ફોર્મ નંબર 1(28/2024) વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
ફોર્મ નંબર 1 એ એક નિવેદન-સહ-ઘોષણા છે, જે IFSC એકમો (ચુકવનાર) દ્વારા કોઈપણ ચુકવનારને રજૂ કરવું જરૂરી છે, જેથી આવકવેરા અધિનિયમ 2025 ની કલમ 395 સાથે વાંચવામાં આવતી કલમ 147 હેઠળ ચોક્કસ ચુકવણીઓ પર TDS ની કોઈ કપાતનો દાવો ન કરી શકાય.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
• તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરેલ વપરાશકર્તા હોવા જોઈએ
• કરદાતાના PAN ની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ
• સંસ્થા માન્ય IFSC એકમ હોવી જોઈએ અને અધિનિયમની કલમ 147 અંતર્ગત કપાતનો દાવો કરવા માટે પાત્ર હોવી જોઈએ
• ફાઈલ કરતા પહેલાં, એકમે સુસંગત વર્ષમાંથી શરૂઆત કરીને કલમ 147 હેઠળ પંદર વર્ષમાંથી દસ અનુક્રમિક કર વર્ષ માટે અંતિમ નિર્ણય કરવો જોઈએ
• DSC માધ્યમ દ્વારા ચકાસણી કરવામાં આવે તો કરદાતા પાસે માન્ય અને સક્રિય DSC હોવું આવશ્યક છે
3. ફોર્મ વિશે
3.1 હેતુ
1. કલમ 147 મુજબ કર રાહતનો લાભ લેવા માટે IFSC એકમ દ્વારા પસંદ કરાયેલા દસ અનુક્રમિક કર વર્ષ દર્શાવવા.
2. ફોર્મ નંબર 1 પ્રાપ્ત થયા બાદ ઉલ્લેખિત ચુકવણીઓ પર TDS કપાત ન કરવા માટે ચુકવનારને મંજૂરી આપવી.
3.2 તેને કોણ ફાઈલ કરી શકે છે?
ચુકવનાર, એટલે કે IFSC એકમ, જે નીચેની બંને શરતો પૂર્ણ કરે છે, તે ફોર્મ નંબર 1 ફાઈલ કરો કરી શકે છે:
- તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (જેમ કે GIFT IFSC) માં કાર્યરત નોંધાયેલ IFSC એકમ છે, અને
- તેણે આવકવેરા અધિનિયમ 2025 ની કલમ 147 મુજબ 15 વર્ષમાંથી કોઈપણ 10 અનુક્રમિક કર વર્ષો માટે કપાતનો દાવો કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
3.3 ફોર્મ પર એક નજર
ફોર્મ 1-28 માં ત્રણ શીર્ષકો છે:
- IFSC ની વિગત
- નિવેદન – સહ-ઘોષણા
- ચકાસણી
4. વિગતવાર માર્ગદર્શિકા
પગલું 1: તતમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો.
પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3: ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ.
પગલું 4: આવકવેરા અધિનિયમ 2025 મુજબ ફોર્મ ટેબ પસંદ કરો, ફોર્મ નંબર 1-નવું પસંદ કરો, અને હમણાં ફાઇલ કરો બટન પર ક્લિક કરો.
પગલું 5: લાગુ કર વર્ષ (T.Y) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો.
પગલું 7: ચાલો શરૂ કરીએ”પર ક્લિક કર્યા પછી વપરાશકર્તા ફોર્મ પર લઈ જવાય છે. સંબંધિત માહિતી દાખલ કર્યા પછી, માહિતી સંગ્રહિત કરવા માટે ડ્રાફ્ટ સેવ કરો પર ક્લિક કરો અને આગળ પ્રક્રિયા માટે PDF પૂર્વાવલોકન પર ક્લિક કરો.
નોંધ:
- ક્રમ સંખ્યા: 6 માં IFSC એકમનું નામ અને સરનામું સમાવિષ્ટ છે.
- ક્રમ સંખ્યા: 7 માં નોંધણીની વિગત સમાવિષ્ટ છે, જેમ કે IFSC કયા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે અને નોંધણીની તારીખ.
- ક્રમ સંખ્યા: 8 માં જોડાણ નામાવલિ સમાવિષ્ટ છે, જ્યાં વપરાશકર્તા દ્વારા ક્રમ સંખ્યા: 07 માં પસંદ કરેલ અધિનિયમ મુજબ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ નોંધણીની નકલ અપલોડ કરવાની હોય છે.

નોંધ: નિવેદન-સહ-ઘોષણામાં ઘોષણાકર્તાની વિગત, IFSC એકમના વ્યાપારનો પ્રકાર અને “થી અને સુધી” વર્ષ જેમાં કપાત લાગુ છે તેની માહિતી શામેલ છે.
નોંધ: ચકાસણીમાં ચકાસણીકર્તા/ઘોષણાકર્તાની વિગત સાથે સ્થળ, તારીખ અને IP સરનામું શામેલ હોય છે.
વિગતો સંગ્રહિત કર્યા પછી, પૂર્વાવલોકન પર ક્લિક કરો.
પગલું 8: વિગતોની સમીક્ષા કરો અને પૂર્વાવલોકન પેજ પર ડાઉનલોડ બટન પર ક્લિક કરીને પૂર્વાવલોકન PDF ડાઉનલોડ કરી શકો છો અને ઈ-ચકાસણી તરફ આગળ વધો પર ક્લિક કરો.

પગલું 9: ઈ-ચકાસણી તરફ આગળ વધો પર ક્લિક કર્યા પછી પુષ્ટિકરણ પોપઅપ દેખાશે. ફોર્મ ફાઈલ કરવા માટે “આગળ વધો” પર ક્લિક કરો.
પગલું 10: “હા” પર ક્લિક કર્યા પછી તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવાશે, જ્યાં તમે DSC/EVC (લાગુ પડે તે પ્રમાણે) નો ઉપયોગ કરીને ફોર્મ 1-નવું-28/2024 ચકાસી શકો છો.
નોંધ: વધુ જાણવા માટે “ઈ-ચકાસણી કેવી રીતે કરવી” વપરાશકર્તા માર્ગદર્શિકા જુઓ.
પગલું 11: સફળ ઈ-ચકાસણી પછી સફળતાનો સંદેશ લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબર સાથે પ્રદર્શિત થાય છે. કૃપા કરીને લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબરની ભાવિ સંદર્ભ માટે નોંધ લો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઈમેલ ID(ઓ) અને મોબાઇલ નંબર(ઓ) પર પણ પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.
સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
ફોર્મ 1-નવું-28/2024 સફળતાપૂર્વક સબમિટ થયા પછી, વપરાશકર્તા ભરેલ ફોર્મ જોઈ શકે છે—ડેશબોર્ડ પર ઈ-ફાઈલ > આવકવેરો ફાઈલ કરો ફોર્મ > ફાઈલ કરેલ ફોર્મ જુઓ > આવકેવરા અધિનિયમ 2025 હેઠળ ફાઈલ કરેલ ફોર્મ જુઓ ટેબ પર ક્લિક કરો.
નોંધ: વધુ જાણવા માટે “ફાઈલ કરેલ ફોર્મ જુઓ” વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
5. સંબંધિત વિષયો
6.શબ્દકોષ
| ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ | વર્ણન/સંપૂર્ણ નામ |
| DSC | ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર |
| EVC | ઈલેક્ટ્રોનિક ચકાસણી પ્રમાણપત્ર |
| ARN | સ્વીકૃતિ રસીદ નંબર |
| PY | ગત વર્ષ |
| FY | નાણાકીય વર્ષ |
| TY | કર વર્ષ |