EVC જનરેટ વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ (EVC) જનરેટ કરો સેવા ફક્ત ઈ-ફાઈલિંગ પોર્ટલના નોંધાયેલ વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે EVC જનરેટ કરવા માટે ઉપલબ્ધ છે. આ સેવા તમને નીચે મુજબ સગવડ આપે છે :
- કોઈ આઈટમ (વૈધાનિક ફોર્મ, આવકવેરા રિટર્ન્સ)નું ઈ-વેરિફાય કરો
- ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો
- પાસવર્ડ રીસેટ કરો
2. આ સેવા મેળવવા માટેની પૂર્વશરતો
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે વ્યક્તિગત કરદાતા તરીકે નોંધાયેલ વપરાશકર્તા
- ઈ-ફાઈલિંગ પોર્ટલમાં માન્ય અને EVC સક્ષમ બેંક ખાતું (બેંક ખાતાના વિકલ્પ માટે)
- ઈ-ફાઈલિંગ પોર્ટલમાં માન્ય અને EVC સક્ષમ ડીમેટ ખાતું (ડીમેટ ખાતાના વિકલ્પ માટે)
- બેંક ખાતા સાથે જોડાયેલ PAN (નેટ બેન્કિંગ વિકલ્પ માટે)
- માન્ય ડેબિટ કાર્ડ (બેંક ATM વિકલ્પ માટે)
3. ક્રમશઃ માર્ગદર્શિકા
પગલું 1:તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, સેવાઓ > EVC જનરેટ કરો પર ક્લિક કરો.
પગલું 3: EVC જનરેટ કરો પેજ પર, તમે ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) કેવી રીતે જનરેટ કરવા માંગો છો? પસંદ કરો.
તમે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને EVC જનરેટ કરી શકો છો :
| નેટ બેન્કિંગ | કલમ 3.1નો સંદર્ભ લો |
| બેંક ખાતું | કલમ 3.2નો સંદર્ભ લો |
| ડીમેટ ખાતું | કલમ 3.3નો સંદર્ભ લો |
3.1 નેટ બેન્કિંગ દ્વારા EVC જનરેટ કરવું
પગલું 1: EVC જનરેટ કરો પેજ પર, નેટ બેન્કિંગ દ્વારા પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 2:નેટ બેન્કિંગ દ્વારા ઈ-ફાઈલિંગ લોગઈનપેજ પર,બેંકનું નામપસંદ કરો.
નોંધ :જ્યારે તમારા બેંકના નેટ બેન્કિંગ લોગઈન પેજ દેખાશે ત્યારે તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાંથી લોગઆઉટ થઈ જશો.
પગલું 3:તમારી બેંકનાનેટ બેન્કિંગ લોગઈનપેજ પર, તમારી બેંક દ્વારા આપવામાં આવેલવપરાશકર્તાનું નામઅનેપાસવર્ડદાખલ કરો.
પગલું 4:તમારી નેટ બેન્કિંગ વેબસાઈટ પર, ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા માટેની લિંક પર ક્લિક કરો.
નોંધ :તમે તમારી નેટ બેન્કિંગ વેબસાઈટમાંથી લોગઆઉટ થઈ જશો અને તમારા ઈ-ફાઈલિંગ ખાતામાં લોગઈન થઈ જશો.
પગલું 5:તમારાડેશબોર્ડપર,સેવાઓ > EVC જનરેટ કરોપર ક્લિક કરો.
તમને જનરેટ થયેલ EVC તમારા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થશે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ છે અને સફળતાનો સંદેશ દર્શાવવામાં આવશે.
3.2 બેંક ખાતા દ્વારા EVC જનરેટ કરવું
પગલું 1:EVC જનરેટ કરોપેજ પર,બેંક ખાતા દ્વારાપસંદ કરો અનેચાલુ પર ક્લિક કરો.
સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે, અને તમને EVC તમારા મોબાઈલ નંબર અને બેંક દ્વારા ચકાસાયેલ ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થશે.
નોંધ :
- બેંક ખાતા દ્વારા EVC વિકલ્પ ત્યારે જ જનરેટ કરી શકાશે જ્યારે ઉમેરાયેલ બેંક ખાતું માન્ય અને સક્ષમ હોય.
- તમને EVC તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈ-મેઈલ ID પર માત્ર ત્યારે જ પ્રાપ્ત થશે જો તે બેંક દ્વારા ચકાસેલ હોય.
3.3 ડીમેટ ખાતા દ્વારા EVC જનરેટ કરવું
પગલું 1: EVC જનરેટ કરો પેજ પર, ડીમેટ ખાતા દ્વારા પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે, અને તમને EVC તમારા મોબાઈલ નંબર અને NSDL / CDSL દ્વારા ચકાસેલ ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થશે.
નોંધ :
- ડીમેટ ખાતા દ્વારા EVC વિકલ્પ માત્ર ત્યારે જ જનરેટ કરી શકાય છે જ્યારે ઉમેરાયેલ ડીમેટ ખાતું માન્ય અને EVC સક્ષમ હોય.
- તમને EVC તમારા મોબાઈલ નંબર અથવા તમારા ઈ-મેઈલ ID પર માત્ર ત્યારે જ પ્રાપ્ત થશે જો તે NSDL/CDSL દ્વારા ચકાસેલ હોય.
4. સંબંધિત વિષયો