Do not have an account?
Already have an account?

પ્રશ્ન-1 વાર્ષિક માહિતી નિવેદન (AIS) શું છે?

વાર્ષિક માહિતી નિવેદન (AIS) એ ફોર્મ 26AS માં દર્શાવેલ કરદાતા માટેની માહિતીનો વ્યાપક દ્રષ્ટિકોણ છે. કરદાતા AIS માં પ્રદર્શિત માહિતી પર અભિપ્રાય પ્રદાન કરી શકે છે. AIS દરેક વિભાગ (એટલે કે TDS, SFT, અન્ય માહિતી) અંતર્ગત રિપોર્ટ કરેલ મૂલ્ય અને સંશોધિત મૂલ્ય (એટલે ​​કે કરદાતાના અભિપ્રાયને ધ્યાનમાં લીધા પછી મૂલ્ય) બંને દર્શાવે છે.

AIS ના ઉદ્દેશ્યો છે:

  • ઓનલાઈન અભિપ્રાય મેળવવાની સગવડ સાથે કરદાતાને સંપૂર્ણ માહિતી પ્રદર્શિત કરે છે
  • સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન આપે છે અને રિટર્નને સરળ રીતે પૂર્વ-ભરવાની સુવિધાને સક્ષમ કરે છે
  • બિન-અનુપાલનને અટકાવે છે

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-2 AIS અને ફોર્મ 26AS વચ્ચે શું તફાવત છે?

AIS એ ફોર્મ 26ASનું વિસ્તૃત સ્વરૂપ છે. ફોર્મ 26AS નાણાકીય વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી મિલકતની ખરીદીઓ, ઉચ્ચ મૂલ્યના રોકાણો, અને TDS/TCS લેવડ-દેવડની વિગતો દર્શાવે છે. AISમાં બચત ખાતાનું વ્યાજ, ડિવિડન્ડ, પ્રાપ્ત થયેલ ભાડું, જામીનગીરી/સ્થાવર મિલકતોની ખરીદી અને વેચાણની લેવડ-દેવડ, વિદેશી રેમિટન્સ, થાપણ પરનું વ્યાજ, GST ટર્નઓવર વગેરેનો પણ સમાવેશ થાય છે.

AIS કરદાતાને રિપોર્ટ કરેલી લેવડ-દેવડ પર અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. આગળ, માહિતી સ્ત્રોત સ્તર પરની લેવડ-દેવડનું એકત્રીકરણ પણ TISમાં નોંધાયેલ છે.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન - 3 હું વાર્ષિક માહિતી નિવેદન કેવી રીતે જોઈ શકું?

તમે નિમ્નલિખિત પગલાંને અનુસરીને વાર્ષિક માહિતી નિવેદન કાર્યક્ષમતાને એક્સેસ કરી શકો છો:

  • પગલું 1: URL https://www.incometax.gov.in /માં લોગઈન કરો.
  • પગલું 2: લોગઈન કર્યા પછી, ડેશબોર્ડ પર વાર્ષિક માહિતી નિવેદન (AIS) મેનૂ પર ક્લિક કરો.
  • પગલું 3: આગળ વધો બટન પર ક્લિક કરો જે AIS પોર્ટલ પર રીડાયરેક્ટ કરશે અને વાર્ષિક માહિતી નિવેદન જોવા માટે AIS ટાઇલ પર ક્લિક કરો.

વૈકલ્પિક રીતે,

  • પગલું 1: URL https://www.incometax.gov.in / પર લોગઈન કરો.

  • પગલું 2: લોગઈન પછી, ઈ-ફાઈલ મેનૂ પર ક્લિક કરો.

  • Step 3: આવકવેરા રિટર્ન પર ક્લિક કરો >AIS જુઓ.

  • પગલું 4: આગળ વધો બટન પર ક્લિક કરો જે AIS પોર્ટલ પર રીડાયરેક્ટ કરશે અને વાર્ષિક માહિતી નિવેદન જોવા માટે AIS ટાઇલ પર ક્લિક કરો.

પ્રશ્ન-4 વાર્ષિક માહિતી નિવેદન (AIS) ના ઘટકો કયા છે?

AIS પર દર્શાવેલ માહિતીને બે ભાગમાં વહેંચવામાં આવી છે:

ભાગ A- સામાન્ય માહિતી

ભાગ A તમારા સંબંધિત સામાન્ય માહિતી દર્શાવે છે, જેમાં PAN, છુપાયેલ આધાર નંબર, કરદાતાનું નામ, જન્મ તારીખ/ સ્થાપના / રચના, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને કરદાતાનું સરનામું સામેલ હોય છે.

ભાગ B -TDS/TCS માહિતી

સ્ત્રોત પર કર કપાત/એકત્રીકરણ સંબંધિત માહિતી અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. TDS/TCS નો માહિતી કોડ, માહિતીનું વર્ણન અને માહિતીનું મૂલ્ય દર્શાવવામાં આવે છે.

  • SFT માહિતી: આ શીર્ષક અંતર્ગત, નાણાકીય લેવડ-દેવડ નિવેદન (SFT) હેઠળ રિપોર્ટિંગ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રદર્શિત થાય છે. SFT કોડ, માહિતીનું વર્ણન અને માહિતીનું મૂલ્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • કરની ચુકવણી: વિવિધ શીર્ષક અંતર્ગત કરની ચુકવણી સંબંધિત માહિતી, જેમ કે અગ્રિમ કર અને સ્વ-આકારણી કર બતાવવામાં આવે છે.
  • માંગણી અને રિફંડ: તમે નાણાકીય વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવેલી માંગણી અને રિફંડની વિગતો (આકારણી વર્ષ અને રકમ) જોઈ શકશો. (માંગણી સંબંધિત વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે).
  • અન્ય માહિતી: અન્ય સ્રોતોમાંથી પ્રાપ્ત માહિતીની વિગતો, જેમ કે બિડાણ II પગાર, રિફંડ પર વ્યાજ, બાહ્ય વિદેશી રેમિટન્સ/ વિદેશી ચલણની ખરીદી વગેરે સંબંધિત ડેટા અહીં પ્રદર્શિત થાય છે.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-5 સામાન્ય માહિતી ભાગમાં AIS અંતર્ગત શું હોય છે?

સામાન્ય માહિતી તમને સંબંધિત સામાન્ય માહિતી દર્શાવે છે, જેમાં PAN, છુપાયેલ આધાર નંબર, કરદાતાનું નામ, જન્મ તારીખ/સ્થાપના / રચના, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને કરદાતાનું સરનામું સામેલ છે.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-6 શું હું AISમાં પ્રવૃત્તિ ઈતિહાસને ટ્રેક કરી શકું છું?

હા, તમે AIS હોમપેજ પર પ્રવૃત્તિ ઈતિહાસબટન પર ક્લિક કરીને પ્રવૃત્તિ ઈતિહાસને ટ્રેક કરી શકો છો. તમને AIS કાર્યક્ષમતા પર કરવામાં આવતી પ્રવૃત્તિનું સારાંશ દૃશ્ય પ્રદાન કરવામાં આવશે દરેક કરવામાં આવેલ પ્રવૃત્તિ માટે સિસ્ટમ જનરેટેડ ID (પ્રવૃત્તિ ID) બનાવવામાં આવશે અને આ ટેબ અંતર્ગત પ્રવૃત્તિની તારીખ, પ્રવૃત્તિનું વર્ણન અને વિગતો દર્શાવવામાં આવશે.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-7 AIS અંતર્ગત કરદાતા માહિતી સારાંશ (TIS)માં શું સમાવિષ્ટ છે?

કરદાતા માહિતી સારાંશ (TIS) એ કરદાતા માટે માહિતીની શ્રેણી મુજબ એકીકૃત માહિતી સારાંશ છે. તે દરેક માહિતીની શ્રેણી (દા.ત. પગાર, વ્યાજ, ડિવિડન્ડ વગેરે) અંતર્ગત પ્રક્રિયા કરેલ મૂલ્ય (એટલે કે પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે માહિતીના ડુપ્લિકેશન પછી ઉત્પન્ન થયેલ મૂલ્ય) અને પ્રાપ્ત કરેલ મૂલ્ય (એટલે ​​કે કરદાતાના અભિપ્રાય અને પ્રક્રિયા કરેલ મૂલ્યને ધ્યાનમાં લીધા પછી પ્રાપ્ત કરેલ મૂલ્ય) દર્શાવે છે. TISમાં પ્રાપ્ત કરેલ માહિતીનો ઉપયોગ રિટર્નને પૂર્વ ભરવા માટે કરવામાં આવશે, જો લાગુ હોય તો.

તમને કરદાતા માહિતી સારાંશમાં વિવિધ વિગતો બતાવવામાં આવશે જેમ કે,

  • માહિતી શ્રેણી
  • પ્રક્રિયા કરેલ મૂલ્ય
  • પ્રાપ્ત કરેલ મૂલ્ય

આગળ, માહિતી શ્રેણીની અંદર, નિમ્નલિખિત માહિતી બતાવવામાં આવે છે:

  • ભાગ કે જેના દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હોય
  • માહિતીનું વર્ણન
  • માહિતીનો સ્ત્રોત
  • રકમનું વર્ણન
  • રકમ (રિપોર્ટ થયેલ, પ્રક્રિયા કરેલ, પ્રાપ્ત કરેલ)

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

Q-8 હું મારા AISને કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકું?

તમે વાર્ષિક માહિતી નિવેદન (AIS) PDF, JSON, CSV ફાઈલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

પ્રશ્ન-9 હું માહિતી પર અભિપ્રાય કેવી રીતે સબમિટ કરી શકું?

તમે નિમ્નલિખિત પગલાંને અનુસરીને TDS/TCS માહિતી, SFT માહિતી અથવા અન્ય માહિતી અંતર્ગત પ્રદર્શિત સક્રિય માહિતી પર અભિપ્રાય સબમિટ કરી શકો છો:

  • પગલું 1: સુસંગત માહિતી માટે અભિપ્રાય કોલમમાં ઉલ્લેખિત વૈકલ્પિક બટન પર ક્લિક કરો. તમને અભિપ્રાય ઉમેરો સ્ક્રીન પર નિર્દેશિત કરવામાં આવશે.
  • પગલું 2: સુસંગત અભિપ્રાય વિકલ્પ પસંદ કરો અને અભિપ્રાયની વિગતો દાખલ કરો (અભિપ્રાય વિકલ્પ પર આધારિત).
  • પગલું 3: અભિપ્રાય સબમિટ કરવા માટે સબમિટ કરો પર ક્લિક કરો

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-10 એકવાર હું અભિપ્રાય સબમિટ કરીશ પછી શું થશે?

AIS માહિતી પર અભિપ્રાયની સફળતાપૂર્વક સબમિશન કરવા પર, અભિપ્રાય માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવશેઅને માહિતીનું સંશોધિત મૂલ્ય પણ રિપોર્ટ કરેલ મૂલ્ય સાથે દેખાશે. પ્રવૃત્તિ ઈતિહાસ ટેબ પણ અપડેટ કરવામાં આવશે, અને તમે સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરી શકશો. અભિપ્રાય સબમિટ કરવા માટે ઈ-મેઈલ અને SMSની પુષ્ટિ પણ મોકલવામાં આવશે.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-11 શું મને AIS અભિપ્રાય સબમિટ કરવા પર કોઈ પુષ્ટિકરણ પ્રાપ્ત થશે?

હા, AIS માહિતી પર તમારો અભિપ્રાય સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, પ્રવૃત્તિ ઈતિહાસ ટેબ અપડેટ કરવામાં આવશે, અને તમે તેની સ્વીકૃતિ પ્રાપ્તિ ડાઉનલોડ કરી શકશો અભિપ્રાય સબમિટ કરવા માટે ઈ-મેઈલ અને SMSની પુષ્ટિ પણ મોકલવામાં આવશે.

પ્રશ્ન-12 AIS એકીકૃત અભિપ્રાય ફાઈલ શું છે?

AIS એકીકૃત અભિપ્રાય ફાઈલ (ACF) કરદાતાઓને તેમના તમામ AIS અભિપ્રાય (અભિપ્રાય સિવાય, 'માહિતી સાચી છે') સંબંધિત માહિતીને સરળ રીતે સમજવા માટે એક PDFમાં જોવાની સગવડ આપે છે. AISનો અભિપ્રાય સબમિટ કર્યા પછી, તમે AIS એકીકૃત અભિપ્રાય ફાઈલ (PDF) ડાઉનલોડ કરી શકો છો.

વધુ માહિતી માટે, લોગઈન પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર નેવિગેટ કરો.

પ્રશ્ન-13 શું આપેલ અભિપ્રાયને હું કેટલી વાર સુધારી શકું તેના પર કોઈ મર્યાદા છે?

હાલમાં, તમે અગાઉ આપેલ અભિપ્રાયને સંશોધિત કરી શકોતેની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

Q-14 શું હું AISમાં GST ટર્નઓવરની ચકાસણી કરી શકું છું?

હા, AIS માહિતી કોડ (EXC-GSTR3B) અંતર્ગત GST ટર્નઓવર સંબંધિત માહિતી પ્રદર્શિત કરે છે. આ જ માહિતી AISમાં અન્ય માહિતી ટેબમાં દેખાશે.

Q-15 શું AIS માટે કોઈ વિડિયો ટ્યુટોરીયલ ઉપલબ્ધ છે?

હા, AIS માટે યુટ્યુબ પર એક માહિતીપ્રદ વિડિઓ ઉપલબ્ધ છે. આ વિડિઓ અહીં એક્સેસ કરી શકાય છે.

વાર્ષિક માહિતી નિવેદન કાર્યક્ષમતા પર મૂળભૂત માહિતી - યુટ્યુબ.