સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.
આવક વેરા અધિનિયમ 1961 ની કલમ 2(23) (i) મુજબ, પેઢી નો અર્થ ભારતીય ભાગીદારી અધિનિયમ 1932, માં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે તેવો જ છે. ભારતીય ભાગીદારી અધિનિયમ, 1932 ની કલમ 4 પેઢીને વ્યાખ્યાયિત કરશે:
"જે લોકોએ એકબીજા સાથે ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે તેમને વ્યક્તિગત રીતે "ભાગીદારો" અને સામૂહિક રીતે "એક પેઢી", કહેવામાં આવે છે અને જે નામ હેઠળ તેમનો વ્યાપાર કરવામાં આવે છે તેને "પેઢીનું નામ" કહેવામાં આવે છે."
આવક વેરા અધિનિયમ 1961, મુજબ, પેઢીમાં મર્યાદિત જવાબદારી ભાગીદારી (LLP) નો સમાવેશ મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ, 2008 માં વ્યાખ્યાયિત કરવામાં આવશે. મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ, 2008 ની કલમ 2(1)(n) "મર્યાદિત જવાબદારી ભાગીદારી"ને અધિનિયમ હેઠળ રચાયેલ અને નોંધાયેલ ભાગીદાર તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે તેના ભાગીદારથી એક અલગ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે.
|
1. ITR-4 (સુગમ) - વ્યક્તિગત, HUF અને પેઢી (LLP સિવાય) માટે લાગુ
|
|
આ રિટર્ન વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જે સામાન્ય નિવાસી ન હોય તે અથવા પેઢી (LLP સિવાય) સિવાય અન્ય નિવાસી હોય, જેની કુલ આવક ₹ 50 લાખ સુધીની છે અને વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવે છે જેની ગણતરી (કલમ 44AD / 44ADA / 44AE હેઠળ) સંભવિત ધોરણે કરવામાં આવે છે અને નીચેના કોઈપણ સ્રોતોમાંથી આવક ધરાવે છે:
|
એક ગૃહ મિલકત
|
અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.)
|
₹ 5,000 સુધીની કૃષિ આવક
|
|
|
નોંધ: આ ITR-4 નો ઉપયોગ એ વ્યક્તિ દ્વારા કરી શકાતો નથી કે જે:
(a) કોઈ કંપનીમાં નિર્દેશક હોય
(b) જેમણે પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કોઈપણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવ્યા હોય
(c) જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈ પણ સંપત્તિ (કોઈ પણ સંસ્થામાં નાણાકીય હિત સહિત) હોય.
(d) જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાનો અધિકાર છે
(e) ભારતની બહારના કોઈપણ સ્ત્રોતમાંથી આવક ધરાવે છે
(f) એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં ESOP પર કરની ચુકવણી અથવા કપાત મુલતવી રાખવામાં આવી હોય.
g) જેની પાસે આવકના કોઈપણ વર્ગ હેઠળ થયેલ પાછલા નુકશાન ને આગળ ખેંચેલ અથવા નુકશાન ને આગળ લઈ જવાનું હોય
(h) જેની કુલ આવક ₹ 50 લાખથી વધુ છે
કૃપા કરીને નોંધ લેશો કે ITR-4 (સુગમ) ફરજિયાત નથી. આ એક સરળ રિટર્ન ફોર્મ છે જેનો ઉપયોગ કરદાતા દ્વારા તેની ઈચ્છા મુજબ કરી શકાય છે, જો તે કલમ 44AD, 44ADA અથવા 44AE હેઠળ અનુમાનિત ધોરણે વ્યાપાર અથવા વ્યવસાયમાંથી નફો અને લાભને જાહેર કરવા પાત્ર હોય.
|
|
|
2. ITR-5
|
|
આ રિટર્ન એ વ્યક્તિને લાગુ પડે છે કે જેઓ:
- પેઢી
- મર્યાદિત જવાબદારી ભાગીદારી ( LLP )
- વ્યક્તિઓનું સંગઠન ( AOP )
- વ્યક્તિઓની સંસ્થા (BOI)
- કલમ 2(31))ના અનુચ્છેદ (vii) માં ઉલ્લેખિત કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP)
- કલમ 2(31) ના અનુચ્છેદ (vi) માં ઉલ્લેખિત સ્થાનિક સત્તાધિકારી
- કલમ 160(1) (iii) અથવા (iv) માં ઉલ્લેખિત પ્રતિનિધિ કરદાતા
- સહકારી મંડળી
- સંસ્થા નોંધણી અધિનિયમ, 1860 હેઠળ અથવા કોઈપણ રાજ્યના અન્ય કોઈપણ કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા
- ફોર્મ ITR-7 ફાઈલ કરવા માટે પાત્ર ટ્રસ્ટ સિવાય અન્ય ટ્રસ્ટ
- મૃત વ્યક્તિની સંપદા
- નાદારની સંપદા
- કલમ 139(4E) માં સંદર્ભિત વ્યાપાર ટ્રસ્ટ અને કલમ 139(4F) માં સંદર્ભિત રોકાણ ભંડોળ
|
નોંધ: જો કે, જે વ્યક્તિએ કલમ 139 (4A) અથવા 139(4B) અથવા 139(4D) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવાનું હોય તેમણે આ ફોર્મનો ઉપયોગ કરવો નહીં.
લાગુ ફોર્મ
|
1.
|
|
ફોર્મ 26 AS
|
AIS (વાર્ષિક માહિતી નિવેદન)
|
|
દ્વારા આપવામાં આવેલ:
આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ
લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)
ફોર્મમાં આપેલી વિગતો:
સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
|
દ્વારા આપવામાં આવેલ:
આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)
ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ
ફોર્મમાં આપેલી વિગતો:
- સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
- SFT માહિતી
- કર ચુકવણી
- માંગણી / રિફંડ
અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)
|
|
નોંધ: (અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194 IA ,194IB,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26ASમાં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે નીચે ઉલ્લેખિત AISમાં ઉપલબ્ધ થશે.
|
2. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર
|
|
દ્વારા આપવામાં આવેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને
|
ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.
|
|
|
3. ફોર્મ 3CA-3CD
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતા કે જેમને અન્ય કોઈપણ કાયદા હેઠળ ફરજિયાત ઓડિટની જરૂર હોય અને જેમણે કલમ 44AB હેઠળ એકાઉન્ટન્ટ દ્વારા તેમના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ
|
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.
|
|
|
4. ફોર્મ 3CB -3CD
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતા જેમને કલમ 44AB હેઠળ હિસાબનીશ દ્વારા તેના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ
|
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AB હેઠળ ખાતાનો ઓડિટ અહેવાલ (ફોર્મ 3CB) અને વિગતોના નિવેદન (ફોર્મ 3CD) રજૂ કરવા જરૂરી છે
|
|
|
5. ફોર્મ 3CEB
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતા કે જે આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અથવા નિર્દિષ્ટ સ્થાનિક લેવડ-દેવડ કરે છે, તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી કલમ 92E હેઠળ અહેવાલ મેળવવો જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ
|
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રિપોર્ટ જેમાં તમામ આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડની વિગતો અને નિર્દિષ્ટ સ્થાનિક લેવડ-દેવડ ની વિગતો છે
|
|
|
6. ફોર્મ 3CE
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
બિન-નિવાસી કરદાતા અથવા ભારતમાં વ્યાપાર કરતી વિદેશી કંપની કે જેને નિર્દિષ્ઠ વ્યક્તિઓ પાસેથી નિર્દિષ્ઠ આવક મેળવવા માટે કલમ 44DA હેઠળ હિસાબનીશ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ
|
સરકાર અથવા કોઈ ભારતીય કંપની, પાસેથી રોયલ્ટી અથવા ટેકનિકલ સેવાઓ માટેની ફીના રૂપમાં આવકની પાવતી સંબંધિત એકાઉન્ટન્ટનો અહેવાલ.
|
|
|
7. ફોર્મ 29C
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતા કે જેમણે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115JC હેઠળ એકાઉન્ટન્ટ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી છે
|
કંપની સિવાયની વ્યક્તિની સમાયોજિત કુલ આવક અને વૈકલ્પિક ન્યૂનતમ કરની ગણતરી માટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115JC હેઠળ અહેવાલ
|
|
|
8. ફોર્મ 67 - ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતાએ, કલમ 139(1) હેઠળ ITR રજૂ કરવાની નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં રજૂ કરવું જોઈએ
|
ભારતની બહારના કોઈ દેશ અથવા ઉલ્લેખિત પ્રદેશમાંથી થતી આવક અને દાવો કરવામાં આવેલ વિદેશી કર ક્રેડિટ.
|
|
|
9. ફોર્મ 10CCB
|
|
દ્વારા રજૂ કરાયેલ
|
ફોર્મમાં આપેલી વિગતો:
|
|
કરદાતા કે જેમણે આવકવેરા અધિનિયમ ,1961ની કલમ 80(7) / 80- IA / 80- IB / 80- IC / 80- IE હેઠળ કપાતનો દાવો કરવા માટે એકાઉન્ટન્ટ પાસેથી અહેવાલ મેળવવો જરૂરી છે
|
કલમ 80-I (7) / 80-IA / 80-IB / 80-IC / 80-IE હેઠળ કપાતનો દાવો કરવા માટે ફોર્મ 10CCB માં ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે. તે કલમ 139(1) હેઠળ ITR ફાઈલ કરવાની નિયત તારીખના 1 મહિના પહેલા તે ફાઈલ કરવાનું રહેશે.
|
|
આકારણી વર્ષ 2025-26 માટે ભાગીદારી પેઢી / LLP માટે કર સ્લેબ
આકારણી વર્ષ 2025-26 માટે, ભાગીદારી પેઢી (LLP સહિત) 30% ના દરે કરપાત્ર છે.
અધિક કર, સીમાંત રાહત અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર
|
|
|
અધિક કર એટલે શું?
|
|
જો કુલ આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો આવકવેરાની રકમ પર નીચેના દરે અધિક કર વસૂલવામાં આવશે:
- જો કરપાત્ર આવક ₹ 1 કરોડથી વધુ હોય તો 12%ના દરે
|
|
સીમાંત રાહત શું છે?
|
|
અધિક કરમાંથી સીમાંત રાહત નિમ્નલિખિત રીતે ઉપલબ્ધ છે:
- જો ચોખ્ખી આવક ₹ 1 કરોડથી વધુ હોઈ, તો આવક વેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ ₹ 1 કરોડની કુલ આવક પર આવક વેરા તરીકે ચુકવવાપાત્ર કુલ રકમ ₹ 1 કરોડ કરતાં વધુની આવક પર ચુકવવામાં આવતી કુલ રકમથી વધુ ન હોવી જોઈએ.
|
|
આરોગ્ય અને શિક્ષણ ઉપકર શું છે?
|
|
આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો) ની રકમ પર પણ ચુકવવામાં આવશે
|
|
|
નોંધ: પેઢી / LLP ચોપડે નોંધાયેલ નફાના 18.5% (વત્તા અધિક કર અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર લાગુ પડે તે રીતે) પર ન્યૂનતમ વૈકલ્પિક કર (MAT) ચૂકવવા માટે જવાબદાર રહેશે જ્યાં કંપનીની સામાન્ય કર જવાબદારી ચોપડે નોંધાયેલ નફાના 18.5% કરતા ઓછી હોય.
|
|
|
| |
રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું
આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80G
|
|
નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત.
દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે
|
પાત્રતાની મર્યાદાને આધિન
|
|
|
|
કરવામાં આવેલ દાનના 100%
|
|
કરવામાં આવેલ દાનના 50%
|
|
|
|
કોઈપણ મર્યાદા વિના
|
|
|
|
કરવામાં આવેલ દાનના 100%
|
|
કરવામાં આવેલ દાનના 50%
|
|
|
નોંધ: ₹ 2000/ -થી વધુની રોકડ રકમમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.
|
|
કલમ 80GGA
|
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત
નીચે આપેલ શ્રેણીઓ અંતર્ગત દાન કપાત માટે પાત્ર છે
|
સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:
- વૈજ્ઞાનિક સંશોધન
- સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન
|
|
સંગઠન અથવા સંસ્થા માટે
- ગ્રામીણ વિકાસ
- કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે
|
|
કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા
|
|
કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે
|
|
કેન્દ્ર સરકારે સ્થાપેલું અને જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ફંડ
|
|
નોંધ: ₹ 2000/ - થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં અથવા જો એકંદર કુલ આવક વ્યાપાર / વ્યવસાયના નફા/લાભમાંથી થતી આવક શામેલ હોય તો આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.
|
કલમ 80GGC
|
|
રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં ફાળો આપવામાં આવેલી રકમ કપાત તરીકે માન્ય છે
(અમુક શરતોને આધીન)
|
|
|
રોકડ સિવાયના કોઈપણ રીત દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમની કપાત
|
|
|
કલમ 80IA
|
|
|
ઔદ્યોગિક પાર્કમાં રોકાયેલ ઉપક્રમ (કોઈપણ ઉપક્રમ) અને કોઈપણ વીજ ઉપક્રમ કપાતનો દાવો કરવા માટે હકદાર રહેશે. (ચોક્કસ શરતોને આધિન)
|
|
|
|
આકારણી વર્ષથી શરૂ થતા અને 15 આકારણી વર્ષના સમયગાળામાં આવતા અનુક્રમિક 10 આકારણી વર્ષ માટે નફાના 100%
|
|
( કોઈ ચોક્કસ વ્યાપાર માટે નિર્ધારિત તારીખો પછી વિકાસ, કામગીરી, વગેરે. શરૂ કરવામાં આવે તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં )
|
|
|
|
| |
|
કલમ 80IAB
|
|
|
વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા ઉદ્યોગ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત
(અમુક શરતોને આધીન)
|
|
|
|
15 આકારણી વર્ષોમાંથી અનુક્રમિક 10 આકારણી વર્ષ માટે નફાના 100%, જેની શરૂઆત એ આકારણી વર્ષથી થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ આર્થિક ક્ષેત્રને સૂચિત કરવામાં આવ્યા હોય.
|
|
જ્યાં વિશેષ આર્થિક ક્ષેત્રનો વિકાસ 1લી એપ્રિલ, 2017ના રોજ કે તે પછી શરૂ થયેલ હોય, ત્યાં કરદાતા માટે કોઈ કપાત નથી.
|
|
|
|
| |
|
કલમ 80IAC
|
|
ઉલ્લેખિત વ્યાપારમાંથી લાયક સ્ટાર્ટ-અપ દ્વારા મેળવેલો નફો અને લાભ
|
જે વર્ષમાં લાયક સ્ટાર્ટ-અપનો સમાવેશ કરવામાં આવ્યો હોય તે વર્ષથી શરૂ કરીને 10 વર્ષમાંથી અનુકમિક 3 આકારણી વર્ષો માટે 100%નફો.
|
|
કલમ 80IB
|
|
માળખાગત વિકાસ ઉપક્રમો સિવાયના ઉલ્લેખિત ઔદ્યોગિક ઉપક્રમો દ્વારા નફા અને લાભ માટે કપાત - આકારણી વર્ષ 10 માટે 100% નફો, જેમાં નિર્ધારિત સત્તાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોઈતો (જો 31 માર્ચ 2000 પછી પરંતુ 1 એપ્રિલ 2007 પહેલાં મંજૂર કરવામાં આવેલ હોય તો).
આ કલમ હેઠળ કપાત એવા કરદાતા માટે ઉપલબ્ધ છે કે જેમની એકંદર કુલ આવકમાં નીચે જણાવેલ વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થતો હોય:
|
જમ્મુ અને કશ્મીરમાં SSI સહિત ઔદ્યોગિક ઉપક્રમ
|
|
ખનિજ તેલનું વ્યાપારી ઉત્પાદન અને શુદ્ધિકરણ
|
|
ફળો અથવા શાકભાજી, માંસ અને માંસ ઉત્પાદનો અથવા મરઘાં ઉછેર અથવા દરિયાઈ અથવા ડેરી ઉત્પાદની પ્રક્રિયા, જાળવણી અને પેકેજિંગ
|
|
ખાદ્ય અનાજનો સંગ્રહ અને, નિયંત્રણ કરવાનો એકીકૃત વ્યાપાર
|
|
(અમુક શરતોને આધીન)
|
વિવિધ પ્રકારના ઉપક્રમો માટે ઉલ્લેખિત શરતો મુજબ 5 / 10 / 7 વર્ષ માટે થતા નફાના 100%/25%
|
|
કલમ 80IBA
|
|
મકાનના બાંધકામ અને વિકાસને સંબંધિત યોજનામાંથી મેળવેલ નફો અને લાભ
|
નિર્દિષ્ટ વિવિધ શરતોને આધિન નફાના 100%
|
|
કલમ 80IC
|
|
હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાંચલ અને ઉત્તર - પૂર્વી રાજ્યોમાં અમુક ઉપક્રમોના સંદર્ભમાં કપાત
(અમુક શરતોને આધીન)
|
ઉલ્લેખિત ચીજવસ્તુ અથવા વસ્તુના ઉત્પાદન અથવા પેદાશ માટે પ્રથમ 5 આકારણી વર્ષ માટે થતા નફાના 100% અને આગામી 5 આકારણી વર્ષ માટે 25% (કંપની માટે 30%)
|
|
કલમ 80IE
|
|
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત નિર્ધારિત ઉપક્રમો માટેની કપાત
(અમુક શરતોને આધીન)
|
નિર્દિષ્ટ વિવિધ શરતોને આધિન 10 આકારણી વર્ષ માટે નફાના 100%
|
|
કલમ 80JJA
|
|
બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત
(અમુક શરતોને આધીન)
|
અનુક્રમિક 5 આકારણી વર્ષ માટે બાયોડિગ્રેડેબલ કચરાના સંગ્રહ, પ્રક્રિયા અને સારવાર કરવાની પ્રવૃત્તિમાંથી 100% નફો
|
|
કલમ 80JJAA
|
|
નવા કામદારો / કર્મચારીઓના રોજગાર સંદર્ભે કપાત, એ કરદાતાને લાગુ પડે છે જેને કલમ 44AB લાગુ પડે છે
(અમુક શરતોને આધીન)
|
3 આકારણી વર્ષ માટે અતિરિક્ત કર્મચારી ખર્ચના 30%, કેટલીક શરતોને આધિન.
|
|
કલમ 80LA
|
|
ઓફશોર બેંકિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોની આવક માટે કપાત
(અમુક શરતોને આધીન)
|
5 / 10 આકારણી વર્ષ માટે ઉલ્લેખિત આવકના 100% / 50% ઉલ્લેખિત શરતો અનુસાર
|