1. DSC એટલે શું?
ડિજીટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (ડી.એસ.સી) એ પાકૃતિક અથવા કાગળના પ્રમાણપત્રનું ઈલેક્ટ્રોનિક ફોર્મેટ છે. તે ઓનલાઈન/કમ્પ્યુટર પર ચોક્કસ હેતુ માટે વ્યક્તિ અથવા સંસ્થાની ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. તે એક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજને તેજ રીતે પ્રમાણિત કરે છે જેમ કે હસ્તલિખિત હસ્તાક્ષર કોઈ પ્રિન્ટ કરેલ/ હસ્તલિખિત દસ્તાવેજને પ્રમાણિત કરે છે.

 

2. ડી.એસ.સી શા માટે જરૂરી છે?
જે ઈ-ફાઈલિંગ વપરાશકર્તાએ આ સુવિધાનો વિકલ્પ પસંદ કર્યો છે તેને આવકવેરા રિટર્ન / કાયદાકીય ફોર્મ પર હસ્તાક્ષર કરવાની જરૂર છે અથવા આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ સૂચના સામે પ્રતિભાવ ચકાસવા માટે, રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી માટે અને અમુક અન્ય હેતુઓ માટે DSC (ડિજીટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર) આવશ્યક છે. કોઈપણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા અથવા તેની ચકાસણી કરવા માટે, વપરાશકર્તાએ પહેલા તેમની DSC ને ઈ-ફાઈલિંગ સિસ્ટમ સાથે નોંધાવવી જરૂરી છે.


3. ઈએમસાઈનર એટલે શું?
ઈએમસાઈનર એ એક ઉપયોગિતા છે જે DSC નોંધણી માટે જરૂરી છે. તેના વિવિધ વેબસાઈટને અનુકૂળ વિવિધ વર્ઝન છે. DSC, ની નોંધણી કરવા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈએમસાઈનર ઉપયોગિતાને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવા માટેની હાઈપરલિંક ઉપલબ્ધ છે.


ઉપયોગિતા ઈન્સ્ટોલ કરવા માટે, “DSCની નોંધણી કરો” પેજની નીચે આપેલ “મદદની જરૂર” વિભાગ હેઠળ ઉપલબ્ધ હાયપરલિંક પર ક્લિક કરો.


અથવા

 

પાથ અનુસરો: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમ પેજ >> ડાઉનલોડ કરો >> DSC વ્યવસ્થાપન ઉપયોગિતા>> ઉપયોગિતા (એમબ્રિજ)

 

4. મારે મારા ડી.એસ.સી ફરીથી ક્યારે નોંધણી કરાવાની જરૂર છે?
જો તમારા હાલના ડી.એસ.સીની સમય અવધિ સમાપ્ત થઈ ગઈ હોય અથવા જો તમે પહેલાથી નોંધાયેલ ડી.એસ.સી અપડેટ કરવા માંગતા હોવ તો ત્યારે તમારે તમારા ડી.એસ.સીની ફરીથી નોંધણી કરવાની જરૂર રહેશે.


5. હું ડી.એસ.સી ક્યાંથી મેળવી શકું?
માન્ય DSC પ્રમાણિત અધિકારી પાસેથી મેળવી શકાય છે અને તે જ ઈ-ફાઈલિંગ પોર્ટલ પોસ્ટ લોગઈન થયેલું નોંધાયેલ હોવું આવશ્યક છે.


6. શું DSC હંમેશા વપરાશકર્તાના PAN સામે નોંધાયેલ હોય છે?
વિદેશી કંપનીના બિન-નિવાસી નિર્દેશકના કિસ્સા સિવાય વ્યક્તિગત વપરાશકર્તાના PAN સામે DSC નોંધવામાં આવશે. વિદેશી કંપનીના બિન-નિવાસી નિર્દેશકના કિસ્સામાં, DSC તેમના ઈ-મેઈલ ID સામે નોંધવામાં આવશે.


7. શું અમુક સેવાઓ/વપરાશકર્તાઓ માટે DSC ફરજિયાત છે?
કંપની અને રાજકીય પક્ષ દ્વારા ફાઈલ કરાયેલા રિટર્નની ઈ-ચકાસણી તેમજ આવકવેરા અધિનિયમ હેઠળ જેમના ખાતાનું ઓડિટ કરવું જરૂરી છે, તેવી કેટલીક સેવાઓ/વપરાશકર્તા શ્રેણી માટે DSC ફરજિયાત છે. અન્ય કિસ્સાઓમાં, તે વૈકલ્પિક છે.

 

8. ડી.એસ.સીની નોંધણી કરતી વખતે, ’ડિજીટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર પહેલેથી રજીસ્ટર છે’ એવો સંદેશ પ્રદર્શિત થાય છે. મારે આ માટે શું કરવું જોઈએ?
ડી.એસ.સી બહુવિધ વપરાશકર્તાઓ દ્વારા રજીસ્ટર કરી શકાતું નથી. ભૂલ થઇ તેવો સંદેશનો અર્થ એ હોય શકે કે ડી.એસ.સી પહેલાથી જ અન્ય કરદાતા વિરુદ્ધ નોંધાયેલ છે. ખાતરી કરો કે ડી.એસ.સી તમારાથી જ સંબંધિત છે અને પાન અને ઈ-મેઈલ આઈ.ડી એન્ક્રિપ્ટ થયેલ છે. જોકે, આમાં અપવાદ એ છે કે, મુખ્ય સંપર્ક રિટર્નની ચકાસણી અને અન્ય હેતુ માટે વ્યક્તિ અને સંસ્થા બંને માટે સમાન DSC નો ઉપયોગ કરી શકે છે. PAN મેળ ખાતું નથી અને DSC ની મુદ્દત સમાપ્તિ સંબંધિત અન્ય ત્રુટિ સંદેશ માટે, અનુક્રમે PAN તપાસવું આવશ્યક છે, અને માન્ય DSC ની નોંધણી કરાવવી આવશ્યક છે.

9. કંપની / પેઢી / HUF જેવા બિન-વ્યક્તિગત કરદાતા માટે ITR અને વૈધાનિક ફોર્મની ચકાસણી માટે કોની DSC નો ઉપયોગ કરવો જરૂરી છે?
બિન-વ્યક્તિગત કરદાતાને ITR અને વૈધાનિક ફોર્મની ચકાસણી માટે મુખ્ય સંપર્ક વ્યક્તિના DSC ની આવશ્યકતા છે.


10. જો મારી પાસે પહેલેથી જ DSC છે, તો શું મારે ઈ-ફાઈલિંગ માટે નવાની જરૂર છે?
જો તમારી પાસે ચોક્કસ વર્ગ 2 અથવા 3 છે અન્ય કોઈપણ અરજી માટે DSCનો ઉપયોગ ઈ-ફાઈલિંગ માટે થઈ શકે છે જ્યાં સુધી DSCની સમયસીમા સમાપ્ત થઈ ગઈ નથી અથવા તેને રદ કરવામાં આવી નથી.


11. ડી.એસ.સી પિન એટલે શું? હું તે ક્યાંથી મેળવી શકું?
ડી.એસ.સી પિન એ પાસવર્ડ છે કે જેનો ઉપયોગ સબસ્ક્રાઈબરે ડિજીટલ હસ્તાક્ષર કરવા માટે ડિજીટલ અપલોડ કરતી વખતે કરવાનો હોય છે. દરેક DSC ટોકન ડિફોલ્ટ PIN સાથે આવે છે. તમે ઈન્સ્ટોલ કરેલ DSC ડ્રાઈવર સોફ્ટવેર દ્વારા PIN બદલવાનું પસંદ કરી શકો છો (તમે તમારા કમ્પ્યુટરના USB પોર્ટમાં તમારું DSC ટોકન દાખલ કરો તે પછી).