ITR-V વારંવાર પુછાતા પ્રશ્નો/30 દિવસની સમયરેખા રિટર્નની ઈ-ચકાસણી માટે

Frequently Asked Questions

ITR-V વારંવાર પુછાતા પ્રશ્નો/30 દિવસની સમયરેખા રિટર્નની ઈ-ચકાસણી માટે

1. ઈ-ચકાસણી અથવા ITR-V સબમિટ કરવા માટેની સમય મર્યાદા શું છે?

આવકવેરા રિટર્ન દાખલ કરવાની તારીખથી ઇ-ચકાસણી અથવા ITR-V સબમિટ કરવા માટેની સમય મર્યાદા 30 દિવસની રહેશે.
(વધુ માહિતી માટે સંદર્ભ લો: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024)

2. જો ડેટા પ્રસારિત કરવાના 30 દિવસની અંદર ITR-V સબમિટ કરવામાં આવે તો આવકનું રિટર્ન રજૂ કરવાની તારીખ કઈ હશે?

જો આવકવેરા રિટર્ન અપલોડ કરવામાં આવે અને અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITR-V સબમિટ કરવામાં આવે, તો આવા કિસ્સાઓમાં આવકવેરા રિટર્ન અપલોડ કરવાની તારીખને આવકવેરા રિટર્ન રજૂ કરવાની તારીખ તરીકે ગણવામાં આવશે.

ITR ચકાસણી માટેની ઘટાડેલી સમય મર્યાદાની અસરનું ઉદાહરણ નીચે મુજબ છે.

ITR અપલોડ કરવાની તારીખITR ચકાસણીની તારીખITR રજૂ/ ફાઇલ કરવા માટે ધ્યાનમાં લેવાયેલી તારીખ
5 જુલાઈ 202510 જુલાઈ 20255 જુલાઈ 2025
5 જુલાઈ 202510 ઓગસ્ટ 202510 ઓગસ્ટ 2025

 

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

3. જો ઈ-ચકાસણી અથવા ITR-V 30 દિવસની સમયમર્યાદા બાદ સબમિટ કરવામાં આવે તો શું થશે?

જ્યાં આવકવેરા રિટર્ન નિયત તારીખની અંદર અપલોડ કરવામાં આવ્યું હોય પરંતુ અપલોડ કર્યાના 30 દિવસ પછી ઇ-ચકાસણી અથવા ITR-V સબમિટ કરવામાં આવ્યું હોય, તેવા કિસ્સાઓમાં ઇ-ચકાસણી/ITR-V સબમિટ કરવાની તારીખને આવકવેરા રિટર્ન રજૂ કરવાની તારીખ તરીકે ગણવામાં આવશે અને અધિનિયમ હેઠળ રિટર્ન મોડું દાખલ કરવાના તમામ પરિણામો, જે લાગુ પડતા હોય તે મુજબ, ભોગવવા પડશે. 30 દિવસના સમયગાળાની આકારણીના હેતુ માટે,CPC ખાતે યોગ્ય રીતે ચકાસણી થયેલ ITR-V મળવાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે જ્યાં અપલોડ કર્યા પછી આવકવેરા રિટર્નની ચકાસણી કરવામાં ન આવે, તેવા રિટર્નને અમાન્ય ગણવામાં આવશે, જો કે વાસ્તવિક વિલંબ માટે વિલંબ માફીની વિનંતી સબમિટ કરી શકાય છે.

ITR ચકાસણી માટે ઘટાડેલી સમય મર્યાદાની અસરનું ઉદાહરણ નીચે આપેલ છે.

ITR અપલોડ કરવાની તારીખITR ચકાસણીની તારીખITR રજૂ/ ફાઇલ કરવા માટે ધ્યાનમાં લેવાયેલી તારીખ
5 જુલાઈ 202510 જુલાઈ 20255 જુલાઈ 2025
5 જુલાઈ 202510 ઓગસ્ટ 202510 ઓગસ્ટ 2025

 

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

4 . ITR-V કયા સરનામે મોકલવાનું રહેશે?

નિયત ફોર્મેટમાં અને નિયત પદ્ધતિથી યોગ્ય રીતે ચકાસણી કરેલ ITR-V કાં તો સામાન્ય ટપાલ અથવા સ્પીડ પોસ્ટ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા માત્ર નીચેના સરનામે જ મોકલવાનું રહેશે:
કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર, આવકવેરા વિભાગ, બેંગલુરુ - 560500, કર્ણાટક.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

5. સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ITR-V ના કિસ્સામાં કઈ તારીખને ચકાસણીની તારીખ તરીકે ગણવામાં આવશે?

30 દિવસના સમયગાળાની આકારણીના હેતુ માટે, CPC ખાતે યોગ્ય રીતે ચકાસાયેલ ITR-V મળવાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

6. ITR ની ચકાસણીની પદ્ધતિઓ શું છે?

ITR ચકાસણી આ પદ્ધતિઓમાંથી કોઈપણ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે અથવા જાતે પૂર્ણ કરી શકાય છે

ઈ-ચકાસણી

  • PAN સાથે લિંક કરેલ આધાર કાર્ડ સાથે નોંધાયેલ કરદાતાના મોબાઈલ નંબર પર જનરેટ થયેલ OTP
  • ઓનલાઇન પૂર્વ માન્ય બેંક ખાતા, ડીમેટ ખાતા, નેટ બેન્કિંગ અથવા ઓટોમેટેડ ટેલર મશીન દ્વારા જનરેટ કરાયેલ ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ(EVC)
  • ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC)

જાતે ચકાસણી કરવી

સહી કરેલ ફોર્મ ITR-V ને કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર ખાતે મોકલવું