આકારણી વર્ષ 2025-26 માટે સ્થાનિક કંપની માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ
સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.
સ્થાનિક કંપની:
કલમ 2 (22A) મુજબ, સ્થાનિક કંપનીનો અર્થ એ છે કે ભારતીય કંપની અથવા અન્ય કોઈપણ કંપની કે જેણે, આ અધિનિયમ હેઠળ કરવેરાને પાત્ર તેની આવકના સંદર્ભમાં, આવી આવકમાંથી ચુકવવાપાત્ર ડિવિડન્ડ (પસંદગીના શેર પરના ડિવિડન્ડ સહિત)ની ઘોષણા અને ચુકવણી માટે ભારતની અંદર નિયત વ્યવસ્થા કરી છે.
|
1. ITR-6 |
|||
|
કલમ 11 હેઠળ છૂટનો દાવો કરતી કંપનીઓ સિવાયની કંપનીઓ માટે લાગુ. કંપનીમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
|
|
2. ITR-7 |
||||
|
કલમ 139 (4A) અથવા કલમ 139 (4B) અથવા કલમ 139 (4C) અથવા કલમ 139 (4D) હેઠળ રિટર્ન રજૂ કરવાની જરૂર હોય તેવી કંપનીઓ સહિત વ્યક્તિઓ માટે લાગુ
|
લાગુ ફોર્મ
|
1. |
||||
|
નોંધ: (અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194 IA ,194IB,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26ASમાં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે નીચે ઉલ્લેખિત AISમાં ઉપલબ્ધ થશે.
|
2. ફોર્મ 3CA-3CD |
||||
|
|
3. ફોર્મ 3CEB |
||||
|
|
4. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર |
||||
|
|
5. ફોર્મ 29B |
||||
|
|
6. ફોર્મ 67- ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ |
||||
|
|
7. ફોર્મ 10-IC |
||||
|
|
8. ફોર્મ 10-ID |
||||
|
|
9. ફોર્મ 10-CCB |
||||
|
|
10. ફોર્મ 10- CCBBA |
||||
|
|
11. ફોર્મ 10-CCBC |
||||
|
આકારણી વર્ષ 2025-26 માટે સ્થાનિક કંપની માટે કર સ્લેબ
|
કન્ડિશન |
આવકવેરનો દર (અધિક કર અને ઉપકર સિવાય) |
|
ગત વર્ષ 2020-21 દરમિયાન કુલ ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિ ₹ 400 કરોડથી વધુ નથી |
25% |
|
જો કલમ 115BA માટે પસંદ કરેલ હોય તો |
25% |
|
જો કલમ 115BAA માટે પસંદ કરેલ હોય તો |
22% |
|
જો કલમ 115BAB માટે પસંદ કરેલ હોય તો |
15% |
|
કોઈપણ અન્ય સ્થાનિક કંપની |
30% |
અધિક કર, સીમાંત રાહત અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર
અધિક કર એટલે શું?
અધિક કર એ નિર્દિષ્ટ મર્યાદાથી વધુ આવક મેળવનાર વ્યક્તિઓ માટે લાગુ કરવામાં આવતો અતિરિક્ત શુલ્ક છે, તે લાગુ દર અનુસાર ગણતરી કરાયેલ આવકવેરાની રકમ પર વસૂલવામાં આવે છે.
- 7% - ₹ 1 કરોડથી વધુ કરપાત્ર આવક - ₹ 10 કરોડ સુધી
- 12% - ₹ 10 કરોડથી વધુ કરપાત્ર આવક
- 10% - જો કંપની કલમ 115BAA અથવા કલમ 115BAB હેઠળ કરપાત્રતા પસંદ કરતી હોય તો
સીમાંત રાહત શું છે?
સીમાંત રાહત એ અધિક કરમાંથી રાહત છે, જે એવા કિસ્સામાં પૂરી પાડવામાં આવે છે કે જ્યાં ચૂકવવાપાત્ર અધિક કર વધારાની આવક કરતાં વધી જાય જે વ્યક્તિને અધિક કર માટે જવાબદાર બનાવે છે. અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ અનુક્રમે ₹ 1 કરોડ અને ₹ 10 કરોડ કરતા વધારેની આવકની રકમ કરતાં વધુ ન હોવી જોઈએ
આરોગ્ય અને શિક્ષણ ઉપકર શું છે?
આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો) ની રકમ પર ચુકવવામાં આવશે.
નોંધ:
- જ્યાં કંપનીની સામાન્ય કરવેરાની જવાબદારી ચોપડે નોંધાયેલ નફાના 15%થી ઓછી હોય ત્યાં ચોપડે નોંધાયેલ નફા (વત્તા અધિક કર અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર લાગુ પડે તે રીતે) ના 15% ના દરે લઘુતમ વૈકલ્પિક કર (MAT) ચુકવવા માટે કંપની જવાબદાર રહેશે.
- એક કંપની, જે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રનું એકમ છે અને તેની આવક ફક્ત રૂપાંતરિત વિદેશી વિનિમયમાં મેળવે છે, તેમાં MAT 9% (વત્તા ઉપકર અને અધિક કર લાગુ પડે તે રીતે) પર ચુકવવાપાત્ર રહેશે
- કલમ 115BAA અને 115BAB હેઠળ વિશેષ દરે કરવેરાની પસંદગી કરનારી કંપનીને MAT ચુકવવામાંથી છૂટ આપવામાં આવે છે.
- કલમ 115BAA અથવા 115BAB હેઠળ કરવેરાના વિશેષ દરનો વિકલ્પ પસંદ કરતી કંપનીઓને કલમ 80IA, 80IAB, 80IAC, 80IB, અને તેથી વધુ, કલમ 80JJAA અને 80M હેઠળની કપાત સિવાય અમુક કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.
રોકાણો / ચુકવણીઓ / આવક કે જેના પર હું ટેક્સ લાભ મેળવી શકું છું
આવક વેરા અધિનિયમના પ્રકરણ VI-A અંતર્ગત ઉલ્લેખિત કરની કપાત
|
કલમ 80G |
||||||||||||
|
નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:
નોંધ:₹ 2000/ - થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં. |
|
કલમ 80GGA |
|||||
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે કરાયેલ દાન પ્રત્યે કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:
નોંધ: ₹ 2000 થી વધુ રોકડમાં આપેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી થતો નફો/ લાભમાંથી થતી આવકનો સમાવેશ થાય છે, તો આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં. |
|
કલમ 80GGB |
|||
|
રાજકીય પક્ષ અથવા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં ફાળો આપેલ રકમ કપાત તરીકે માન્ય છે (અમુક શરતોને આધિન) |
|
||
|
કલમ 80IA |
|
|||||
|
કોઈ પણ માળખાકીય સુવિધાના વિકાસ, જાળવણી અને સંચાલનમાં રોકાયેલ ઉપક્રમ (માત્ર ભારતીય કંપની), ઔદ્યોગિક ઉદ્યાનો (કોઈ પણ ઉપક્રમ), કોઈ પણ ઉર્જા ઉપક્રમ, વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટનું પુનઃનિર્માણ અથવા પુનરુત્થાન (ભારતીય કંપની) એ કપાતનો દાવો કરવાનો રહેશે. (અમુક શરતોને આધીન) |
|
|||||
|
કલમ 80IAB |
|
|||||
|
વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા ઉદ્યોગ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
|||||
|
કલમ 80IAC |
|||
|
ઉલ્લેખિત વ્યાપારમાંથી લાયક સ્ટાર્ટ-અપ દ્વારા મેળવેલો નફો અને લાભ |
|
||
|
કલમ 80IB |
||||
|
માળખાગત વિકાસ ઉપક્રમો સિવાયના નિર્દિષ્ટ ઔદ્યોગિક ઉપક્રમોમાંથી નફા અને લાભ માટે કપાત- 10 આકારણી વર્ષ માટે 100% નફો, જેમાં નિર્ધારિત સત્તાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોઈ (જો 31મી માર્ચ 2000 પછી પરંતુ 1લી એપ્રિલ 2007 પહેલાં મંજૂર કરવામાં આવેલ હોય તો) આ કલમ હેઠળ કપાત એવા કરદાતા માટે ઉપલબ્ધ છે કે જેમની એકંદર કુલ આવકમાં નીચે જણાવેલ વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થતો હોય:
વિવિધ પ્રકારના ઉપક્રમો માટે ઉલ્લેખિત શરતો મુજબ 5 / 10 / 7 વર્ષ માટે થતા નફાના 100% / 25% |
|
કલમ 80IBA |
|||
|
મકાનના બાંધકામ અને વિકાસને સંબંધિત યોજનામાંથી મેળવેલ નફો અને લાભ |
|
||
|
કલમ 80IC |
|||
|
હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાંચલ અને ઉત્તર - પૂર્વી રાજ્યોમાં અમુક ઉપક્રમોના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80IE |
|||
|
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત કેટલાક અન્ડરટેકિંગ્સને કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80JJA |
|||
|
બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80JJAA |
|||
|
નવા કામદારો / કર્મચારીઓના રોજગાર સંદર્ભે કપાત, એ કરદાતાને લાગુ પડે છે જેને કલમ 44AB લાગુ પડે છે (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80LA |
|||
|
ઓફશોર બેંકિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોની આવક માટે કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80M |
|||
|
શેર-ધારકોને વહેંચવામાં આવે તો ડિવિડન્ડ મેળવનાર કંપનીની કુલ આવકમાંથી આંતર-કોર્પોરેટ ડિવિડન્ડ ઘટાડવાની મંજૂરી આપવામાં આવશે |
|
||
|
80PA |
|||
|
ઉત્પાદક કંપની તેના સભ્યોની કૃષિ પેદાશોના માર્કેટિંગ, ખરીદી અથવા પ્રક્રિયાના યોગ્ય વ્યવસાયમાં રોકાયેલ છે |
|
||