ફોર્મ 10-IEA વપરાશકર્તા માર્ગદર્શિકા

1. વિહંગાવલોકન/ઝાંખી

આકારણી વર્ષ 2024-25 થી, નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ કર વ્યવસ્થા તરીકે સેટ કરવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે જો કરદાતા જૂની વ્યવસ્થા પસંદ કરવાનો પોતાનો ઈરાદો સ્પષ્ટ ન કરે, તો આવકવેરો નવી વ્યવસ્થા મુજબ ચૂકવવાપાત્ર રહેશે.

કલમ 115BAC(6)(ii) મુજબ કોઈપણ વ્યાવસાયિક અથવા વ્યવસાયિક આવક ધરાવતા ન હોય તેવા કરદાતાઓ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સીધા જ નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળી શકે છે.

જો કે, વ્યવસાય અને વ્યવસાયમાંથી આવક ધરાવતા વ્યક્તિઓ, HUF, AOP (સહકારી મંડળીઓ સિવાય), BOI અને આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન્સ (AJP) માટે, જૂની કર વ્યવસ્થા માટેની પસંદગી દર્શાવવા માટે ફોર્મ 10-IEA ફાઇલ કરવું જરૂરી છે. આવી વ્યક્તિઓએ જો તેમની કર વ્યવસ્થા નવીમાંથી જૂનીમાં બદલવી હોય અથવા જો તેઓ નવી સ્કીમમાં ફરીથી પ્રવેશવા માંગતા હોય, તો તેઓએ કલમ 139(1) હેઠળ નિર્દિષ્ટ સમયમર્યાદામાં ફરજિયાતપણે ફોર્મ 10-IEA સબમિટ કરવું આવશ્યક છે.

2. ફોર્મ ફાઇલ કરવા માટેની પૂર્વજરૂરિયાતો

  • માન્ય યુઝર ID અને પાસવર્ડ.
  • કરદાતાની કુલ આવકમાં વ્યવસાયની આવક શામેલ છે.

3. ફોર્મ વિશે

3.1. હેતુ.

વ્યવસાયિક કેસો માટે, જાહેરનામા ક્રમાંક 43/2023 તારીખ 21 જૂન 2023 દ્વારા ફોર્મ 10-IEA અધિસૂચિત કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરદાતાઓ જૂની અથવા નવી વ્યવસ્થા વચ્ચે પસંદગી કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરવા માટે કરી શકે છે. આ ફોર્મ જીવનકાળમાં બે વાર ફાઇલ કરી શકાય છે એટલે કે એકવાર નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા માટે અને એકવાર નવી કર વ્યવસ્થામાં ફરીથી પ્રવેશવા માટે.

3.2. આનો ઉપયોગ કોણ કરી શકે છે?

વ્યવસાયિક આવક ધરાવતા કરદાતા નવી કર વ્યવસ્થામાંથી "બહાર નીકળવા અથવા ફરીથી પ્રવેશવા" માટે ફોર્મ 10-IEA નો ઉપયોગ કરી શકે છે.

4.ફોર્મ એક નજરે

ફોર્મ 10-IEA ત્રણ ભાગમાં વહેંચાયેલું છે:

  1. મૂળભૂત માહિતી,
  2. વધારાની માહિતી
  3. ઘોષણા અને ચકાસણી
Data responsive

ફોર્મ 10-IEA ના વિભાગોની ઝડપી ઝાંખી અહીં છે:

4.1. મૂળભૂત માહિતી

ભાગ 1 એ મૂળભૂત માહિતી છે (કરદાતાનું નામ, PAN, આકારણી વર્ષ અને વ્યક્તિની સ્થિતિ) જે ફોર્મમાં અગાઉથી ભરેલી હશે. જો ફોર્મ પ્રથમ વખત ફાઇલ કરવામાં આવી રહ્યું હોય તો બહાર નીકળવાનો વિકલ્પ આપમેળે પસંદ થઈ જશે અને જો સિસ્ટમમાં બહાર નીકળવાના વિકલ્પ સાથેનું માન્ય ફોર્મ હશે, તો ફરીથી પ્રવેશવાનો વિકલ્પ આપમેળે પસંદ થઈ જશે.

Data responsive

4.2. વધારાની માહિતી

ભાગ 2 વધારાની માહિતી સંબંધિત છે જ્યાં કરદાતાએ IFSC યુનિટ (જો કોઈ હોય તો) ને લગતી વધારાની માહિતી આપવાની રહેશે.

કૃપા કરીને નોંધો: જો તમે નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળી રહ્યા છો, તો આ વધારાની માહિતીની પેનલ નિષ્ક્રિય થઈ જશે.

Data responsive

4.3. ઘોષણા અને ચકાસણી

ભાગ 3 એ નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા અથવા તેમાં ફરીથી પ્રવેશવા માટે કરદાતા દ્વારા ઘોષણા અને ચકાસણી છે.

Data responsive

5. કેવી રીતે એક્સેસ કરવું અને સબમિટ કરવું

5.1. કરદાતા દ્વારા ફોર્મ 10-IEA ફાઇલ કરવું

પગલું 1:ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જાઓ અને લોગિન પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: લોગિન પેજ પર તમારો યુઝર ID અને પાસવર્ડ દાખલ કરો.

Data responsive

પગલું 3: તમારા ડેશબોર્ડ ,પર ઇ- ફાઇલ મેનુ > ઇનકમ ટેક્સ ફોર્મ્સ > ફાઇલ ઇનકમ ટેક્સ ફોર્મ્સ પર જાઓ.

Data responsive

પગલું 4: ફાઇલ /b> ઇનકમ ટેક્સ ફોર્મ્સ પેજ પર, 'ઇનકમ ટેક્સ એક્ટ 1961 મુજબના ફોર્મ ટેબ હેઠળ ફોર્મ-10-IEA' પસંદ કરો. વૈકલ્પિક રીતે, ફોર્મ ફાઇલ કરવા માટે સર્ચ બોક્સમાં ફોર્મ 10-IEA દાખલ કરો.

Data responsive

પગલું 5: ફોર્મ 10-IEA પેજ પર, સંબંધિત આકારણી વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: ફોર્મ ફાઇલ કરવા માટે જરૂરી દસ્તાવેજો તપાસો અને લેટ્સ ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરો.

Data responsive

પગલું 7: જો આકારણી વર્ષ .દરમિયાન "વ્યવસાય અથવા ધંધાના નફા અને લાભો" શીર્ષક હેઠળ તમારી આવક હોય તો હા પસંદ કરો.

Data responsive

કૃપા કરીને નોંધો:

  • વ્યવસાય કે ધંધામાંથી આવક ધરાવતા વ્યક્તિઓ, HUF, AOP (સહકારી મંડળીઓ સિવાય), BOI અને AJP માટે નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા અથવા ફરીથી પ્રવેશવા માટે ફોર્મ 10-IEA સબમિટ કરવું ફરજિયાત છે.
  • કોઈપણ વ્યવસાય કે વ્યાવસાયિક આવક વગરના વ્યક્તિઓ, HUF જ્યારે તેઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરે ત્યારે સીધા જ નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળી શકે છે અથવા નવી કર વ્યવસ્થામાં ફરીથી પ્રવેશ કરી શકે છે.
Data responsive

પગલું 8: આવકનું રિટર્ન ફાઇલ કરવા માટે લાગુ પડતી નિયત તારીખ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

નોંધ: લાગુ પડતી નિયત તારીખ પસંદ કરવામાં મદદ મેળવવા માટે તમે હેલ્પ ડોક્યુમેન્ટ હાઇપરલિંક પર ક્લિક કરીને "હેલ્પ ડોક્યુમેન્ટ" નો ઉપયોગ પણ કરી શકો છો.

પગલું 9: કર વ્યવસ્થાની પસંદગીની પુષ્ટિ કરો

Data responsive

પગલું 10: ફોર્મમાં ત્રણ વિભાગ છે -દરેક વિભાગની પુષ્ટિ કરો. મૂળભૂત માહિતી વિભાગ પર ક્લિક કરો.

Data responsive

પગલું 11: મૂળભૂત માહિતી વિભાગમાં, તમારી મૂળભૂત માહિતી અગાઉથી ભરેલી હશે. જો ફોર્મ પ્રથમ વખત ફાઇલ કરવામાં આવી રહ્યું હોય તો બહાર નીકળવાનો વિકલ્પ આપમેળે પસંદ થઈ જશે અને જો સિસ્ટમમાં બહાર નીકળવાના વિકલ્પ સાથેનું માન્ય ફોર્મ હશે, તો ફરીથી પ્રવેશવાનો વિકલ્પ આપમેળે પસંદ થઈ જશે. સેવ પર ક્લિક કરો

બહાર નીકળવું:

Data responsive

ફરીથી પ્રવેશવું:

Data responsive

પગલું 12:IFSC યુનિટ (જો કોઈ હોય તો) ને લગતી વધારાની માહિતી વિભાગમાં જરૂરી વિગતો ભરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

જો તમે નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળી રહ્યા છો, તો આ વધારાની માહિતીની પેનલ નિષ્ક્રિય થઈ જશે.

Data responsive

પગલું 13: ફોર્મના ઘોષણા અને ચકાસણી વિભાગમાં જરૂરી વિગતો ભરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

પગલું 14: ફોર્મમાં આપેલી તમામ વિગતો તપાસો. તમે એડિટ બટન પર ક્લિક કરીને વિગતોમાં ફેરફાર કરી શકો છો અન્યથા પ્રોસીડ ટુ ઇ-વેરીફાય બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 15: ફોર્મની ચકાસણી કરવા માટે નીચેના વિકલ્પોમાંથી ચકાસણીની પદ્ધતિ પસંદ કરો.

Data responsive

પગલું 16: ચકાસણી પછી ફોર્મ સબમિટ કરવા માટે ''હા'' પર ક્લિક કરો.

Data responsive

પગલું 17: હવે ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે, ભવિષ્યના સંદર્ભ માટે ટ્રાન્ઝેક્શન ID નોંધી લો.

Data responsive

હવે, જો કરદાતા ફાઇલ કરેલું ફોર્મ જોવા માંગતા હોય તો ઇ-ફાઇલ મેનુ > વ્યૂ ફાઇલ કરેલા ફોર્મ્સ > ઇનકમ ટેક્સ એક્ટ 1961 મુજબના ફોર્મ્સ > ફોર્મ 10-IEA પર જાઓ. તમે ફોર્મ અને રસીદ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મનું લાઈફ સાયકલ જોવા માટે વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરો.

Data responsiveData responsiveData responsive