લોગઈન કરો વપરાશકર્તા માર્ગદર્શિકા
1.ઝાંખી
લોગઈન સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના નોંધાયેલ વપરાશકર્તાને ઈ-ફાઈલિંગ પોર્ટલ અને પોર્ટલની અંદર પ્રદાન કરવામાં આવતી તમામ સેવાઓની એક્સેસ કરવાની સુવિધા આપે છે. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવાની વિવિધ પદ્ધતિઓ છે. તમામ લોગઈન પદ્ધતિઓ સાથે દાખલ કરવાની જરૂરી વિગતો નીચે મુજબ સૂચિબદ્ધ કરવામાં આવી છે:
| લોગઈન પદ્ધતિ | દાખલ કરવાની ઓળખ વિગતો |
|---|---|
| નેટ બેન્કિંગ (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ) | વપરાશકર્તા ID અને પાસવર્ડ + દ્વિ પરિબળ પ્રમાણીકરણ માટે નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ |
| નેટ બેન્કિંગ (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ નથી) | નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ |
| બેંક/ડિમેટ ખાતું EVC (ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સક્ષમ) | દ્વિતીય પરિબળ પ્રમાણીકરણ માટે વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ + બેંક EVC |
| DSC | દ્વિતીય પરિબળ પ્રમાણીકરણ માટે વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ + DSC (ડિજિટલ સહી પ્રમાણપત્ર) |
| વપરાશકર્તા ID નો ઉપયોગ કરીને - CA, TAN વપરાશકર્તા, ERI, બાહ્ય એજન્સી, ITDREIN વપરાશકર્તા માટે લોગિન કરો | વપરાશકર્તા ID અને પાસવર્ડ |
નોંધ: ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પો લોગઈન અને પાસવર્ડ રીસેટ માટે મલ્ટિફેક્ટર પ્રમાણીકરણ પ્રદાન કરે છે. ઉચ્ચ સુરક્ષા વિકલ્પો પસંદ કરવામાં આવે ત્યારે લોગઈન કરવાની પ્રક્રિયા પણ આ વપરાશકર્તા માર્ગદર્શિકામાં પ્રદાન કરવામાં આવી છે.
નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં બે પરિબળ પ્રમાણીકરણ ફરજિયાત છે એટલે કે વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ ઉપરાંત, ઈ-ફાઈલિંગમાં નોંધાયેલ પ્રાથમિક મોબાઈલ નંબર / ઈ-મેઈલ ID અથવા આધાર સાથે લિંક કરેલ મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP દ્વારા અન્ય પ્રમાણીકરણ દાખલ કરવું જરૂરી છે. એવા કરદાતાઓ માટે, જેમની પાસે આવા મોબાઈલ નંબર/ઈ-મેઈલની એક્સેસ ન હોઈ શકે, તેમને કોઈપણ મુશ્કેલી ટાળવા માટે બે પરિબળ પ્રમાણીકરણ પ્રારંભિક સમયગાળા દરમિયાન અક્ષમ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, કરદાતાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની પ્રોફાઈલમાં તેમના વ્યક્તિગત મોબાઈલ નંબર અને ઈ-મેઈલ IDને પ્રાથમિક મોબાઈલ / ઈ-મેઈલ તરીકે અદ્યતન બનાવે, જેથી બે પરિબળ પ્રમાણીકરણ સક્ષમ થયા પછી સરળ લોગઈન સુનિશ્ચિત કરી શકાય.
2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો
- સામાન્ય પૂર્વજરૂરિયાતો
- તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા હોવા જોઈએ.
- ઈ-ફાઈલિંગ પોર્ટલનું માન્ય વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ.
- નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને
- નેટ બેન્કિંગ દ્વારા લોગઈન કરવા માટે તમારે તમારા PANને તમારા બેંક ખાતા સાથે લિંક કરેલ હોવું જોઈએ (માત્ર વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે) અને તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા હોવા જોઈએ.
- DSCનો ઉપયોગ કરીને
- માન્ય અને સક્રિય DSC તેમજ DSC ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવું જોઈએ.
- તમારે emsigner ઈન્સ્ટોલ કરેલું હોવું જોઈએ અને તે સિસ્ટમ પર ચાલતું હોવું જોઈએ.
- મશીનમાં DSC USB ટોકન પ્લગ કરેલ હોવું જોઈએ.
- ભારતમાં પ્રમાણિત કરતી સત્તાધિકારી પ્રદાતા પાસેથી પ્રાપ્ત કરેલ DSC.
- DSC USB ટોકન વર્ગ 2 અથવા વર્ગ 3 પ્રમાણપત્ર હોવું જોઈએ.
3. વિગતવાર માર્ગદર્શિકા
લોગઈનની જરૂરી પદ્ધતિ માટે નીચેની અનુક્રમણિકાનો સંદર્ભ લો:
| ઈ-ફાઈલિંગ પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.1નો સંદર્ભ લો |
| આધાર OTPનો ઉપયોગ કરીને લોગઈન કરો (જેમાં ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય તેવા મામલાનો પણ સમાવેશ થાય છે) | કલમ 3.2નો સંદર્ભ લો |
| નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને લોગઈન કરો (જેમાં ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય તેવા મુદ્દાનો પણ સમાવેશ થાય છે) | કલમ 3.3 નો સંદર્ભ લો |
| બેંક ખાતું / ડીમેટ ખાતું EVCનો ઉપયોગ કરીને લોગઈન કરો (જ્યારે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય) | કલમ 3.4નો સંદર્ભ લો |
| DSCનો ઉપયોગ કરીને લોગઈન કરો (જ્યારે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય) | કલમ 3.5 નો સંદર્ભ લો |
| કરદાતાઓ સિવાયના અન્ય માટે લોગઈન (CA, ERI, બાહ્ય એજન્સી, TAN વપરાશકર્તાઓ, ITDREIN વપરાશકર્તાઓ) | કલમ 3.6નો સંદર્ભ લો |
3.1 ઈ-ફાઈલિંગ પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.
પગલું 2: તમારું વપરાશકર્તા ID દાખલ કરો ટેક્સ્ટબોક્સમાં તમારો PAN દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: તમારા સુરક્ષિત એક્સેસ સંદેશની પુષ્ટિ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
સફળ પ્રમાણીકરણ પર, ઈ-ફાઈલિંગ ડેશબોર્ડ પ્રદર્શિત થાય છે.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN આધાર સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.
PANને આધાર સાથે લિંક કરવા માટે, હવે લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
3.2 આધાર OTPનો ઉપયોગ કરીને લોગઈન કરો (જેમાં ઈ-ફાઈલિંગ વોલ્ટ વિકલ્પ સક્ષમ હોય તેવા કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે)
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.
પગલું 2: તમારું PAN તમારું વપરાશકર્તા ID દાખલ કરો ટેક્સ્ટબોક્સમાં દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: તમારા સુરક્ષિત એક્સેસ સંદેશની પુષ્ટિ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: જો તમારી પાસે પહેલેથી OTP હોય, તો મારી પાસે આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર પહેલેથી OTP છે પસંદ કરો અને પગલું 5 પર જાઓ. જો માન્ય OTP ઉપલબ્ધ ન હોય, તો OTP જનરેટ કરો પર ક્લિક કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: ચકાસણી કરો પર , કે તમે છો પેજ પર, હું મારી આધાર વિગતોને પ્રમાણિત કરવા સંમત છું અને; આધાર OTP જનરેટ કરો પર ક્લિક કરો.
પગલું 6: આધાર સાથે નોંધાયેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને લોગઈન પર ક્લિક કરો.
સફળ પ્રમાણીકરણ પછી, તમને ઈ-ફાઈલિંગ ડેશબોર્ડ પર લઈ જવામાં આવશે.
જો તમારું PAN આધાર સાથે લિંક ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN આધાર સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.
PANને આધાર સાથે લિંક કરવા માટે, હવે લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
3.3 નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને લોગઈન કરો (જેમાં ઈ-ફાઈલિંગ વોલ્ટ વૈકલ્પિક વિકલ્પ સક્ષમ હોય તેવી બાબતોનો પણ સમાવેશ થાય છે)
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો. નેટ બેન્કિંગને વધારે સુરક્ષા વિકલ્પ તરીકે ઉપયોગ કરવાની સ્થિતિમાં, તમારું વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો અનેનેટ બેન્કિંગ દ્વારા ઉચ્ચ સુરક્ષા વિકલ્પો પેજ પર પર ક્લિક કરો અને પગલું 3 પર જાઓ.
પગલું 2: જો તમે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ પસંદ કર્યો ન હોય, તો પૃષ્ઠના નીચેના ભાગમાં તમારા ખાતાને એક્સેસ કરવાની અન્ય રીતો અંતર્ગત ઉપલબ્ધ નેટ બેન્કિંગ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: પસંદગીની બેંક પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: સ્પષ્ટીકરણ વાંચો અને સમજો. ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: તમારા નેટ બેન્કિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા નેટ બેન્કિંગ ખાતામાં લોગઈન કરો.
પગલું 6: લોગઈન કર્યા પછી, બેંકની વેબસાઈટ પર ઈ-ફાઈલિંગ પોર્ટલની લિંક પસંદ કરો. તમને ઈ-ફાઈલિંગ ડેશબોર્ડ પર લઈ જવામાં આવશે.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN આધાર સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે.
PANને આધાર સાથે લિંક કરવા માટે હવે લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
3.4 નેટ બેન્કિંગ ખાતું / ડીમેટ ખાતું EVCનો ઉપયોગ કરીને લોગઈન કરો (જ્યારે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય)
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.
પગલું 2: તમારું વપરાશકર્તા નામ દાખલ કરો ટેક્સ્ટબોક્સમાં તમારો PAN દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: તમારા સુરક્ષિત એક્સેસ સંદેશની પુષ્ટિ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: બેંક ખાતું EVC / ડીમેટ ખાતું EVC પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: જો તમારી પાસે EVC ન હોય, તો EVC જનરેટ કરો પર ક્લિક કરો. તમને તમારા બેંક / ડીમેટ ખાતા સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર EVC પ્રાપ્ત થશે.
નોંધ: જો તમારી પાસે પહેલેથી EVC હોય, તો મારી પાસે પહેલેથી EVC છે પસંદ કરો.
પગલું 6: EVC દાખલ કરો અને લોગઈન પર ક્લિક કરો.
સફળ પ્રમાણીકરણ પછી, તમને ઈ-ફાઈલિંગ ડેશબોર્ડ પર લઈ જવામાં આવશે.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક કરેલ ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક કરેલ નથી.
PANને આધાર સાથે લિંક કરવા માટે હવે લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
3.5 DSCનો ઉપયોગ કરીને લોગઈન કરો (જ્યારે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વિકલ્પ સક્ષમ હોય)
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.
પગલું 2: તમારો વપરાશકર્તાનું નામ દાખલ કરો ટેક્સ્ટબોક્સમાં તમારું PAN દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: તમારા સુરક્ષિત એક્સેસ સંદેશની પુષ્ટિ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: DSC વિકલ્પ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: નવું DSC અથવા નોંધાયેલ DSC (જરૂર મુજબ) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો. વધુ જાણવા માટે DSC નોંધણી કરો વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
પગલું 6: મેં emsigner યુટિલિટી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી છે પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ: તમે પૃષ્ઠના નીચેના ભાગમાં આપેલ હાયપરલિંકનો ઉપયોગ કરીને આ ઉપયોગિતા ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકો છો.
પગલું 7: ડેટા સાઈન પેજ પર, પ્રદાતા અને પ્રમાણપત્ર પસંદ કરો. પ્રદાતા પાસવર્ડ દાખલ કરો અને સાઈન પર ક્લિક કરો.
સફળ પ્રમાણીકરણ પછી, તમને ઈ-ફાઈલિંગ ડેશબોર્ડ પર લઈ જવામાં આવશે.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક કરેલ ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક કરેલ નથી.
PANને આધાર સાથે લિંક કરવા માટે હવે લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
3.6 અન્ય કરદાતાઓ સિવાયના વપરાશકર્તાઓ માટે લોગઈન (CA, TAN વપરાશકર્તા, ERI, બાહ્ય એજન્સી, ITDREIN વપરાશકર્તા)
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને લોગઈન પર ક્લિક કરો.
પગલું 2: તમારું વપરાશકર્તાનું નામ દાખલ કરો ટેક્સ્ટબોક્સમાં તમારો વપરાશકર્તા ID દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ: વિવિધ વપરાશકર્તાઓ માટેના વપરાશકર્તા ID નીચે આપેલ કૌષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે:
|
અનુક્રમાંક |
વપરાશકર્તા |
વપરાશકર્તા ID |
|
1 |
CA |
ARCA પછી 6-અંકનો સભ્યપદ નંબર. |
|
2 |
કર કપાત કરનાર અને એકત્રિત કરનાર |
TAN |
|
3 |
ERI |
ERIP પછી 6-અંકનો નંબર. |
|
4 |
બાહ્ય એજન્સી |
EXTA પછી 6-અંકનો નંબર. |
|
5 |
ITDREIN વપરાશકર્તા |
PAN/TAN રિપોર્ટિંગ સંસ્થા પછી 2 અક્ષરો અને 3 અંક; |
પગલું 3: તમારા સુરક્ષિત એક્સેસ સંદેશની પુષ્ટિ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
આગળ વધવા માટે નીચે આપેલ કૌષ્ટકનો સંદર્ભ લો:
| ઈ-ફાઈલિંગ પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.1નો સંદર્ભ લો |
| આધાર OTPનો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.2નો સંદર્ભ લો |
| નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.3નો સંદર્ભ લો |
| બેંક ખાતું / ડીમેટ ખાતું EVCનો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.4નો સંદર્ભ લો |
| DSC નો ઉપયોગ કરીને લોગઈન કરો | કલમ 3.5નો સંદર્ભ લો |
4. સંબંધિત વિષયો
- તમારું રજીસ્ટ્રેશન કરો
- DSC રજીસ્ટ્રેશન કરો
- ઈ-ફાઈલિંગ વોલ્ટની ઉચ્ચ સુરક્ષા
- લિંક આધાર
- મારી પ્રોફાઇલ
- પાસવર્ડ રીસેટ કરો