ફોર્મ 55 વપરાશકર્તા માર્ગદર્શિકા

1.ઓવરવ્યૂ/વિહંગાવલોકન

  • કરદાતાઓ જેઓ બમણા કરવેરાના આવા કેસોના ઉકેલ માટે ભારતીય સક્ષમ સત્તાધિકારી પાસેથી સહાય મેળવવા ઈચ્છતા હોય તેમણે ફોર્મ 55 માં અરજી કરવી આવશ્યક છે. આ ફોર્મ આવકવેરા વિભાગને કર વિવાદની વિગતોનું પરીક્ષણ કરવા, પૂરી પાડવામાં આવેલ માહિતીને પ્રમાણિત કરવા અને જ્યાં પણ લાગુ પડતું હોય ત્યાં વિદેશી દેશના સક્ષમ સત્તાધિકારી સાથે ચર્ચા શરૂ કરવા માટે સક્ષમ બનાવે છે.
  • ફોર્મ 55 ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન ફાઈલ કરવું આવશ્યક છે, તેની સાથે સુસંગત સહાયક દસ્તાવેજો જેવા કે આકારણી આદેશો, માંગણી નોટિસો અથવા વિદેશી કર સત્તાધિકારીઓ સાથેનો પત્ર-વ્યવહાર જોડવો જરૂરી છે. એકવાર અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જાય પછી, સક્ષમ સત્તાધિકારી આ મામલાની સમીક્ષા કરે છે અને જો જરૂર જણાય તો અતિરિક્ત માહિતીની વિનંતી કરી શકે છે.
  • આ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે કરદાતાઓ અનિચ્છનીય બેવડી કરવેરા પદ્ધતિથી સુરક્ષિત રહે અને આંતરરાષ્ટ્રીય કર સંધિઓ હેઠળ પૂરી પાડવામાં આવેલ વ્યવસ્થિત અને પારદર્શક પદ્ધતિ દ્વારા સરહદ પારના કરવેરાના મુદ્દાઓથી ઉદ્ભવતા વિવાદોનો ઉકેલ લાવવામાં આવે.

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો

  • તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા વપરાશકર્તા હોવા જોઈએ
  • કરદાતાની PANની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ
  • DSC મોડ દ્વારા ફોર્મની ચકાસણી કરવા માટે તમારી પાસે માન્ય DSC હોવું આવશ્યક છે, અને તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલું હોવું જોઈએ તેમજ તેની મુદત પૂરી થયેલી ન હોવી જોઈએ

3. ફોર્મ વિશે

3.1 હેતુ

ફોર્મ 55 એ અન્ય દેશો અથવા નિર્દિષ્ટ પ્રદેશો સાથેના કરારોમાં પૂરી પાડવામાં આવેલ પરસ્પર સમજૂતી પ્રક્રિયા શરૂ કરવા માટેની અરજી છે. (નિયમ 121 જુઓ).

3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?

ફોર્મ 55 કોઈપણ એવા કરદાતા દ્વારા ફાઈલ કરવાનું રહેશે જે ભારતના નિવાસી હોય અને અન્ય દેશો અથવા નિર્દિષ્ટ પ્રદેશો સાથેના કરારોમાં પૂરી પાડવામાં આવેલ પરસ્પર સમજૂતી પ્રક્રિયા શરૂ કરવા ઈચ્છતા હોય.

3.3 ફોર્મ પર એક નજર

ફોર્મ 55 માં ચાર પેનલ છે:

  1. ભાગ A: અરજદારની વિગતો
  2. ભાગ B: અન્ય વિગતો
  3. જોડાણ
  4. ચકાસણી

4.વિગતવાર માર્ગદર્શિકા

પગલું 1:તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો.

Data responsive

પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ
દાખલ કરો.

Data responsive

પગલું 3: ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર જાઓ.

Data responsive

પગલું 4: આવકવેરા અધિનિયમ 2025 ટેબ હેઠળના ફોર્મ્સ પસંદ કરો, ફોર્મ 55 પસંદ કરો, અને હમણાં ફાઇલ કરો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: લાગુ પડતું કર વર્ષ પસંદ કરો અને આગળ વધો બટન પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: ચાલો, શરુ કરીએ પર ક્લિક કરો.

Data responsive

પગલું 7: ચાલો, શરૂ કરીએ સ્ક્રીન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તા પેનલ સ્ક્રીન પર નિર્દેશિત થશે અને પ્રથમ પેનલ પસંદ કરશે: ભાગ A: અરજદારની વિગતો.

Data responsive

પગલું 8: વિગતોની ચકાસણી કરો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: કૃપા કરીને સુનિશ્ચિત કરો કે સરનામા સહિત "માય પ્રોફાઇલ" વિભાગ હેઠળની તમામ ફરજિયાત વિગતો પૂર્ણ ભરેલી છે. તમે "માય પ્રોફાઇલ" હાયપરલિંક પર ક્લિક કરીને તમારી સંપર્ક અને સરનામાની વિગતો અપડેટ કરી શકો છો.

Data responsive

પગલું 9: પ્રથમ પેનલ સેવ કર્યા પછી, બીજી પેનલ પસંદ કરો: ભાગ B: અન્ય વિગતો.

Data responsive

પગલું 10: કૃપા કરીને “ભાગ B: અન્ય વિગતો” પેનલ ભરો અને તેની ચકાસણી કરો તથા સેવ પર ક્લિક કરો.

નોંધ: ક્રમ સંખ્યા 7 માં, વપરાશકર્તા “કર વર્ષ ” ફિલ્ડ માટે બહુવિધ (એક કરતાં વધુ) ચેકબોક્સ પસંદ કરી શકે છે જેની સાથે નોટિસ અથવા આદેશ સંબંધિત હોય.

Data responsiveData responsive

પગલું 11: બીજી પેનલ સેવ કર્યા પછી, ત્રીજી પેનલ પસંદ કરો: જોડાણો .

Data responsive

પગલું 12: કૃપા કરીને સંબંધિત દસ્તાવેજો જોડો અને સેવ પર ક્લિક કરો.

નોંધ: જો વપરાશકર્તા ફિલ્ડ નંબર 11 માં “હા” પસંદ કરે છે, તો જોડાણ A-3 ફરજિયાત છે.

Data responsive

પગલું 13: ત્રીજી પેનલ સેવ કર્યા પછી, “ચકાસણી” પેનલ પસંદ કરો.

Data responsive

 

પગલું 14: બાંહેધરી ની પુષ્ટિ કરો અને સેવ પર ક્લિક કરો.

Data responsive

 

પગલું 15: ચોથી પેનલ સેવ કર્યા પછી, પૂર્વાવલોકન પર ક્લિક કરો.

Data responsive

 

પગલું 16: પૂર્વાવલોકન પેજ પર, પૂર્વાવલોકન PDF ડાઉનલોડ કરવા માટે “ડાઉનલોડ” પર ક્લિક કરો અને વિગતોની ચકાસણી કરો, પછી ઈ-ચકાસણી કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.

Data responsiveData responsive

 

પગલું 17: ઈ-ચકાસણી કરવા માટે આગળ વધો બટન પર ક્લિક કર્યા પછી, એક પોપઅપ કન્ફર્મેશન પ્રદર્શિત થશે જે દર્શાવે છે કે તમે ઈ-ચકાસણી કરવા માટે આગળ વધવા માંગો છો. હા પર ક્લિક કરો.

Data responsive

 

પગલું 18: હા પર ક્લિક કરવાથી, તમને ઈ-ચકાસણી પેજ પર નિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમે DSC/EVC નો ઉપયોગ કરીને (લાગુ પડતું હોય તે મુજબ) ફોર્મ 55 ની ચકાસણી કરી શકો છો.

નોંધ: વધુ જાણવા માટે ઈ-ચકાસણી કેવી રીતે કરવી ની વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

Data responsive

પગલું 19: સફળતાપૂર્વક ઈ-ચકાસણી થયા પછી, એક સફળતાનો સંદેશ ટ્રાન્ઝેક્શન ID અને સ્વીકૃતિ રસીદ નંબર સાથે પ્રદર્શિત થશે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે ટ્રાન્ઝેક્શન ID અને સ્વીકૃતિ રસીદ નંબરની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા ઈમેલ ID અને મોબાઈલ નંબર પર પણ એક પુષ્ટિકરણ સંદેશ મળશે.

સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.

Data responsive

ફોર્મ 55 સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, વપરાશકર્તા ભરેલું ફોર્મ આ પાથ હેઠળ જોઈ શકે છે - તમારા ડેશબોર્ડ પર, આવકવેરા અધિનિયમ 2025 હેઠળ ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો > ફાઈલ કરેલા ફોર્મ જુઓ > ફાઈલ કરેલું ફોર્મ જુઓ ટેબ પર ક્લિક કરો.

નોંધ: વધુ જાણવા માટે ભરેલું ફોર્મ જુઓ ની વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

5. સંબંધિત વિષયો


6.શબ્દકોષ

Acronym/Abbreviation

વર્ણન/સંપૂર્ણ નામ

DSC

ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર

EVC

ઈલેક્ટ્રોનિક ચકાસણી પ્રમાણપત્ર EVC

ARN

સ્વીકૃતિ પ્રાપ્તિ નંબર

PY

ગત વર્ષ

FY

નાણાકીય વર્ષ

TY

કર વર્ષ