બિન-નિવાસીઓના
બિન-નિવાસીઓના વારંવાર પૂછાતા પ્રશ્નો
1: શું વ્યક્તિઓના નિવાસના મૂળભૂત પરીક્ષણમાં આવકવેરા અધિનિયમ, 2025 અનુસાર કોઈ બદલાવ છે?
વ્યક્તિઓ માટે નિવાસ નિર્ધારિત કરવાની મૂળભૂત શરતોમાં કોઈ બદલાવ નથી. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 6 અનુસાર જો કોઈ વ્યક્તિ સુસંગત કર વર્ષના 182 દિવસો અથવા એનાથી વધારે માટે ભારતમાં રહ્યા હોય, કે એ વર્ષના 60 દિવસો અથવા એનાથી વધારે માટે ભારતમાં રહ્યા હોય અને તે સાથે પૂર્વવર્તી 4 વર્ષોમાં 365 દિવસો અથવા એનાથી વધારે હોય, તો તે કર-નિવાસી ગણાશે. આ શરતો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6(1) સાથે સુસંગત છે.
2: શું 1961ના અધિનિયમમાં મળેલી વિશેષ રાહત લાગુ રહેશે, જેના પ્રમાણેની જોગવાઈ અનુસાર જો કોઈ ભારતીય નાગરિક ભારતની બહાર રોજગાર માટે અથવા કોઈ ભારતીય જહાજના ચાલક્દળના સભ્ય તરીકે ભારત છોડે, તો તે માત્ર 182 દિવસો અથવા એનાથી વધારે રહેવા પર જ નિવાસી ગણાશે?
હા, તે વિશેષ રાહત કોઈ પણ બદલાવ વગર લાગુ રહેશે. જો કોઈ ભારતીય નાગરિક ભારતની બહાર રોજગાર માટે અથવા કોઈ ભારતીય જહાજના ચાલક્દળના સભ્ય તરીકે ભારત છોડે, તો તે સુસંગત વર્ષના 182 દિવસો અથવા એનાથી વધારે ભારતમાં રહેવા પર જ નિવાસી ગણાશે. આવી સ્થિતિમાં સુસંગત વર્ષના 60 દિવસો અથવા એનાથી વધારે માટે રહેવાની
અને તે સાથે પૂર્વવર્તિ 4 વર્ષમાં 365 દિવસો અથવા એનાથી વધારેની શરત લાગુ નહી રહે.
3: શું નવા અધિનિયમમાં ભારતીય નાગરિકો અથવા ભારતીય મૂળની વ્યક્તિઓ માટે ભારતની મુલાકાત લેવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે?
ના. આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ નિયમ સમાન રહેશે. ભારતની મુલાકાતે આવેલ ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળની વ્યક્તિને કર વર્ષમાં ‘નિવાસી’ તરીકે માનવામાં આવશે, જો તે કર વર્ષ દરમિયાન કુલ 182 દિવસથી વધુ સમય માટે ભારતમાં રહે છે. કર વર્ષ દરમિયાન રૂ. 15 લાખથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ માટે (વિદેશી સ્ત્રોતોમાંથી મળતી આવક સિવાય), નવા અધિનિયમની કલમ 6(2)(b) હેઠળની વૈકલ્પિક શરત પણ લાગુ પડે છે, જેમાં જણાવેલ કલમમાં ‘60 દિવસ’ને ‘120 દિવસ’ તરીકે વાંચવામાં આવશે, તેમજ તે કર વર્ષ પહેલાંના ચાર વર્ષમાં 365 દિવસ અથવા તેથી વધુ સમય ભારતમાં રહ્યાની શરત લાગુ પડશે.
4: “ડીમ્ડ ટુ બિ રેસિડેન્ટ”નો અર્થ શું છે? આવકવેરા અધિનિયમ, 1961, માં “ડીમ્ડ રેસિડેન્સિ”ની જોગવાઈમાં કોઈ ફેરફાર છે?
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 6(1A) મુજબ, જે ભારતીય નાગરિકની કુલ આવક 15 લાખ રૂપિયાથી વધુ હોય (વિદેશી સ્ત્રોતોમાંથી થતી આવક સિવાય), અને નિવાસસ્થાન, રહેઠાણ અથવા સમાન માપદંડોના કારણે અન્ય કોઈ દેશમાં કર ચૂકવવાપાત્ર ન હોય, તેને ‘ડીમ્ડ રેસિડેન્ટ’ માનવામાં આવે છે. આ ડીમ્ડ રેસિડેન્ટ નિયમ આવકવેરા અધિનિયમ, 2025 માં યથાવત રાખવામાં આવ્યો છે. આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 6(1) આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 6(1A) જેવી જ છે. આ પરિસ્થિતિમાં, ભારતમાં દિવસોની સંખ્યા મહત્વપૂર્ણ નથી.
5: શું નવા અધિનિયમ અંતર્ગત 'નોટ ઓર્ડિનરીલી રેસિડેન્ટ' (NOR) ની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે?
NORની વ્યાખ્યામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિ પૂર્વવર્તી દસમાંથી નવ વર્ષમાં બિન-નિવાસી હોય અથવા પૂર્વવર્તી સાત વર્ષોમાં 729 દિવસ કે તેથી ઓછા સમય માટે ભારતમાં રહ્યા હોય, તો તે સામાન્ય રીતે નિવાસી રહેતો નથી. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 6(13) આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6(6) જેવી જ છે.
6: શું આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કંપની માટે રેસિડન્સી ટેસ્ટ બદલાઈ છે?
ના, આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કંપની માટે રેસિડન્સી ટેસ્ટ બદલાઈ નથી. આવકવેરા અધિનિયમ, 1961 અને આવકવેરા અધિનિયમ, 2025 બંને અનુસાર, જો કોઈ કંપની ભારતીય કંપની હોય અથવા સુસંગત વર્ષ દરમિયાન તેનું અસરકારક સંચાલન સ્થળ (POEM) ભારતમાં આવેલું હોય, તો તે ભારતમાં નિવાસી ગણાય છે.
7: 1 એપ્રિલ 2026 પહેલાંના કર વર્ષો માટે રહેણાંક સ્થિતિ કયા કાયદા અનુસાર નક્કી કરવામાં આવશે?
1 એપ્રિલ 2026 પહેલાં શરૂ થતા કોઈપણ કર વર્ષ માટેની રહેણાંક સ્થિતિ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6 અનુસાર જ નક્કી કરવામાં આવશે, ભલે આકારણી અથવા પુનઃઆકારણી આવકવેરા અધિનિયમ, 2025ના અમલમાં આવ્યા પછી કરવામાં આવે. આ જોગવાઈ બચત અનુચ્છેદમાંથી ઉદ્ભવે છે, જે અગાઉનાં કર વર્ષો સાથે સંબંધિત તમામ કાર્યવાહીઓ માટે આવકવેરા અધિનિયમ, 1961ની લાગુ પડતી જોગવાઈઓને યથાવત્ રાખે છે.
8: જો AY 2025-26 માટે પુનઃઆકારણી 1 એપ્રિલ 2026 પછી શરૂ કરવામાં આવે, તો વ્યક્તિની કર-નિવાસી સ્થિતિ નક્કી કરવા માટે કઈ જોગવાઈઓ લાગુ પડશે?
જો AY 2025-26 માટે પુનઃઆકારણીની સૂચના 1 એપ્રિલ 2026 પછી જારી કરવામાં આવે, તો પણ રહેણાંક સ્થિતિ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6 અનુસાર જ નક્કી કરવામાં આવશે, કારણ કે સુસંગત કર વર્ષ 1 એપ્રિલ 2026 પહેલાં શરૂ થાય છે. નવા અધિનિયમની કલમ 536 સ્પષ્ટ દર્શાવે છે કે આવા વર્ષો સાથે સંબંધિત કાર્યવાહી જૂના અધિનિયમ અંતર્ગત જ એવી રીતે હાથ ધરવામાં આવશે જાણે નવો અધિનિયમ ઘડવામાં જ આવ્યો ન હોય. તેથી, 1 એપ્રિલ 2026 પહેલાં શરૂ થતા કોઈપણ કર વર્ષ માટે કર-નિવાસી સ્થિતિ નક્કી કરવામાં આવકવેરા અધિનિયમ, 2025 લાગુ પડતો નથી.
9: કયા વર્ષથી રહેણાંક સ્થિતિ આવકવેરા અધિનિયમ, 2025 દ્વારા સંચાલિત થશે?
આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 6 અંતર્ગત રહેણાંક સ્થિતિ માત્ર 1 એપ્રિલ 2026 ના રોજ અથવા ત્યારબાદ શરૂ થતા કર વર્ષો માટે લાગુ પડશે. આવા વર્ષો માટે નિવાસી, બિન-નિવાસી, માનવામાં આવે છે તેવા નિવાસી અને સામાન્ય રીતે નિવાસી ન હોય તેવા વ્યક્તિનું નિર્ધારણ સંપૂર્ણપણે નવા અધિનિયમ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. સમાન કર વર્ષ માટે કોઈ અતિવ્યાપ્તિ અરજી નથી. વિભાજન રેખા કર વર્ષની શરૂઆતની તારીખ છે, કાર્યવાહીની તારીખ નહીં.
10. જો કોઈ વ્યક્તિનું ભારતમાં રોકાણ એવા સમયગાળા દરમિયાન થાય છે જ્યાં બંને અધિનિયમ અસરકારક હોય, તો રહેણાંક સ્થિતિનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે?
રહેણાંક સ્થિતિની આકારણી દરેક કર વર્ષ માટે અલગથી કરવામાં આવે છે. જ્યાં કોઈ વ્યક્તિનું ભારતમાં રોકાણ નાણાંકીય વર્ષ 2025-26 અને 2026-27 દરમિયાન અતિવ્યાપ્તિ ધરાવતું હોય, ત્યાં FY 2025-26 (AY 2026-27) માટેની કર-નિવાસી સ્થિતિ 31 માર્ચ 2026 સુધીના રોકાણના આધારે આવકવેરા અધિનિયમ, 1961 ની જોગવાઈઓ અનુસાર નિર્ધારિત કરવામાં આવશે.
નાણાંકીય વર્ષ 2026-27 માટે કર-નિવાસી સ્થિતિની આકારણી આવકવેરા અધિનિયમ, 2025 ની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવશે અને આ હેતુ માટે 1 એપ્રિલ 2026 પછીના રોકાણને ધ્યાનમાં લેવામાં આવશે. જોકે, "60 દિવસ (સુસંગત કર વર્ષમાં રોકાણ) + 365 દિવસ (પૂર્વવર્તી ચાર કર વર્ષોમાં રોકાણ)" પરીક્ષણ લાગુ કરતી વખતે, નાણાંકીય વર્ષ 2025-26 તથા તે પહેલાંના વર્ષોમાં થયેલા રોકાણને પણ, જ્યાં સુસંગત હોય ત્યાં, ધ્યાનમાં લેવામાં આવશે.
11: શું અધિનિયમના રદ થવાથી "સામાન્ય રીતે નિવાસી ન હોય"ની સ્થિતિ માટે સુસંગત સાતત્યની શરતો પર કોઈ અસર થાય છે?
ના,"પૂર્વવર્તી દસ વર્ષમાંથી નવ વર્ષ" અથવા "પૂર્વવર્તી સાત વર્ષમાં 729 દિવસ" જેવા સાતત્ય-આધારિત પરીક્ષણો માટે અગાઉનાં વર્ષોને ધ્યાનમાં લેવામાં આવતા રહેશે, ભલે તે વર્ષો આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા સંચાલિત થયા હોય. 1 એપ્રિલ 2026 અથવા તે પછી શરૂ થતા કર વર્ષો માટે આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 6 લાગુ કરતી વખતે પૂર્વવર્તી વર્ષોમાં રદ કરાયેલા અધિનિયમ અંતર્ગતના વર્ષોનો પણ સમાવેશ થઈ શકે છે.
12. માનવામાં આવે તેવી નિવાસી સ્થિતિનો 'રદ કરવું' અનુચ્છેદ સાથે શું સંબંધ છે?
1 એપ્રિલ 2026 પહેલાંના કર વર્ષો માટે અન્યત્ર કરને પાત્ર ન હોય અને જેમની આવક ₹15 લાખથી વધુ હોય તેવા ભારતીય નાગરિકોની માનવામાં આવે તેવી નિવાસી સ્થિતિ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 6(1A) અનુસાર સંચાલિત થશે. 1 એપ્રિલ 2026 અથવા તે પછી શરૂ થતાં કર વર્ષો માટે, આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 6(7)માં સમાવિષ્ટ માનવામાં આવે તેવી નિવાસી સ્થિતિની જોગવાઈ લાગુ પડશે. 'રદ કરવું' અનુચ્છેદ એ સુનિશ્ચિત કરે છે કે અગાઉનાં વર્ષોની માનવામાં આવે તેવી નિવાસી સ્થિતિનું પરીક્ષણ નવી જોગવાઈ અનુસાર કરી શકાય નહીં.
13: જો કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ વર્ષ માટે આવકવેરા અધિનિયમ, 1961 અનુસાર નિવાસી તરીકે ગણવામાં આવ્યો હોય, તો શું તે સ્થિતિની આવકવેરા અધિનિયમ, 2025 અનુસાર ફરીથી તપાસ કરી શકાય છે?
ના, આવકવેરા અધિનિયમ, 1961 અનુસાર કોઈ કર વર્ષ માટે એકવાર નિર્ધારિત કરવામાં આવેલી રહેણાંક સ્થિતિને માત્ર તે અધિનિયમની જોગવાઈઓ અનુસાર જ ફરીથી તપાસી શકાય.
14: શું આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115D, 115E અને 115F માં સમાવિષ્ટ NRI માટેની રાહત કર વ્યવસ્થાઓ સંબંધિત જોગવાઈઓમાં આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત કોઈ બદલાવ કરવામાં આવ્યો છે?
ના. NRI માટેની વિશેષ કરવેરા પ્રણાલીની મુખ્ય વિશેષતાઓમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત:
• કલમ 115D મુજબ, બિન-નિવાસી ભારતીય (NRI)ની રોકાણ આવકની ગણતરી કરતી વખતે કોઈપણ ખર્ચ અથવા ભથ્થાંની કપાત મંજૂર કરવામાં આવતી નહોતી અને જ્યાં કુલ ચોખ્ખી આવકમાં આવી આવકનો સમાવેશ થતો હોય ત્યાં પ્રકરણ VI-A અંતર્ગત કપાતો પર પ્રતિબંધ હતો.
• કલમ 115E મુજબ, રોકાણ આવક પર 20% ના રાહત કર દર અને ટ્રાન્સફરની તારીખના આધારે લાંબા ગાળાના મૂડી લાભ પર 10% / 12.5% ના રાહત કર દરો પ્રદાન કરવામાં આવ્યા હતા.
• કલમ 115F મુજબ, વિદેશી વિનિમય સંપત્તિના ટ્રાન્સફરથી પ્રાપ્ત થયેલ ચોખ્ખી અવેજને છ મહિનાની અંદર ઉલ્લેખિત સંપત્તિઓમાં પુનઃરોકાણ કરવામાં આવે તો, પ્રમાણસર છૂટના સૂત્ર તથા ત્રણ વર્ષની લોક-ઇન અવધિને આધીન, મૂડી લાભ પર છૂટ મંજૂર કરવામાં આવતી હતી. ઉપરાંત, સમયપૂર્વે ટ્રાન્સફરના કિસ્સામાં ક્લો-બેક જોગવાઈ પણ હતી.
આવકવેરા અધિનિયમ, 2025ની તેને અનુરૂપ કલમ 213, 214 અને 215 માં આ જોગવાઈઓનો નોંધપાત્ર રીતે પુનરાવર્તન કરવામાં આવ્યું છે. તેથી, કપાતો પરનો પ્રતિબંધ, રાહત કર ઉપાય, પુનઃરોકાણ આધારિત છૂટ (સૂત્ર A = B x C / D સહિત), લોક-ઈન શરત તથા ક્લો-બેક વ્યવસ્થા નવા અધિનિયમ અંતર્ગત કોઈ બદલાવ વિના યથાવત્ રાખવામાં આવ્યા છે.
15: શું આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115G અંતર્ગત NRI માટેની રિટર્ન ફાઈલ કરવાની છૂટ આવકવેરા અધિનિયમ, 2025 માં ચાલુ રાખવામાં આવી છે?
હા. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115G અંતર્ગત, જ્યાં NRIની કુલ આવકમાં માત્ર રોકાણ આવક અથવા લાંબા ગાળાના મૂડી લાભ અથવા બંનેનો સમાવેશ થતો હોય અને તે આવક TDSને અધીન હોય, ત્યાં રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી હતી. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 216 સમાન નિયમોમાં આ રાહત જાળવી રાખે છે અને પાલનને સરળ બનાવવાના અભિગમને યથાવત્ રાખે છે. મર્યાદિત આવકનો વર્ગ અને સ્ત્રોત પર યોગ્ય કર કપાત જેવી શરતો પણ સમાન રાખવામાં આવી છે.
16: શું જૂના અધિનિયમની કલમ 115H અંતર્ગત નિવાસી બન્યા પછી લાભો ચાલુ રાખવાની જોગવાઈ આવકવેરા અધિનિયમ, 2025માં યથાવત્ રાખવામાં આવી છે?
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115H અનુસાર, નિવાસી બનેલ NRIને જાહેરાત રજૂ કર્યાના આધારે કેટલીક વિદેશી વિનિમય સંપત્તિઓ (શેર સિવાય) પર રાહત કરવેરાનો લાભ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવતી હતી. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 217 આ ચાલુ રાખવાના લાભને યથાવત્ રાખે છે. રિટર્ન સાથે જાહેરાત રજૂ કરવાની જરૂર તથા સંપત્તિની ટ્રાન્સફર અથવા બદલાવ સુધી લાભ ચાલુ રાખવાની જોગવાઈ પણ અકબંધ રાખવામાં આવી છે. તે મુજબ, લાભોની સાતત્યતા પાછી ખેંચવામાં આવી નથી.
17: શું આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115-I અંતર્ગત NRIને વિશેષ રાહત પ્રણાલીને નાપસંદ કરીને સામાન્ય જોગવાઈઓ અનુસાર કરપાત્ર બનવાની જે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી હતી, તે આવકવેરા અધિનિયમ, 2025માં યથાવત્ રાખવામાં આવી છે?
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115-I અનુસાર, NRI ને કોઈપણ આકારણી વર્ષ માટે વિશેષ રાહત પ્રણાલી અંતર્ગત કરપાત્ર ન બનવાનું પસંદ કરવાની અને તેના બદલે સામાન્ય જોગવાઈઓ અનુસાર કરપાત્ર બનવાની મંજૂરી આપવામાં આવી હતી. આવકવેરા અધિનિયમ, 2025 પણ આ વૈકલ્પિક વ્યવસ્થાને યથાવત્ રાખે છે અને કરદાતાને રિટર્નમાં જાહેરાત કરવાની મંજૂરી આપે છે કે વિશેષ જોગવાઈઓ લાગુ કરવામાં ન આવે. આવી જાહેરાત કરવામાં આવે તો કરવેરા અધિનિયમની સામાન્ય જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. તેથી, વિશેષ રાહત પ્રણાલીની સ્વૈચ્છિક પ્રકૃતિ યથાવત્ રાખવામાં આવી છે.
18: જો કોઈ NRIએ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115-I અંતર્ગત રાહત પ્રણાલીને નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો શું તે પસંદગી અધિનિયમના રદ થયા પછી પણ ટકી રહેશે?
હા, નિરસન અને બચત અનુચ્છેદ સુસંગત આકારણી વર્ષ માટે આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત માન્ય રીતે પ્રયોજિત વિકલ્પોને જાળવી રાખે છે. કલમ 115-I અંતર્ગતનો વિકલ્પ આકારણી વર્ષ-વિશિષ્ટ હોવાથી, તેની અસર તે આકારણી વર્ષ માટે નિરસન પછી પણ ચાલુ રહે છે. આવકવેરા અધિનિયમ, 2025 દ્વારા સંચાલિત કર વર્ષો માટે, તેને અનુરૂપ રાહત પ્રણાલીને નાપસંદ કરવાની જોગવાઈ લાગુ પડશે. નિરસનના પરિણામે અગાઉ પ્રયોજિત વિકલ્પ અમાન્ય બનતો નથી. તેથી, દરેક કર વર્ષની અલગથી તપાસ તે વર્ષ માટે લાગુ પડતા કાયદા અને કરદાતા દ્વારા પસંદ કરવામાં આવેલા વિકલ્પના આધારે કરવામાં આવશે.
19: કોઈ NRIએ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115F અંતર્ગત છૂટનો દાવો કર્યો હતો. જો તે 01/04/2026 પછી (એટલે કે આવકવેરા અધિનિયમ, 2025 ના પ્રારંભ પછી), પરંતુ ત્રણ વર્ષની લોક-ઇન અવધિની અંદર નવી સંપત્તિનું ટ્રાન્સફર કરે, તો ક્લો-બેક જોગવાઈ માટે કયો અધિનિયમ લાગુ પડશે?
જો નવી સંપત્તિનું ટ્રાન્સફર 1 એપ્રિલ 2026 પછી પરંતુ ત્રણ વર્ષની લોક-ઇન અવધિની અંદર કરવામાં આવે, તો ક્લો-બેક સંબંધિત જવાબદારી આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115F(2) અંતર્ગત ઊભી થાય છે, કારણ કે મૂળભૂત છૂટ આ જોગવાઈ અંતર્ગત મંજૂર કરવામાં આવી હતી. આવકવેરા અધિનિયમ, 2025 ના નિરસન અને બચત અનુચ્છેદ આ છૂટ સાથે સંકળાયેલા અધિકારો અને જવાબદારીઓને જાળવી રાખે છે, જેથી તે આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા જ સંચાલિત રહે. જોકે, કરપાત્રતાનું વર્ષ તે કર વર્ષ રહેશે જેમાં નવી સંપત્તિનું ટ્રાન્સફર કરવામાં આવે. જો આ ટ્રાન્સફર 1 એપ્રિલ 2026 પછી થાય, તો તે વર્ષ માટેની આકારણી આવકવેરા અધિનિયમ, 2025ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે.
20: શું આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115H અંતર્ગત નિવાસી બન્યા પછી પણ રાહત કરવેરા ચાલુ રાખવા માટે NRI દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેરાત આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત માન્ય રહેશે?
જ્યાં કોઈ NRIએ નિવાસી બન્યા પછી પણ રાહત કરવેરા ચાલુ રાખવા માટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115H અંતર્ગત જાહેરાત ફાઈલ કરેલ હોય, ત્યાં આવી જાહેરાત આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 536(2)(f)માં સમાવિષ્ટ જોગવાઈ અનુસાર નવા અધિનિયમના હેતુઓ માટે માન્ય જાહેરાત તરીકે ગણવામાં આવશે.
21: જૂના અધિનિયમના નિરસન પછી કલમ 115C થી 115I સંબંધિત બાકી આકારણીઓ અથવા પુનઃઆકારણીઓને કેવી રીતે માનવામાં આવશે?
આવકવેરા અધિનિયમ, 1961 દ્વારા સંચાલિત કર વર્ષો સંબંધિત આકારણીઓ તે અધિનિયમ અંતર્ગત જ ચાલુ રહેશે કારણ કે સેવિંગ ક્લોઝ તે માટે જોગવાઈ કરે છે. નિરસનના પરિણામે જૂના અધિનિયમની જોગવાઈઓ અંતર્ગત પૂર્ણ થયેલી કાર્યવાહીઓ અથવા શરૂ કરવામાં આવેલી પુનઃઆકારણીની કાર્યવાહીઓ અમાન્ય બનતી નથી. તેથી રાહત કર દરો કલમ 115D અંતર્ગત કપાતના અસ્વીકાર અથવા કલમ 115F અંતર્ગત છૂટ સંબંધિત વિવાદોનું નિરાકરણ તે વર્ષો માટે જૂના અધિનિયમ અંતર્ગત જ કરવામાં આવશે. નવો અધિનિયમ માત્ર 1 એપ્રિલ 2026 અથવા તે પછી શરૂ થતા કર વર્ષો માટે જ લાગુ પડશે.
22: શું જૂની પ્રણાલી અંતર્ગત હસ્તગત થયેલી સંપત્તિઓ માટે વિદેશી વિનિમય સંપત્તિની વ્યાખ્યા પર નિરસનની કોઈ અસર થાય છે?
ના, આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115C અંતર્ગત વિદેશી વિનિમય સંપત્તિ તરીકે હસ્તગત થયેલી સંપત્તિઓ અગાઉના વર્ષોના કરવેરાના હેતુઓ માટે પોતાનું ચરિત્ર જાળવી રાખે છે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 212 અંતર્ગત પણ સુસંગત વ્યાખ્યાઓ જાળવેલ હોવાથી, વર્ગીકરણમાં કોઈ અસાતત્ય સર્જાતું નથી. બચત અનુચ્છેદ એ સુનિશ્ચિત કરે છે કે જૂના કાયદા અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલ સંપત્તિઓનું ચરિત્ર અને કરવેરાનો ઉપાય માન્ય રહે.
23: શું આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10(4)(ii) અંતર્ગત NRE ખાતા પર પ્રાપ્ત થતા વ્યાજ માટે ઉપલબ્ધ છૂટ આવકવેરા અધિનિયમ, 2025માં યથાવત્ રાખવામાં આવી છે?
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10(4)(ii) અંતર્ગત, FEMA અનુસાર જાળવવામાં આવેલા નોન-રેસિડેન્ટ (એક્સટર્નલ) (NRE) ખાતામાંથી વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ વ્યાજને છૂટ આપવામાં આવતી હતી, પરંતુ શરત એ હતી કે તે વ્યક્તિ FEMA મુજબ ભારત બહાર રહેતી વ્યક્તિ હોય અથવા RBI દ્વારા આવા ખાતાને જાળવવાની મંજૂરી આપવામાં આવી હોય. આવકવેરા અધિનિયમ, 2025માં આ છૂટને અનુસૂચિ IVમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેની મૂળભૂત શરતો સમાન રાખવામાં આવી છે — પાત્રતા FEMA અંતર્ગત બિન-નિવાસી સ્થિતિ અને RBIની મંજૂરી પર જ આધારિત રહે છે. આ છૂટને હટાવામાં કે ઘટાડો કરવામાં આવ્યો નથી.
24: શું આવકવેરા અધિનિયમ, 2025 જૂના અધિનિયમની કલમ 10(4)(ii) અંતર્ગત મળતી આવકવેરા છૂટ અને FEMA અનુસાર રહેણાંક સ્થિતિ વચ્ચેના સંબંધમાં કોઈ બદલાવ કરે છે?
આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત, જૂના અધિનિયમની કલમ 10(4)(ii) પ્રમાણેની છૂટ આવકવેરા અધિનિયમ અંતર્ગતની રહેણાંક સ્થિતિને બદલે FEMA મુજબ ભારત બહાર રહેતી વ્યક્તિની વ્યાખ્યા પર આધારિત હતી. આવકવેરા અધિનિયમ, 2025 પણ આ ભેદને યથાવત્ જાળવી રાખે છે.
25: શું આવકવેરા અધિનિયમ, 2025 જૂના અધિનિયમની કલમ 48ના પ્રથમ પરંતુક અંતર્ગત આપવામાં આવેલી પદ્ધતિને જાળવી રાખે છે, જેમાં બિન-નિવાસીઓને શેર અથવા ડિબેન્ચર પર મૂડી નફાની ગણતરી મૂળભૂત વિદેશી ચલણમાં કરવાની અને પછી તેને રૂપાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવતી હતી?
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 48ના પ્રથમ પરંતુક અંતર્ગત, ભારતીય કંપનીના શેર અથવા ડિબેન્ચરના ટ્રાન્સફર પર મૂડી નફાની ગણતરી કરતા બિન-નિવાસીઓને તે જ વિદેશી ચલણમાં ગણતરી કરવાની પરવાનગી આપવામાં આવી હતી જેમાં રોકાણ કરવામાં આવ્યું હતું, અને પછી ચોખ્ખા નફાને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતું હતું. આ વ્યવસ્થા વિનિમય દરના ઉતાર-ચઢાવના પ્રભાવને નિષ્ક્રિય કરતી હતી. આવકવેરા અધિનિયમ, 2025માં કલમ 72 અંતર્ગત આ જ વ્યવસ્થા બિન-નિવાસીઓ માટે યથાવત્ રાખવામાં આવી છે.