નુક્સાનનું સમાયોજન​ અને નુક્સાનને આગામી વર્ષોમાં આગળ લાવવાની બાબતે

Frequently Asked Questions

નુક્સાનનું સમાયોજન​ અને નુક્સાનને આગામી વર્ષોમાં આગળ લાવવાની બાબતે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું આવક​વેરા અધિનિયમ, 1961, અંતર્ગત ગણતરી કરેલ નુક્સાન આવક​વેરા અધિનિયમ​, 2025, અંતર્ગત આગળ લાવી શકાય છે?

હા. આ સ્થિતિ આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536માં સમાવિષ્ટ નિરસન અને બચત અનુચ્છેદ​ અંતર્ગત સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું છે. કલમ 536(2) ના અનુચ્છેદ (m) અને (n) સ્પષ્ટપણે પ્રદાન કરે છે કે 01/04/2026 પહેલાં શરૂ થતાં કર વર્ષો માટે આગળ લાવેલ નુક્સાનને નવા અધિનિયમ અંતર્ગત પણ રદ કરાયેલા અધિનિયમની તેને અનુરૂપ જોગવાઈઓમાં પ્રદાન કરેલ રીત મુજબ આગળ લાવવામાં અને સમાયોજિત કરવાનું ચાલુ રાખવામાં આવશે.
ઉદાહરણ: આકારણી વર્ષ 2023-24 (આવકવેરા અધિનિયમ, 1961)નું પાત્ર વ્યાપાર નુક્સાન નવા આવકવેરા અધિનિયમ, 2025 અંતર્ગત આગળ લઈ જઈ શકાય છે, પરંતુ ખોટને આગળ લાવવાની એકંદર અવધિ આકારણી વર્ષ 2023-24 થી ગણવામાં આવતી મૂળભૂત આઠ વર્ષની મર્યાદા કરતાં વધુ થઈ શકશે નહીં.

2. શું જૂના અધિનિયમ અંતર્ગત મકાન​ મિલકતમાંથી થતી આવકના પાછલા વર્ષોના નુક્સાનને​ નવા અધિનિયમ અંતર્ગત સમાયોજિત કરવા માટે હજુ પણ ઉપલબ્ધ છે?

હા. 1 એપ્રિલ 2026 પહેલાંના વર્ષો માટે મકાન મિલકતમાંથી થતી આવકના પાછલા વર્ષોના નુકસાનને નવા અધિનિયમ અંતર્ગત પણ જૂના અધિનિયમની કલમ 71Bમાં સમાવિષ્ટ રીત મુજબ સમાયોજિત કરી શકાશે અને આગળ લાવવામાં આવી શકાશે.
ઉદાહરણ તરીકે, જો શ્રીમતી R ને આકારણી વર્ષ 2024-25 માં ઘરની મિલકતનું નુકસાન થયું હોય, તો એ નુકસાનને પછીના વર્ષોમાં નવા અધિનિયમ અંતર્ગત મકાન મિલકતમાંથી આવક જોડે સમાયોજિત કરી શકાય છે.

3. શું નવા આવકવેરા અધિનિયમમાં જૂના અધિનિયમ અંતર્ગત અગાઉનાં વર્ષોની આગળ લાવેલ વ્યાપાર નુકસાનના સમાયોજન અંગે કોઈ જોગવાઈ છે?

હા. 1 એપ્રિલ 2026 પહેલાંના વર્ષોમાં આવેલ વ્યાપાર નુકસાનને નવા અધિનિયમ અંતર્ગત પણ જૂના અધિનિયમની કલમ 72માં પ્રદાન કરેલ રીત મુજબ માત્ર વ્યાપાર આવક જોડે સમાયોજિત કરી શકાય છે અને આગળ લઈ જઈ શકાય છે.
ઉદાહરણ તરીકે, કોઈ કરદાતાનું આકારણી વર્ષ 2023-24નું વ્યાપાર નુકસાન નવા અધિનિયમ અંતર્ગત કર વર્ષ 2026-27ની તેની વ્યાપાર આવક જોડે સમાયોજિત કરી શકાય છે, પરંતુ તે નિર્ધારિત શરતોની પરિપૂર્ણતાને અધીન રહેશે.

4. અગાઉનાં વર્ષોના લાંબા અને ટુંકા ગાળાના મૂડી નુક્સાન ન​વા અધિનિયમ અંતર્ગત કેવી રીતે માન​વામાં આવશે?

ન​વા અધિનિયમમાં ગણતરી કરેલ મૂડી લાભ જોડે તે સમાયોજિત કરી શકાય છે અને આગળ લાવી શકાય પરંતુ માત્ર તે જ રીતે જે જૂના અધિનિયમમાં મંજૂર કરવામાં આવી હતી.
દાહરણ તરીકે, કરદાતાને AY 2024–25માં થયેલ લાંબા ગાળાની મૂડી ખોટનો ઉપયોગ જૂના કાયદામાં નિર્ધારિત શરતોને અનુસરીને આગળના વર્ષોમાં તેના લાંબા ગાળાના મૂડી લાભ સામે સમાયોજન માટે કરી શકાય છે.

5. જો એક સંયોજન નાણાંકીય​ વર્ષ 2024-25માં આવક​વેરા અધિનિયમ, 1961 ની કલમ 72A મુજબ થયો હોય અને નિર્ધારિત શરતોનું નાણાંકીય વર્ષ 26-27માં ઉલ્લંઘન થતું હોય​, તો આવા ઉલ્લંઘનની કરપાત્રતા કયા અધિનિયમ દ્વારા સંચાલિત કરાશે?

જો આવક​વેરા અધિનિયમ​, 1961, અંતર્ગત વૈધાનિક શરતો જેમ કે વ્યાપારનું સાતત્ય​, કે નિર્ધારિત સંપત્તિના સ્તરની જાળ​વણીનું ઉલ્લંઘન 1 એપ્રિલ 2026 પર અથ​વા એની પછી શરુ થતાં કર વર્ષમાં થયું હોય (જેમ કે નાણાંકીય​ વર્ષ 2026-27) તો આવા ઉલ્લંઘનનું પરિણામ આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 536(2)(o) અંતર્ગત નિશ્ચિત કરાશે. આ અનુચ્છેદ વિશિષ્ટ રુપે પ્રદાન કરે છે કે જ્યાં કોઈ સમાયોજન​ અથ​વા ઘસારા માટે ભથ્થું 1 એપ્રિલ 2026 પહેલાં જૂના અધિનિયમની કલમ 72A અંતર્ગત થયું હોય​, અને નિર્ધારિત શરતોનું ત્યારબાદ ઉલ્લંઘન થયું હોય​, એવી રકમનું સમાયોજન​ ઉલ્લંઘનના કર વર્ષમાં સંયોજિત (અથ​વા વારસ​) સંસ્થાની આવકની જેમ ધારવામાં આવશે. તે મુજબ​, કર વર્ષ 2026-27માં ઉત્પન્ન થયેલી ધારેલી આવક આવક​વેરા અધિનિયમ​, 2025, હેઠળ કરપાત્ર હશે.

6. શું આવક​વેરા અધિનિયમ​, 1961, અંતર્ગત ગણતરી કરેલ નુક્સાનો તેમના મૂળભૂત રુપમાં જ આવક​વેરા અધિનિયમ, 2025, અંતર્ગત સચ​વાશે, કે ન​વા અધિનિયમ આવકના અલગ​ શીર્ષક​ તળે તેમનું પુનઃવર્ગીકરણ કરશે?

આવક​વેરા અધિનિયમ, 2025, આવકના અલગ​ શીર્ષક​ હેઠળ આવક​વેરા અધિનિયમ​, 1961, દ્વારા નિશ્ચિત કર​વામાં આવેલ નુક્સાનોનું પુનઃવર્ગીકરણ કરતું નથી. કલમ 536 (નિરસન તથા બચત અનુચ્છેદ​​) સ્પષ્ટપણે આવા નુક્સાનોનું મૂળભૂત રુપ સાચ​વે છે. કલમ 536(2)(m) અને (n) હેઠળ , નુક્સાનો તેમનું મૂળભૂત રુપ જાળ​વે છે— જેમ કે વ્યાપાર​, અટકળ​, કે મૂડી— અને રદ કર​વામાં આવેલ અધિનિયમના તેને અનુરુપ જોગ​વાઈઓ પ્રમાણે આગળ લાવ​વામાં અને સમાયોજિત કર​વામાં આવે છે. તેથી, જૂના નુક્સાનો રુપાંતરિત નથી કરાતા, કે તેમનું ચરિત્ર બદલાતું નથી, માત્ર તેમનું આગળ લાવ​વું, અને તેમનું સમાયોજન​, 2025ના અધિનિયમના તેને અનુરુપ શીર્ષક​ હેઠળ થતું રહે છે.

7. જો A.Y. 2024-25નું નુક્સાન રિટર્ન વિલંબિત રીતે આવક​વેરા અધિનિયમ, 1961, અંતર્ગત ફાઈલ કર​વામાં આવે, તો શું એ આવક​વેરા અધિનિયમ​, 2025 હેઠળ આગળ લાવી શકાય છે?

ના. જો AY 2024-25 નું નુક્સાન રિટર્ન વિલંબિત રીતે ફાઈલ કરવામાં આવે અને આવક​વેરા અધિનિયમ, 1961ની કલમ 80 સાથે વાંચ​વામાં આવેલ કલમ 139(3)ની શરતો પૂર્ણ ન કરે, તો તે નુક્સાનને આગળ લાવી શકાતું નથી કારણ કે એ કર વર્ષ 1 એપ્રિલ 2026ની પહેલાં પડે છે, આગળ લાવ​વાની પાત્રતા માત્ર જૂના અધિનિયમ હેઠળ જ સંચાલિત થશે. આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 536 અંતર્ગત નિરસન અને બચત અનુચ્છેદ માત્ર માન્ય રીતે નિર્ધારિત નુક્સાનો સાચ​વે છે અને ખામીઓનો ઉપાય કરતો નથી, કે અયોગ્ય ઠેર​વાયેલ દાવાઓને પુનર્જીવિત કરતો નથી. તેથી, જે નુક્સાનો 1961ના અધિનિયમ હેઠળ આગળ લાવ​વાને પાત્ર નથી, તે 2025ના અધિનિયમ તળે પણ આગળ લાવી શકાતા નથી.

8. શું આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ અઘોષિત આવક સામે નુકસાનના સમાયોજન પરનો પ્રતિબંધ બદલાયો છે?

ના. સિદ્ધાંત મુજબ પ્રતિબંધ સમાન જ રહ્યો છે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 120 મુજબ શોધ, અરજી અથવા સર્વેક્ષણ કાર્યવાહી પછી કરદાતાની કુલ આવકમાં સમાવિષ્ટ અઘોષિત આવક વિરુદ્ધ આગળ મોકલેલ નુકસાન અને/અથવા શેષ રાશીનું સમાયોજન પ્રતિબંધિત છે, જે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 79A જેવી જ જોગવાઈ છે.

9. શું જૂના અધિનિયમની કલમ 80C હેઠળ ઉપલબ્ધ ઉલ્લેખિત બચત સાધનો માટેની મૂળભૂત કપાત આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ બદલાઈ છે?

ના. આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 123 વ્યક્તિઓ અથ​વા HUF માટે ઉલ્લેખિત બચત સાધનો માટે ₹1.5 લાખની એકંદરે કપાત જાળ​વે છે, જેનો ઢાંચો આવક​વેરા અધિનિયમ્, 1961ની કલમ 80CE સાથે વંચાયેલ કલમ 80C સાથે સુસંગત છે. આ યોગ્ય સાધનો હ​વેથી અનુસૂચી XVમાં મુક​વામાં આવ્યા છે, પરંતુ યોગ્ય ચુક​વણીઓ, જેમ કે જીવન વીમા, ભવિષ્ય નિધિ, ટ્યુશન ફીઝ​, વગેરે, મૂળભૂત રીતે અપરિવર્તિત રહેશે.

10. શું કરદાતા ન​વી કર વ્ય​વસ્થા હેઠળ 2025ના અધિનિયમની કલમ 123 અંતર્ગત કપાતનો દાવો કરી શકે છે?

ના, કલમ 202 અંતર્ગત નવી રાહત કર પ્રણાલી હેઠળ કરદાતાને અધિનિયમની કલમ 123 અંતર્ગત કપાત મંજૂર કરેલ નથી.

11. શું આવક અન્યથા પાત્ર હોવા છતાં પણ આવકેવરા અધિનિયમ, 2025 ના પ્રકરણ VIII ના ભાગ C હેઠળ કપાતનો દાવો કરવા માટે સમયસર રિટર્ન રજૂ કરવું ફરજિયાત છે?

હા. આવક​વેરા અધિનિયમ​ 2025ની કલમ 122(5) પ્રમાણે આવકનું રિટર્ન નિર્ધારિત નિયત તારીખની અંદર રજૂ કર​વું કપાતના દાવા કર​વા માટે આવક​વેરા અધિનિયમ, 2025ના પ્રકરણ VIIIના વિભાગ C પ્રમાણે એક વૈધાનિક શરત છે. આ જૂના અધિનિયમની કલમ 80ACમાં અગાઉ દર્શાવેલ કાયદાકીય નીતિને ચાલુ રાખે છે જેના પ્રમાણે રિટર્ન રજૂ કર​વાની સમયરેખાનું પાલન કર​વું કપાતના અધિકાર માટે અગત્યનું છે.

12. જ્યાં આવક​વેરા અધિનિયમ​, 1961ની કલમ 80-IA અંતર્ગત એક લાભ​-સંલગ્ન કપાત કોઈ ચોક્કસ સંખ્યાનાં વર્ષો માટે મંજૂર કર​વામાં આવી હોય, શું કરદાતા 1 એપ્રિલ 2026 પછી પણ એના પર દાવો કર​વાનું ચાલુ રાખી શકશે?

હા, પરંતુ માત્ર બાકીના સમયગાળા માટે અને મૂળભૂત આવક​વેરા અધિનિયમ​, 1961માં પ્રદાન કરેલી રીત મુજબ જ​ આવક​વેરા અધિનિયમ​, 2025માં નિર્ધારિત સંક્રાંતિકાળ જોગ​વાઈઓ (ઉદાહરણ તરીકે કલમો 138, 139, 141, 142 વગેરે) પણ સમાવિષ્ટ છે જે યોગ્ય વ્યાપારોના સંબંધમાં કપાતના સાતત્યની પર​વાનગી આપે છે જ્યાં કરદાતા આવક​વેરા અધિનિયમ​, 1961 અંતર્ગત યોગ્ય ગણાત જો તેનું નિરસન ન થયું હોત. આ કપાતને ન​વા અધિનિયમ હેઠળ ન​વી રીતે મંજૂર કર​વામાં નહી આવે, પણ જૂના અધિનિયમથી ચાલુ રાખ​વાની છૂટ આપ​વામાં આવશે.
આ કપાત ફરજિયાત રીતે સમયબદ્ધ છે. જો આવક​વેરા અધિનિયમ, 1961, અંતર્ગત કપાત દસ અનુક્રમિક વર્ષો માટે ઉપલબ્ધ હોય​, તો કરદાતા બાકી વર્ષો માટે કપાતનો દાવો 1 એપ્રિલ 2026 પછી જૂના અધિનિયમ પ્રમાણે કરી શકે છે, પણ તેને વૈધાનિક અવધિની બહાર વિસ્તારી શકતા નથી.

13. જો આવક​વેરા અધિનિયમ, 1961 અંતર્ગત દાવા કરેલ કપાત સાથે જોડાયેલ શરતોનું 1 એપ્રિલ 2026 પછી ઉલ્લંઘન થયું હોય તો કયા અધિનિયમ હેઠળ તેનું પરિણામ નિશ્ચિત કરાશે?

આ બાબત આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 536(2)(h) (નિરસન અને બચત) દ્વારા સ્પષ્ટ રુપે સંચાલિત છે. આ અનુચ્છેદ પ્રદાન કરે છે કે જ્યાં, ઉલ્લંઘન થયા બાદ​, રદ કરેલા અધિનિયમ હેઠળ, આવી રકમને એકંદરે આવકમાં સમાવિષ્ટ કર​વાની જરુરત હોત​, એને એ કર વર્ષ (જેમાં ઉલ્લંઘન થયું હોય​) માટે કરદાતાની આવક તરીકે માન​વામાં આવશે અને એનો સમાવેશ એ જ આવક શીર્ષક​ હેઠળ થશે જેની હેઠળ રદ કરેલ અધિનિયમ અંતર્ગત થયું હોત​.

14. શું આવક​વેરા અધિનિયમ​, 1961ના પ્રકરણ VI-A હેઠળ બાકી અરજીઓ અથ​વા આકારણીઓ તથા પુનઃઆકારણીઓ કે કપાત સંબંધિત અન્ય કાર્ય​વાહી જૂના અધિનિયમ પ્રમાણે ચાલુ રાખ​વામાં આવશે?

હા. આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 536(2)(c) સ્પષ્ટપણે કહે છે જે આવક​વેરા અધિનિયમ, 2025ના પ્રારંભની તારીખ પર બાકી કાર્ય​વાહીઓ કે એની પછી 1 એપ્રિલ 2026થી પહેલાંના કર વર્ષોને લગતી કાર્યવાહીઓને રદ કરેલા અધિનિયમ પ્રમાણે જ સંચાલિત કર​વામાં આવશે. એમાં આકારણી, પુનઃઆકારણી, સુધારણા, પુનરાવર્તન​, દંડ કાર્ય​વાહી, તથા અપીલ કાર્ય​વાહીનો સમાવેશ છે. તે પ્રમાણે જો કલમ 80P કે 90-IA હેઠળ કપાતની નામંજૂરીને લગતી કોઈ અપીલ બાકી હોય તો તે બાબત આવક​વેરા અધિનિયમ, 1961 અંતર્ગત નિર્ધારિત કરાશે. તેવી જ રીતે જો પ્રકરણ VI-A હેઠળ કોઈ કપાત ખોટી રીતે મંજૂર કરેલ હોય તો તેનું નિરસન થવા છતાં પણ પુનઃઆકારણી હજુ આવક​વેરા અધિનિયમ​, 1961ના ઢાંચા પ્રમાણે શરૂ કરી શકાય છે.

15. જો આવક​વેરા અધિનિયમ​, 1961ની કલમ 80-IBA પ્રમાણે યોગ્ય હાઉસિંગ પ્રોજેક્ટ 1 એપ્રિલ 2026 પછી ચાલુ રહે, શું કપાતનો દાવો કરી શકાય છે?

હા, 2025ના અધિનિયમની કલમ 142 પ્રમાણે જે એવા કર વર્ષો માટે કપાત મંજૂર કરે છે જે 1961ના અધિનિયમની કલમ 80-IBA પ્રમાણે મંજૂર હોત (જો નિરસન ન થયું હોત​). તે પ્રમાણે જો આવક​વેરા અધિનિયમ​, 1961 ની કલમ 80-IBA અંતર્ગત કોઈ હાઉસિંગ પ્રોજેક્ટ માન્ય રીતે સમર્થ હોય​, તો બાકીની અવધિ માટે કપાત ચાલુ રખાશે, પરંતુ મૂળભૂત જોગ​વાઈની શરતો પૂર્ણ હોય તો જ​ ગણતરી અને પાત્રતા રદ કરેલ અધિનિયમના ઢાંચા મુજબ જ સંચાલિત રહે છે પરંતુ કપાત આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 142 હેઠળ મંજૂર કરાય છે.

16. જો કોઈ વિકલ્પ અથ​વા જાહેરાત આવક​વેરા અધિનિયમ​, 1961 હેઠળ અમલમાં મૂકાયેલ હોય​, શું તે નિરસન પછી ટકી રહેશે?

હા, આવક​વેરા અધિનિયમ​, 2025ની કલમ 536(2)(f) પ્રમાણે આ અનુચ્છેદ પ્રદાન કરે છે કે કોઈ પણ​ પસંદગી, જાહેરાત કે વિકલ્પ જે રદ કરેલ આવક​વેરા અધિનિયમ​, 1961 હેઠળ અમલમાં મુકાયેલ હોય અને આવક​વેરા અધિનિયમ​, 2025ના પ્રારંભની તરત જ પહેલા લાગુ હોય​, તેને ન​વા અધિનિયમ અંતર્ગત તેને અનુરુપ જોગ​વા​ઈઓ પ્રમાણે અમલમાં મૂકાયેલ માન​વામાં આવશે. તેથી જ્યાં ન​વા અધિનિયમમાં સમાંતર જોગ​વાઈ હોય ત્યા સાતત્ય સચ​વાય છે.
જોકે જો આવક​વેરા અધિનિયમ​, 2025માં સમાંતર જોગ​વાઈ ન હોય​તો આગળનો વિકલ્પ બચત અનુચ્છેદ​ દ્વારા સચ​વાયેલ કાર્ય ક્ષેત્રની બહાર આપમેળે ટક્શે નહી. આ ન​વા અધિનિયમમાં તેને અનુરુપ વૈધાનિક ઢાંચા મુજબ જ લાગુ થશે.

17. શું જૂના અધિનિયમના નિરસનથી કપાત માટે ગણતરીના આધાર પર કોઈ અસર પડશે, જો વ્યાપાર આવકની ગણતરી આવક​વેરા અધિનિયમ​, 2025 અંતર્ગત થ​ઈ હોય​?

હા. 1 એપ્રિલ 2026ની પહેલાં શરુ થતાં કર વર્ષો માટે પણ​ વ્યાપાર આવકની ગણતરી આવક​વેરા અધિનિયમ​, 2025 હેઠળ જ થશે, ભલે કપાત પોતે આવક​વેરા અધિનિયમ​, 1961 હેઠળ ઉત્પન્ન થઈ હોય​. કપાતની પાત્રતા જૂના કાયદાની સાચ​વેલી જોગ​વાઈઓ પ્રમાણે હોવા છતાં, યોગ્ય લાભની માત્રા ન​વા અધિનિયમની ગણતરીની પદ્ધતિ દ્વારા નિર્ધારિત થશે. સરળ ભાષામાં, કપાતનો દાવો કરવાનો અધિકાર જૂની વ્ય​વસ્થા પ્રમાણે થ​ઈ શકે, પણ લાભનો અંક​ જેના પર એની ગણતરી થાય છે, ન​વી વ્ય​વસ્થા પ્રમાણે થશે.
ઉદાહરણ​: ધારો કે એક ઉપક્રમ​, કલમ 80-IA (આવક​વેરા અધિનિયમ​, 1961) તળે યોગ્ય હોય​, અને એની પાસે કપાતના બે વર્ષ 01/04/2026 પછી બાકી હોય​.નાણાંકીય​ વર્ષ 2026-27 માટે, એના વ્યાપાર આવકની ગણતરી આવક​વેરા અધિનિયમ​, 2025 પ્રમાણે કરાશે. જો પુનઃ ગણતરી કરેલ વ્યાપાર લાભ જૂના અધિનિયમ પ્રમાણે ₹8.5 કરોડને બદલે ન​વા અધિનિયમ પ્રમાણે ₹8 કરોડ હોય, તો કપાત ₹8 કરોડ પર લાગુ થશે, અને ₹8.5 કરોડ પર નહીં.

18. જો એક ઉપક્રમે યોગ્યતાની શરતોને નિરસનની પહેલાં પૂર્ણ ન કરી હોય પણ એક સુસંગત જોગ​વાઈ આવક​વેરા અધિનિયમ, 2025 માં હોય તો શું કપાતનો દાવો 01/04/2026 પછી કરી શકાય​?

હા, પણ માત્ર ન​વી ચકાસણી પર ઉપક્રમ આપમેળે આવક​વેરા અધિનિયમ​, 2025માં આપેલી યોગ્યતાની શરતો ને પૂર્ણ કરે તો જ​. જો ન​વા કાયદામાં તેને અનુરુપ કે સુસંગત કોઈ એક જોગ​વાઈનો સમાવેશ હોય​, તો કરદાતાના દાવાની આવક​વેરા અધિનિયમ​, 2025ની શરતો મુજબ ચકાસણી થશે. આવી બાબતમાં, એ દાવો જૂના અધિકારને લગતો નથી પણ ન​વા કાયદા તળે ન​વો દાવો છે. સુસંગત કર વર્ષ માટે ઉપક્રમ આવક​વેરા અધિનિયમ 2025માં પ્રદાન કરેલ શરતોને પૂર્ણ કરતો હોવો જોઈયે.

19. જો એક કપાત અંશતઃ રુપે આવક​વેરા અધિનિયમ​, 1961 હેઠળ નામંજૂર હોય​ અને અપીલનો નિર્ણય નિરસન પછી થયો હોય તો કયો કાયદો લાગશે?

આ બાબત આવકવેરા અધિનિયમ, 1961 પ્રમાણે સંચાલિત થશે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(c), (d) અને (e) પ્રમાણે 1 એપ્રિલ 2026ની પહેલાં કોઈ પણ કર વર્ષને લગતી કાર્યવાહીને જેમ કે અપીલ, પુનઃઆકારણી, સુધારણા, કે દંડ નીપટાવ​વામાં અને ચાલુ રાખવામાં આવશે જાણે કે આવકવેરા અધિનિયમ, 1961નું નિરસન થયું જ ન હોય. તેથી અપીલ સત્તાધિકારીઓ તે અધિકારનો નિર્ણય કડક​ રીતે આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ પ્રમાણે લેશે. જોકે અપીલ નિર્ણયને લગતા આવતાં કર વર્ષોમાં કોઈ પરિણામ હોય (ઉદાહરણ તરીકે નુકસાન આગળ લાવવા અથવા શેષ ઘસારા પર અસર) તો આગળ વધતાં તે અસર 01/04/2026 પર શરૂ થતાં અને એની પછીનાં કર વર્ષો માટે આવકવેરા અધિનિયમ, 2025ની ગણતરીના ઢાંચા મુજબ કામ કરશે.
ઉદાહરણ: ધારો કે AY 2025-26 માટે કોઈ કરદાતા ₹10 કરોડની કપાતનો દાવો કલમ 80-IA તળે કરે છે પણ તે AO દ્વારા ₹7 કરોડ સુધી ઘટાડવામાં આવ્યું હતું. અપીલનો નિર્ણય નાણાંકીય​ વર્ષ 26-27 (નિરસન પછી) જૂના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે લેવામાં આવ્યો હતો. ₹3 કરોડની કપાત માન્ય છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ થશે.
જો તે નિર્ણયથી વ્યાપાર નુકસાન કે MAT ક્રેડિટને TY 2026-27માં આગળ લાવવામાં કોઈ અસર પડે, તે આગળ લાવવાનું કલમ 536ના કારણે ટકી રહેશે, પણ આગળનાં વર્ષોમાં તેનો ઉપયોગ આવકવેરા અધિનિયમ, 2025 દ્વારા સંચાલિત થશે.

20. શું કુલ ચોખ્ખી આવક (GTI) અને કપાતની મર્યાદા વચ્ચેનો સંબંધ આવકવેરા અધિનિયમ, 2025 માં બદલાવવામાં આવ્યો છે?

ના, કોઈ બદલાવ નથી. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80A પ્રમાણે પ્રકરણ VI-A હેઠળ કપાત કુલ ચોખ્ખી આવકથી (GTI) વધવી ન જોઈએ. તે જ સિદ્ધાંત આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 122માં ચાલુ રહે છે - કુલ કપાત કરદાતાના GTIથી વધુ ન હોઈ શકે.

21. જો માર્ચ 2026માં તપાસ​ શરૂ કરવામાં આવી હોય અને પ્રકરણ VI-A અંતર્ગત કપાત ચકાસણી હેઠળ હોય, તો કયો અધિનિયમ લાગુ પડશે?

આવકવેરા અધિનિયમ, 1961 લાગુ પડશે. જો તપાસ​ 1 એપ્રિલ 2026 પહેલાં શરૂ કરવામાં આવી હોય, તો આખી કાર્યવાહી - જેમ કે આકારણી, પુનઃઆકારણી, દંડ અને અપીલ - આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત ચાલુ રહેશે, ભલે આકારણી ઑર્ડેર 01/04/2026 પછી પસાર કરવામાં આવ્યો હોય. આ સ્થિતિ આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(v)માં સમાવિષ્ટ બચત અનુચ્છેદ​ દ્વારા સ્પષ્ટપણે સુરક્ષિત રાખ​વામાં આવી છે. બચત અનુચ્છેદ પ્રદાન કરે છે કે જ્યાં આવકવેરા અધિનિયમ, 2025ના પ્રારંભ પહેલાં કલમ 132 અંતર્ગત શોધ (અથવા કલમ 132A અંતર્ગત અરજી) શરૂ કરવામાં આવી હોય, ત્યાં રદ કરાયેલા અધિનિયમની જોગવાઈઓ એ રીતે લાગુ પડતી રહેશે જાણે ન​વો અધિનિયમ ઘડવામાં આવ્યો જ ન હોય.

22. શું AY 2024-25 માટે 80IAના દાવાને લગતી આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 263 અંતર્ગત CIT દ્વારા નિરસન પછી કરવામાં આવેલ પુનરાવર્તન હજુ પણ માન્ય છે?

હા, તે માન્ય છે. AY 2024-25 એ 1 એપ્રિલ 2026 પહેલાં શરૂ થતું કર વર્ષ છે. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(c) અને (e) અંતર્ગત, 1 એપ્રિલ 2026 પહેલાંના કર વર્ષને લગતી કોઈપણ કાર્યવાહી - જેમાં પુનરાવર્તનનો સમાવેશ થાય છે - ચાલુ રહેશે અને તેનો નિકાલ એ રીતે કરવામાં આવશે, જાણે આવકવેરા અધિનિયમ, 1961નું નિરસન કરવામાં આવ્યું ન હોય.

23. જો કોઈ કરદાતાએ આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત વિશિષ્ટ કપાત પ્રણાલી માટે વિકલ્પ પસંદ કર્યો હોય, તો શું તે વિકલ્પ આપમેળે આવકેવરા અધિનિયમ, 2025 માં સ્થાનાંતરિત થાય છે?

એ તો જ લાગુ રહેશે જો બચત અનુચ્છેદ​ એને વિશિષ્ટપણે જાળવી રાખે. આવકવેરા અધિનિયમ, 2025 ની કલમ 536(2)(f) પ્રમાણે આવકવેરા અધિનિયમ, 1961 પ્રમાણે અમલમાં મુકેલ કોઈ પણ ચયન, જાહેરાત, કે વિકલ્પ, જે નિરસનની તરત જ પહેલાં લાગુ હોય, તેને તેની અનુરૂપ આવકવેરા અધિનિયમ, 2025ની જોગવાઈઓ પ્રમાણે લાગુ માનવામાં આવશે - પણ માત્ર ત્યારે જ જ્યારે તેને અનુરૂપ જોગવાઈનું અસ્તિત્વ હોય. આનો મતલબ છે કે જૂનો વિકલ્પ તો જ ટકી રહેશે જો નવા કાયદામાં તેને અનુરૂપ જોગવાઈ હોય. આ કોઈ સ્વતંત્ર કે સ્થાયી અધિકાર પ્રદાન નથી કરતું.

24. શું આવકેવરા અધિનિયમ, 1961માં સમાવિષ્ટ ઈન્ટર-યૂનિટ ટ્રાન્સફર દ્વારા પાત્ર નફાના ફુગાવાને અટકાવવા માટેની જોગવાઈઓ આવકેવરા અધિનિયમ, 2025 માં સમાવિષ્ટ છે?

હા. આવકવેરા અધિનિયમ, 1961 અને આવકવેરા અધિનિયમ, 2025 બંનેમાં એક સરખી દુરુપયોગની વિરુદ્ધ સલામતી સમાવિષ્ટ છે જેનાથી યોગ્ય ઉપક્રમના ઈન્ટર-યુનિટ ટ્રાન્સફર દ્વારા લાભોના કૃત્રિમ ફુગાવાને અટકાવવા માટે છે.

25. જો નવો અધિનિયમ અમલમાં આવે તે પછીના કોઈ વર્ષમાં, જૂના અધિનિયમ હેઠળ દાવો કરવામાં આવેલી કપાતોની સાથે જોડાયેલી શરતોનો ભંગ થાય, તો તે કપાતોનેનો દાવો કેવી રીતે કરવામાં આવે છે?

જ્યાં અગાઉનાં વર્ષોમાં જૂના આવકવેરા અધિનિયમ હેઠળ મંજૂર કરવામાં આવેલી કપાત શરતોને પાત્ર હોય, અને તે શરતોનું ઉલ્લંઘન પછીનાં વર્ષોમાં નવો અધિનિયમ લાગુ થયા બાદ થયું હોય, તો પહેલાં આપવામાં આવેલ લાભને ઉલટાવી દેવામાં આવશે. જે રકમ પહેલાં કપાઈ હોય (કે કુલ આવકમાંથી કાઢી નાખ​વામાં આવી હોય) તેને આવક માનીને ઉલ્લંઘનના વર્ષમાં નવા અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે કરપાત્ર ગણવામાં આવશે.

26. જો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 54 હેઠળ રાહતનો દાવો કરવામાં આવે, અને નવી સંપત્તિનું ટ્રાન્સફર 1 એપ્રિલ 2026 પછી પણ નિર્ધારિત લોક-ઈન અવધિની અંદર થયું હોય, રાહતના ઉપાડ પર આવકવેરા અધિનિયમ, 2025 પ્રમાણે કઈ રીતે કર લાગશે?

જ્યાં મૂળભૂત રીતે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 54, 54B, 54F, વગેરે હેઠળ રાહતનો દાવો કરવામાં આવ્યો હોય અને નવી સંપત્તિનું ટ્રાન્સફર 1 એપ્રિલ 2026 પછી પણ નિર્ધારિત લોક-ઇન અવધિની અંદર કરવામાં આવ્યું હોય, તો નવા અધિનિયમની કલમ 536(2)(h) લાગુ પડશે. તે પ્રદાન કરે છે કે નિરસન થયેલ અધિનિયમ હેઠળ કપાત કે મંજૂર થયેલ રાહતને લગતી શરતોનું ઉલ્લંઘન અગર નવા અધિનિયમના પ્રારંભ પછી થયું હોય, તો અગાઉ દાવો કરેલ રાહતની રકમને ઉલ્લંઘનના વર્ષમાં કરદાતાની આવક તરીકે માનવામાં આવશે. ઉદાહરણ રૂપે, જો એક મકાન (જે મૂડી લાભોથી રાહત માંગવા માટે નવી સંપત્તિ ગણાય છે), જે માર્ચ 2025માં ખરીદવામાં આવ્યું હોય અને મે 2027માં (ત્રણ વર્ષની અંદર) વેચ​વામાં આવ્યું હોય, તો અગાઉ મળેલ મૂડી લાભની રાહત કર વર્ષ 2027-28માં આવકવેરા અધિનિયમ 2025 પ્રમાણે કરપાત્ર થશે, પણ પ્રેરક શરત અને માત્રા જૂના અધિનિયમની કલમ 54 પ્રમાણે નિર્ધારિત થશે.

27. જો આવકેવરા અધિનિયમ, 1961 અંતર્ગત મૂડી વધારો ખાતા યોજનામાં 1 એપ્રિલ 2026 પહેલાં જમા કરવામાં આવેલી રકમ નિર્ધારિત અવધિ પછી પણ ન વપરાયેલ રહે, તો તેના પર કેવી રીતે કરવેરા લાગુ કરવામાં આવશે અને શું આવા કરવેરા માટે આવકેવરા અધિનિયમ, 1961 અથવા આવકેવરા અધિનિયમ, 2025 લાગુ પડશે?

જો કોઈ કરદાતાએ આવકેવરા અધિનિયમ, 1961 અંતર્ગત મૂડી વધારો ખાતા યોજનામાં 1 એપ્રિલ 2026 પહેલાં વણવપરાયેલ મૂડી વધારો જમા કરેલ હોય, તો આવી થાપણ જૂના અધિનિયમની શરતો દ્વારા સંચાલિત થાય છે. જો તે રકમ નિર્ધારિત અવધિ (ઉદાહરણ તરીકે, કલમ 54 અંતર્ગત ત્રણ વર્ષ) અંદર ઉપયોગમાં લેવાયેલ ન હોય, તો કલમ 536(2)(h) મુજબ ન વપરાયેલ હિસ્સો તે સમય મર્યાદા સમાપ્ત થાય તે વર્ષમાં કરપાત્ર રહેશે. ઉદાહરણ તરીકે, જો ટ્રાન્સફર જૂન 2024 માં થયું હોય અને થાપણ જૂન 2027 સુધી ન વપરાયેલ રહે, તો તે રકમ નવા અધિનિયમ હેઠળ કર વર્ષ 2027–28 માં કરપાત્ર બનશે, પરંતુ ગણતરી જૂની છૂટ સંરચના મુજબ કરવામાં આવશે.

28. આવકવેરા અધિનિયમ 1961ના નિરસન બાદ કલમ 47(xiii), 47(xiiib), અને 47(xiv)માં શરતોનું ઉલ્લંઘન કઈ રીતે માનવામાં આવશે?

1961 અધિનિયમની કલમ 47(xiii), 47(xiiib) અને 47(xiv) અનુક્રમે પેઢીનું કંપનીમાં રૂપાંતર, કંપનીનું LLP માં રૂપાંતર અને વ્યક્તિગત સંબંધિત પેઢીનું કંપનીમાં રૂપાંતર પર મૂડી વધારો છૂટ મંજૂર થયેલ હતી, જે સાતત્ય અને શેરહોલ્ડિંગ શરતોને અધીન હતી. જો આ શરતોનું પાલન કરવામાં ન આવ્યું હોય, તો કલમ 47A અંતર્ગત છૂટ પાછી ખેંચી લેવામાં લેવામાં આવતી. આવકેવરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(q)(B) અનુસાર, જો આવું ગેર-પાલન 1 એપ્રિલ 2026 પછી થાય, તો પૂર્વે વિમુક્ત કરાયેલ મૂડી વધારો તે ઉલ્લંઘનના વર્ષમાં 2025 અધિનિયમ હેઠળ કરપાત્ર માનવામાં આવે છે. તેથી, નિરસન કરવું એ એકમોને રૂપાંતર પછીની લૉક-ઇન શરતોના પાલનથી વિમુક્ત કરતું નથી.

29. શું આવકેવરા અધિનિયમ, 1961 ની કલમ 35ABA, 35ABB, 35D, 35DD, 35DDA, 35E અથવા કલમ 36(1)(ix) ના પ્રથમ પરંતુક હેઠળ આપવામાં આવેલી અનેક વર્ષોમાં કપાત (જેમ કે પ્રારંભિક ખર્ચ, ટેલિકોમ/લાઇસન્સ ફી જે અનેક વર્ષોમાં ઋણમુક્ત થાય છે વગેરે) તરીકે દાવો કરાયેલ છે?

હા. આવકવેરા અધિનિયમ, 2025ની કલમ 536(2)(s) પ્રમાણે, આ કપાતો નવા અધિનિયમ અંતર્ગત બાકીનાં વર્ષો માટે ચાલુ રહેશે, પરંતુ શરતો પૂર્ણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો M/s. ABC એ A.Y. 2025-26 થી પ્રારંભિક ખર્ચની કપાતનો દાવો પાંચ બરાબર હિસ્સામાં શરૂ કર્યો હોય, તો તેને A.Y. 2026-27 અને ત્યાર પછીનાં વર્ષોમાં નવા અધિનિયમ અંતર્ગત બાકીના હિસ્સા મળતા રહેશે.

30. એક ટેલિકોમ કંપનીએ 01.04.2026 પહેલાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ માટે સ્પેક્ટ્રમના ઉપયોગનો અધિકાર મેળવવા માટે ખર્ચ કર્યો હતો અને જૂના અધિનિયમની કલમ 35ABA હેઠળ બહુ-વર્ષીય કપાતનો દાવો શરૂ કર્યો હતો. શું નવા અધિનિયમના પ્રારંભ પછી તે શેષ રાશિ ગુમાવશે?

ના. કપાત નવા અધિનિયમ અંતર્ગત બાકીના વર્ષો માટે ચાલુ રહેશે, પરંતુ શરતો પૂર્ણ થવી જોઈએ.
ઉદાહરણ તરીકે, XYZ ટેલિકોમ લિમિટેડે FY 2024-25માં લાયસન્સ ફી ચૂકવેલ હતી અને નવા અધિનિયમના પ્રારંભ પહેલાં બે વર્ષોની કપાતનો દાવો કરી ચૂક્યું હતું. કર વર્ષ 2026-27થી, બાકીની કપાત નવા અધિનિયમના સ્થગિત ખર્ચ ભથ્થાંનો ભાગ બની જશે, અને કંપની નિર્ધારિત શરતોની પરિપૂર્ણતાને આધીન​ દર વર્ષે તેનો દાવો કરવાનું ચાલુ રાખશે.

31. શું A.Y. 2026 પહેલાંના આકારણી વર્ષનો શેષ ઘસારો 2025ના અધિનિયમ અંતર્ગત અમર્યાદિત રીતે આગળ લાવ​વા સાથે ચાલુ રહેશે?

હા. બચત અનુચ્છેદના કારણે તેનો પ્રકાર​ અને તેની સમય મર્યાદા (અથવા તેની અનુપસ્થિતિ) યથાવત્ રહે છે.