આવકવેરા ફોર્મ
આવકવેરા ફોર્મ વારંવાર પૂછાતા પ્રશ્નો
1. હું 1લી એપ્રિલ, 2026 પછી નવા કાયમી ખાતા નંબર માટે અરજી કરવા માંગુ છું. મારે કયા ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ?
01.04.2026 ના રોજ અથવા ત્યારબાદ નવા કાયમી ખાતા નંબરની ફાળવણી માટેની અરજીઓ આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત નવા ફોર્મમાં ફાઈલ કરેલ હોવી જોઈએ.
2. 31.03.2026 ના રોજ બાકી PAN અરજીઓનું શું થશે? શું તે 01.04.2026 ના રોજ અસ્વીકાર્ય તરીકે ગણાશે? શું નવા અધિનિયમ અંતર્ગત નવી અરજી કરવી જરૂરી છે?
31.03.2026 ના રોજ બાકી PAN ફાળવણી અરજીઓ માન્ય રહેશે. નવા અધિનિયમ અંતર્ગત નવી અરજી સબમિટ કરવાની કોઈ જરૂર નથી.
3. શું નવા ફોર્મથી વિદ્યમાન PAN/TAN નંબરો પર કોઈ અસર થશે?
ના. વિદ્યમાન PAN/TAN નંબરો માન્ય રહેશે અને આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત ચાલુ રહેશે. નવા ફોર્મ (93, 94, 95, 96, 134 અને 135) માત્ર 01.04.2026 ના રોજ અથવા ત્યારબાદ ફાઈલ કરેલ નવી અરજીઓ માટે છે.
4. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ચોક્કસ ઉલ્લેખિત લેવડ-દેવડ કરતી વખતે PAN દર્શાવવું ફરજિયાત છે. જો કે, જો કોઈ વ્યક્તિ પાસે PAN નંબર ન હોય, તો તે ફોર્મ નંબર 60 ફાઈલ કરીને આવી લેવડ-દેવડ કરી શકે છે. શું આવકવેરા અધિનિયમ, 2025 માં સમાન વ્યવસ્થા ઉપલબ્ધ છે?
હા. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત જે વ્યક્તિઓ પાસે PAN નંબર નથી, તેઓ આવકવેરા નિયમો, 2026 ના નિયમ 159 (2) માં ઉલ્લેખિત લેવડ-દેવડમાં ફોર્મ નંબર 97 માં જાહેરાત ફાઈલ કરીને પ્રવેશ કરી શકે છે. આમ, નવા અધિનિયમ અંતર્ગત ફોર્મ નંબર 97 અગાઉના ફોર્મ નંબર 60 ને બદલે છે. જો કે, આવકવેરા નિયમો, 1962 ના નિયમ 114B અને 114BA માં ઉલ્લેખિત લેવડ-દેવડની સામે નવા નિયમ 159(2) માં ઉલ્લેખિત લેવડ-દેવડના કાર્ય ક્ષેત્રમાં કેટલાક ફેરફાર થયા છે.
5. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, દરેક વ્યક્તિગત કે જેમણે ફોર્મ નંબર 60માં જાહેરાત પ્રાપ્ત કરી છે, તેમને આવકવેરા વિભાગને ફોર્મ નંબર 61માં અર્ધ વાર્ષિક નિવેદન દાખલ કરવું જરૂરી હતું. શું આ જરૂરિયાત આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત ચાલુ રહે છે?
હા. આવકવેરા નિયમો, 2026 અંતર્ગત, દરેક વ્યક્તિ કે જેમણે ફોર્મ નંબર 97માં જાહેરાત પ્રાપ્ત કરી છે, તેમણે આવકવેરા વિભાગને ફોર્મ નંબર 98 માં અર્ધ વાર્ષિક નિવેદન દાખલ કરવું જરૂરી છે.
6. ઓછા/શૂન્ય કપાત પ્રમાણપત્રનો હેતુ શું છે અને આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત તેને અનુરૂપ જોગવાઈ કઈ છે?
ઓછા/શૂન્ય કપાત પ્રમાણપત્ર કરદાતાને નિર્ધારિત/શૂન્ય દર કરતાં નીચા દરે કપાત થયેલ TDS કરાવવાની સુવિધા આપે છે, જ્યાં કરદાતાની અંદાજીત કુલ આવક આને યોગ્ય ઠેરવે છે. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, આ જોગવાઈ કલમ 197માં સમાવિષ્ટ હતી. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત, તેને અનુરૂપ જોગવાઈઓ કલમ 395(1)માં સમાવિષ્ટ છે. મૂળભૂત જોગવાઈઓ સમાન રહે છે — ભરનાર આકારણી અધિકારીને અરજી કરે છે, જે કુલ આવક નીચા દરને યોગ્ય ઠેરવે છે તેનાથી સંતુષ્ટ થયા બાદ, તે મુજબ પ્રમાણપત્ર જારી કરે છે.
7. જૂના અધિનિયમની કલમ 197 અંતર્ગત જારી કરાયેલ ઓછા/શૂન્ય કપાત પ્રમાણપત્ર 1લી એપ્રિલ, 2026 ના રોજ અથવા ત્યારબાદ કરવામાં આવેલ ચૂકવણી/જમા માટે માન્ય રહેશે?
હા. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 197 અંતર્ગત જારી કરાયેલ પ્રમાણપત્ર 1લી એપ્રિલ, 2026 ના રોજ અથવા ત્યારબાદ કરવામાં આવેલ ચૂકવણી/જમા માટે માન્ય રહેશે, જો કે તે કર વર્ષ 2026-27 માટે અંદાજિત મળવાપાત્ર રકમના સંદર્ભમાં કરની ઓછી/શૂન્ય કપાત માટે જારી કરવામાં આવ્યું હોય.
8. કર વર્ષ 2026-27 માટે નવા અધિનિયમ અંતર્ગત ઓછા/શૂન્ય કપાત પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
ભરનારએ આવકવેરા નિયમો, 2026 માં નિર્ધારિત કર્યા મુજબ ફોર્મ સંખ્યા 128માં અરજી કરવી આવશ્યક છે. આકારણી અધિકારી, ભરનારની કુલ આવક નીચા દર અથવા કપાત ન કરવા પાત્ર છે તેવા નિર્ધારની સંતુષ્ટિ બાદ, દર અને તેની માન્યતા અવધિ દર્શાવતું પ્રમાણપત્ર ફાળવશે. અરજી પ્રક્રિયા વિદ્યમાન પ્રક્રિયાને અનુરૂપ ટ્રેસીસ પોર્ટલ અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઉપલબ્ધ રહેશે.
9. 1961ના અધિનિયમ અંતર્ગત ફોર્મ 15G અને ફોર્મ 15H ફાઈલ કરવાનો મૂળભૂત હેતુ શું છે?
1961 ના અધિનિયમના વૈધાનિક માળખા અંતર્ગત, ફોર્મ 15G અને ફોર્મ 15H પાત્ર કરદાતાઓ દ્વારા ચુકવનાર (જેમ કે બેંક અથવા નાણાકીય સંસ્થા) ને સબમિટ કરવામાં આવતી સ્વ-ઘોષણાઓ છે, જેમાં TDS ની કપાત ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે.
10. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ફોર્મ 15G અને ફોર્મ 15H ને કઈ વૈધાનિક જોગવાઈઓ દ્વારા સંચાલિત કરવામાં આવતા હતા, અને આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત તેને અનુરૂપ જોગવાઈ કઈ છે?
આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, ફોર્મ 15G અને ફોર્મ 15H કલમ 197A દ્વારા સંચાલિત હતા. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત, તેને અનુરૂપ જોગવાઈ કલમ 393(6) છે, જે આવકના પ્રાપ્તકર્તાને લેખિત જાહેરાત રજૂ કરવાની પરવાનગી આપે છે કે કર વર્ષ માટે તેની અંદાજીત કુલ આવક પર કર શૂન્ય હશે.
11. કર વર્ષ 2026-27 માટે ફોર્મ 15G/15H કયા ફોર્મેટમાં રજૂ કરવું જોઈએ?
01.04.2026 ના રોજ અથવા ત્યારબાદ શરૂ થતા કર વર્ષ માટે, આવી જાહેરાત આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત ફોર્મ નંબર 121 માં રજૂ કરવી આવશ્યક છે.
12. જૂના વૈધાનિક માળખા અંતર્ગત ફોર્મ 15G અને ફોર્મ 15H રજૂ કરવા માટે કોણ પાત્ર છે અને શું 2025 ના અધિનિયમ અંતર્ગત પાત્રતાના માપદંડમાં કોઈ બદલાવ છે?
ફોર્મ 15G નિવાસી વ્યક્તિ દ્વારા 60 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ અથવા અન્ય પાત્ર વ્યક્તિઓ (કંપનીઓ અને પેઢીઓને બાદ કરતા) દ્વારા નિર્ધારિત આવક મર્યાદાને અધીન રજૂ કરી શકાય છે. ફોર્મ 15H 60 વર્ષ અથવા તેથી વધુ ઉંમર/વય ધરાવતા નિવાસી વ્યક્તિ દ્વારા રજૂ કરી શકાય છે. પાત્રતાના માપદંડો 2025 ના અધિનિયમની કલમ 393(6) અંતર્ગત સમાન રહે છે.
13. ફોર્મ 15G/15H માટે અલગ UIN ફાળવણી કરવાની અગાઉની પદ્ધતિ અંતર્ગત કઈ મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો હતો, અને સુધારેલ માળખા દ્વારા આ મુદ્દાનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે?
અગાઉની પદ્ધતિ અંતર્ગત, દરેક ચુકવનાર અથવા કપાતકર્તાએ પ્રાપ્ત થયેલ દરેક ફોર્મ 15G/15H માટે અલગ અનન્ય ઓળખ નંબર (UIN) જનરેટ કરવો જરૂરી હતો, ભલે જાહેરાત કરનારનું PAN અને કર વર્ષ સમાન હોય. આના પરિણામે એકીકરણમાં પુનરાવર્તન અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થતી હતી.
સુધારેલ માળખા અંતર્ગત, આપેલ કર વર્ષ માટે દરેક PAN માટે વિભાગ દ્વારા એક UIN ફાળવણી કરવામાં આવશે. સમાન કરદાતા દ્વારા વિવિધ ચુકવનારને રજૂ કરેલ તમામ જાહેરાતોને આ એક UIN સાથે જોડવામાં આવશે, જેના દ્વારા એકીકરણ, સરળ ટ્રેકિંગ અને પુનરાવર્તન દૂર કરવાનું સુનિશ્ચિત થશે. ચુકવનારને વિભાગીય પોર્ટલ પરથી સુસંગત UIN મેળવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવશે.
14. અગાઉના માળખામાં, કરદાતાઓને ઘણીવાર ફોર્મ 15G અથવા ફોર્મ 15H દાખલ કરવું કે નહીં તે નક્કી કરવામાં મૂંઝવણનો સામનો કરવો પડતો હતો. નવી પદ્ધતિમાં આ મુદ્દાનું કેવી રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે?
પેહલા, કરદાતાઓએ પાત્રતા નક્કી કરવા માટે અને ફોર્મ 15G અથવા ફોર્મ 15H માંથી કોઈ એક રજૂ કરવું પડતું હતું, જેના કારણે ક્યારેક અનિશ્ચિતતા ઊભી થતી હતી. સુધારેલ માળખા દ્વારા બંને ફોર્મને એક જ એકીકૃત ફોર્મ 121માં સમાવવામાં આવ્યા છે, જેના દ્વારા અસ્પષ્ટતા દૂર થાય છે અને કરદાતાઓ તેમજ ચુકવનાર માટે
પાલન સરળ બને છે.
15. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત બાકી રકમ અથવા આગોતરા પગારની પાવતીથી ઉદ્ભવતી વધારે કર જવાબદારીને ઘટાડવા માટે રાહતનો દાવો કરવા માટે કયું ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે?
આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 157 કરદાતાને રાહત પ્રદાન કરે છે, જ્યાં પગાર આગોતરી અથવા બાકી રકમ તરીકે પ્રાપ્ત થઈ રહ્યો હોય અથવા ગ્રેચ્યુઈટી, કપાત વળતર અથવા પેન્શનના રૂપાંતરની પાવતી હોય. તેનો હેતુ એક જ વર્ષમાં આવક એકત્રિત થવાથી ઉદ્ભવતા વધારે કર બોજને તટસ્થ કરવાનો છે. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, કરદાતાએ આવી રાહતનો દાવો કરવા માટે ફોર્મ 10E દાખલ કરવું જરૂરી હતું, પરંતુ, આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત, આ રાહતનો દાવો કરવા માટે કરદાતાએ અધિનિયમની કલમ 263(1)(c) અંતર્ગત ઉલ્લેખિત નિયત તારીખના રોજ અથવા તે પહેલાં ફોર્મ નંબર 39 દાખલ કરવું જરૂરી છે.
16. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત ફાઈલ કરવા જરૂરી ફોર્મ નંબર 39 ની સંરચના શું છે?
ફોર્મ 39 માં બે ભાગો છે:
(i) ભાગ A — કરદાતાની મૂળભૂત વિગત અને કર વર્ષ કે જેના માટે રાહતનો દાવો કરવામાં આવ્યો છે;
(ii) ભાગ B — પ્રાપ્તિની વિગતો (અતિરિક્ત પગાર, નિવૃત્તી લાભ/ગ્રેચ્યુઈટી, કપાત વળતર, પેન્શનનું રૂપાંતર) સાથે એકરૂપ ગણતરી કોષ્ટકો અને સ્વયં સંચાલિત રાહત;
17. અગાઉના ફોર્મ નંબર 10E ની સરખામણીમાં ફોર્મ સંખ્યા 39 માં કેવી રીતે સુધારો કરવામાં આવ્યો છે?
અગાઉ, ફોર્મ નંબર 10E માં કરદાતાઓને સમાન વ્યક્તિગત અને નાણાકીય વિગતો વારંવાર દાખલ કરવી જરૂરી હતી, જેના કારણે પાલનનો બોજ વધતો હતો, સમય લાગતો હતો અને ભૂલો થતી હતી. ફોર્મ 39 આ મુદ્દાઓને સ્માર્ટ, ટેકનોલોજી આધારિત ઈન્ટરફેસ દ્વારા ઉકેલ લાવે છે, જેમાં ડેટાનું સ્વયં સંચાલિત ભરણ, વાસ્તવિક સમયની ચકાસણી, પ્રમાણિત ઈનપુટ સાધનો (ડ્રોપ-ડાઉન અને તારીખ પસંદગીકાર), ડેટાબેઝ એકીકરણ, ચેકબોક્સ આધારિત ચકાસણી વગેરેનો સમાવેશ થાય છે. આ સુધારાઓ નકલ ઘટાડે છે, સચોટતા વધારે છે અને પાલનને સરળ બનાવે છે.
18. અગાઉના ફોર્મ નંબર 10Eની સરખામણીમાં ફોર્મ નંબર 39માં કરવામાં આવેલા અન્ય સુધારાઓ કયા છે?
અગાઉના ફોર્મમાં કુલ આવક અને 1961ના અધિનિયમની કલમ 89(1) અંતર્ગત કર રાહતની
ગણતરી કરવા માટે સંરચિત ગણતરી કોષ્ટકો સમાવિષ્ટ ન હતા. આ સ્પષ્ટતાના અભાવને કારણે
કરદાતાઓને પાત્ર રાહત રકમનું નિર્ધારણ કરતી વખતે ઘણીવાર મૂંઝવણ થતી હતી.
જોકે, ફોર્મ નંબર 39માં હવે પ્રાપ્તિના દરેક વર્ગ માટે સમાન ગણતરી કોષ્ટકો, જેમ કે અતિરિક્ત પગાર, નિવૃત્તી લાભ/ગ્રેચ્યુઈટી, પેન્શન અને અન્ય પાત્ર બાકી રકમ/પ્રાપ્તિ શામેલ છે.
આ કોષ્ટકો સૂત્રો અને સંરચિત ગણતરીઓને સ્પષ્ટ રીતે દર્શાવે છે, જે કરદાતા દ્વારા કરવામાં આવતા ઈનપુટને સરળ બનાવે છે અને પદ્ધતિ આધારિત પ્રમાણીકરણને સક્ષમ બનાવે છે. આ વધુ સ્પષ્ટતા, પારદર્શિતા અને ફાઈલ કરવાનું સરળ બનાવે છે.
19. AY 2026 -27 માં રાહતનો દાવો કરવા માટે મારે કયા ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ, જેના માટે રિટર્ન 31 જુલાઈ 2026 સુધીમાં ફાઇલ કરવાનું છે?
આકારણી વર્ષ 2026-27 માટે આવકની લાંબા ગાળાની નાણાં વ્યવસ્થા આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા નિયંત્રિત થશે, તેથી જૂના અધિનિયમની કલમ 89 અંતર્ગત કોઈપણ રાહતનો દાવો કરવા માટે કરદાતાએ માત્ર ફોર્મ 10E દાખલ કરવું જરૂરી રહેશે. નવું ફોર્મ નંબર 39 માત્ર આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત દાવા કરાયેલ રાહત માટે લાગુ પડશે અને તેથી અસરકારક કર વર્ષ 2026-27 થી લાગુ પડશે.
20. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ફોર્મ 15CA અને ફોર્મ 15CB નો હેતુ શું છે અને આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત તેને અનુરૂપ જોગવાઈઓ કઈ છે?
ફોર્મ 15CA રેમિટર (બિન-નિવાસી વ્યક્તિને ચુકવણી કરનાર વ્યક્તિ) દ્વારા રેમિટન્સના પ્રકાર અને લાગુ TDS અંગેની માહિતી રજૂ કરવા માટેની જાહેરાત છે. ફોર્મ 15CB એક હિસાબનીશનું પ્રમાણપત્ર છે, જે રેમિટન્સના પ્રકાર, લાગુ DTAA જોગવાઈઓ અને TDS દરને પ્રમાણિત કરે છે. જૂના અધિનિયમ અંતર્ગત, આ બાબતો આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 195(6) દ્વારા નિયંત્રિત હતી.
આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત તેને અનુરૂપ જોગવાઈઓ કલમ 397(3)(d) માં સમાવિષ્ટ છે. નવા અધિનિયમ હેઠળ તેને અનુરૂપ ફોર્મ, ફોર્મ નંબર 145 (જૂના ફોર્મ 15CA ના સમકક્ષ) અને ફોર્મ નંબર 146 (જૂના ફોર્મ 15CB ના સમકક્ષ) છે.
21. શું 31 માર્ચ 2026 પહેલા કરવામાં આવેલ રેમિટન્સ માટે રજૂ કરેલ ફોર્મ 15CA/15CB નવા અધિનિયમ શરૂ થયા પછી પણ માન્ય રહેશે?
હા — 31 માર્ચ 2026 પહેલા કરવામાં આવેલ રેમિટન્સ માટે પહેલેથી રજૂ કરેલ ફોર્મ 15CA/15CB, 1 એપ્રિલ 2026 થી અમલમાં આવતા નવા આવકવેરા અધિનિયમ બાદ પણ માન્ય રહેશે, પરંતુ શરત એ છે કે રેમિટન્સ વાસ્તવમાં ફોર્મમાં ઉલ્લેખિત તારીખે અથવા તે પહેલાં કરવામાં આવેલ હોવું જોઈએ. વર્તમાન પદ્ધતિ અંતર્ગત, આ ફોર્મો ફાઈલ કરેલ ફોર્મ 15CA/15CB માં ઉલ્લેખિત પ્રસ્તાવિત રેમિટન્સ તારીખ સુધી માન્ય હોય છે. જો કોઈ કારણસર તે અવધિમાં રેમિટન્સ પૂર્ણ ન થયું હોય, તો કરદાતાને ચુકવણીની પ્રક્રિયા કરતા પહેલાં ફરીથી નવા ફોર્મ દાખલ કરવાની જરૂર પડશે.
22. 1 એપ્રિલ 2026 થી અથવા ત્યારબાદ કરવામાં આવેલ રેમિટન્સ માટે કયા ફોર્મ અને જોગવાઈઓ લાગુ પડશે?
1 એપ્રિલ 2026થી અથવા ત્યારબાદ કરવામાં આવેલ રેમિટન્સ માટે આવકવેરા અધિનિયમ, 2025ની જોગવાઈઓ લાગુ થશે. આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત ફોર્મો (ફોર્મ નં. 145 અને 146)નો ઉપયોગ કરવો જરૂરી છે. મૂળભૂત આવશ્યકતાઓ — રેમિટન્સ અંગે માહિતી રજૂ કરેલ, નિર્ધારિત મર્યાદાથી અધિક રકમ માટે હિસાબનીશનું પ્રમાણપત્ર મેળવવું, TDS પાલન સુનિશ્ચિત કરવું — સમાન રહેશે.
23. નવા અધિનિયમ અંતર્ગત ફોર્મ 15CA/15CB ફાઈલ કરવા માટેની મર્યાદામાં કોઈ ફેરફાર છે?
ફોર્મ નં. 145 (ફોર્મ 15CA સમકક્ષ)માં માહિતી ફોર્મ ફાઈલ કરવું અને ફોર્મ નં. 146 (ફોર્મ 15CB સમકક્ષ)માં હિસાબનીશનું પ્રમાણપત્ર ફાઈલ કરવા માટેની મર્યાદાઓ આવકવેરા નિયમો, 2026ના નિયમ 220 અંતર્ગત નિર્ધારિત છે. આવકવેરા નિયમો, 2026 જૂના નિયમોની જેમ સમાન મર્યાદાઓ જાળવી રાખે છે.
24. જો ફેબ્રુઆરી 2026માં ઉપાર્જિત જવાબદારી માટે એપ્રિલ 2026માં રેમિટન્સ કરવામાં આવે, તો TDS દરો અને રિપોર્ટિંગ ફોર્મેટ કયા કાયદા (IT અધિનિયમ 1961 કે 2025) દ્વારા નિયંત્રિત થશે?
પ્રક્રિયાત્મક જરૂરિયાત (ફોર્મ 15CA/15CB) રેમિટન્સની તારીખે લાગુ કાયદા (2025 અધિનિયમ) અનુસાર રહેશે. જોકે, અંતર્ગત આવકની કરપાત્રતા ઉપાર્જનના વર્ષ (1961 એક્ટ) પર લાગુ કાયદા દ્વારા નિયંત્રિત થાય છે.
25. આવકવેરા નિયમો, 2026 અંતર્ગત ફોર્મ સંખ્યા 145ની સંરચના શું છે અને તે રેમિટર માટે કેવી રીતે લાભદાયી છે?
ફોર્મ નં.145 માં ચાર ભાગો છે:
(i) ભાગ A — જો રેમિટન્સ અધિનિયમ અંતર્ગત કરપાત્ર હોય અથવા વર્ષ દરમિયાન એકંદરે ₹5 લાખથી અધિક ન થાય તો ફાઈલ કરવા માટે;
(ii) ભાગ B — જો રેમિટન્સ અધિનિયમ અંતર્ગત કરપાત્ર હોય અને રેમિટન્સ ₹5 લાખથી અધિક હોય તથા આકારણી અધિકારી પાસેથી કલમ 395(1)/395(2) હેઠળ પ્રમાણપત્ર મેળવેલ હોય તો ફાઈલ કરવા માટે;
(iii) ભાગ C — જો રેમિટન્સ અધિનિયમ અંતર્ગત કરપાત્ર હોય અને રેમિટન્સ ₹5 લાખથી અધિક હોય તથા હિસાબનીશનું પ્રમાણપત્ર (ફોર્મ નં. 146) મેળવેલ હોય તો ફાઈલ કરવાનું રહેશે;
(iv) ભાગ D — જો રેમિટન્સ અધિનિયમ અંતર્ગત કરપાત્ર ન હોય તો ફાઈલ કરવાનું રહેશે {નિયમ 220(3)માં સંદર્ભિત ચુકવણીઓ સિવાય.
મુખ્ય ફાયદો: નવા માળખા અંતર્ગત, ફોર્મ 145માં જ્યાં ભાગ B કરવામાં આવે છે (આકારણી અધિકારી
નું પ્રમાણપત્ર મેળવેલ હોય), ત્યાં ભાગ C જરૂરી નથી. આથી જૂની પદ્ધતિમાં રહેલ
પુનરાવર્તન દૂર થાય છે.
26. ફોર્મ 146માં રજૂ કરાયેલ UDIN સુવિધા શું છે?
UDIN (યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર) ICAI API મારફતે રિયલ-ટાઈમ ચકાસણી માટે રજૂ કરવામાં આવ્યો છે. આથી હિસાબનીશના પ્રમાણપત્રની અધિકૃતતા સુનિશ્ચિત થાય છે અને છેતરપિંડી અટકાવવામાં આવે છે. માત્ર અસલી ફોર્મ 146 રજૂ કરેલ સ્વીકારવામાં આવે છે, જેના કારણે કરદાતા અને વિભાગ બંનેને ફાયદો થાય છે.
27. જો રેમિટર પાસે AO પ્રમાણપત્ર હોય તો પણ શું હિસાબનીશનું પ્રમાણપત્ર (ફોર્મ 146) જરૂરી રહેશે?
ના. ફોર્મ સંખ્યા 145 ના ભાગ B (AO પ્રમાણપત્ર સાથે) ફાઈલ કરનાર કરદાતાઓને હિસાબનીશ પાસેથી ફોર્મ 146 મેળવવાની જરૂર નથી. આ રેમિટર માટે પાલનના બોજ અને ખર્ચમાં મહત્વપૂર્ણ ઘટાડો છે.
28. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કર હિસાબ તપાસણી માટે શું જરૂર છે અને શું મર્યાદામાં કોઈ બદલાવ આવ્યો છે?
આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 63 (જૂના અધિનિયમની કલમ 44ABને અનુરૂપ) ખાતાની હિસાબ-તપાસણી માટેની જરૂર નિર્ધારિત કરે છે. કર હિસાબ તપાસણી માટેની મર્યાદાઓ જૂના અધિનિયમમાં જેમ હતી તેમ જ સમાન રહે છે:
(i) વ્યવસાય: કુલ વેચાણ, ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિ ₹1 કરોડથી અધિક હોય (જ્યાં રોકડ લેવડ-દેવડ કુલ પ્રાપ્તિના 5% અને કુલ ચુકવણીના 5% થી અધિક ન હોય ત્યાં ₹10 કરોડ);
(ii) વ્યવસાય: કુલ આવક રૂ.50 લાખથી વધુ;
(iii) નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી આવક જાહેર કરનાર અને અનુમાનિત કરવેરા પદ્ધતિમાંથી બહાર નીકળનાર વ્યક્તિઓ.
29. નાણાકીય વર્ષ 2025-26 (આકારણી વર્ષ 2026-27) માટે કર હિસાબ તપાસણી માટે કયા ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ?
નાણાકીય વર્ષ 2025-26 (આકારણી વર્ષ 2026-27) માટે, કર હિસાબ તપાસણી રિપોર્ટ આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત નિર્ધારિત વિદ્યમાન — ફોર્મ 3CA (અન્ય કાયદા અંતર્ગત હિસાબ-તપાસણી કરાયેલ વ્યક્તિઓ માટે), ફોર્મ 3CB (અન્ય તમામ માટે), અને ફોર્મ 3CD (1961 અધિનિયમની કલમ 44AB અંતર્ગત વિગતોનું નિવેદન) ફોર્મોનો ઉપયોગ કરીને ફાઈલ કરેલ કરવો પડશે. આકારણી વર્ષ 2026-27 માટે કર હિસાબ તપાસણી રિપોર્ટ ફાઈલ કરવા માટેની નિયત તારીખ 30 સપ્ટેમ્બર, 2026 છે.
30. આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કર વર્ષ 2026-27 માટે કર હિસાબ તપાસણી માટે કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે?
કર વર્ષ 2026-27 માટે, કર હિસાબ તપાસણી રિપોર્ટ આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત ફોર્મ નં. 26નો ઉપયોગ કરીને ફાઈલ કરવો પડશે. ફોર્મ નં. 26 અગાઉના ફોર્મ નં. 3CA, ફોર્મ 3CB અને ફોર્મ 3CD ને એકીકૃત કરે છે. કર વર્ષ 2026-27 માટે કર હિસાબ તપાસણી રિપોર્ટ ફાઈલ કરવા માટેની નિયત તારીખ 30 સપ્ટેમ્બર, 2027 રહેશે.
31. આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત નવા ફોર્મ નં. 26 (કર હિસાબ તપાસણી રિપોર્ટ) ની મુખ્ય વિશેષતાઓ કઈ છે?
નવા ફોર્મ નં. 26ની મુખ્ય વિશેષતાઓનો સારાંશ નીચે મુજબ છે:
(i) અગાઉના ત્રણેય હિસાબ-તપાસણી ફોર્મ (ફોર્મ નં. 3CA, ફોર્મ નં. 3CB અને ફોર્મ નં. 3CD) ને સંરચિત અને પ્રમાણભૂત રિપોર્ટિંગ સાથે એક જ સ્માર્ટ, એકીકૃત ફોર્મમાં એકત્રિત કરવામાં આવ્યા છે.
(ii) હિસાબ-તપાસણી અનુચ્છેદો અને ખુલાસાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે અને ITR માળખા સાથે સુસંગત કરવામાં આવ્યા છે, જેથી હિસાબ તપાસણી રિપોર્ટ અને આવકના રિટર્ન વચ્ચે એકરૂપતા સુનિશ્ચિત થાય.
(iii) અસ્વીકાર્ય ખર્ચ સંબંધિત અનુચ્છેદને વિગતવાર આઈટમ-વાર રિપોર્ટિંગના બદલે એક જ એકીકૃત જાહેરાતમાં સરળ બનાવવામાં આવ્યો છે.
(iv) વધુ પારદર્શિતા માટે અલગ અનુસૂચિ પ્રારૂપ જેમ કે અનુસૂચિ - નુકસાન, અવમૂલ્યન અને કપાત, અનુસૂચિ - પહેલાની અવધિ, અનુસૂચિ - પ્રાપ્તિ/આવકની ગણતરી, અનુસૂચિ - ખર્ચની ગણતરી દાખલ કરવામાં આવી છે.
(v) હિસાબ-તપાસણી કરનારના સભ્યપદ નંબર, પેઢી નોંધણી નંબર,
અને UDIN નો ફરજિયાત ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે. નફા અને નુકસાન ખાતામાંથી પસાર ન થયેલ મૂડી પ્રાપ્તિઓ અને માનવામાં આવતી આવકોના રિપોર્ટિંગ માટે સમર્પિત ક્ષેત્રો રજૂ કરવામાં આવ્યા છે.
32. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ધર્માદા સંસ્થાને આપવામાં આવેલી કામચલાઉ મંજૂરી 01.04.2026 પછી માન્ય રહેશે?
આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 536(2)(j)ની જોગવાઈઓ પ્રમાણે, આવકવેરા અધિનિયમ, 1961ની કોઈપણ જોગવાઈ અંતર્ગત આપવામાં આવેલી કોઈપણ મંજૂરી અથવા મંજૂર થયેલ માન્યતા, જ્યાં સુધી તે 2025 અધિનિયમની તેને અનુરૂપ જોગવાઈઓ સાથે અસંગત ન હોય ત્યાં સુધી, અમલમાં રહેશે. આમ, જૂના અધિનિયમ અંતર્ગત ધર્માદા સંસ્થાને આપવામાં આવેલી કામચલાઉ મંજૂરી માત્ર એટલા માટે અસ્વીકાર્ય નહીં બને કે નવો અધિનિયમ 01.04.2026થી લાગુ થાય છે.
33. જો કોઈ ધર્માદા સંસ્થા 01.04.2026 પછી કામચલાઉ નોંધણી માટે અરજી કરવા માંગે છે, તો તેણે કયા ફોર્મમાં અરજી દાખલ કરવી જોઈએ?
01.04.2026 ના રોજ અથવા ત્યાર પછી નવી રીતે ફાઈલ કરેલ તમામ અરજીઓ આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત નિયંત્રિત થશે. તેથી, 01.04.2026 પછી કોઈપણ ધર્માદા સંસ્થાએ તેની અરજી ફોર્મ નં. 104 (અગાઉના ફોર્મ નં. 10A ને અનુરૂપ)માં દાખલ કરવી જોઈએ.
34. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ફાઈલ કરેલ અને 31.03.2026 ના રોજ બાકી રહેલી નોંધણી અરજીઓનું શું થશે?
કલમ 536(2)(e) ની જોગવાઈઓ પ્રમાણે, આવી તમામ અરજીઓનો નિકાલ આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવશે. તેથી, માત્ર નવો અધિનિયમ 01.04.2026 થી લાગુ થાય છે એટલા માટે નવી અરજી દાખલ કરવાની જરૂર નથી.
35. આવકવેરા નિયમો, 2026 અંતર્ગત નિર્ધારિત નવા ફોર્મ નં. 104ની મુખ્ય વિશેષતાઓ કઈ છે?
નવા ફોર્મ નં. 104ની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ સારાંશરૂપે આપવામાં આવી છે:
(i) સમગ્ર ફોર્મ નં. 104ને નોંધપાત્ર રીતે સરળ બનાવવામાં આવ્યું છે અને તેની લંબાઈમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
(ii) સંપત્તિઓ અને જવાબદારીની વિગતો મુખ્ય ફોર્મમાંથી દૂર કરવામાં આવી છે અને હવે તે માત્ર ત્યારે જ અપલોડ કરવી જરૂરી છે જ્યારે અરજદારે આવકનું રિટર્ન ફાઈલ કરેલ ન હોય.
(iii) કુલ આવકનું બ્રેકઅપ અને પાછલા ત્રણ કર વર્ષ માટે ધાર્મિક ખર્ચની વિગતો પ્રદાન કરવાની જરૂર ફોર્મમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે.
36. શું પોર્ટલ પરની ઈ-ફાઈલિંગ ઉપયોગિતા એકસાથે જૂના અને નવા ફોર્મ સંસ્કરણને સમર્થન આપશે?
હા. સરકાર યોગ્ય પગલાં લઈ રહી છે જેથી સંક્રમણ અવધિ દરમિયાન ઈ-ફાઈલિંગ પોર્ટલ જૂના ફોર્મ (આકારણી વર્ષ 2026-27 અને અગાઉના વર્ષો માટે) અને નવા ફોર્મ (કર વર્ષ 2026-27 થી આગળ માટે) બંનેને એકસાથે સમર્થન આપે તે સુનિશ્ચિત કરી શકાય. કરદાતાઓએ યોગ્ય વર્ષ (આ.વ. અથવા કર વર્ષ) પસંદ કરવાનું સુનિશ્ચિત કરવું જોઈએ અને પોર્ટલ તેમને યોગ્ય ફોર્મ માટે માર્ગદર્શન આપશે.