ફોર્મ 51 વપરાશકર્તા માર્ગદર્શિકા

 

1.વિહંગાવલોકન

જ્યારે આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ સામેલ હોય ત્યારે ટ્રાન્સફર કિંમત નિર્ધારણ અનિશ્ચિતતા ઊભી કરી શકે છે, કારણ કે ભવિષ્યના વિવાદોને ટાળવા માટે કિંમત આર્મ્સ લેન્થ પર હોવી જોઈએ. અગાઉથી નિશ્ચિતતા પ્રદાન કરવા અને મુકદ્દમા ઘટાડવા માટે, આવકવેરા વિભાગ કરદાતાઓને આવી લેવડ-દેવડ માટે આગોતરી કિંમત નિર્ધારણ કરાર (APA) માં પ્રવેશવાની મંજૂરી આપે છે.
ફોર્મ 51 એ APA માટે વિનંતી કરવા માટે ઉપયોગમાં લેવાતી અરજી છે. તે નિર્ધારિત ફીની સાથે એકપક્ષીય, દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય કરાર માટે ફાઈલ કરી શકાય છે. આ સમાન ફોર્મ અરજદારને રોલબેક માટે વિનંતી કરવાની પણ પરવાનગી આપે છે, જેથી સંમત થયેલી પદ્ધતિ અગાઉના વર્ષોમાં પણ લાગુ કરી શકાય, જ્યાં પણ નિયમો દ્વારા પરવાનગી હોય.
ચાલુ લેવડ-દેવડના મામલામાં પ્રથમ સુસંગત કર વર્ષ શરૂ થાય તે પહેલાં, અથવા બાકીની લેવડ-દેવડના સંદર્ભમાં લેવડ-દેવડનો ઉપક્રમ કરતા પહેલાં ફોર્મ 51 ફાઈલ કરેલ હોવું જોઈએ. જે પ્રકારના APA ની માંગ કરવામાં આવી રહી હોય તેના આધારે તેને ઉચિત સત્તાધિકારને સબમિટ કરવું આવશ્યક છે.

ફોર્મ 51 આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તેને ફક્ત ઓનલાઈન સબમિટ કરી શકાય છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો 

• તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ ધરાવતા એક નોંધણી કરેલ વપરાશકર્તા હોવા જોઈએ.
• કરદાતાના PAN ની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ.
• PAN અને આધાર લિંક હોવા જોઈએ (ભલામણ કરેલ)
• જો તમે DSC પદ્ધતિ દ્વારા ફોર્મની ચકાસણી કરવાનું પસંદ કરો છો, તો તમારી પાસે ફોર્મની ચકાસણી કરવા માટે એક માન્ય DSC હોવું જોઈએ, અને તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવું જોઈએ અને એક્સપાયર થયેલું ન હોવું જોઈએ.

3.ફોર્મ વિશે

3.1 હેતુ

ફોર્મ 51 એ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) સાથે આગોતરી કિંમત નિર્ધારણ કરાર કરવા ઈચ્છતા કરદાતાઓ માટે અરજી ફોર્મ તરીકે સેવા આપે છે, જે વ્યવસાયોને તેમની આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ માટે ટ્રાન્સફર કિંમત નિર્ધારણ પદ્ધતિઓ અગાઉથી નક્કી કરવા સક્ષમ બનાવે છે, જેથી વિવાદો ઓછા થાય અને કરની નિશ્ચિતતા વધે.
નવા આવકવેરા અધિનિયમ, 2026 અંતર્ગત, ફોર્મ 3CED અને 3CEDA ને નવા ફોર્મ 51 માં સંકલિત કરવામાં આવ્યા છે, જે સંમત થયેલ APA ટ્રાન્સફર કિંમત નિર્ધારણ પદ્ધતિઓને પહેલાના વર્ષોમાં લાગુ કરવા માટે વિસ્તરણની સગવડ પણ પૂરી પાડશે, જેથી સુસંગતતાને પ્રોત્સાહન મળે અને ચાલુ અથવા સંભવિત કર વિવાદો ઘટાડી શકાય.

3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?

ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના તમામ નોંધાયેલ વપરાશકર્તાઓ આગોતરી કિંમત નિર્ધારણ કરાર માટે અરજી કરવા માટે જરૂરી વિગતો પ્રદાન કરવા માટે ફોર્મ 51 સબમિટ કરી શકે છે, જેમાં જ્યાં પણ લાગુ હોય ત્યાં રોલબેક માટેની વિનંતીનો પણ સમાવેશ થાય છે, જે આવકવેરા અધિનિયમ અને કાયદાને સુસંગત જોગવાઈઓ અંતર્ગત પરવાનગી આપી હોય તે રીતે છે.

3.3 ફોર્મ પર એક નજર

ફોર્મ 51 માં ચાર પેનલ છે:
  1.  ભાગ A: અરજદારની વિગતો
  2.  ભાગ B: અન્ય વિગતો
  3.  જોડાણો
  4.  ચકાસણી

4. વિગતવાર માર્ગદર્શિકા

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઇન કરો.

Data responsive

પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ દાખલ કરો.

Data responsive

પગલું 3: ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ.

Data responsive

પગલું 4: આવકવેરા અધિનિયમ 2025 મુજબ ફોર્મ ટેબ પસંદ કરો, ફોર્મ 51 માટે શોધ કરો અને ફાઇલ કરો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: PAN, સબમિશન કરવાનું માધ્યમ અને ફાઈલિંગના પ્રકારની તપાસ કરવી, અને ચાલુ રાખો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: ચાલો,શરૂ કરીએ પર ક્લિક કરો.

Data responsive

પગલું 7: ચાલો,શરૂ કરીએ બટન પર ક્લિક કર્યા પછી, તમને નામાવલિ સ્ક્રીન પર રીડાયરેક્ટ કરવામાં આવશે અને પ્રથમ નામાવલિ પસંદ કરો: "ભાગ A: અરજદારની વિગતો".

Data responsive

પગલું 8: વિગતોની પુષ્ટિ કરો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: કૃપા કરીને સુનિશ્ચિત કરો કે "મારી પ્રોફાઈલ" વિભાગ અંતર્ગત સરનામું સહિતની તમામ ફરજિયાત વિગતો પૂર્ણ કરેલી હોય. તમે હાયપરલિંક "મારી પ્રોફાઈલ" પર ક્લિક કરીને તમારા સંપર્ક અને સરનામાની વિગતોને અદ્યતન બનાવી શકો છો.

Data responsive

પગલું 9: પ્રથમ નામાવલિને સેવ કર્યા પછી, નામાવલિની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ બીજી નામાવલિ પસંદ કરો: "ભાગ B: અન્ય વિગતો".

Data responsive

પગલું 10: બીજી નામાવલિમાં જરૂરી વિગતો ભરો અને સેવ પર ક્લિક કરો .

Data responsive

નોંધ:

ફિલ્ડ સંખ્યા 10 માત્ર એવા મામલામાં જ લાગુ છે જ્યાં ફિલ્ડ સંખ્યા 9 (APA નો પ્રકાર) માં દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય APA પસંદ કરેલ હોય.
જો તમે એકપક્ષીય APA માટે અરજી કરી રહ્યા હોવ, તો કૃપા કરીને "હાલની અરજી પહેલાં રજૂ કરવામાં આવી છે" ફિલ્ડ અંતર્ગત "Pr. CCIT (IT)" પસંદ કરો. જો બહુપક્ષીય અથવા દ્વિપક્ષીય APA એ કેરેબિયન ટાપુઓ અને યુરોપ સહિત ઉત્તર અમેરિકાના દેશો સાથે હોય, તો કૃપા કરીને "ભારતના સક્ષમ અધિકારી (સંયુક્ત સચિવ FT&TR-I)" પસંદ કરો. અન્યથા, "હાલની અરજી પહેલાં રજૂ કરવામાં આવી છે" ફિલ્ડ અંતર્ગત "ભારતના સક્ષમ અધિકારી (સંયુક્ત સચિવ FT&TR-II)" પસંદ કરો.

Data responsiveData responsive

નોંધ:

કૃપા કરીને ફિલ્ડ સંખ્યા 12: "આવરી લેવા માટે પ્રસ્તાવિત/મંજૂર કરાયેલા આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની વિગતો" અંતર્ગત આપેલી નોંધમાં દર્શાવેલ સૂચનાઓ વાંચો.
જ્યારે તમે AE નો પ્રકાર અને પ્રકાર ફિલ્ડ પસંદ કરશો ત્યારે જ લેવડ -દેવડ ID જનરેટ થશે
જો તમે કોઈ વિશેષ લેવડ -દેવડ માટે રોલબેકનો વિકલ્પ પસંદ નથી કરી રહ્યા, તો તમારે તે માટેના કારણ ધરાવતો દસ્તાવેજ જોડવો જરૂરી છે.

Data responsive

નોંધ:

ફિલ્ડ સંખ્યા 13 માત્ર એવા મામલામાં જ સક્ષમ કરવામાં આવશે જ્યાં ફિલ્ડ સંખ્યા 12 અંતર્ગત "રોલબેક પસંદ કરવામાં આવે છે કે કેમ" ફિલ્ડ માટે 'હા' પસંદ કરેલ હોય.
કૃપા કરીને ફિલ્ડ સંખ્યા 13: "જો રોલબેક પસંદ કરવામાં આવ્યું હોય તો દરેક લેવડ-દેવડ માટે અગાઉના ચાર કરવેરા વર્ષોની વિગતો" અંતર્ગત આપેલી નોધમાં દર્શાવેલ સૂચનાઓ વાંચો.
કર વર્ષો 11મા ફિલ્ડ: "પ્રસ્તાવિત/મંજૂર APA નો સમયગાળો અને APA ની વિનંતી/કરવામાં આવે તે તારીખ:" માં પસંદ કરેલ અવધિ અને તારીખના આધાર પર પ્રદર્શિત થશે. ઉદાહરણ તરીકે જો પસંદ કરેલ અવધિ 01 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધીની હોય, તો રોલબેક કર વર્ષો TY 2022-23 થી TY 2025-26 સુધી પ્રદર્શિત થશે.
ફિલ્ડ સંખ્યા 12 માં જે લેવડ -દેવડ માટે રોલબેક પસંદ કરવામાં આવી રહ્યું છે તેના લેવડ -દેવડ ID અહીં લેવડ -દેવડ ID ફિલ્ડ અંતર્ગત પ્રદર્શિત થશે.
જો તમે ફિલ્ડ સંખ્યા 13 માં 40 થી વધુ રેકોર્ડ દાખલ કરવા ઈચ્છો છો, તો તમારે એક્સેલ ટેમ્પ્લેટ ડાઉનલોડ કરવું જોઈએ, વિગતો ભરવી જોઈએ, એક્સેલ ફાઈલને .CSV પ્રારૂપમાં રૂપાંતરિત કરવી જોઈએ અને તેને જ અપલોડ કરવી જોઈએ.

Data responsive

નોંધ:
ઉપરોક્ત એક્સેલ ટેમ્પ્લેટ ભરવા માટે નીચે દર્શાવેલ સૂચનાઓનું અનુસરવું:

ફિલ્ડનું નામ

સૂચના

ફરજિયાત ફિલ્ડ (હા/ના)

ચિહ્નનની લંબાઈ

ક્રમાંક સંખ્યા

1 થી શરૂ કરીને ક્રમ સંખ્યા દાખલ કરો.

હા

 

કર વર્ષ

જે કર વર્ષ માટે રોલબેક પસંદ કરવામાં આવી રહ્યું હોય, તે સુસંગત કર વર્ષને YYYY-YY પ્રારૂપમાં દાખલ કરો.

હા

નીચે આપેલા પ્રારૂપમાં 7 અક્ષરો:

YYYY-YY

લેવડ-દેવડ ID

જેના માટે રોલબેક પસંદ કરવામાં આવી રહ્યું હોય, ફિલ્ડ સંખ્યા 12 માં જનરેટ થયેલ તે લેવડ -દેવડ ID દાખલ કરો.

હા

 

આવકનું રિટર્ન રજૂ કરેલ હોવાની તારીખ

જે તે સંબંધિત કર વર્ષ માટે આવકનું રિટર્ન રજૂ કરવું હોય, તે તારીખ દાખલ કરો.

ના

નીચે દર્શાવેલ પ્રારૂપમાં તારીખ દાખલ કરો
DD/MM/YYYY
ઉદાહરણ તરીકે: જો તારીખ 20મીજૂન 2023 હોય, તો તારીખને 20/06/2023 તરીકે દાખલ કરો.

ફોર્મ સંખ્યા 48 માં હિસાબ તપાસણી રિપોર્ટ રજૂ કરેલ હોવાની તારીખ

જે તે સંબંધિત કર વર્ષ માટે ફોર્મ સંખ્યા 48 માં હિસાબ તપાસણી રિપોર્ટ રજૂ કરવું હોય, તે તારીખ દાખલ કરો.

ના

નીચે દર્શાવેલ પ્રારૂપમાં તારીખ દાખલ કરો
DD/MM/YYYY
ઉદાહરણ તરીકે: જો તારીખ 20મીજૂન 2023 હોય, તો તારીખને 20/06/2023 તરીકે દાખલ કરો.

બાકી અપીલોની વિગત

બાકી અપીલોની વિગત દાખલ કરો

ના

મહત્તમ 2000 અક્ષરો

શું અપીલ ટ્રિબ્યુનલ
આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની આર્મ લેન્થ
કિંમત પરની અપીલનો
નિકાલ કર્યો છે?

ડ્રોપ ડાઉનમાંથી હા અથવા ના પસંદ કરો

હા

 

Data responsive

નોંધ:

ફિલ્ડ સંખ્યા 14(b): રોલબેક ફી માત્ર ત્યારે જ સક્ષમ કરવામાં આવશે જ્યારે તમે ફિલ્ડ સંખ્યા 12 માં "રોલબેક પસંદ કરવામાં આવે છે કે કેમ" ફિલ્ડ માટે "હા" પસંદ કરેલ હોય.
આવકવેરા અધિનિયમ, 2026 ના નિયમ 106 અને 111 આ પ્રમાણે, તમારે અરજી ફી ચુકવેલ રોલબેક ફીની વિગત પ્રદાન કરવી જરૂરી છે અને તમારે નામાવલિ જોડાણ અંતર્ગત A-27 માં ચુકવેલ ફીની નકલ જોડવી જરૂરી છે.

પગલું 11: બીજી નામાવલિ સેવ કર્યા બાદ, નામાવલિની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ ત્રીજી નામાવલિ : "જોડાણો" પસંદ કરો.

Data responsive

પગલું 12: ત્રીજી નામાવલિમાં જરૂરી દસ્તાવેજો/વિગતો જોડવી અને સેવ પર ક્લિક કરો.

Data responsiveData responsiveData responsiveData responsiveData responsive

પગલું 13: ત્રીજી નામાવલિ સેવ કર્યા બાદ, નામાવલિની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ ચોથી નામાવલિ : "ચકાસણી" પસંદ કરો.

Data responsive

પગલું 14: ચોથી નામાવલિમાં જરૂરી વિગત ભરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

પગલું 15: ચોથી નામાવલિ સેવ કર્યા પદ બાદ, નામાવલિની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ પૂર્વાવલોકન પર ક્લિક કરો.

Data responsive

પગલું 16: પૂર્વાવલોકન પેજ પર, વિગતની ચકાસણી કરવી અને ઇ-વેરિફાઇ પર આગળ વધો પર ક્લિક કરો.

Data responsiveData responsive

પગલું 17: ઇ-વેરિફાઇ પર આગળ વધો બટન પર ક્લિક કર્યા બાદ, એક પોપઅપ પુષ્ટિકરણ પ્રદર્શિત થશે કે શું તમે ઇ-વેરિફાઇ કરવા માટે આગળ વધવા માંગો છો. હા પર ક્લિક કરો.

Data responsive

પગલું 18: હા પર ક્લિક કરવાથી, તમને ઇ-વેરિફાઇ પેજ પર નેવિગેટ કરવામાં આવશે, જ્યાં તમે EVC/DSC નો ઉપયોગ કરીને ફોર્મ 51 ની ચકાસણી કરી શકો છો (જેમ લાગુ હોય).

નોંધ: વધુ જાણવા માટે ઈ-વેરિફાઈ કેવી રીતે કરવું વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

સફળ ઈ-ચકાસણી પછી, એક સફળતાનો સંદેશ તેની સાથે એક લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબર સાથે પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબરની એક નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઇમેઇલ ID(s) અને મોબાઇલ નંબર(s) પર એક પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.

Data responsive

 5. સંબંધિત વિષયો

 6. શબ્દકોષ

ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ

વર્ણન/સંપૂર્ણ નામ

DSC

ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર

EVC

ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ

ARN

સ્વીકૃતિ રસીદ નંબર

TY

કર વર્ષ