ઈ-કાર્યવાહી

Frequently Asked Questions

ઈ-કાર્યવાહીના વારંવાર પૂછાતા પ્રશ્ન

1. ઈ-કાર્યવાહી શું છે?

ઈ-કાર્યવાહી એ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયા કરવા માટેનું એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે. આ સેવાનો ઉપયોગ કરીને, કોઈપણ નોંધણી કરેલ વપરાશકર્તા (અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ) આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સૂચના / જાણકારી / પત્ર જોઈ શકે છે અને તેના પ્રતિભાવો સબમિટ કરી શકે છે.

2. ઈ-કાર્યવાહીના લાભો શું છે?

ઈ-કાર્યવાહી એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તમામ સૂચનાઓ / જાણકારી / પત્રોના ઈલેક્ટ્રોનિક રીતે જવાબ આપવાની એક સરળ રીત છે. તે કરદાતા પરના પાલનના બોજને ઘટાડે છે, કારણ કે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. વધુમાં, સબમિશનનો ટ્રેક રાખવો અને ભવિષ્યના સંદર્ભ માટે રેકોર્ડ રાખવાનું સરળ છે.

3. શું મને જારી કરવામાં આવેલી સૂચનાનો જવાબ સબમિટ કર્યા પછી હું મારો પ્રતિભાવ જોઈ શકું છું?

હા, ઈ-કાર્યવાહીમાં તમે તમારા દ્વારા અથવા તમારા અધિકૃત પ્રતિનિધિ દ્વારા સબમિટ કરાયેલ પ્રતિભાવ જોઈ શકો છો.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી માહિતી માટે

4. મને આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 143(1)(a) / આવકેવરા અધિનિયમ, 2025 ની કલમ 270(1)(a) હેઠળ સમાયોજન માટે જારી કરાયેલ પ્રતિભાવ સામે કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે કેમ તે હું ક્યાં જોઈ શકું છું?

તમે ઈ-કાર્યવાહી હેઠળ આવકવેરા વિભાગ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો જોઈ શકો છો.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

5. કાર્યવાહીની મુદ્ત તારીખ પહેલાં મારી પાસે 4 દિવસ બાકી છે. હું મારો પ્રતિભાવ સબમિટ કેમ કરી શકતો નથી?

જો તમારી કાર્યવાહીની સ્થિતિ ખુલ્લી હોય, તો સબમિટ પ્રતિભાવનો વિકલ્પ માત્ર કાર્યવાહીની મુદ્ત તારીખ પહેલાં 7 દિવસ સુધી, સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જો કોઈ કાર્યવાહી મુદ્ત તારીખ ના હોય, તો આવકવેરા સત્તાધિકારી ઈ-સબમિશનનો વિકલ્પ નાબૂદ કરી શકે છે. તેમ છતાં, આવકવેરા સત્તાધિકારીના વિકલ્પ પર, સબમિશન વિન્ડો કાર્યવાહી મુદ્ત તારીખ સુધી ફરીથી ઉપલબ્ધ કરી શકાય છે.

6. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સૂચનાનો પ્રતિભાવ આપ્યા પછી મારા પ્રતિભાવમાં ફેરફાર કરી શકું છું?

ના, એકવાર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કર્યા પછી તમે તમારા પ્રતિભાવને સંપાદિત કરી શકતા નથી.

7. આવકવેરા અધિનિયમ, 1961 અને આવકવેરા અધિનિયમ, 2025 મુજબ ઈ-પ્રક્રિયાઓ અંતર્ગત હું કઈ સૂચનાઓ/આદેશોનો જવાબ આપી શકું છું?

આવકવેરા વિભાગ અને CPC દ્વારા જારી કરવામાં આવેલી તમામ સૂચનાઓ / જાણકારી / પત્રો ઈ-પ્રક્રિયાઓ અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવે છે, જ્યાં તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સમાન અપલોડિંગ કરીને જોડાણો સાથે પ્રતિભાવ જોઈ શકો છો અને સબમિટ કરી શકો છો. તમે આ સેવા દ્વારા નીચેની સૂચનાઓના પ્રતિભાવ જોઈ અને સબમિટ કરી શકો છો.

  • આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(9) હેઠળ અથવા આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 263 (7) હેઠળ ખામીયુક્ત સૂચના
  • આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 143(1)(a) હેઠળ અથવા આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 270(1)(a) હેઠળ પ્રથમ દૃષ્ટિએ સમાયોજન.
  • આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 154 હેઠળ અથવા આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 284 હેઠળ સ્વયં-પ્રેરિત સુધારણા
  • આકારણી અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ
  • ‘સ્પષ્ટીકરણ માટે વિનંતી’ સંચાર

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

8. AO દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાના પ્રતિભાવમાં, જો જોડાણોની સંખ્યા/કદ માન્ય કદ કરતાં વધુ હોય, તો મારે શું કરવું જોઈએ?

એક જોડાણ માટે પરવાનગી આપેલ મહત્તમ કદ 5 MB હોઈ શકે છે. જો તમારી પાસે અપલોડ કરવા માટે 1 કરતાં વધુ દસ્તાવેજ હોય, તો તમે 10 સુધીના જોડાણોની સંખ્યા પસંદ કરી શકો છો. તમામ જોડાણોનું મહત્તમ કદ 50 MB કરતાં વધુ હોવું જોઈએ નહીં. જો એક દસ્તાવેજનું કદ પરવાનગી આપેલ મર્યાદા કરતાં વધુ હોય, તો તમે ફાઈલનું કદ ઘટાડીને દસ્તાવેજમાં સુધારા કરી શકો છો.

9. ખામીયુક્ત રિટર્ન શું છે?

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(9) અથવા આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 263(7) મુજબ, રિટર્નમાં અથવા તેની અનુસૂચિઓમાં અધૂરી અથવા અસંગત માહિતી હોવાના કારણે અથવા અન્ય કોઈ કારણસર રિટર્નને ખામીયુક્ત માનવામાં આવી શકે છે.

10. મારું રિટર્ન ખામીયુક્ત છે કે નહીં તે હું કેવી રીતે જાણી શકું?

જો તમારું રિટર્ન ખામીયુક્ત હોવાનું જણાય, તો આવકવેરા વિભાગ તમારા નોંધાયેલ ઈમેલ ID પર આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 139(9) અથવા આવકેવરા અધિનિયમ, 2025 ની કલમ 263(7) હેઠળ ખામીયુક્ત સૂચના મોકલશે અને તે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરીને પણ જોઈ શકાય છે.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

11. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પ્રતિભાવ સબમિટ કર્યા પછી મારો પ્રતિભાવ અપડેટ કરી શકું છું અથવા પાછો ખેંચી શકું છું?

ના, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કર્યા પછી તમે તમારો પ્રતિભાવ અપડેટ કરી શકતા નથી કે પાછો ખેંચી શકતા નથી.

12. શું હું મારી ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરી શકું?

હા, તમે આવકેવરા અધિનિયમ, 2025 ની કલમ 139(9) અથવા 263(7) હેઠળ ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરી શકો છો

 

13. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવા માટેની સમય મર્યાદા શું છે?

જો તમારું રિટર્ન ખામીયુક્ત હોવાનું જણાય, તો તમને સૂચના પ્રાપ્ત થયાની તારીખથી અથવા સૂચનામાં ઉલ્લેખિત અવધિ મુજબ, જે પણ લાગુ પડે તે પ્રમાણે તમારી દ્વારા ફાઈલ કરાયેલા રિટર્નમાં રહેલી ખામીને સુધારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. તેમ છતાં, તમે મુલતવી રાખવાની માંગ કરી શકો છો અને સમયમર્યાદા વધારવાની વિનંતી કરી શકો છો.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

14. જો હું ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ ન આપું તો શું થશે?

જો તમે નિર્ધારિત અવધિમાં ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવામાં નિષ્ફળ રહો, તો તમારું રિટર્ન અસ્વીકાર્ય માનવામાં આવી શકે છે અને તેના પરિણામરૂપે આવકેવરા અધિનિયમ, 1961 અથવા આવકેવરા અધિનિયમ, 2025 અનુસાર દંડ, વ્યાજ, નુકસાન આગળ ન લઈ જવું, વિશિષ્ટ છૂટનો લાભ ગુમાવવો જેવા પરિણામો આવી શકે છે.

15. મને આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(9) અથવા આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 263(7) હેઠળ ખામીયુક્ત રિટર્ન વિશે સૂચના આપવામાં આવી છે. શું હું તે આકારણી વર્ષ/કર વર્ષ માટે નવું રિટર્ન દાખલ કરી શકું છું?

હા, જો કોઈ ચોક્કસ આકારણી વર્ષ/કર વર્ષમાં રિટર્ન ફાઈલ કરવા માટે આપેલ સમય વીતી ગયો ન હોય તો તમે રિટર્નને નવા/સુધારેલા રિટર્ન તરીકે ફાઈલ કરી શકો છો અથવા વૈકલ્પિક રીતે તમે કલમ 139/263 હેઠળ સૂચનાનો પ્રતિભાવ આપવાનું પસંદ કરી શકો છો.

જોકે, એકવાર કોઈ ચોક્કસ આકારણી વર્ષ/કર વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની આપવામાં આવેલી સમય મર્યાદા પૂર્ણ થઈ જાય, તો પછી તમે રિટર્નને નવું / સુધારેલ રિટર્ન તરીકે દાખલ કરી શકશો નહીં અને તમારે આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 139(9) અથવા 263(7) હેઠળની સૂચનાનો પ્રતિભાવ આપવો પડશે. જો તમે સૂચનાનો પ્રતિભાવ આપવામાં અસમર્થ રહો, તો તે રિટર્નને તે આકારણી વર્ષ માટે અસ્વીકાર્ય અથવા ફાઈલ ન થયેલ માનવામાં આવશે.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

16. રિટર્નને ખામીયુક્ત બનાવતી કેટલીક સામાન્ય ભૂલો કઈ છે?

રિટર્નને ખામીયુક્ત બનાવતી કેટલીક સામાન્ય ભૂલો નીચે મુજબ છે:

  • TDS માટે ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ સંબંધિત રસીદો/આવકને કરવેરા માટે રજૂ કરવામાં આવતી નથી.
  • ફોર્મ 26AS અને AIS માં દર્શાવેલ કુલ રસીદો, જેના પર TDS માટે ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે, તે આવકના રિટર્નમાં આવકના તમામ શીર્ષ હેઠળ દર્શાવેલ કુલ રસીદો કરતા વધારે છે.
  • એકંદર કુલ આવક અને આવકના તમામ શીર્ષ શૂન્ય અથવા 0 તરીકે દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કર જવાબદારીની ગણતરી કરીને તેની ચૂકવણી કરવામાં આવી છે.
  • કરદાતાનું નામ ITR માં PAN ડેટાબેઝ મુજબના નામ સાથે મેળ ખાતું નથી.
  • કરદાતાઓની આવક વ્યાપાર અથવા વ્યવસાયમાંથી લાભ અને નફા તથા નુકસાનના શીર્ષ હેઠળ છે, પરંતુ તેમણે સરવૈયું અને નફા અને નુકસાન ખાતું ભરેલ નથી.

17. સ્પષ્ટીકરણ માટે વિનંતી’ સંચાર શું છે?

જો રિટર્નના શેડ્યૂલ અથવા જોડાણો હેઠળ આપવામાં આવેલી માહિતી અપૂરતી અથવા અપર્યાપ્ત હોય અને કરદાતા દ્વારા કરવામાં આવેલા ચોક્કસ દાવાઓ પર સ્પષ્ટતા જરૂરી હોય, તો કરદાતાને 'સ્પષ્ટીકરણ માટે વિનંતી' સંદેશ મોકલવામાં આવે છે.

પાથને અનુસરો: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

18. શું ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને પ્રતિભાવ જોવા અને સબમિટ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવું જરૂરી છે?

હા, તમારે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને પ્રતિભાવ જોવા અને સબમિટ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવું આવશ્યક રહેશે.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયાઓ

19. શું મારે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને આપવામાં આવેલ પ્રતિભાવ / સબમિશનની ઈ-ચકાસણી કરવી જરૂરી છે?

ના, ઈ-કાર્યવાહી સેવા દ્વારા તમારા દ્વારા સબમિટ કરાયેલા પ્રતિભાવની ઈ-ચકાસણી કરવી જરૂરી નથી.

20. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગિન કર્યા વગર 'સ્પષ્ટીકરણ માટે વિનંતી' સૂચનાનો પ્રતિભાવ આપી શકું છું?

ના, તમારે 'સ્પષ્ટીકરણ માટે વિનંતી' સંચારનો જવાબ આપવા માટે લોગઇન કરવું પડશે. તમે સૂચના જોઈ શકશો નહીં અથવા તમને જારી કરાયેલ સૂચનાનો જવાબ સબમિટ કરી શકશો નહીં.

પાથ: ડેશબોર્ડ>બાકી કાર્યવાહી> ઇ-પ્રક્રિયા > તમારી કાર્યવાહી માટે

21. શું કોઈ અન્ય વ્યક્તિ મારા વતી ઈ-પ્રક્રિયાઓ સેવાનો ઉપયોગ કરીને આવકવેરા સત્તાધિકારી દ્વારા મને જારી કરાયેલી સૂચનાઓનો પ્રતિભાવ આપી શકે છે?

હા, તમે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને તમારા વતી સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકો છો.

22. શું હું પહેલેથી ઉમેરાયેલા / વિદ્યમાન અધિકૃત પ્રતિનિધિને દૂર કરી શકું?

હા, તમે તમારા દ્વારા અધિકૃત કરાયેલા પ્રતિનિધિને દૂર કરી શકો છો અથવા તેની અધિકૃતતા પાછી ખેંચી શકો છો.

23. શું હું મને જારી કરાયેલી સૂચનાનો પ્રતિભાવ આપવા માટે બે અધિકૃત પ્રતિનિધિઓ ઉમેરી શકું?

ના, તમે કાર્યવાહીને આગળ વધારવા એક સમયે માત્ર એક જ સક્રિય અધિકૃત પ્રતિનિધિ રાખી શકો છો.

24. મેં સુધારેલ રિટર્ન દાખલ કર્યું છે. તો પણ શું મારે મને જારી કરાયેલા ‘સ્પષ્ટીકરણની વિનંતી’ સંચારનો પ્રતિભાવ આપવો જરૂરી છે?

ના, જો તમે પહેલાથી જ તે જ આકારણી વર્ષ/કર વર્ષ માટે સુધારેલ રિટર્ન ફાઇલ કર્યું હોય તો પ્રતિભાવ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 'આ સૂચના સામે સુધારેલ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું છે; આગળ કોઈ કાર્યવાહીની જરૂર નથી' એવો સંદેશ પ્રદર્શિત થશે.

25. શું મારે ‘સ્પષ્ટીકરણ માટે વિનંતી’ સંચારનો પ્રતિભાવ આપવો ફરજિયાત છે? જો હા, તો મારે કેટલી સમય મર્યાદામાં પ્રતિભાવ સબમિટ કરવો જોઈએ?

તમારે તમને જારી કરાયેલા સંચારમાં ઉલ્લેખિત નિયત તારીખ મુજબ તમારો પ્રતિભાવ સબમિટ / પ્રદાન કરવો જોઈએ. જો નિયત તારીખ પસાર થઈ ગઈ હોય અને કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હોય, તો CPC તેમના પાસે ઉપલબ્ધ માહિતીના આધારે રિટર્નની પ્રક્રિયા કરશે.

26. વેબસાઇટ પર “સબમિટ પ્રતિભાવ” બટન નિષ્ક્રિય કેમ છે?

“સબમિટ પ્રતિભાવ” બટન નીચેના કારણોસર નિષ્ક્રિય થઈ શકે છે:

  • CPC સૂચનાઓ માટે - જો પ્રતિભાવની નિયત તારીખ પસાર થઈ ગઈ હોય.
  • ITBA સૂચનાઓ માટે - જો આવકવેરા સત્તાધિકારી દ્વારા કાર્યવાહીની સ્થિતિ બંધ/અવરોધિત કરવામાં આવી હોય.