલું 2: તમારાં ડેશબોર્ડમાં ઉપરથી જમણા ખૂણામાં આવેલ મારી પ્રોફાઈલ પર ક્લિક કરો. મારી પ્રોફાઈલ પેજ પર ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા પર ક્લિક કરો.

Data responsive

ઈ-ફાઈલિંગ ઉચ્ચ સુરક્ષા પેજ પર નિમ્નલિખિત માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકાશે

આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP સક્ષમ કરો કલમ 3.1 નો સંદર્ભ લો
બેંક ખાતું EVC / ડીમેટ ખાતું EVC / DSC / નેટ બેંકિંગ થકી સક્ષમ કરો કલમ 3.2 નો સંદર્ભ લો
ઉચ્ચ સુરક્ષા વિકલ્પની પસંદગી રદ કરો કલમ 3.3 નો સંદર્ભ લો

3.1 આધાર પર નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP સક્ષમ કરો

પગલું 1: લોગિન માટે ઉચ્ચ સુરક્ષા સેટ કરો અને પાસવર્ડ રીસેટ માટે ઉચ્ચ સુરક્ષા સેટ કરો વિભાગોમાં, તમે અરજી કરવા માંગતા હોય તે ઉચ્ચ સુરક્ષા વિકલ્પ પસંદ કરો. જો તમે આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP દ્વારા દ્વિ પરિબળ પ્રમાણીકરણ પસંદ કરો છો, તો તે વિશિષ્ટ વિકલ્પ પસંદ કરો.

Data responsive

પગલું 2: આધાર OTP દ્વારા પ્રમાણિત થવાની આવશ્યકતા દર્શાવતો એક પોપઅપ મેસેજ પ્રદર્શિત કરવામાં આવશે. ઓકે પર ક્લિક કરો.

Data responsive

પગલું 3: જો તમારી પાસે OTP હોય, તો મારી પાસે આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP છે વિકલ્પને પસંદ કરો. જો ન હોય તો OTP જનરેટ કરો. તમને તમારાં આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP મળી જશે.

Data responsive

પગલું 4: હું મારા આધારની વિગતો માન્ય કરવા રાજી છું પર ક્લિક કરો, ત્યારબાદ આધાર OTP જનરેટ કરો પર ક્લિક કરો

Data responsive

પગલું 5: OTP ચકાસણી કરો પેજ પર, આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6 અંકનો OTP દાખલ કરો અને માન્ય કરો પર ક્લિક કરો.

Data responsive

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયત્નો છે.
  • OTP ફરી મોકલો પર ક્લિક કરવાથી નવો OTP જનરેટ થઈ આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.

પ્રમાણીકરણ સફળ થતાં નિમ્નલિખિત સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે.

Data responsive

3.2 બેંક ખાતું EVC / ડીમેટ ખાતું EVC / DSC / નેટ બેંકિંગ થકી સક્ષમ કરો

પગલું 1: લોગિન માટે ઉચ્ચ સુરક્ષા સેટ કરો અને પાસવર્ડ રીસેટ માટે ઉચ્ચ સુરક્ષા સેટ કરો વિભાગોમાં, તમે અરજી કરવા માંગતા હોય તે ઉચ્ચ સુરક્ષા વિકલ્પ પસંદ કરો.

Data responsive

પગલું 2: પ્રમાણીકરણ સફળ થયા બાદ પસંદ કરેલ વિકલ્પ પ્રમાણે એક માહિતીભર્યો સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે.ઓકે પર ક્લિક કરો.

Data responsive

પસંદ કર્યા બાદ પુષ્ટિ કરો પર દોરી જવામાં આવશે. પસંદ કરેલ વિકલ્પો ઉપર ઉચ્ચ સુરક્ષા સક્ષમ કરવા માટે 'પુષ્ટિ કરો' પર ક્લિક કરો.

Data responsive

3.3 ઉચ્ચ સુરક્ષા વિકલ્પની પસંદગી રદ કરો

પગલું 1: ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા પેજ પર લોગઈન અને પાસવર્ડ રીસેટ માટે દ્વિ પરિબળ પ્રમાણીકરણનો પસંદ કરેલ વિકલ્પ દેખાશે. જ્યાં ઉચ્ચ સુરક્ષાની આવશ્યકતા ન હોય તે વિકલ્પોની પસંદગી રદ કરી ચાલુ રાખો પર ક્લિક કરો.

નોંધ: લોગઈન અને / અથવા પાસવર્ડ રીસેટ માટે ઉચ્ચ સુરક્ષાનાં વિકલ્પની પસંદગી રદ કરી શકાશે.

Data responsive

પગલું 2: પસંદ કરેલ વિકલ્પો ઉપરથી ઉચ્ચ સુરક્ષા અક્ષમ કરવા માટે પુષ્ટિ કરો પેજમાં ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પ્રમાણીકરણ સફળ થતાં લેવડ-દેવડ ID સહિત સફળતાનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે.

Data responsive

4. સંબંધિત વિષયો