તમારાં JAOને જાણો વપરાશકર્તા માર્ગદર્શિકા

 

1. ઓવરવ્યૂ

'તમારાં JAOને જાણો' સેવા તે કરદાતાઓ (ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ અથવા બિનનોંધાયેલ) માટે ઉપલબ્ધ છે જેમની પાસે માન્ય PAN છે. આ સેવા તમને ચોક્કસ PAN માટે અધિકારક્ષેત્ર આકારણી અધિકારી (JAO)ની વિગતો જોવાની મંજૂરી આપે છે. આ સેવાનો લાભ લેવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવાની જરૂર નથી.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
 

  • માન્ય PAN
  • માન્ય મોબાઈલ નંબર

3. ક્રમશઃ માર્ગદર્શિકા


પગલું 1:ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને'તમારાં JAOને જાણો'પર ક્લિક કરો.

Data responsive


પગલું 2:'તમારા અધિકારક્ષેત્ર આકારણી અધિકારીને જાણો'પેજ પર, તમારો PAN અને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો અને 'ચાલુ રાખો' પર ક્લિક કરો.

Data responsive


પગલું 3:તમને પગલું 2 માં દાખલ કરેલા મોબાઈલ નંબર પર 6 અંકનો OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરો અને'પ્રમાણીકરણ કરો'પર ક્લિક કરો.

Data responsive

નોંધ :

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયત્નો છે.
  • સ્ક્રીન પરનું OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવે છે કે OTP ક્યારે સમાપ્ત થશે.
  • 'Resend OTP' પર ક્લિક કરવાથી નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.

સફળતાપૂર્વક OTP પ્રમાણીકરણ પછી, તમને અધિકારક્ષેત્ર આકારણી અધિકારીની વિગત (જેમ કે વિસ્તાર કોડ, AO પ્રકાર, શ્રેણી કોડ, AO નંબર, અધિકારક્ષેત્ર, સરનામું અને JAOનું ઈ-મેઈલ ID) સાથે તમારા PANની સ્થિતિ જોવા મળશે.

Data responsive

4. સંબંધિત વિષયો