ફોર્મ 67 વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
આવકવેરા નિયમો, 1962ના નિયમ 128 પ્રમાણે નિવાસી કરદાતા ભારતની બહારના દેશ અથવા રાજ્ય ક્ષેત્રમાં ચુકવણી કરેલ કોઈ પણ વિદેશી કર માટે ક્રેડિટ માટે દાવો કરવા માટે પાત્ર છે. જો તે કરદાતા ફોર્મ 67ની આવશ્યક વિગતો નિર્ધારિત સમયગાળામાં રજૂ કરે તો જ તે ક્રેડિટ મંજૂર કરવામાં આવશે.
ફોર્મ 67 માત્ર ઓનલાઈન મોડથી જ સબમિટ કરી શકાશે. આ સેવા નોંધાયેલ વપરાશકર્તાઓને ફોર્મ 67ને ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફાઈલ કરવા માટે સશક્ત કરે છે.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
• તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા હોવા જોઈએ.
• કરદાતાના PANની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ.
• કરદાતાના PAN અને આધાર લિંક કરેલ છે. (ભલામણ કરેલ)
3. ફોર્મ વિશે
3.1 હેતુ
ભારતની બહારના દેશમાં કપાત અથવા અન્ય રીતે ચુકવણી કરેલ કોઈ પણ વિદેશી કરની રકમ માટે ક્રેડિટ ધરાવતા નિવાસી કરદાતાએ તેવા કરનાં ક્રેડિટનો દાવો કરવા માટે ફોર્મ 67માં નિવેદનને કલમ 139ની પેટા-કલમ (1) હેઠળ આવકવેરાના રિટર્નને રજૂ કરવાની ઉલ્લેખિત નિયત તારીખ પર અથવા તેની પહેલાં રજૂ કરવું જરૂરી બનશે.
જો હાલનાં વર્ષનાં નુકસાનનાં કેરી બેકવર્ડનાં પરિણામે કોઈ પણ પૂર્વ વર્ષોમાં દાવો કરેલ ક્રેડિટ માટે વિદેશી કરનો રિફંડ થતો હોય તો તે મામલામાં પણ ફોર્મ 67 રજૂ કરવું ફરજિયાત બનશે.
3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?
ભારતની બહારના દેશમાં કપાત અથવા અન્ય રીતે ચુકવણી કરેલ કોઈ પણ વિદેશી કરની રકમ માટે ક્રેડિટ ધરાવતો નિવાસી.
3.3 ફોર્મ પર એક નજર
ફોર્મ 67નાં 4 ભાગ છે:
1. ભાગ ક
2. ભાગ ખ
3. ચકાસણી
4. જોડાણો
4. વિગતવાર માર્ગદર્શિકા
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.
પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3: ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ્સ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ
પગલું 4: ફોર્મ્સ હેઠળ આવકવેરા અધિનિયમ 1961 ટેબ પ્રમાણે ફોર્મ 67 પસંદ કરો/શોધો.
પગલું 5: આકારણી વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો
પગલું 7.1.a : ચાલો શરૂ કરીએ પર ક્લિક કરવાથી ફોર્મ 67 પ્રદર્શિત થશે. "ભાગ ક" ટેબ પર ક્લિક કરો.
પગલું 8.1.b : આ ભાગમાં કરદાતાની મૂળભૂત વિગતો અને દેશમાંથી અથવા ભારતની બહારના ઉલ્લેખિત રાજ્ય ક્ષેત્રમાંથી કમાણી કરેલ આવકની વિગતો અને વિદેશી કર ક્રેડિટ શામેલ છે.
નોંધ : સંપર્કની વિગતો અપડેટ કરવાં માટે, "મારી પ્રોફાઈલ" પર ક્લિક કરો.
નોંધ : આવકની વિગતો ઉમેરવા માટે કાં તો "વિગતો ઉમેરો" બટનની મદદથી આપમેળે દાખલ કરી શકો છો, અથવા, જો તમારી પાસે 50 કરતાં વધુ રેકોર્ડ હોય, તો તે જ પેજ પરથી CSV ટેમ્પ્લેટ ડાઉનલોડ કરી, ટેમ્પ્લેટ તે મુજબ ભરી, અને પછી "CSV ફાઈલ જોડો" વિકલ્પની મદદથી અપલોડ કરીને ઉમેરી શકો છો. વધુ જાણવા માટે CSV ટેમ્પ્લેટ ભરવાં માટેની સૂચનાઓ ડાઉનલોડ કરો અને સેવ પર ક્લિક કરો.
પગલું 7.2.a : હવે ભાગ ક ટેબની પુષ્ટી થઈ ગયેલ છે, ભાગ ખ પર ક્લિક કરો.
પગલું 7.2.b : આ ભાગમાં વિદેશી કર વિશે 2 પ્રશ્નો શામેલ છે.
વિગતો દાખલ કરી સેવ પર ક્લિક કરો.
પગલું 7.3.a : હવે ભાગ ખ ની પુષ્ટી થઈ ગયેલ છે, ચકાસણી ટેબ પર ક્લિક કરો.
પગલું 7.3.b : વિગતો દાખલ કરી સેવ પર ક્લિક કરો.
પગલું 7.4.a : ચકાસણી ટેબની હવે પુષ્ટી થઈ ગયેલ છે, જોડાણ ટેબ પર ક્લિક કરો.
પગલું 7.4.b : તેમાં ચુકવેલ વિદેશી કરની વિગતો શામેલ છે.
નોંધ : અહીં કરદાતાએ વિદેશી કરની ચુકવણી/કપાતના પુરાવા જોડવાં જરૂરી છે. જો બહુવિધ ફાઈલો જોડેલ હોય તો તેની એક ઝિપ ફાઈલ બનાવીને જોડવી. જરૂરી ફાઈલોને જોડ્યા પછી સેવ પર ક્લિક કરો.
પગલું 8: હવે બધાં ટેબ્સની પુષ્ટી થઈ ગઈ છે. પૂર્વવલોકન પર ક્લિક કરો.
પગલું 9: આ ફોર્મનું પૂર્વાવલોકન છે. જો પૂર્વાવલોકનમાં વિગતો સાચી હોય તો ઈ-ચકાસણી કરવા માટે આગળ જાઓ પર ક્લિક કરો, અન્યથા તમે તે વિગતોને સંપાદિત કરી શકો છો.
પગલું 10: ફોર્મની ઈ-ચકાસણી તમે ચકાસણીની કોઈ પણ રીતથી કરી શકો છો.
ઈ-ચકાસણી કર્યા બાદ, ફોર્મ 67 સબમિટ થઈ જશે. સ્વીકૃતિ નંબર જનરેટ થઈ નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર સંચારિત કરવામાં આવશે.
5. ફાઈલ કરેલ ફોર્મ કેવી રીતે જોવું?
ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ્સ > ફાઈલ કરેલ ફોર્મ્સ જુઓ > આવકવેરા અધિનિયમ 1961 પ્રમાણેનાં ફોર્મ્સ પર જાઓ.