1. મારે સ્વયંને માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કેમ નોંધણી કરાવવી જોઈએ?
નોંધણી કાર્યક્ષમતા સક્રિય અને માન્ય PAN ધરાવતા તમામ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવવાથી તમે વિવિધ કાર્યક્ષમતાઓ અને કર સંબંધિત સેવાઓ કે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પ્રદાન કરે છે તેને એક્સેસ કરવા અને ઉપયોગ કરવા માટે સક્ષમ બનો છો.

2. નોંધણી માટે જરૂરી દસ્તાવેજો ક્યા છે?
કરદાતા તરીકે નોંધણી કરવા માટે કોઈ દસ્તાવેજો જરૂરી નથી [સિવાય કે કંપની માટે). માન્ય મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી અને માન્ય અને સક્રિય પાન,જ એક માત્ર પૂર્વ-આવશ્યકતાઓ છે.

3. શું હું મારા પરિવારના સભ્ય વતી નોંધણી કરાવી શકું ?
નોંધણી પાન અને પ્રદાન કરવામાં આવતી પ્રાથમિક સંપર્કો ની વિગતોને આધારે કરવામાં આવે છે. દરેક પાનની વ્યક્તિગત રીતે નોંધણી કરાવવી જોઈએ.

4. હું ભારતમાં મોબાઈલ નંબર વિનાનો બિન-નિવાસી વપરાશકર્તા છું. હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરી શકું?
હા, નોંધણી કરાવતી વખતે તમે તમારો વિદેશી મોબાઈલ નંબર આપી શકો છો. બધી વિગતો તમને તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-મેઈલ આઈ.ડી પર જણાવવામાં આવશે પરંતુ તમારા વિદેશી મોબાઈલ નંબર પર નહીં. બધા OTP ફક્ત ઈ-મેઈલ ID પર જ મોકલવામાં આવશે.

5. આ સેવાનો ઉપયોગ કરવા કોણ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે?
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય અને સક્રિય પાન ધરાવતા તમામ કરદાતાઓ નોંધણી કરાવી શકે છે.