દાખલ કરેલ પત્રક જુઓ વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઓવરવ્યૂ

ફાઈલ કરેલ ફોર્મ જુઓ સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના તમામ નોંધાયેલ વપરાશકર્તાઓ માટે લોગઈન કર્યા પછી ઉપલબ્ધ છે, જેથી તેઓ અગાઉ ફાઈલ કરેલ તમામ આવકવેરા ફોર્મ જોઈ શકે. આ સેવા તમને નીચેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે:

  • PDFમાં આવકવેરા ફોર્મ જુઓ
  • સ્વીકૃતિ (રસીદ) જુઓ
  • અપલોડ કરેલ JSON જુઓ (જ્યાં પણ લાગુ હોય)
  • ફોર્મની સ્થિતિનો ટ્રેક કરો
  • અન્ય જોડાણો જુઓ

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વશરતો
 

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરેલ વપરાશકર્તા

3. ક્રમશઃ માર્ગદર્શિકા

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
 

Data responsive

પગલું 2: તમારા ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > ફાઈલ કરેલ ફોર્મ જુઓ પર ક્લિક કરો.
 

Data responsive

પગલું 3: જો તમારી પાસે અનેક ફોર્મ હોય, તો ફાઈલ કરેલ ફોર્મ જુઓ પેજ પર, ફોર્મનું નામ અથવા ફોર્મ નંબર દાખલ કરો અને શોધો. તમે તમારા દ્વારા અથવા CA દ્વારા ફાઈલ કરેલ તમામ ફોર્મ, ફોર્મ સબમિટ કરવાની તારીખ સાથે, અલગ અલગ ટેબ હેઠળ જોઈ શકશો.

Data responsive

પગલું 4: આવકેવરા અધિનિયમ 2025ના ફોર્મ માટે “આવકવેરા અધિનિયમ 2025 પ્રમાણે ફોર્મ” ટેબ પર ક્લિક કરો. આવકવેરા અધિનિયમ 1961ના ફોર્મ માટે “આવકવેરા અધિનિયમ 1961 પ્રમાણે ફોર્મ” ટેબ પર ક્લિક કરો. અન્ય અધિનિયમના ફોર્મ માટે “અન્ય અધિનિયમો પ્રમાણે ફોર્મ” ટેબ પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: પસંદ કરેલ ફોર્મ માટે, જે વર્ષમાં ફોર્મ ફાઈલ કરેલ હતું તે વર્ષ ડાઉનલોડના વિકલ્પ સાથે પ્રદર્શિત થાય છે. ફોર્મ / પાવતી / ફોર્મ સાથે સબમિટ કરેલ જોડાણો ડાઉનલોડ કરવાનું શરૂ કરવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો.

Data responsive

નોંધ

  • જો તમારી પાસે TAN લોગઈન અથવા CA લોગઈન હોય, તો મોટો જથ્થો 15CA અને 15CBને વ્યક્તિગત રીતે તેમજ ટોકન નંબર અંતર્ગત જોવા માટે સમાન પ્રક્રિયા અનુસરો.
  • સંબંધિત ફોર્મને સુસંગત વિવિધ માપદંડોના આધારે ફિલ્ટર કરવા માટે, તમે ફિલ્ટર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.