કર કપાતકર્તા અને એકત્રિત કરનાર તરીકે નોંધણી કરો વપરાશકર્તા માર્ગદર્શિકા

 

1. ઓવરવ્યૂ

આ પ્રી-લોગઈન સેવા તમામ કર કપાતકર્તા/એકત્ર કરનાર માટે ઉપલબ્ધ છે, જેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરવા અને તેને એક્સેસ કરવા માંગે છે. નોંધણી સેવા વપરાશકર્તાઓને કર સંબંધિત તમામ પ્રવૃત્તિઓને એક્સેસ કરવા અને ટ્રૅક કરવાની સુવિધા આપે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
 

  • માન્ય અને સક્રિય TAN
  • મુખ્ય સંપર્કકર્તાનો PAN ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવેલો હોવો જોઈએ

3. વિગતવાર માર્ગદર્શિકા
 

પગલું 1:ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ,રજીસ્ટરપર ક્લિક કરો.
 

Data responsive


પગલું 2:અન્યપર ક્લિક કરો અનેકર કપાતકર્તા અને એકત્ર કરનાર તરીકે શ્રેણી પસંદ કરો.
 

Data responsive


પગલું 3:સંસ્થાનો TAN દાખલ​ કરો અનેમાન્ય કરોપર​ ક્લિક કરો.
 

Data responsive


પગલું 4a: જો TAN ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય, ટ્રેસેસ સાથે નોંધાયેલ હોય અને નોંધણી વિનંતી પહેલેથી દાખલ કરવામાં આવી ન હોય તેમજ મંજૂરી માટે બાકી ન હોય:

  • મૂળભૂત વિગતોપેજ જોવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
  • મૂળભૂત વિગતો પહેલાથી ભરેલ છે.ચાલુ રાખોપર ક્લિક કરો.
     

Data responsive


પગલું 4b:જો TAN ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય પરંતુ ટ્રેસેસ સાથે નોંધાયેલ ન હોય અને નોંધણી વિનંતી પહેલેથી જ દાખલ કરવામાં આવી ન હોય તથા મંજૂરી માટે બાકી ન હોય:

  • ટ્રેસેસ પેજ જોવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
  • મૂળભૂત વિગતો પેજ જોવા માટે ટ્રેસેસ પર ઈ-ફાઈલિંગથી નોંધણી કરો પર ક્લિક કરો.
  • જરૂર મુજબ મૂળભૂત વિગતો દાખલ​ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.


નોંધ: તમારે પહેલા ટ્રેસેસ પર નોંધણી કરાવવી પડશે. ત્યાંથી, ઈ-ફાઈલિંગ સાથે નોંધણી કરો પર ક્લિક કરવાથી તમને ઈ-ફાઈલિંગ નોંધણી પેજ પર લઈ જવામાં આવશે.

પગલું 4c: જો TAN ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય, તો નોંધણી વિનંતી પહેલાથી જ કરવામાં આવી છે અને મંજૂરી માટે બાકી છે:

  • ત્રુટિ સંદેશ પ્રદર્શિત થાય છે અને તમે નોંધણી પ્રક્રિયા પાછી ખેંચી શકો છો.


પગલું 5:કર ચૂક​વનારા અથ​વા એકત્રિત કર્નાર વ્યક્તિની વિગતો દાખલ​ કરો અનેચાલુ રાખોપર ક્લિક કરો.
 

Data responsive


પગલું 6:સંપર્ક વિગતો જેમ કેમુખ્ય મોબાઈલ નંબર, ઈ-મેઈલ ID, અને પોસ્ટલ સરનામુંઆપીનેચાલુ રાખોપર ક્લિક કરો.
 

Data responsive


પગલું 7:પગલું 6 માં દાખલ કરેલા તમારા મુખ્ય મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર અલગ-અલગ OTP મોકલવામાં આવે છે. તમારા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થયેલા અલગ-અલગ 6-અંકના OTP દાખલ કરો અનેચાલુ રાખોપર ક્લિક કરો.
 

Data responsive


નોંધ :

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયાસ છે.
  • સ્ક્રીન પર દર્શાવાતું OTP નાબૂદી કાઉન્ટડાઉન ટાઈમર તમને OTP ક્યારે નાબૂદ થશે તે જણાવે છે.
  • OTP ફરીથી મોકલો પર ક્લિક કરવાથી નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.

પગલું 8: વિગતો ચકાસો પેજ​ પર આપેલી વિગતોની સમીક્ષા કરો અને જરૂર જણાય તો તેમાં સુધારો કરો. પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 9:પાસવર્ડ સેટ કરોપેજ પર,પાસવર્ડ સેટ કરોઅનેપાસવર્ડની પુષ્ટિ કરોબંને ટેક્સ્ટબૉક્સમાં તમારી પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, તમારોવ્યક્તિગત સંદેશસેટ કરો અને નોંધણી કરોપર ક્લિક કરો.
 

Data responsive


નોંધ :

  • રિફ્રેશ અથવા બૅક પર ક્લિક કરશો નહીં.
  • તમારો નવો પાસવર્ડ દાખલ કરતી વખતે, પાસવર્ડ પોલિસી વિશે સાવચેત રહો:
    • તેમાં ઓછામાં ઓછા 8 અક્ષરો અને વધુમાં વધુ 14 અક્ષરો હોવા જોઈએ.
    • તેમાં અપરકેસ અને લોઅરકેસ બંને અક્ષરોનો સમાવેશ થવો જોઈએ.
    • તેમાં સંખ્યા હોવી જોઈએ.
    • તેમાં વિશિષ્ટ અક્ષર હોવો જોઈએ (દા.ત. @#$%).

સફળતાનો સંદેશ લેવડ -દેવડ ID સાથે પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યમાં સંદર્ભ લેવા માટે લેવડ -દેવડ IDની નોંધ રાખો. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી પ્રાપ્ત થયા પછી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થાય છે.

 

Data responsive


4. સંબંધિત વિષયો