તમારો પાસવર્ડ રીસેટ કરો
(તમારું એકાઉન્ટ સેકન્ડોમાં સુરક્ષિત કરો)
(તમારું એકાઉન્ટ સેકન્ડોમાં સુરક્ષિત કરો)
તમારો પાસવર્ડ રીસેટ કરવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
1. મને મારો પાસવર્ડ રીસેટ કરવાની જરૂર કેમ છે?
જો તમે તમારો ઈ-ફાઈલિંગ પોર્ટલ પાસવર્ડ ભૂલી જાઓ અથવા કોઈ કારણસર તમારો પાસવર્ડ જાણતા ન હો, તો તમે આ સેવા ઉપયોગ કરીને તેને રીસેટ કરી શકો છો.
2. મને કેવી રીતે ખબર પડશે કે મારો પાસવર્ડ સફળતાપૂર્વક રીસેટ થયો છે?
તમારો પાસવર્ડ સફળતાપૂર્વક રીસેટ થયા પછી, લેવડ -દેવડ ID જનરેટ થશે. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ તમારા ઈમેઈલ ID અને મોબાઇલ નંબર પર પણ પુષ્ટિકરણ સંદેશ પ્રાપ્ત થશે.
3. હું DSC નો ઉપયોગ કરીને પાસવર્ડ રીસેટ કરતી વખતે “અમાન્ય ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર” સંદેશ મેળવી રહ્યો છું. હું શું કરી શકું?
DSC નો ઉપયોગ કરીને પાસવર્ડ રીસેટ કરતા હો, તો તમારે પ્રમાણિત અધિકારી દ્વારા મંજૂર કરાયેલ સક્રિય લેવલ 2 અથવા તેથી વધુ સ્તરનું DSC અપલોડ કરવું જરૂરી છે.
4 . હું મારો પાસવર્ડ કઈ કઈ રીતોથી રીસેટ કરી શકું?
તમે તમારો પાસવર્ડ નીચે મુજબ રીસેટ કરી શકો છો:
• ઈ-ફાઈલિંગ OTP (ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થતો OTP)
• આધાર OTP (આધાર સાથે નોંધાયેલ તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થતો OTP)
• DSC
5. મને EVC ક્યાંથી પ્રાપ્ત થશે?
તમારા દ્વારા પસંદ કરાયેલા વિકલ્પના આધારે, તમારા પૂર્વ-માન્ય બેંક / ડીમેટ ખાતામાં નોંધાયેલા તમારા મોબાઇલ નંબર પર તમને તમારું EVC પ્રાપ્ત થશે.
6. હું બેંક ખાતા EVC નો ઉપયોગ કરીને મારો પાસવર્ડ રીસેટ કરવા માંગું છું, પરંતુ તે વિકલ્પ સૂચિમાં નથી. હું શું કરી શકું?
ફક્ત તે વિકલ્પો જ દર્શાવવામાં આવશે, જે તમે તમારા ઈ-ફાઈલિંગ ખાતાની સુરક્ષા માટે ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સેવા દ્વારા પસંદ કર્યા હોય. જો તમે બેંક ખાતા EVC અથવા અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ રીસેટ કરવા માંગો છો પરંતુ તે વિકલ્પ તરીકે દર્શાવવામાં આવતો ન હોય, તો તમે તેને ઈ-ફાઈલિંગ વોલ્ટ ઉચ્ચ સુરક્ષા સેવા દ્વારા ઉમેરી શકો છો.
7. હું કોઈપણ રીતથી પાસવર્ડ રીસેટ કરી શકતો નથી?
વધુ સહાય માટે તમે હેલ્પડેસ્ક (1800 103 0025) નો સંપર્ક કરી શકો છો.