અપીલ અને પુનરાવર્તન વિશે
અપીલ અને પુનરાવર્તન વિશે વારંવાર પૂછાતા પ્રશ્ન
1. આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ અપીલ, પુનરાવર્તન અને વિવાદ સમાધાન સમિતિ (DRC) સંબંધિત પ્રકરણમાં કઈ મુખ્ય જોગવાઈઓ શામેલ છે?
આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત અપીલ, પુનરાવર્તન અને વૈકલ્પિક વિવાદ સમાધાન સંબંધિત પ્રકરણ અધિનિયમના સમગ્ર પ્રતિકારક માળખાને વ્યાપક રીતે સંકલિત કરે છે.
તેમાં સંયુક્ત આયુક્ત (અપીલ) અને આયુક્ત (અપીલ) સમક્ષની પ્રથમ અપીલો (કલમ 356–360), અપીલ ન્યાયપંચ સમક્ષ અપીલો (કલમ 361–364), ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ અદાલત સમક્ષ આગળની અપીલો (કલમ 365–368), તેમજ મુદત, નાણાકીય મર્યાદા અને અપીલની અસર સંબંધિત સામાન્ય જોગવાઈઓનો સમાવેશ થાય છે.
તેમાં સક્ષમ સત્તાધિકારીની પુનરાવર્તન સત્તાઓ (કલમ 377–378), વિવાદ સમાધાન સમિતિની વ્યવસ્થા (કલમ 379), આગોતરી નિર્ણય માળખું (આગોતરી નિર્ણય મંડળ), તેમજ કલમ 375 અને 376 મારફતે પુનરાવર્તિત વાદ-વિવાદ ટાળવા માટેની સંરચિત વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.
2. શું આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત અપીલ પ્રક્રિયા આવકવેરા અધિનિયમ, 1961ની તુલનામાં અપીલ ક્રમબદ્ધતામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો છે? શું અપીલ સત્તાધિકારીઓની સત્તાઓ અથવા અપીલ નક્કી કરવાની પ્રક્રિયામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો છે?
ના, આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત અપીલ ક્રમબદ્ધતામાં કોઈ ઢાંચાકીય બદલાવ થયો નથી. અપીલ ઉપાયોની સંરચના યથાવત્ છે અને તે જ ક્રમિક રીતે ચાલુ રહે છે:
આકારણી અધિકારી→ JCIT(A)/CIT(A)→ ITAT→ ઉચ્ચ ન્યાયાલય→ સર્વોચ્ચ અદાલત
અપીલ સત્તાધિકારીઓના અધિકારો - જેમાં આકારણીની પુષ્ટિ કરવાની, ઘટાડવાની, વધારવાની અથવા રદ કરવાની, અતિરિક્ત આધારો સ્વીકારવાની, રિમાન્ડ રિપોર્ટ માંગવાની, ભૂલો સુધારવાની, શરતોને આધીન રોકવાની વગેરેનો સમાવેશ થાય છે, તેમાં મૂળભૂત રીતે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પ્રક્રિયાગત માળખું પણ યથાવત છે.
3. શું નવા આવકવેરા અધિનિયમ, 2025માં અપીલ ફાઈલ કરવા માટેની મુદ્તની અવધિમાં આવકવેરા અધિનિયમ, 1961ની તુલનામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો છે?
આવકવેરા અધિનિયમ, 1961ની સામે આવકવેરા અધિનિયમ, 2025માં અપીલ ફાઈલ કરવા માટેની મુદ્તની અવધિ યથાવત્ રહી છે.
4. જો 01.04.2026ના રોજ CIT(A) સમક્ષ અપીલ બાકી હોય, તો તે આવકવેરા અધિનિયમ, 1961 અથવા આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત નક્કી કરવામાં આવશે? શું મારે નવી અપીલ દાખલ કરવાની જરૂર છે?
નવા અધિનિયમની કલમ 536(2)(e) સ્પષ્ટ રીતે જણાવે છે કે કોઈપણ આવકવેરા સત્તાધિકારી, અપીલ ન્યાયપંચ અથવા ન્યાયાલય સમક્ષ ચાલી રહેલી કોઈપણ કાર્યવાહી ચાલુ રહેશે અને તેનો નિકાલ કરવામાં આવશે કે જાણે આ અધિનિયમ લાગુ પડ્યો જ ન હોય. તે મુજબ, બાકી અપીલ ચાલુ રહેશે અને તેનો નિકાલ આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. નવી અપીલ દાખલ કરવાની જરૂર નથી.
5. જો આકારણી વર્ષ 2026–27 અથવા કોઈપણ અગાઉના આકારણી વર્ષના સંદર્ભમાં 1 એપ્રિલ 2026 પછી અપીલ ફાઈલ કરેલ હોય, તો તે આવકવેરા અધિનિયમ, 1961 અથવા આવકવેરા અધિનિયમ, 2025 દ્વારા સંચાલિત રહેશે?
કલમ 536(2)(c) મુજબ, 1 એપ્રિલ 2026ના રોજ અથવા ત્યારબાદ શરૂ કરાયેલ એવી કાર્યવાહી જે 1 એપ્રિલ 2026 પહેલાં શરૂ થતા કર વર્ષના સંબંધમાં હોય, તે રદ કરાયેલા અધિનિયમની જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવશે. તે મુજબ, આવકવેરા અધિનિયમ, 2025ના પ્રારંભ પછી પણ જો કોઈ અપીલ ફાઈલ કરેલ હોય અને તે આકારણી વર્ષ 2026–27 અથવા કોઈપણ અગાઉના આકારણી વર્ષ સાથે સંબંધિત હોય, તો તેવી અપીલ આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ હેઠળ સંચાલિત રહેશે અને તેનો નિકાલ કરવામાં આવશે
6. શું આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત અપીલ ફાઈલ કરવાની મુદ્તની અવધિ સમાપ્ત થઈ ગયા પછી તેને આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ ફરી શરૂ કરી શકાય છે?
આવકવેરા અધિનિયમ, 2025ની કલમ નં. 536(2)(k) સ્પષ્ટ રીતે જણાવે છે કે જ્યાં નવો અધિનિયમ પ્રારંભ પહેલાં અપીલ, પુનરાવર્તન અથવા સંદર્ભ ફાઈલ કરવાનો સમય પહેલેથી જ સમાપ્ત થઈ ગયો હોય, તો તે અધિનિયમને ફક્ત એટલા માટે ફરીથી શરૂ કરવામાં આવતો નથી કારણ કે નવો અધિનિયમ કોઈ અલગ અથવા વિસ્તૃત મુદ્તની અવધિ નક્કી કરે છે.
જોકે, વિલંબની માફી આપવાનો પ્રક્રિયાત્મક ઉપચાર હજુ પણ જૂના અધિનિયમ હેઠળ ઉપલબ્ધ થઈ શકે છે, જો અપીલ કરનાર એ સાબિત કરે કે યોગ્ય કાળજી છતાં અપીલ સમયમર્યાદામાં ફાઈલ કરી શકાઈ ન હતી. જો વિલંબ ઘોર બેદરકારીને કારણે હોય અથવા પૂરતું કારણ રજૂ કરવામાં ન આવે, તો વિલંબ માફી માટેની અરજી અસ્વીકૃત થવા પાત્ર રહેશે.
7. જો આકારણી વર્ષ 2024–25 માટે આયુક્ત (અપીલ) દ્વારા પસાર કરાયેલા અપીલ આદેશની સુધારણા 1 એપ્રિલ 2026 પછી માંગવામાં આવે, તો તેવી સુધારણા કયા અધિનિયમ અંતર્ગત સંચાલિત રહેશે?
સુધારણા આવકવેરા અધિનિયમ, 1961ની તેને અનુરૂપ જોગવાઈ અંતર્ગત લાગુ પડશે. સુધારણા એ મૂળભૂત અપીલ પ્રક્રિયાનો જ એક ભાગ છે. કલમ 536(2)(c) અને (e)ના આધારે, 01.04.2026 પહેલાં શરૂ થતા કર વર્ષ સંબંધિત કાર્યવાહી, સુધારણા અને મુદ્ત સહિત, આવકવેરા અધિનિયમ, 1961ના માળખા હેઠળ ચાલુ રાખવા જરૂરી છે.
8. જો A.Y. 2025–26 માટેની અપીલ 01.04.2026 સુધી બાકી હોય, તો શું એવી અપીલ JCIT(A) થી CIT(A) અથવા તેની વિપરીત રીતે ટ્રાન્સફર કરી શકાય છે?
હા. આવી અપીલો આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 246(2) અને 246(3) હેઠળ જોગવાઈ મુજબ, JCIT(A) થી CIT(A) માં અથવા તેનાથી વિપરીત ટ્રાન્સફર કરી શકાય છે. નવા કાયદામાં અનુરૂપ જોગવાઈઓ કલમ 356(3)(a) અને કલમ 356(3)(b) છે.
9. જો AY 2023–24 માટે ITAT કોઈ કેસને 01.04.2026ના રોજ અથવા ત્યારબાદ ફરીથી મોકલવામાં આવે (રિમાન્ડ કરવામાં આવે), તો રિમાન્ડની કાર્યવાહી આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ સંચાલિત થશે કે આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ?
જો ITAT, AY 2023–24ના સંદર્ભમાં 01.04.2026ના રોજ અથવા ત્યારબાદ કોઈ કેસ રિમાન્ડ કરે છે, તો રિમાન્ડ કાર્યવાહી આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા જ સંચાલિત થશે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(c) અને (e) સ્પષ્ટ રીતે જણાવે છે કે 01.04.2026 પહેલાં શરૂ થતા કર વર્ષ સંબંધિત કાર્યવાહી રદ કરાયેલા અધિનિયમ હેઠળ એવી રીતે ચાલુ રાખવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે કે જાણે નવો અધિનિયમ લાગુ પડ્યો જ ન હોય. ITAT દ્વારા રિમાન્ડ માત્ર મૂળભૂત આકારણી પ્રક્રિયાની ચાલુ રાખવી છે અને તે નવા કાયદા હેઠળ કોઈ નવું કારણ ઊભું કરતું નથી. તેથી, આકારણી અધિકારીએ આવકવેરા અધિનિયમ, 1961ની પ્રક્રિયાત્મક અને મૂળભૂત જોગવાઈઓ અનુસાર કડક રીતે અમલમાં મૂકતો આદેશ પસાર કરવો જોઈએ.
10. AY 2024–25ના સંદર્ભમાં, 30.03.2025ના રોજ પ્રાપ્ત થયેલા આકારણી હુકમ સામે અપીલ ફાઈલ કરવા માટે કયા અધિનિયમ દ્વારા નિયમન કરશે અને તેના માટે લાગુ પડતી મુદ્તની અવધિ શું રહેશે?
આકારણી હુકમ આકારણી વર્ષ 2024–25 માટે હોવાથી, અપીલ આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા સંચાલિત થશે અને નવા અધિનિયમના પ્રારંભ પછી પણ ફાઈલ કરી શકાય છે. અપીલ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ નિર્ધારિત મુદ્તની અવધિમાં એટલે કે આદેશ પાવતી મળ્યાની તારીખથી 30 દિવસની અંદર ફાઈલ કરવી આવશ્યક છે.
11. નવો અધિનિયમ અમલમાં આવે ત્યારે ન્યાયાલય, અધિકરણ, ટ્રિબ્યુનલ અથવા આયુક્ત (અપીલ) સમક્ષ બાકી રહેલી અપીલોનું શું થશે?
આવી અપીલો જૂના અધિનિયમ અંતર્ગત ચાલુ રહેશે અને તેનો નિકાલ
જૂના અધિનિયમની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કરદાતાની
આવકવેરા અપીલ ન્યાયપંચ સમક્ષ AY 2021–22 સંબંધિત અપીલ બાકી હોય, તો તે અપીલનો નિર્ણય
નવા અધિનિયમ દ્વારા નહીં પરંતુ જૂના અધિનિયમની જોગવાઈઓ લાગુ કરીને કરવામાં આવશે.
12. સમાન કાયદાના પ્રશ્નો પર પુનરાવર્તિત અપીલો ટાળવા માટે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કયા વૈધાનિક ઉપાયો હતા, અને આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ તેમને કેવી રીતે પુનર્ગઠિત કરવામાં આવ્યા છે?
આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, પુનરાવર્તિત વાદ-વિવાદ ટાળવાની વ્યવસ્થા બે અલગ જોગવાઈઓ એટલે કે કલમ 158A અને કલમ 158AB દ્વારા નિયંત્રિત હતી. કલમ 158A એ કરદાતા દ્વારા ચલાવાતી વ્યવસ્થા પૂરી પાડતી હતી, જેમાં કરદાતા જાહેર કરી શકતો હતો કે સુસંગત કાયદાનો પ્રશ્ન ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ અદાલત સમક્ષ વિલંબિત છે અને તે તેના અંતિમ નિર્ણયનું પાલન કરવા સંમત થાય છે. બીજી તરફ, કલમ 158AB એ વિભાગીય કોલેજિયમને અપીલ ફાઈલ કરવું મુલતવી રાખવા સક્ષમ બનાવતી હતી, જ્યાં સમાન કાયદાનો પ્રશ્ન પહેલેથી જ ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ અદાલત સમક્ષ વિલંબિત હોય. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત, આ બંને વ્યવસ્થાઓને અનુક્રમે કલમ 375 અને 376 તરીકે પુનર્ગઠિત કરવામાં આવી છે, જેથી અગાઉના માળખાને સરળ બનાવવામાં આવ્યું છે પરંતુ તેમાં કોઈ મૂળભૂત બદલાવ કરવામાં આવ્યો નથી.
13. શું આવકવેરા અધિનિયમ, 1961ની તુલનામાં આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત આ વ્યવસ્થા લાગુ કરવા માટેની પ્રારંભિક શરતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો છે?
ના, બંને અધિનિયમો અંતર્ગત આવશ્યક પ્રારંભિક શરત સમાન રહે છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 158A અને 158AB હેઠળ, આ વ્યવસ્થા ત્યારે જ લાગુ કરી શકાતી હતી જ્યારે મામલામાં સુસંગત કાયદાનો પ્રશ્ન ઊભો થયો હોય અને તે જ પ્રશ્ન ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ અદાલત સમક્ષ વિલંબિત હોય. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 375 અને 376 કાયદાકીય મુદ્દાની ઓળખાણ અને ઉચ્ચ ન્યાયિક મંચ એટલે કે ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ અદાલત સમક્ષ તેની અનિર્ણીત અવસ્થા સંબંધિત આ મૂળભૂત જરૂરિયાતને જાળવી રાખે છે. આવકવેરા અધિનિયમ, 2025 વધુમાં જોગવાઈ કરે છે કે આવી અનિર્ણીત અવસ્થા આવકવેરા અધિનિયમ, 1961 અથવા આવકવેરા અધિનિયમ, 2025 હેઠળની કાર્યવાહી સાથે સંબંધિત હોઈ શકે છે, જેથી વૈધાનિક પરિવર્તન દરમિયાન સાતત્ય સુનિશ્ચિત થાય છે.
14. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત કલમ 158A અને 158AB કયા તબક્કે લાગુ કરી શકાય છે,અને શું આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કામગીરીનો તબક્કો બદલાયો છે?
આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, કલમ 158Aનો ઉપયોગ આકારણી અથવા અપીલ કાર્યવાહી દરમિયાન કરી શકાતો હતો, જ્યારે મામલો આકારણી અધિકારી અથવા અપીલ સત્તાધિકારી સમક્ષ વિલંબિત હોય, જ્યારે કલમ 158AB એ નક્કી કરવાની અવસ્થાએ કામગીરી કરતી હતી કે વિભાગે આયુક્ત (અપીલ) અથવા ટ્રિબ્યુનલના આદેશ સામે આગળની અપીલ દાખલ કરવી જોઈએ કે નહીં. આવકવેરા અધિનિયમ, 2025 કલમ 375માં આકારણી અથવા અપીલ અવસ્થાએ લાગુ પડતી કરદાતા આધારિત વ્યવસ્થા અને કલમ 376માં આગળની અપીલ ફાઈલ કરવાના તબક્કે લાગુ પડતી કોલેજિયમ આધારિત વ્યવસ્થા પ્રદાન કરીને સમાન માળખાકીય સ્થિતિ જાળવી રાખે છે. આમ, વિનંતીના તબક્કા અગાઉના કાયદા સાથે સુસંગત રહે છે.
15. શું અપીલ મુલતવી રાખવા માટે બંને અધિનિયમો અંતર્ગત કરદાતાની સ્વીકૃતિ જરૂરી છે?
હા, કરદાતાની સ્વીકૃતિનો સિદ્ધાંત બંને અધિનિયમો અંતર્ગત ચાલુ રહે છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 158A અંતર્ગત આ વ્યવસ્થા કરદાતા દ્વારા એવી જાહેરાત પર આધારિત હતી જેમાં કરદાતા સુસંગત કાયદાના પ્રશ્ન પર અંતિમ નિર્ણયને માનવા માટે સંમત થતો હતો, અને કલમ 158AB પણ અપીલ મુલતવી રાખતા પહેલાં પ્રશ્નની ઓળખાણની સ્વીકૃતિ આવશ્યક હતી. તેવી જ રીતે, આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કલમ 375 કરદાતાની જાહેરાત પર આધારિત છે અને કલમ 376માં અપીલ મુલતવી રાખતા પહેલાં કાયદાકીય મુદ્દાની ઓળખાણ અંગે કરાર જરૂરી છે. તેથી આ બાબતમાં કોઈ મૂળભૂત બદલાવ કરવામાં આવ્યો નથી.
16. શું આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત વિવાદ સમાધાન સમિતિ (DRC) ના માળખામાં નોંધપાત્ર બદલાવ કરવામાં આવ્યો છે?
ના, વિવાદ સમાધાન સમિતિ (DRC) માળખામાં કોઈ મૂળભૂત માળખાકીય બદલાવ કરવામાં આવ્યો નથી. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 379, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 245MAને નોંધપાત્ર રીતે ફરીથી લાગુ કરે છે. તેનો ઉદ્દેશ, પાત્રતા માપદંડ, નાણાકીય મર્યાદાઓ (ફેરફાર રૂ. 10 લાખથી ઓછો; જાહેર કરેલી આવક રૂ. 50 લાખથી ઓછી), અને દંડ માફી તથા ફોરજદારી કામ મુક્તિ આપવાનો અધિકાર મૂળભૂત રીતે સમાન રહે છે. બાકાત રાખવામાં આવેલી વ્યક્તિઓની શ્રેણીઓ પણ સમાન રહે છે. બદલાવ મુખ્યત્વે સ્થાન, ડ્રાફ્ટિંગની સ્પષ્ટતા અને કલમોના પુનઃક્રમાંકનમાં છે.
17. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત વિવાદ સમાધાન સમિતિ (DRC)ના અધિકારો શું છે?
આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 379(2) અંતર્ગત સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે DRC દંડ માફી અથવા ફોરજદારી કામમાંથી મુક્તિ આપવા ઉપરાંત, ઉલ્લેખિત આદેશમાં ફેરફારોમાં ફેરફાર કરી શકે છે. આ જોગવાઈ સ્પષ્ટ કરે છે કે DRCને ઉલ્લેખિત આદેશમાં કર સંબંધિત ફેરફારોમાં સુધારણા કરવાનો અધિકાર છે.
18. શું 01.04.2026 પછીના સંક્રમણકાળ દરમિયાન DRCની જોગવાઈઓ અલગ રીતે કાર્ય કરે છે?
ના. વિવાદ નિવારણ સમિતિ (DRC) ની જોગવાઈઓ ફક્ત 01.04.2026 પછીના સંક્રમણને કારણે અલગ રીતે કાર્ય કરતી નથી. આવકવેરા અધિનિયમ, 2025ની બચત અને સંક્રાંતિકાળ જોગવાઈઓ અંતર્ગત, તેના પ્રારંભ પહેલાંના કર વર્ષ સંબંધિત કાર્યવાહી આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા જ સંચાલિત થાય છે. તે મુજબ, DRC વ્યવસ્થાની ઉપલબ્ધતા અને લાગુ પડવાની ક્ષમતા સંબંધિત કર વર્ષને નિયંત્રિત કરનારા અધિનિયમ પર આધારિત રહેશે, અને આ સંક્રમણ 1961 અધિનિયમ હેઠળ જાળવાયેલા મુદ્દાઓ માટે 2025 અધિનિયમ અંતર્ગત DRCનો ઉપયોગ કરવા માટે કોઈ સ્વતંત્ર અથવા વિસ્તૃત અધિકાર મળતો નથી.
19. જ્યાં આવકવેરા અધિનિયમ, 1961 અને આવકવેરા અધિનિયમ, 2025માં “ઉલ્લેખિત આદેશ”ની વ્યાખ્યામાં ડ્રાફ્ટ આકારણી હુકમનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યાં શું કરદાતા વિવાદ સમાધાન પેનલ (DRP) અને વિવાદ સમાધાન સમિતિ (DRC) વચ્ચે પસંદગી કરી શકે છે?
હા — સિદ્ધાંતરૂપે, બંને પદ્ધતિઓ ઉપલબ્ધ છે કારણ કે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 144C હેઠળનો ડ્રાફ્ટ આકારણી હુકમ (અને આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 275(1)) DRC હેતુઓ માટે “ઉલ્લેખિત આદેશ”ની વ્યાખ્યામાં આવે છે. પરંતુ, DRCની ઉપલબ્ધતા વૈધાનિક પાત્રતા શરતો (જેમ કે નાણાકીય મર્યાદાઓ, ફેરફારનો પ્રકાર, ગંભીર ગુનાઓની અનુપસ્થિતિ વગેરે) ને અધીન છે. તેથી, જો કે વ્યાખ્યા પ્રારંભિક તબક્કે ઓવરલેપને મંજૂરી આપે છે, ત્યારે બંને ઉપાયો વૈકલ્પિક છે અને સમવર્તી નથી, અને કરદાતા બંનેનો એકસાથે ઉપયોગ કરી શકતો નથી.
20. શું આવકેવરા અધિનિયમ, 2025 એ આવકેવરા અધિનિયમ, 1961 ના પ્રકરણ XIX-B ની તુલનામાં આગોતરી નિર્ણય પદ્ધતિમાં કોઈ મૂળભૂત અથવા પ્રક્રિયાત્મક બદલાવ કર્યો છે?
આવકેવરા અધિનિયમ, 2025 અંતર્ગત આગોતરી નિર્ણય માળખામાં કોઈ મૂળભૂત અથવા પ્રક્રિયાત્મક બદલાવ કરવામાં આવ્યો નથી. આ આવકેવરા અધિનિયમમાં હકીકતમાં આવકેવરા અધિનિયમ, 1961 (નાણાકીય અધિનિયમ, 2021 પછી કરવામાં આવેલ સુધારા મુજબ) ની કલમ 245N થી 245W માં પહેલેથી હાજર જોગવાઈઓને મૂળભૂત રીતે એકત્રિત, પુનઃક્રમાંકિત અને સરળ બનાવે છે.
21. જો 01.04.2026 ના રોજ આવકેવરા અધિનિયમ, 1961 અંતર્ગત આગોતરી નિર્ણય માટેની અરજી બાકી હોય, તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવશે?
કલમ 536(2)(e) અને (j) ની જોગવાઈઓના આધારે, બાકી કાર્યવાહી રદ કર્યા બાદ પણ કોઈ ચોક્કસ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી તે અસર વિના ચાલુ રહેશે. તેથી, બાકી આગોતરી નિર્ણય માટેની અરજી તે સમયે લાગુ કાયદા અંતર્ગત રચાયેલ સક્ષમ સત્તાધિકારી સમક્ષ ચાલુ રહેશે. આવકેવરા અધિનિયમ, 2025 બાકી આગોતરી નિર્ણય સંબંધિત કાર્યવાહીને અસર કરતો નથી.
22. જો આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 263 અંતર્ગત નિરસન કરવું પૂર્વે કોઈ પુનરાવર્તન શરૂ કરવામાં આવ્યું ન હોય, તો શું 01.04.2026 પછી પૂર્વ -2026 કર વર્ષ માટે નવો સુધારો શરૂ કરી શકાય છે?
હા, પરંતુ જો આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 263(2) અંતર્ગત મુદ્ત પૂર્ણ થઈ ગઈ ન હોય. કલમ 536(2)(c) પૂર્વ કર વર્ષો માટે 01.04.2026 પછી કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે આવકેવરા અધિનિયમ, 1961 ની પ્રક્રિયા અંતર્ગત જ રહેશે. જોકે, જો મુદ્ત પહેલેથી પૂર્ણ થઈ ગઈ હોય, તો તેને આવકેવરા અધિનિયમ, 2025 હેઠળ ફરીથી શરૂ કરી શકાતી નથી.
23. શું આવકેવરા અધિનિયમ, 2025 અંતર્ગત કોઈ આદેશનું “ખોટું” તેમજ “પ્રતિકૂળ” હોવું હજુ પણ આવકના હિતોને ધ્યાનમાં રાખીને પુનરાવર્તન માટે સક્ષમતા શરત તરીકે લાગુ પડે છે?
મૂળભૂત અધિકારક્ષેત્રની આવશ્યકતા કે આકારણી અધિકારીનો આદેશ ખોટો અને આવકના હિતોને પ્રતિકૂળ એમ બંને હોવો જોઈએ, તે આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 377 હેઠળ ચાલુ રહે છે, જેમ તે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 263 હેઠળ અસ્તિત્વમાં હતો.
24. શું આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 263 અને આવકેવરા અધિનિયમ, 2025 ની કલમ 377 અંતર્ગત પુનરાવર્તન માટેની મર્યાદા અવધિમાં કોઈ બદલાવ થયો છે?
બાહ્ય મર્યાદા સમયગાળામાં કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા નથી. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 263 અને આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 377(4) બંને હેઠળ, જે નાણાકીય વર્ષમાં આદેશ પાસ કરવામાં આવ્યો હોય, તે નાણાકીય વર્ષના અંતથી બે વર્ષની અંદર પુનરાવર્તન અમલમાં મુકેલ હોવું જોઈએ.
જોકે આવકેવરા અધિનિયમ, 2025 ગણતરીની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને સુધારેલી બનાવે છે. જ્યારે આવકેવરા અધિનિયમ, 1961 માં (કલમ 129 હેઠળ) કાર્યવાહી પર રોક અથવા પુનઃસુનાવણી દરમિયાનના સમયનો બહિષ્કાર જોગવાઈ કરે છે, ત્યારે આવકેવરા અધિનિયમ, 2025 (કલમ 377(6)) સ્પષ્ટપણે બાકાત રાખવાના સમયગાળાની ગણતરી કરે છે — જેમ કે પુનઃસુનાવણીમાં લાગેલો સમય અને ન્યાયાલય દ્વારા કાર્યવાહી રોકવામાં આવેલ સમયગાળો. વધુ મહત્વનું એ છે કે કલમ 377(7) માં સ્પષ્ટ 60 દિવસનો ન્યુનતમ બાકી સમય નિયમ રજૂ કરવામાં આવ્યો છે, જે મુજબ સંબંધિત સમયગાળો બહિષ્કૃત કર્યા પછી જો પુનરાવર્તન આદેશ આપવા માટે બાકી રહેલો સમય 60 દિવસથી ઓછો હોય, તો તે આપમેળે 60 દિવસ સુધી વધારવામાં આવશે.
25. જો આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 264 અંતર્ગત કોઈ અરજી 01.04.2026 ના રોજ બાકી હોય, તો તેનો નિકાલ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવશે — આવકેવરા અધિનિયમ, 1961 કે આવકેવરા અધિનિયમ, 2025 હેઠળ?
આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 264 અંતર્ગત ફાઈલ કરાયેલ અને 01.04.2026 ના રોજ બાકી રહેલી પુનરાવર્તન અરજીનો નિકાલ આવકેવરા અધિનિયમ, 1961 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવશે. આવકેવરા અધિનિયમ, 2025 ની કલમ 536(2)(c) અને (e) સ્પષ્ટ રીતે જણાવે છે કે નવા અધિનિયમના પ્રારંભની તારીખે બાકી રહેલી કોઈપણ કાર્યવાહી, જેમાં પુનરાવર્તન સંબંધિત કાર્યવાહી પણ સમાવેશ થાય છે, તે ચાલુ રહેશે અને તેનો નિકાલ એવો માનવામાં આવશે કે નવો અધિનિયમ લાગુ કરવામાં આવ્યો નથી. કલમ 264 હેઠળની પુનરાવર્તન કાર્યવાહી એ નિરસન કરાયેલા અધિનિયમ હેઠળ શરૂ કરાયેલ વૈધાનિક કાર્યવાહી છે, અને તેના અધિકારો, કાર્યક્ષેત્ર, મુદ્ત અને સત્તાઓ તે જ અધિનિયમ દ્વારા નિયંત્રિત રહેશે.