નેટ બેન્કિંગ દ્વારા લોગઈન કરો વપરાશકર્તા માર્ગદર્શિકા
1.વિહંગાવલોકન
લોગઈન સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના નોંધાયેલ વપરાશકર્તાને ઈ-ફાઈલિંગ પોર્ટલ અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ તમામ સેવાઓને એક્સેસ કરવા સક્ષમ બનાવે છે.
ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. દાખલ કરવાની ઓળખ વિગતો સાથેની તમામ લોગઈન પદ્ધતિઓ નીચે સૂચિબદ્ધ છે:
| લોગઈન પદ્ધતિ | દાખલ કરવાની ઓળખ વિગતો |
|
નેટ બેન્કિંગ (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ નથી) |
નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ |
|
નેટ બેન્કિંગ (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ છે) |
દ્વિ પરિબળ પ્રમાણીકરણ માટે વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ + નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ |
|
બેંક/ડિમેટ ખાતું EVC (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ છે) |
દ્વિતીય પરિબળ પ્રમાણીકરણ માટે વપરાશકર્તા ID (PAN) અનેપાસવર્ડ + બેંક EVC |
| DSC | દ્વિતીય પરિબળ પ્રમાણીકરણ માટે વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ + DSC |
| વપરાશકર્તા ID નો ઉપયોગ કરીને - CA, TAN વપરાશકર્તા, ERI, બાહ્ય એજન્સી, ITDREIN વપરાશકર્તા માટે લોગિન કરો | વપરાશકર્તા ID અને પાસવર્ડ |
મોટાભાગની મુખ્ય બેંકો તેમની નેટ બેન્કિંગ સેવાઓ દ્વારા તમને ઈ-ફાઈલિંગ પોર્ટલને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. કર સંબંધિત સેવાઓ માટે ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લોગઈન કરવાનો આ એક સલામત અને સરળ માર્ગ છે.
તમારી બેંક આ સુવિધા પ્રદાન કરે છે કે નહીં તેની તપાસ કરવા માટે, તમે આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર નેટ બેન્કિંગ વિકલ્પ જોઈ શકો છો.
આ વપરાશકર્તા માર્ગદર્શિકામાં અમે નેટ બેન્કિંગ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં કેવી રીતે લોગઈન કરવું તેની ચર્ચા કરીશું (જો ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ હોય/સક્ષમ ન હોય તો)
2. પૂર્વશરતો:
1. ઈ-ફાઈલિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ (જો નેટ બેન્કિંગ દ્વારા લોગઈન માટે ઈ-ફાઈલિંગ વોલ્ટ સક્ષમ હોય તો)
2. બેંક ખાતાં ઈ-ફાઈલિંગ પોર્ટલમાં માન્ય કરવામાં આવેલાં હોવા જોઈએ અને નેટ બેન્કિંગ દ્વારા લોગઈન માટે નામાંકિત હોવાં જોઈએ.
3. નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ.
4. કરદાતાએ નેટ બેન્કિંગ દ્વારા ઈ-ફાઈલિંગ ખાતામાં લોગઈન કરતાં પહેલાં ઓછામાં ઓછું એક વખત નેટ બેન્કિંગમાં લોગઈન કરેલું હોવું જોઈએ.
3. તબક્કાવાર પ્રક્રિયા:
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ. ‘લોગઈન’ પર ક્લિક કરો.
પગલું 2: લોગઈન પેજ પર, ‘નેટ બેન્કિંગ’ પર ક્લિક કરો.
કૃપા કરીને નોંધ લો:
1. જો નેટ બેન્કિંગ દ્વારા લોગઈન માટે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ હોય - તો પ્રથમ તમારે ઈ-ફાઈલિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરવા પડશે, ત્યારબાદ નેટ બેન્કિંગ બેંક પસંદ કરવું પડશે.
2. જો નેટ બેન્કિંગ દ્વારા લોગઈન માટે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ ન હોય - લોગઈન પેજ પર, નેટ બેન્કિંગ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: નેટ બેન્કિંગ સાથે લોગઈન પેજ પર બેંક પસંદ કરો.
પગલું 4: બેંક પસંદ કર્યા પછી, એક પોપ-અપ સંદેશ આવશે કે ‘તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાંથી બહાર નીકળી રહ્યા છો અને અન્ય પક્ષ દ્વારા સંચાલિત વેબસાઈટમાં પ્રવેશી રહ્યા છો.’ ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો.
પગલું 5: તમારી નેટ બેન્કિંગ ઓળખ વિગતોનો ઉપયોગ કરીને નેટ બેન્કિંગ વેબસાઈટમાં લોગઈન કરો.
કૃપા કરીને નોંધ લો: નેટ બેન્કિંગ બેંક ખાતું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય થયેલ હોવું જોઈએ અને નેટ બેન્કિંગ દ્વારા લોગઈન માટે નામાંકન કરેલ હોવું જોઈએ.
પગલું 6: બેંક વેબસાઈટ પર આવકવેરા ઈ-ફાઈલિંગ ટેબ શોધો (બેંક વેબસાઈટ પરનું નેવિગેશન દરેક બેંક પ્રમાણે અલગ હોય છે). બેંક વેબસાઈટ પર ‘આવકવેરા ઈ-ફાઈલિંગમાં લોગઈન કરો’ પર ક્લિક કરો.
પગલું 7: અહીંથી તમને સીધા ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.