Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

મારી પ્રોફાઈલ / અપડેટ પ્રોફાઈલ સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના તમામ નોંધાયેલ વપરાશકર્તાઓને પોર્ટલ પર લોગઈન પછી તેમની પ્રોફાઈલ માહિતી જોવા અને સંપાદિત કરવા / અપડેટ કરવા માટે ઉપલબ્ધ છે. આ સેવા તમને વિવિધ વપરાશકર્તા/યુઝરના પ્રકારનાં આધારે પ્રોફાઇલની માહિતી સંપાદિત કરવા/અપડેટ કરવાની મંજૂરી આપે છે:

  • તમારી વ્યક્તિગત વિગતો જેમ કે PAN વિગતો, TAN વિગતો, આધાર નંબર જુઓ/અપડેટ કરો
  • તમારી સંપર્ક વિગતો જેમ કે મોબાઈલ નંબર, ઈ-મેઈલ ID અને સરનામું જુઓ / અપડેટ કરો
  • તમારી અન્ય વિગતો જુઓ/અપડેટ કરો જેમ કે:
    • બેંક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ ની વિગતો
    • DSC ની નોંધણી કરી શકાય
    • ઈ-ફાઈલિંગ વોલ્ટની ઉચ્ચ સુરક્ષા
    • PAN – AO અધિકારક્ષેત્રની વિગતો
    • આવક વેરા રીટર્ન / ફોર્મ માટે પ્રતિનિધિ કરદાતા અને અધિકૃત હસ્તાક્ષર કરનારની વિગતો
    • આવકના સ્ત્રોતની વિગતો
    • નોંધની અને પ્રમાણપત્રો
    • પ્રસંશા અને પુરસ્કાર
    • પોર્ટુગીઝ સિવિલ કોડ સંહિતા

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા

3. તબક્કાવાર માર્ગદર્શિકા

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

1

 

પગલું 2: ડેશબોર્ડ પેજ પર, તમારા ડેશબોર્ડના ઉપરના જમણા ખૂણે, તમારા નામ પર ક્લિક કરો અને મારી પ્રોફાઈલ પર ક્લિક કરો.

2

 

પગલું 3: મારી પ્રોફાઈલ પેજ પર, તમે જોઈ શકો અને / અથવા અપડેટ કરી શકો છો:

નાગરિકતા, રહેઠાણની વિગતો, પાસપોર્ટ નંબર જેવી વ્યક્તિગત વિગતો કલમ 3.1નો સંદર્ભ લો
સંપર્ક કરવાની વિગતો જેમ કે મોબાઈલ નંબર, ઈ-મેઈલ ID અને સરનામું કલમ 3.2નો સંદર્ભ લો
આવકના સ્ત્રોતની વિગતો કલમ 3.3નો સંદર્ભ લો
પોર્ટુગીઝ સિવિલ કોડ સંહિતા કલમ 3.4નો સંદર્ભ લો
આવકવેરા રીટર્ન / ફોર્મ માટે અધિકૃત હસ્તાક્ષર કરનાર

આવકવેરા રીટર્ન / ફોર્મ માટે અધિકૃત હસ્તાક્ષર કરનાર પર ક્લિક કરો. વિગતો સંપાદિત કરવા માટે એડિટ પર ક્લિક કરો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: : અધિકૃત પ્રતિનિધિ / હસ્તાક્ષર કરનારનું રજીસ્ટર કેવી રીતે કરવું તે શીખવા માટે પ્રતિનિધિ વપરાશકર્તા પુસ્તિકા તરીકે.અધિકૃત કરવા અને નોંધણી કરવા માટેનો સંદર્ભ લો.

પ્રતિનિધિ કરદાતા

પ્રતિનિધિ કરદાતા પર ક્લિક કરો. વિગતો સંપાદિત કરવા માટે એડિટ પર ક્લિક કરો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: પ્રતિનિધિ કરદાતા રજીસ્ટર કેવી રીતે કરવી તે શીખવા માટે પ્રતિનિધિ વપરાશકર્તા/યુઝર પુસ્તિકા તરીકે અધિકૃત કરવા અને નોંધણી કરવાનો સંદર્ભ લો.

સુરક્ષિત એક્સેસ સંદેશ સેટ કરો

(જયારે પણ તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઇન કરશો ત્યારે એક પર્સનલાઈઝડ સંદેશ બતાવામાં આવશે. પર્સનલાઈઝડ સંદેશ એ તપાસવા માટેનો એક ઉપયોગી માર્ગ છે કે તમે જે વેબસાઈટ પર તમે તમારો વપરાશકર્તા/યુઝર ID અને પાસવર્ડ એન્ટર કરી રહ્યા છો તે અસલી / યથાર્થ ઈ-ફાઈલિંગ પોર્ટલ છે કે નહિ )
સુરક્ષિત એક્સેસ સંદેશ પર ક્લીક કરો. સુરક્ષિત એક્સેસ સંદેશ પેજ પર, ટેક્સ્ટબોક્સમાં વ્યક્તિગત સંદેશ મા દાખલ કરો અને સેવ પર ક્લિક કરો.
આધાર OTP લોગઈન સિંગલ ફેક્ટર પ્રમાણીકરણ માટે આધાર OTP દ્વારા તમારું લોગઇન સક્ષમ કરવા માટે, આધાર OTP લોગઈન પર ક્લિક કરો. આધાર OTP લોગ-ઇન પેજ પર, હા પસંદ કરો અને સેવ પર ક્લિક કરો અને આધાર OTP દ્વારા લોગઈન કરો અનેબલ થશે.
અધિકારક્ષેત્રની વિગતો અધિકારક્ષેત્રની વિગતો જોવા માટે અધિકારક્ષેત્રની વિગતો પર ક્લિક કરો
નોંધની અને પ્રમાણપત્રો ઈ – PAN ની વિગતો જોવા, સ્ટાર્ટઅપ માન્યતા વિગતો અને ઈ - ફાઈલ કરેલ ફોર્મની વિગતો જોવા અને ડાઉનલોડ કરવા માટે નોંધણી અને પ્રમાણપત્રો પર ક્લિક કરો.
પ્રશંસા અને પુરસ્કાર પ્રશંસાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે પ્રશંસા અને પુરસ્કાર પર ક્લિક કરો
બેંક ખાતાની વિગતો

બેંક ખાતાની વિગતો પર ક્લિક કરવાથી, તમને બેંક ખાતા ના સેવા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે બેંક ખાતામાંથી EVC ને ઉમેરો / કાઢી અથવા સક્ષમ / અક્ષમ કરી શકો છો.
નોંધ: વધુ જાણવા માટે માય બેન્ક એકાઉન્ટ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો

ડિમેટ ખાતાની વિગતો

ડિમેટ ખાતાની વિગતો પર ક્લિક કરવાથી, તમને ડિમેટ ખાતાના સેવા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે ડિમેટ ખાતામાંથી EVC ને ઉમેરી / કાઢી અથવા સક્ષમ / અક્ષમ કરી શકો છો.
નોંધ: વધુ જાણવા માટે માય ડીમેટ એકાઉન્ટ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો

DSC રજીસ્ટર કરો અથવા DSC જુઓ અને અપડેટ કરો રજીસ્ટર DSC પર ક્લિક કરવાથી, તમને નોંધણી કરેલ ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC) પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે કરી શકો છો:
  • DSC ની નોંધણી કરી શકાય
  • DSC ફરી રજીસ્ટર કરો
  • મુખ્ય સંપર્ક નું DSC રજીસ્ટર કરો

નોંધ: વધુ જાણવા માટે DSC રજીસ્ટર કરો વપરાશકર્તા માર્ગદર્શિકા નો સંદર્ભ લો

ઈ-ફાઈલિંગ વૉલ્ટની - ઉચ્ચ સુરક્ષા

ઇ-ફાઈલિંગ વૉલ્ટ - ઉચ્ચ સુરક્ષા પર ક્લિક કરવાથી, તમને ઈ-ફાઈલિંગ વૉલ્ટ - ઉચ્ચ સુરક્ષાના પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમે તમારા ઈ-ફાઈલિંગ ખાતા માટે પ્રમાણીકરણનું અતિરિક્ત લેવેલ ઉમેરી શકો છો.
નોંધ: વધુ જાણવા માટે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા વપરાશકર્તા માર્ગદર્શિકા નો સંદર્ભ લો

સ્ટેટિક પાસવર્ડ

સ્ટેટિક પાસવર્ડ જનરેટ કરવાં માટે સ્ટેટિક પાસવર્ડ પર ક્લિક કરો.
નોંધ: વધુ જાણવા માટે સ્ટેટિક પાસવર્ડ જનરેટ કરો વપરાશકર્તા માર્ગદર્શિકા નો સંદર્ભ લો

3

નોંધ:

  • બાહ્ય એજન્સીઓ વ્યક્તિગત વિગતોને સંપાદિત / અપડેટ કરી શકે છે જેમ કે - બાહ્ય એજન્સીનો પ્રકાર, સેવાનો પ્રકાર, સંસ્થાનો PAN, સંસ્થાનો TAN, લેન્ડલાઈન નંબર અને ઈ-મેઈલ ID.
  • ERI અને TIN 2.0 નોંધણીના હિતધારકો ફક્ત તેમની વ્યક્તિગત વિગતો જોઈ શકે છે અને કોઈપણ વ્યક્તિગત વિગતો સંપાદિત /અપડેટ કરી શકશે નહીં.
  • ERI, બાહ્ય એજન્સીઓ અને TIN 2.0 નોંધણી હિતધારકો તેમની સંપર્ક વિગતોને અપડેટ કરી શકે છે.
  • ERI અને વિદેશી એજન્સીઓ તેમની સંબંધિત પ્રોફાઇલ દ્વારા સેવાઓ ઉમેરો અથવા કાઢી શકે છે.
  • વધુ શીખવા માટે સંબંધિત વપરાશકર્તા પુસ્તિકા નો સંદર્ભ લો.

3.1વ્યક્તિગત વિગતને અપડેટ કરવા માટે

પગલું 1: મારી પ્રોફાઈલ પેજ પર, વ્યક્તિગત વિગતો અપડેટ કરવા માટે સંપાદિત કરો પર ક્લિક કરો.

3

નોંધ: ફક્ત નાગરિકતા અને રહેણાંક સ્થિતિ જ બદલી શકાય છે.


પગલું 2: એકવાર ઈચ્છિત વિગતો એડીટ થઇ ગયા પછી, સેવ પર ક્લિક કરો

3


નોંધ: કૃપા કરીને નોંધ કરો કે વપરાશકર્તા/યુઝરના પ્રકારનાં આધારે અમુક વિગતો એડીટ કરવા ના પાત્ર હોઈ શકે છે.

3.2પ્રાથમિક અને ગૌણ સંપર્ક વિગતો અપડેટ કરવા માટે (મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID)
(તમે આધાર, PAN અથવા બેંકની વિગતો મુજબ તમારા મોબાઈલ નંબરને પણ અપડેટ કરી શકો છો.)

પગલું 1: મારા પ્રોફાઇલ પેજ પર, સંપર્ક વિગતો અપડેટ કરવા માટે સંપાદિત કરો પર ક્લિક કરો.

3


પગલું 2: બેંક / આધાર / PAN વિગતો અનુસાર મોબાઈલ નંબર દાખલ કરો અને ઈ-ચકાસણી કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.

3

 

પગલું 3a: તમારી સંપર્ક વિગતો ચકાસો પેજ પર, પ્રાથમિક અને ગૌણ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ અને બીજો પ્રાથમિક અને ગૌણ ઈ-મેઈલ ID પર મોકલવામાં આવેલ બે અલગ -6 અંકનો OTP દાખલ કરો. OTP દાખલ કર્યા પછી અને "સબમિટ કરો અને ચકાસણી કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.

3


પગલું 3b: ઈ-ચકાસણી પેજ પર, તે વિકલ્પ પસંદ કરો કે જેના દ્વારા તમે રિટર્નની ઈ-ચકાસણી કરવા માંગો છો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

3

નોંધ: જો તમે બિન-નિવાસી છો અને PAN ધરાવતા નથી અને તેની પાસે PAN હોવું આવશ્યક નથી, તો વપરાશકર્તાને પગલું 3B લાગુ પડશે નહીં.


3.3. આવકના સ્ત્રોત ને અપડેટ કરવા માટે (ફક્ત કરદાતાઓ માટે)

પગલું 1: મારા પ્રોફાઇલ પેજ પર, આવકના સ્રોત પર ક્લિક કરો.

5

 

પગલું 2: જો કોઈ વિગતો ઉમેરવામાં નથી આવી, તો વિગતો ઉમેરો પર ક્લિક કરો.

6


નોંધ: આવકનો સ્રોત માં લખેલું હોય અને તમે વિગતો અપડેટ કરવા માંગો છો તો સંપાદિત ,પર ક્લિક કરો. જો તમે આવકનો પહેલેથી જ ઉમેરેલ સ્ત્રોત કાઢી નાખવા માંગતા હો, તો ડિલિટ પર ક્લિક કરો અને વિગતો તમારી પ્રોફાઇલમાંથી કાઢી નાખવામાં આવશે.

પગલું 3: આવક નો સ્ત્રોત ( પગારદાર / પેન્શનર, મકાન મિલકત, વ્યાપાર / વ્યવસાય, કૃષિ, અન્ય ) ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરો.

7


પગલું4 : ડ્રોપડાઉનમાંથી વિકલ્પ પસંદ કરવા પર, જરૂરી વિગતો એન્ટર કરો અને એડ પર ક્લિક કરો.

  • જો તમે પગારદાર / પેન્શનર પસંદ કરો છો, તો નિયોક્તાનો TAN / પેન્શનર વિતરણ સત્તાધિકારી, રોજગારનો પ્રકાર, નિયોક્તાનું નામ / પેન્શનર વિતરણ સત્તાધિકારી અને રોજગારનો સમયગાળો જેવી વિગતો દાખલ કરો
4
  • જો તમે ધંધો / વ્યવસાય પસંદ કરો છો, તો તમે વ્યાપાર / વ્યવસાય સાથે જોડાયેલ સંગઠનનો પ્રકાર પસંદ કરી શકો છો, વ્યવસાયિક વિગતો અને વ્યવસાય સરનામું દાખલ કરો.
8
  • જો તમે મકાન મિલકતની પસંદગી કરો છો, તો તમે મિલકતની માલિકી (જેમ કે પોતાની), સરનામું, ઘરની મિલકતનો પ્રકાર (સ્વ કબ્જા હેઠળની /ભાડે લીધેલ / ભાડે આપેલ હોઈ એવું ધારેલ), માલિકીની ટકાવારી, અન્ય સહ - માલિકોની સંખ્યા અને અન્ય સહ - માલિકોની વિગતો જેવી કે રહેણાંક સ્થિતિ, PANની વિગતો, આધારની વિગતો, નામ અને માલિકીની ટકાવારી દાખલ કરી શકો છો.
9

નોંધ: તમે આવકના બહુવિધ સ્રોતો ઉમેરી શકો છો. આવકના તમામ સ્ત્રોતો ઉમેરવા માટે વિગત ઉમેરો પર ક્લિક કરો.

3.4 પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવા માટે

પગલું1 : મારા પ્રોફાઇલ પેજ પર, પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરો પર ક્લિક કરો.

10


નોંધ: પોર્ટુગીઝ સિવિલ કોડ શું છે તેના પર ક્લિક કરો? તે તમને લાગુ પડે છે કે નહીં તે જાણવા માટે.

11



પગલું2:જો તે પોર્ટુગીઝ નાગરિક સંહિતા કલમ 5A મુજબ સંચાલિત થતું હોય તો હા પસંદ કરો.

12

 

પગલું 3: PAN, આધાર અને તમારા જીવનસાથીનું નામ જેવી વિગતો દાખલ કરો અને ઉમેરો પર ક્લિક કરો.

13

 

નોંધ: વ્યક્તિઓ સિવાય અન્ય કરદાતાઓ પણ તેમની પ્રોફાઇલમાં નિમ્નલિખિત વિગતો એન્ટર / અપડેટ કરી શકે છે:

કરદાતા વર્ગ વિગતો
HUF મુખ્ય વ્યક્તિની વિગતો
પેઢી વહીવટી ભાગીદાર / નિયુક્ત પાર્ટનરની વિગતો
કંપની મુખ્ય વ્યક્તિની વિગત, પદ, મુખ્ય સંપર્ક, શેર ધારકની વિગત
AOP સભ્યની વિગત, મુખ્ય અધિકારીની વિગત
ટ્રસ્ટ ટ્રસ્ટીની વિગતો
AJP, સ્થાનિક સત્તાધિકારી, કર કપાત કરનાર અને એકત્રિત કરનાર, સરકાર મુખ્ય અધિકારીની વિગતો
CA ધંધો / વ્યવસાયિક વિગતો જેમાં સભ્યપદ નંબર, નોંધણીની તારીખ શામેલ છે

4. સંબંધિત વિષયો