ફોર્મ 2 વપરાશકર્તા માર્ગદર્શિકા
1.ઓવરવ્યૂ
કાયદાની કલમ 2(112) હેઠળ,કોઈપણ ઝીરો કૂપન બોન્ડના જાહેરનામા માટે,જે સંસ્થા ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ કંપની અથવા ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ફંડ અથવા ઈનફ્રાસ્ટ્રક્ચર ડૈબ્ટ ફંડ અથવા જાહેર ક્ષેત્રની કંપની હોય, તેણે ફોરમ નંબર 2 માં અરજી દાખલ કરવી પડશે.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
• તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા હોવા જોઈએ.
• તાના PANની સ્થિતિ "સક્રિય" હોવી જરૂરી છે
• DSC પદ્ધતી દ્વારા ફોરમ ચકાસણી કરવા માટે તમારા પાસે માન્ય DSC હોવું જરૂરી છે, જે કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ છે અને જેની મુદત પૂરી નથી થઈ
3. ફોર્મ વિશે
3.1 હેતુ
આ ફોર્મ કરદાતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર ગેઝેટમાં કલમ 2(112) હેઠળ ઝીરો કૂપન બોન્ડની અધિસૂચના માટે અરજી કરવા સમર્થ બનાવે છે.
3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?
ફોરમ 2 એ એક અરજી-આધારિત ફોરમ છે જે ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ કંપની અથવા ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ફંડ અથવા ઈનફ્રાસ્ટ્રક્ચર ડૈબ્ટ ફંડ અથવા કાયદાની કલમ 2(112) હેઠળની જાહેર ક્ષેત્રની કંપની દ્વારા આવા બોન્ડ જારી કરવાની તારીખના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા તેના દ્વારા જારી કરવામાં આવતા કોઈપણ ઝીરો કૂપન બોન્ડની સૂચના માટે ફાઇલ કરવામાં આવે છે.
3.3 ફોર્મ પર એક નજર
ફોર્મ 2 ના ચાર પેનલ છે:
1. ભાગ ક - અરજદારની વિગતો
2. ભાગ ખ - જારી કરવામાં પ્રસ્તાવિત ઝીરો કૂપન બોન્ડનોઈ વિગતો
3. જોડાણો
4. જાહેરાત
4. વિગતવાર માર્ગદર્શિકા
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડથી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવું.
પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ દાખલ કરવું.
પગલું 3: ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ.
પગલું 4: ત્રણ ટેબમાંથી, મહેરબાની કરીને આવકેવરા અધિનિયમ 2025 ટેબ પ્રમાણે ફોર્મ્સ પસંદ કરો, ફોર્મ નંબર 2 શોધો અથવા પસંદ કરો, હવે ફાઈલ બટન પર ક્લિક કરો.
પગલું 5: PAN, સબમિશન માધ્યમ, ફાઈલિંગ પ્રકાર ચેક કરીને લાગુ થતું કર વર્ષ (T.Y.) પસંદ કરીને ચાલુ રાખો બટન પર ક્લિક કરવું.
પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરવું.
પગલું 7 : “ચાલો શરૂ કરીએ” પર ક્લિક કરતા, વપરાશકર્તાને પેનલ સ્ક્રીન પર લઈ જવામાં આવશે.પહેલું પેનલ ભાગ ક ને પસંદ કરો - અરજદારની વિગતો સાથે આગળ વધો. સુસંગત વિગતો ભરો, ચકાસો અને સેવ પર ક્લિક કરો.
નોંધ:
1. “મારા પ્રોફાઈલ “વિભાગમાં બધી ફરજિયાત વિગતો સરનામાં સહિત પૂર્ણ થયેલ છે તે મહેરબાની કરીને સુનિશ્ચિત કરો. તમે હાઈપરલિંક “મારી પ્રોફાઈલ” પર ક્લિક કરીને તમારા સંપર્ક અને સરનામાંની વિગતોને સુધારી શકો છો.
2. ક્ષેત્ર 2 અંતર્ગત મહેરબાની કરીને ડ્રોપ ડાઉનમાંથી વર્ગ પસંદ કરો.ડ્રોપડાઉનના મૂલ્યો નીચે મુજબ છે.
• ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ કંપની
• ઈનફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ફંડ
• ઈનફ્રાસ્ટ્રક્ચર ડૈબ્ટ ફંડ
• જાહેર ક્ષેત્રની કંપની
પગલું 8: પ્રથમ પેનલ સેવ કરવા,બીજી પેનલ પસંદ કરો,ભાગ બી-જે ઝીરો કૂપન બોન્ડ જારી કરવાની દરખાસ્ત છે તેની વિગતો સંબંધિત વિગતો ભરો, તેની ખાતરી કરો અને સેવ પર ક્લિક કરો.
નોંધ:
1. અનુક્રમાંક નં. 8 અંતર્ગત સૂચિત રોકાણની વિગતો ભરો. જરૂરી સ્થાન ભરો અને આગળ વધવા માટે ‘ઉમેરો’ પર ક્લિક કરો.
2. અનુક્રમાંક નં: 6 અંતર્ગત બોન્ડ ના જીવનનો સમયગાળો બોન્ડનું મહત્તમ આયુષ્ય માત્ર 20 વર્ષ હોય શકે છે.
ઉપશીર્ષક “ક” હેઠળ સંસ્થાની વિગતો જેમાં ફીલ્ડ 8માં રોકાણ પ્રસ્તાવિત છે - કૃપા કરીને નામ, સંસ્થાનો પ્રકાર, તેનો કાયમી ખાતા નંબર, સરનામું અને વેપારના પ્રકારના સંબંધિત વિગતો પ્રદાન કરો.
ઉપશીર્ષક “ખ” હેઠળ ફીલ્ડ 8ના પ્રોજેક્ટ વિગતો - જરૂરી ક્ષેત્રો ભરો, જેવી રીતે પ્રોજેક્ટનું સરનામું/સ્થાનની વિગતો અને પ્રોજેક્ટ અને કામગીરીના પ્રારંભની આયોજિત તારીખ, અને પર ‘ઉમેરો’ ક્લિક કરીને આગળ વધો.
ઉપશીર્ષક “ગ” હેઠળ ફીલ્ડ 8 ના રોકાણનું સ્ત્રોત - સંબંધિત વિગતો ભરો, ચકાસો અને સેવ પર ક્લિક કરો.
ઉપશીર્ષક “ઘ” હેઠળ ફીલ્ડ 8ના પ્રોજેક્ટનું નિષ્પાદન કરવાના જવાબદાર વ્યવસ્થાપનની વિગતો - કૃપા કરીને હોદ્દો, નામ, તેમનું કાયમી ખાતું નંબર, લાયકાત અને વ્યવસ્થાપનનું અનુંભવ અને વ્યવસ્થાપનની કામગીરી.
ઉપશીર્ષક “ચ” હેઠળ ફીલ્ડ 8માં પ્રોજેક્ટ માટે રોકાણ કરવામાં પ્રસ્તાવ થયલા ઝીરો કૂપન બોન્ડ જારી કરતા સ્પષ્ટ થતા ફંડની રકમ - સંબંધિત વિગતો ભરો, ચકાસો અને સેવ ક્લિક કરો.
પગલું 9: બીજી પેનલ સેવ કરવા પાછી, ત્રીજી પેનલ સિલેક્ટ કરો: જોડાઓ. કૃપા કરીને આ પેનલમાં સુસંગત દસ્તાવેજો જોડો અને સેવ કરો પર ક્લિક કરો.
પગલું 10: ત્રીજી પેનાલ સેવ કરીને, “જાહેરાત” પેનલ સિલેક્ટ કરો. જાહેરાત પેનલની પુષ્ટિ કરો અને સેવ કરો પર ક્લિક કરો.
પગલું 11: જાહેરાત પેનલ સેવ કરીને, પેનલની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે અને પાછી પૂર્વાવલોકન બટન સક્ષમ થશે.
પગલું 12: પૂર્વાવલોકન પેજ પર, વિગતો ચકાસો અને ઈ-ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો.
નોંધ: “ડાઉનલોડ” બટન ક્લિક કરવાથી, વપરાશકર્તા પૂર્વાવલોકન PDF ડાઉનલોડ કરીને ઈ-ચકાસણી પહેલા વિગતો ચકાસી શકે.
પગલું 13: “ઈ-ચકાસણી માટે આગળ વધો” બટન પર ક્લિક કર્યા પછી, તમે ઈ-ચકાસણી માટે આગળ વધવા માંગો છો તે દર્શાવતું એક પોપઅપ દેખાશે. “હા” પર ક્લિક કરો.
પગલું 14: હા પર ક્લિક કરવાથી તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવામાં આવશો જ્યાં તમે, માત્ર DSC દ્વારા ફોરમ 2 ચકાસી શકશો.
નોંધ: વધુ જાણવા માટે ઈ-વેરિફાય કેવી રીતે કરવું વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
પગલું 15: સફળ ઈ-ફાઈલિંગ ચકાસણી પછી, લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબર સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવે છે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ -દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબરની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈમેઇલ ID(ઓ) અને મોબાઈલ નંબર(ઓ) પર પણ પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.
સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો
ફોરમ 2ના સફળતાપૂર્ણ સુબમિસસીઓન પછી વપરાશકર્તા ભરેલું ફોરમ જોઈ શકે છે - દશબોર્ડ પર ઈ-ફાઈલ; આવકવેરો ફોર્મ્સ દાખલ કરો; ફાઈલ કરેલ ફોર્મ્સ જુઓ; આવકવેરા અધિનિયમ 2025 અંતર્ગત ફાઈલ કરેલ ફોર્મ જુઓ ટેબ પર ક્લિક કરો.
નોંધ: વધુ માહિતી માટે ભરેલું ફોર્મ વપરાશકર્તા માર્ગદર્શિકા જુઓ.
5. સંબંધિત વિષયો
6.શબ્દકોષ
| ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ | વર્ણન/સંપૂર્ણ નામ |
| DSC | ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર |
| EVC | ઈલેક્ટ્રોનિક ચકાસણી પ્રમાણપત્ર |
| ARN | સ્વીકૃતિ રસીદ નંબર |
| PY | પાછલું વર્ષ |
| FY | નાણાકીય વર્ષ |
| TY | કર વર્ષ |