આવક અને કર અંદાજકર્તા વપરાશકર્તા માર્ગદર્શિકા

 

1. ઝાંખી/વિહંગાવલોકન

આવક અને કર અંદાજ સેવા નોંધાયેલ ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓને આવકવેરા અધિનિયમ, આવકવેરા નિયમો તથા સૂચનાઓની જોગવાઈઓ મુજબ તેમની કરની અંદાજિત ગણતરી કરવાની સુવિધા આપે છે, જેમાં વપરાશકર્તા દ્વારા પ્રાપ્ત થયેલી આવક(ઓ) અને અધિનિયમ મુજબ દાવો કરાયેલી કપાતોની જાણકારી આપવામાં આવે છે. આ સેવા જૂની કર પ્રણાલી અથવા નવી કર પ્રણાલી હેઠળ કરનો અંદાજ પણ પ્રદાન કરે છે તેમજ જૂની અને નવી કર પ્રણાલી વચ્ચે કરની સરખામણી પણ દર્શાવે છે.

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વશરતો

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે નોંધાયેલ વપરાશકર્તા

કૃપા કરીને નોંધ લો: આ વપરાશકર્તા માર્ગદર્શિકા આવકવેરા અધિનિયમ, 2025 પ્રમાણે કર વર્ષ (TY) 2026-27 માટે કરના અંદાજ/ગણતરી માટે તૈયાર કરવામાં આવી છે. જો તમે આકારણી વર્ષ (AY) 2026-27 માટે કરનો અંદાજ/ગણતરી કરવા માંગતા હો, તો તમારે પગલું 3(a) માં લાગુ અધિનિયમ તરીકે આવકવેરા અધિનિયમ, 1961 પસંદ કરવાની જરૂર છે.

3.તબક્કાવાર માર્ગદર્શિકા

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.

Data responsive

પગલું 2: તમારા ડેશબોર્ડ પર ‘આવક અને કર અંદાજક’ પર ક્લિક કરો.

Data responsive

‘આવક અને કર અંદાજક’માં ચાર ટેબ છે, તમારે તમારી વિગતો આ ટેબોમાં દાખલ કરવી જરૂરી છે:

Data responsive

પગલું 3a: ‘મૂળભૂત માહિતી’ ટેબમાં જરૂરી વિગતો, જેમ કે PAN, કરદાતાનું નામ, લાગુ અધિનિયમની પસંદગી (આવકવેરા અધિનિયમ 2025 અથવા આવકવેરા અધિનિયમ 1961), અધિનિયમની પસંદગી મુજબ AY અથવા TY, કરદાતા વર્ગ, રહેણાંક સ્થિતિ, ઉંમર/વય, રિટર્નની નિયત તારીખ અને રિટર્ન સબમિટ કરવાની વાસ્તવિક તારીખ દાખલ કરો.

Data responsive

કૃપા કરીને નોંધ લો: આ વપરાશકર્તા માર્ગદર્શિકા આવકવેરા અધિનિયમ, 2025 મુજબ કર વર્ષ (TY) 2026-27 માટે કરના અંદાજ/ગણતરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે. જો તમે આકારણી વર્ષ (AY) 2026-27 માટે કરનો અંદાજ/ગણતરી કરવા માંગતા હો, તો તમારે પગલું 3(a) માં લાગુ અધિનિયમને આવકવેરા અધિનિયમ, 1961 તરીકે પસંદ કરવાની જરૂર છે.

પગલું 3b: ‘આવકની વિગતો’ ટેબમાં નીચે મુજબ જરૂરી વિગતો દાખલ કરો:

• પગારમાંથી થતી આવક,
• મકાન મિલકતમાંથી થતી આવક,
• મુખ્ય મૂડી લાભમાંથી થતી આવક,
• વ્યાપાર અથવા વ્યવસાયમાંથી થતી આવક, અને
• અન્ય મુખ્ય સ્ત્રોતોમાંથી થતી આવક

Data responsive

પગારની આવકની વિગતો: 

Data responsive

મકાન મિલકતની આવકની વિગતો:

Data responsive

મૂડી લાભની વિગતો:

Data responsive

વ્યાપાર અથવા વ્યવસાયમાંથી થતી આવક:

Data responsive

અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક:

Data responsiveData responsiveData responsiveData responsive

પગલું 3c: ‘કપાત વિગતો’ ટેબમાં તમારા માટે લાગુ પડતી સંબંધિત કપાતો દાખલ કરો, જેમાં PPF, LIC, આવાસ લોન, NPS, મેડિકલ ઈન્શ્યોરન્સ, ઉચ્ચ શિક્ષણ પર લોન વગેરેનો સમાવેશ થાય છે પરંતુ તે સુધી મર્યાદિત નથી.

Data responsive

પગલું 3d: ‘કર વિગતો’ ટેબમાં TDS/TCS વિગતો જુઓ અને જ્યાં તમારી પાસે પુરાવા ઉપલબ્ધ હોય ત્યાં સ્વ-આકારણી કર/અગ્રિમ કરની વિગતો દાખલ/સંપાદિત કરો.

Data responsive

પગલું 4: પૂર્ણ થયા પછી, ‘કર અંદાજ’ પર ક્લિક કરો.

Data responsiveData responsive

પગલું 5: તમારા દ્વારા ચૂકવવાપાત્ર અંદાજીત કરની ગણતરી કરવામાં આવશે અને તે પ્રદર્શિત કરવામાં આવશે.

Data responsive

 

Data responsiveData responsive

પગલું 6: જો તમે અંદાજીત/ગણતરી કરેલ કરની PDF ડાઉનલોડ કરવા માંગતા હો, તો ‘ડાઉનલોડ’ પર ક્લિક કરીને અંદાજીત કર ગણતરીને તમારા કોમ્પ્યુટર પર PDF તરીકે સેવ કરો.

Data responsive

પગલું 7: તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અહીં અંદાજિત/ગણતરી કરાયેલ કરની PDF આપવામાં આવી છે:

Data responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsiveData responsive