અધિકૃત હસ્તાક્ષર કરનાર ઉમેરો વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
આ સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના તમામ નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સેવા એવા વપરાશકર્તાઓને, જેઓ દેશની બહાર હોવાને કારણે, બિનનિવાસી હોવાને કારણે અથવા અન્ય કોઈ કારણસર તેમના ITR, ફોર્મ અથવા સેવા વિનંતીઓની ચકાસણી ન કરી શકતા નથી, તેમની તરફથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરવાની સુવિધા આપે છે. આ સેવા વપરાશકર્તાઓને પ્રતિનિધિ કરદાતા તરીકે નોંધણી કરાવવા અને અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવાની પણ સુવિધા આપે છે.
2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો
-
માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ
-
PAN આધાર નંબર સાથે લિંક થયેલ છે
3. પ્રક્રિયા / તબક્કાવાર માર્ગદર્શન
3.1 અન્ય વ્યક્તિના વતી કાર્ય કરવા માટે નોંધણી કરો
પગલું 1: ઈ-ફાઈલિંગ પોરટલના હોમપેજ પર જાઓ.
પગલું 2: વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3: અધિકૃત ભાગીદાર પર જઈ સ્વયં વતી અન્ય વ્યક્તિને અધિકૃત કરો પર ક્લિક કરો.
પગલું 4: ચાલો શરુ કરીએ પર ક્લિક કરો.
પગલું 5: +અધિકૃત હસ્તાક્ષરકર્તા ઉમેરો પર ક્લિક કરો.
પગલું 6: અધિકૃત હસ્તાક્ષરકર્તાનો ઉમેરો કરવા માટેનું કારણ પસંદ કરી અધિકૃત હસ્તાક્ષરકર્તાનો PAN દાખલ કરો, પછી સમયગાળો (શરુઆતની તારીખ - થી માંડીને - અંત તારીખ) અથવા કાર્ય કે જેના માટે અધિકૃત કરવામાં આવી રહ્યું છે તે પસંદ કરો.
નોંધ :
નીચેના કાર્યો માટે અધિકૃત હસ્તાક્ષરકર્તા ઉમેરી શકાય છે:
- આવકવેરાના રિટર્નનું સબમિશન અને ચકાસણી
- આવકવેરાના રિટર્નની ચકાસણી
- ફોર્મની રજૂઆત કરો
- સેવા વિનંતીની રજૂઆત કરો
પગલું 7: હવે ઈ-ફાઈલિંગનાં નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થયેલ 6 અંકનો OTP દાખલ કરો.
પગલું 8: વિનંતીની રજૂઆત સફળતાપૂર્વક થઈ ગઈ છે. હવે અધિકૃત હસ્તાક્ષરકર્તા 7 દિવસમાં વિનંતીને સ્વીકાર કરશે. આવકવેરા વિભાગ દ્વારા વિનંતીની પ્રક્રિયા 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
વિનંતી જોવા માટે વિનંતી જુઓ પર ક્લિક કરો.
3.2 અધિકૃત હસ્તાક્ષરકર્તા તરફથી વિનંતીની સ્વીકૃતિ :
પગલું 1: ઈ-ફાઈલિંગ હોમપેજ પર જાઓ.
પગલું 2: વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3: બાકી કાર્યવાહી પર જઈ કાર્યસૂચિ પર ક્લિક કરો
પગલું 4: અધિકૃત હસ્તાક્ષરકર્તાનો ઉમેરો કરવાની વિનંતી જોવા માટેની કાર્યસૂચિ ખુલશે. સ્વીકાર કરવા માટે સ્વીકાર કરો પર ક્લિક કરો.
પગલું 5: હવે મુખત્યારનામું જોડવા માટે ફાઈલ જોડો પર ક્લિક કરી ચકાસણી ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ :
1) મહત્તમ ફાઈલ સાઈઝ 5 MB હોઈ શકે છે.
2) ફાઈલ ફક્ત PDF તરીકે અપલોડ કરી શકાય છે.
પગલું 6: હવે વિનંતીની ચકાસણી નિમ્નલિખિત ચકાસણી પદ્ધતિ દ્વારા કરો :

પગલું 7: આધારની વિગત માન્ય કરો પર ક્લિક કરી, આધાર OTP જનરેટ કરો પર ક્લિક કરો, અને નોંધાયેલ મોબાઈલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો.

પગલું 8: સફળતાપૂર્વક ઈ-ચકાસણી પૂર્ણ થયા પછી, પુષ્ટિ સંદેશ દેખાશે. ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા આગળ વધારવા માટે હા પર ક્લિક કરો.
ચકાસણી કર્યા બાદ આવકવેરા વિભાગ વિનંતીની પ્રક્રિયા કરશે અને 24થી 72 કલાકમાં વિનંતીનું પ્રમાણીકરણ અસરકારક બનશે.
સંબંધિત વિષયો
શબ્દકોષ
|
ટૂંકાક્ષર / સંક્ષિપ્ત નામ |
વર્ણન/સંપૂર્ણ નામ |
|
AO |
આકારણી અધિકારી |
|
AY |
આકારણી વર્ષ |
|
AOP |
વ્યક્તિઓનું સંગઠન |
|
BOI |
વ્યક્તિઓની સંસ્થા |
|
CA |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ |
|
CPC |
કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર |
|
ERI |
ઈ-રિટર્ન મધ્યસ્થી |
|
LA |
સ્થાનિક સત્તાધિકાર |
|
TDS |
સ્રોત પર કર કપાત |
|
EXTA |
બાહ્ય એજન્સી |
|
ITDREIN |
આવકવેરા વિભાગ રિપોર્ટિંગ સંસ્થા ઓળખ નંબર |
|
HUF |
હિંદુ અવિભક્ત કુટુંબ |
|
EVC |
ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ |
|
DSC |
ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર |
|
ITD |
આવકવેરા વિભાગ |
|
ITR |
આવકવેરા રિટર્ન |