Do not have an account?
Already have an account?

આકારણી વર્ષ 2025-26 માટે વિદેશી કંપની માટે લાગુ રિટર્ન અને ફોર્મ

 

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.

 

વિદેશી કંપની:

કલમ 2(23A) મુજબ વિદેશી કંપનીનો અર્થ એવી કંપની છે જે સ્થાનિક કંપની નથી.

1. ITR-6

કલમ 11 હેઠળ છૂટનો દાવો કરતી કંપનીઓ સિવાયની કંપનીઓ માટે લાગુ.

કંપનીમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

ભારતીય કંપની

ભારતની બહારના દેશના કાયદા દ્વારા અથવા તેના હેઠળ સમાવિષ્ટ સંસ્થા.

કોઈપણ સંસ્થા, સંગઠન, અથવા સંસ્થા, પછી ભલે તે સમાવિષ્ટ હોય કે ન હોય અને ભારતીય હોય કે બિન-ભારતીય હોય, જેને બોર્ડના સામાન્ય અથવા વિશેષ આદેશ દ્વારા કંપની તરીકે જાહેર કરવામાં આવે છે, વગેરે.

 

લાગુ ફોર્મ

 

1.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે:

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તે એક્સેસ કરી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી/પૂર્ણ કાર્યવાહી, GST માહિતી, વિદેશી સરકાર પાસેથી મળેલી માહિતી વગેરે)

નોંધ: (અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194 IA ,194IB,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26ASમાં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે નીચે ઉલ્લેખિત AISમાં ઉપલબ્ધ થશે.

 

2. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ ,1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.

 

3. ફોર્મ 3CA-3CD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતાને અન્ય કોઈપણ કાયદા હેઠળ ફરજિયાત ઓડિટની જરૂર હોય છે અને જેમને કલમ 44AB હેઠળ એકાઉન્ટન્ટ દ્વારા તેમના ખાતાનુ ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

4. ફોર્મ 3CE

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

બિન-નિવાસી કરદાતા અથવા ભારતમાં વ્યાપાર કરતી વિદેશી કંપની કે જેમણે નિર્દિષ્ટ વ્યક્તિઓ પાસેથી નિર્દિષ્ટ આવકની પ્રાપ્તિ માટે કલમ 44DA હેઠળ એકાઉન્ટન્ટ પાસેથી રિપોર્ટ મેળવવો જરૂરી છે. કલમ 139 (1) ની પેટા કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાનું રહેશે.

ભારત સરકાર અથવા ભારતીય કંપની તરફથી તકનીકી સેવાઓ માટે રોયલ્ટી અથવા ફીના માધ્યમ દ્વારા આવકની પ્રાપ્તિ સંબંધિત એકાઉન્ટન્ટનો અહેવાલ.

 

 

5. ફોર્મ 29B

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે આવકવેરા અધિનિયમ,1961ની કલમ 115JB હેઠળ હિસાબનીશ પાસેથી અહેવાલ મેળવવાનો રહેશે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

વિદેશી કંપનીના કિસ્સામાં જેમાં કલમ 115JB લાગુ પડે છે તે પ્રમાણિત કરે છે કે કલમ 115JB ની જોગવાઈઓ અનુસાર ચોપડે નોંધાયેલ નફાની ગણતરી કરવામાં આવી છે તેનો અહેવાલ.

 

આકારણી વર્ષ 2025-26 માટે વિદેશી કંપની માટે કર સ્લેબ

 

કન્ડિશન

આવક વેરાનો દર

31મી માર્ચ, 1961 પછી, પરંતુ 1લી એપ્રિલ, 1976 પહેલાં, ભારતીય કંપની સાથે કરવામાં આવેલા કરારના અનુસંધાનમાં સરકાર અથવા ભારતીય કંપની તરફથી રોયલ્ટી,અથવા 29મી ફેબ્રુઆરી 1964 પછી, પરંતુ 1લી એપ્રિલ 1976 પહેલા કરવામાં આવેલા કરારના અનુસંધાનમાં તકનીકી સેવાઓ પ્રદાન કરવા માટેનું શુલ્ક અને જ્યાં આ પ્રકારની સમજૂતીને, કોઈપણ કિસ્સામાં, કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

50%

કોઈપણ અન્ય આવક

40%

 

અધિક કર, સીમાંત રાહત અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર

 

અધિક કર એટલે શું?

અધિક કર એ વધારાનો શુલ્ક છે જે નિર્દિષ્ટ મર્યાદાથી વધુ આવક મેળવતા વ્યક્તિઓ માટે વસૂલવામાં આવે છે, તે લાગુ દરો અનુસાર ગણતરી કરેલા આવકવેરાની રકમ પર વસુલવામાં આવે છે:

  • 2% - ₹ 1 કરોડથી વધુ કરપાત્ર આવક - ₹ 10 કરોડ સુધી
  • 5% - ₹10 કરોડથી વધુ કરપાત્ર આવક પર

સીમાંત રાહત શું છે?

સીમાંત રાહત એ અધિક કરમાંથી રાહત છે, જે એવા કિસ્સામાં પૂરી પાડવામાં આવે છે કે જ્યાં ચૂકવવાપાત્ર અધિક કર વધારાની આવક કરતાં વધી જાય જે વ્યક્તિને અધિક કર માટે જવાબદાર બનાવે છે. અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ અનુક્રમે ₹ 1 કરોડ અને ₹ 10 કરોડથી વધુની આવકની રકમ કરતા વધુ ન હોવી જોઈએ.

આરોગ્ય અને શિક્ષણ ઉપકર શું છે?

આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો) ની રકમ પર ચુકવવામાં આવશે.

 

નોંધ: કલમ 115JB ના સ્પષ્ટીકરણ 4 હેઠળ ન આવતી વિદેશી કંપનીના ચોપડે નોંધાયેલ નફાના 15% (વત્તા અધિક કર અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર લાગુ પડે તે રીતે) પર ન્યૂનતમ વૈકલ્પિક કર (MAT) ચુકવવા માટે જવાબદાર રહેશે જ્યાં કંપનીની સામાન્ય કર જવાબદારી ચોપડે નોંધાયેલ નફાના 15% કરતા ઓછી હોય.

 

 

 

રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું

 

આવક વેરા અધિનિયમના પ્રકરણ VI-A અંતર્ગત ઉલ્લેખિત કરની કપાત

કલમ 80G

નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

પાત્રતાની મર્યાદાને આધિન

કરવામાં આવેલ દાનના 100%

કરવામાં આવેલ દાનના 50%

કોઈપણ મર્યાદા વિના

કરવામાં આવેલ દાનના 100%

કરવામાં આવેલ દાનના 50%

 

 

 

 



નોંધ: ₹ 2000/- થી વધુની રોકડ રકમમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

કલમ 80GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે કરાયેલ દાન પ્રત્યે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્રીય સરકાર દ્વારા સ્થાપિત અને સૂચિત કરાયેલ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ભંડોળ

 

નોંધ: આ વિભાગ હેઠળ ₹ 2000/ - થી વધુના રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી નફા / લાભની આવકનો સમાવેશ થતો હોય તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં.

 

કલમ 80GGC

રાજકીય પક્ષ અથવા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં ફાળો આપેલ રકમ કપાત તરીકે માન્ય છે (અમુક શરતોને આધિન)

રોકડ સિવાયના કોઈપણ રીત દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમની કપાત

 

કલમ 80IAB

 

વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા ઉદ્યોગ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

તે વર્ષ થી શરૂ થનાર પંદર નાણાકીય વર્ષમાંથી અનુક્રમિક દસ નાણાકીય વર્ષ માટે 100% લાભ, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ આર્થિક ક્ષેત્રને સૂચિત કરવામાં આવ્યા હોઈ.

જ્યાં વિશેષ આર્થિક ક્ષેત્રનો વિકાસ 1લી એપ્રિલ, 2017ના રોજ કે તે પછી શરૂ થયેલ હોય, ત્યાં કરદાતા માટે કોઈ કપાત નથી.

 
 

 

 

કલમ 80IE

ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત નિર્ધારિત ઉપક્રમો માટેની કપાત(અમુક શરતોને આધિન)

નિર્દિષ્ટ વિવિધ શરતોને આધિન 10 આકારણી વર્ષ માટે નફાના 100%

 

કલમ 80JJAA

નવા કામદારો/કર્મચારીઓની રોજગારીના સંદર્ભમાં કપાત, જે કલમ 44AB લાગુ પડે છે તે કરદાતાને લાગુ પડે છે (અમુક શરતોને આધિન)

 

ત્રણ આકારણી વર્ષ માટે અતિરિક્ત કર્મચારી ખર્ચના 30%, કેટલીક શરતોને આધિન.

 

કલમ 80LA

ઓફશોર બેન્કિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રની આવક માટે કપાત (અમુક શરતોને આધિન)

નિર્દિષ્ટ શરતો મુજબ અનુક્રમિક 5 આકારણી વર્ષ માટે નિર્દિષ્ટ આવકના 100%

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: