ફોર્મ 10A માટે માફી વિનંતી u/s 12A યૂઝર મેન્યુઅલ

1. ઓવરવ્યૂ

જો કરદાતાઓએ ઉલ્લેખિત નિયત તારીખ પહેલાં ફોર્મ 10A દાખલ કર્યું ન હોય, તો ફોર્મ 10A ફાઈલ કરવામાં થયેલ વિલંબ માટે ક્ષમા આપવાની કોઈ વિદ્યમાન કાર્યક્ષમતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ન હતી. હવે, કરદાતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કલમ 12A અંતર્ગત ફોર્મ 10A ફાઈલ કરવા માટે માફીની વિનંતી દાખલ કરી શકે છે.

નાણાકીય (સં.2) અધિનિયમ, 2024 અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961માં સુધારો કરવામાં આવ્યો છે જેથી મુખ્ય આયુક્ત અથવા આયુક્તને કલમ 12A(1)ના અનુચ્છેદ (ac)ના પરંતુક અનુસાર ફોર્મ 10A ફાઈલ કરવામાં થયેલ વિલંબ માટે ક્ષમા આપવાનો અધિકાર આપવામાં આવે.

આ વપરાશકર્તા માર્ગદર્શિકામાં આપણે માફીની વિનંતીઓ ફાઈલ કરવાની ક્રમશઃ પ્રક્રિયા અંગે ચર્ચા કરીશું અને તેને સંબંધિત કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અંગે ચર્ચા કરીશું.

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વશરતો

• માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ

• ફોર્મ 10Aની નિયત તારીખ સમાપ્ત થઈ ગઈ છે.

• વિલંબ માટે માન્ય કારણ

3. ક્રમશઃ માર્ગદર્શિકા

3.1 કલમ 12A હેઠળ ફોર્મ 10A માટે માફીની વિનંતી

વિલંબ માટે ક્ષમા આપવા માટે સુસંગત આકારણી વર્ષો માટે PCIT/CIT(E)ને માફીની વિનંતી ફાઈલ કરવાની અરજી.

(કૃપા કરીને નોંધ કરો કે ફોર્મ 10A માટે માફીની વિનંતી માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ ફાઈલ કરી શકાય છે, ઓફલાઈન ફાઈલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.)

પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.

Data responsive

પગલું 3: સેવાઓ > માફીની વિનંતી > વૈધાનિક ફોર્મ માટેની અરજી પર જાઓ.

Data responsive

પગલું 4: માફીની વિનંતી બનાવો પર ક્લિક કરો. જો તમે અગાઉ રજૂ કરેલ વિનંતી જોવા માંગતા હોવ, તો “વિગત જુઓ” પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: નવી ફાઈલ કરવાનું શરૂ કરો પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: માફીની અરજી ફોર્મમાં વિગતો ભરો:

1. કરદાતાની વિગતો

2. ફોર્મની વિગતો.

• જે કલમ અંતર્ગત માફી ફાઈલ કરવામાં આવી રહી છે, તે ફોર્મનું નામ, કલમ કોડ, આકારણી વર્ષ, અને જે તારીખ સુધી ઉલ્લેખિત પાલન ફોર્મ પર લાગુ થવાનું બાકી રહેલ હતું તે નિયત તારીખ પસંદ કરો.

• જો ફોર્મ 10A પહેલેથી ફાઈલ કરેલ હોય, તો ફોર્મ 10A ફાઈલ કરવાની સ્વીકૃતિ સંખ્યા અને તારીખ દાખલ કરો.

• ફોર્મ 10A ફાઈલ કરવામાં થયેલ વિલંબનું કારણ દાખલ કરો.

3. જોડાણ: જો તમે "શું ફોર્મ પહેલેથી ફાઈલ કરેલ છે?" ફીલ્ડ માટે “હા” પસંદ કરો છો, તો ફાઈલ કરેલ ફોર્મ 10Aનું PDF અપલોડિંગ ફરજિયાત છે. આ ઉપરાંત, જો તમે કોઈ અન્ય દસ્તાવેજ જોડવા માંગતા હોવ, તો કૃપા કરીને વર્ણન આપીને અન્ય જોડાણ ફીલ્ડમાં જોડો.

4. ઈ-ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો.

Data responsiveData responsiveData responsive

પગલું 7: ઈ-ચકાસણીની પદ્ધતિ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 8: ઈ-ચકાસણી પછી તમારું ફોર્મ સબમિટ કરવામાં આવશે. ભાવિ સંદર્ભ માટે લેવડ-દેવડ IDની નોંધ લો.

Data responsive