ફોર્મ 41 વપરાશકર્તા માર્ગદર્શિકા

1.ઓવરવ્યૂ

જે કરદાતાઓની આવક પર ભારત અને અન્ય દેશમાં કર સંધિ અંતર્ગત બંને જગ્યાએ કર લાગતો હોય, તેઓ માટે બમણા કરવેરાથી રાહત ઉપલબ્ધ છે. આવકવેરા વિભાગ આવી વિનંતીઓની ચકાસણી કરી શકે તે માટે, બિન નિવાસી કરદાતાઓએ ચોક્કસ અતિરિક્ત માહિતી સબમિટ કરવી જરૂરી છે.

આ વિગત પ્રદાન કરવા માટે ફોર્મ 41 એ નિર્ધારિત ફોર્મ છે. જ્યારે કોઈ બિન નિવાસી કરદાતા આવકવેરા અધિનિયમની કલમ 159માં જોગવાઈ તરીકે બમણા કરવેરાની અવગણનાના કરાર અંતર્ગત રાહતનો દાવો કરવા માંગે છે ત્યારે તે ફાઈલ કરેલ હોવું આવશ્યક છે. ફોર્મ 41 ફાઈલ કરવું એ સુનિશ્ચિત કરે છે કે નિયમ 75 અંતર્ગત જરૂરી સહાયક માહિતી યોગ્ય રીતે રજૂ કરવામાં આવે જેથી રાહત માટેનો દાવો સાચી રીતે કરી શકાય.

ફોર્મ 41 ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેને માત્ર ઓનલાઈન દ્વારા જ સબમિટ કરી શકાય છે.

2.આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ ધરાવતા નોંધણી કરેલ વપરાશકર્તા હોવા જોઈએ.
  • બિન નિવાસી જેઓ PAN ધરાવતા નથી અને જેમને PAN હોવું જરૂરી પણ નથી ("બિન નિવાસી કરદાતા"), તેઓ , કરદાતાઓના આ વર્ગ ,માટે ખાસ કરીને બનાવવામાં આવેલ અલગ લોગઈન દ્વારા આ ફોર્મ ફાઈલ કરશે.
  • અરજદારના નિવાસના દેશ અથવા ક્ષેત્રમાં તેનો કર ઓળખ નંબર
  • કલમ 159(8)માં સંદર્ભિત પ્રમાણપત્રની નકલ
  • જો તમે DSC પદ્ધતિ દ્વારા ફોર્મની ચકાસણી કરવાનું પસંદ કરો છો, તો તમારી પાસે ફોર્મની ચકાસણી કરવા માટે એક માન્ય DSC હોવું જોઈએ અને તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવું જોઈએ તેમજ તેની સમયસીમા સમાપ્ત થયેલ ન હોવી જોઈએ (PAN લોગઈનના મામલામાં)

3.ફોર્મ વિશે

3.1 હેતુ

આવકેવરા અધિનિયમ, 2025 એક બિન નિવાસી કરદાતાને રાહતનો દાવો કરવાની મંજૂરી આપે છે જ્યારે સમાન આવક પર ભારત અને અન્ય દેશમાં ટેક્સ કર સંધિ અંતર્ગત બંને જગ્યાએ કર લાગતો હોય. આવા દાવાના સમર્થન માટે, કરદાતાએ વિશિષ્ટ માહિતી અને દસ્તાવેજો કર સત્તાવાળાઓ સાથે શેર કરવા જરૂરી છે.

આ વિગત પ્રદાન કરવા માટે ફોર્મ 41 એ નિયત ફોર્મ છે. તે એક બિન નિવાસીને કલમ 159 અને નિયમ 75 અંતર્ગત જરૂરી વિગતો રજૂ કરવા માટે સક્ષમ બનાવે છે, જેથી તે બમણા કરવેરાની અવગણનાના કરાર (DTAA) અંતર્ગત ઉપલબ્ધ રાહતનો દાવો કરી શકે.

3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?

આવકેવરા અધિનિયમ, 2025ની કલમ 159(8) અંતર્ગત ફરજિયાત કરવામાં આવેલી માહિતી પ્રદાન કરવા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના તમામ બિન નિવાસી નોંધાયેલ વપરાશકર્તાઓ ફોર્મ 41માં જરૂરી વિગત રજૂ કરી શકે છે.

3.3 ફોર્મ પર એક નજર

ફોર્મ 41માં ત્રણ પેનલ છે

1. ભાગ A: અરજદારની વિગતો
2. ભાગ B: રહેણાંક માહિતી
3 જાહેરાત અને ચકાસણી

4. ક્રમશઃ માર્ગદર્શિકા

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

Data responsive

પગલું 2: વપરાશકર્તા ID તરીકે (PAN- PAN ધરાવતા બિન નિવાસીના મામલામાં અને NR ID- જેઓ PAN ધરાવતા નથી તેવા બિન નિવાસીના વર્ગ તરીકે નોંધાયેલ વપરાશકર્તાઓના મામલામાં) દાખલ કરો અને પાસવર્ડ દાખલ કરો.

Data responsive

પગલું 3: ઈ-ફાઈલ પર જાઓ> આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ.

Data responsive

પગલું 4: આવકેવરા અધિનિયમ 2025 પ્રમાણેની ટેબ ) પસંદ કરો, ફોર્મ 41 માટે શોધ કરો, અને હવે દાખલ કરો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: લાગુ કર વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો.

Data responsive

પગલું 7: ચાલો શરૂ કરીએ બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તા પેનલ સ્ક્રીન પર જશે અને પ્રથમ પેનલ પસંદ કરશે: "ભાગ A: અરજદારની વિગતો".

Data responsive

`પગલું 8:વિગતોની પુષ્ટિ કરો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: કૃપા કરીને સુનિશ્ચિત કરો કે "મારી પ્રોફાઈલ" વિભાગ અંતર્ગત સરનામા સહિતની તમામ ફરજિયાત વિગતો પૂર્ણ ભરેલી છે. તમે " મારી પ્રોફાઈલ" હાયપરલિંક પર ક્લિક કરીને તમારી સંપર્ક અને સરનામાની વિગતો અદ્યતન બનાવી શકો

Data responsive

Step 9: પહેલી નામાવલિ સેવ કર્યા પછી, નામાવલિની સ્થિતિ પૂર્ણ તરીકે પ્રદર્શિત થશે અને પછી બીજી નામાવલિ પસંદ કરો: "ભાગ B: રહેણાંક માહિતી".

Data responsive

પગલું 10: બીજી નામાવલિમાં જરૂરી વિગતો ભરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

 

Data responsive

પગલું 11: બીજી નામાવલિ સેવ કર્યા પછી, નામાવલિની સ્થિતિ 'પૂર્ણ થયેલ' તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ ત્રીજી નામાવલિ પસંદ કરો: "જાહેરાત અને ચકાસણી".

Data responsive

Step 12: ત્રીજી નામાવલિમાં જરૂરી વિગતો ભરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

પગલું 13: ત્રીજી નામાવલિ સેવ કર્યા પછી, નામાવલિની સ્થિતિ પૂર્ણ થયેલ તરીકે પ્રદર્શિત થશે, ત્યારબાદ પૂર્વાવલોકન પર ક્લિક કરો.

Data responsive

પગલું 14: પૂર્વાવલોકન પેજ પર, વિગતોની ચકાસણી કરો અને ઈ-ચકાસણી તરફ આગળ વધો પર ક્લિક કરો.

Data responsive

 

Data responsive

પગલું 15: ઈ-ચકાસણી તરફ આગળ વધો બટન પર ક્લિક કર્યા પછી, એક પોપઅપ પુષ્ટિકરણ પ્રદર્શિત થશે કે તમે ઈ-ચકાસણી કરવા માટે આગળ વધવા માંગો છો. હા પર ક્લિક કરો.

Data responsive

પગલું 16: હા પર ક્લિક કરવાથી, તમે ઈ-ચકાસણી પેજ પર જશો જ્યાં તમે તમારા લોગઈન પ્રકાર ના આધારે ફોર્મ 41ની ચકાસણી કરી શકો છો:

1 PAN લોગઈન: EVC અથવા DSCનો ઉપયોગ કરીને ચકાસણી કરો (લાગુ હોય તે મુજબ)
2 NR ID લોગઈન: તમારા ઈમેલ અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા OTPનો ઉપયોગ કરીને ચકાસણી કરો

નોંધ: વધુ જાણવા માટે  ઈ-ચકાસણી કેવી રીતે કરવી વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.   નોંધ: વધુ જાણવા માટે ઈ-ચકાસણી કેવી રીતે કરવી વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.

સફળ ઈ-ચકાસણી પછી, લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબર સાથે એક સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ રસીદ નંબર નોંધી રાખો. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા ઈમેલ ID અને મોબાઈલ નંબર પર પણ તમને એક પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.

Data responsive

5. સંબંધિત વિષયો

6. શબ્દકોષ

ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ વર્ણન/સંપૂર્ણ નામ
DSC ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર
EVC ઈલેક્ટ્રોનિક ચકાસણી પ્રમાણપત્ર
ARN સ્વીકૃતિ રસીદ નંબર
FY નાણાકીય વર્ષ