Do not have an account?
Already have an account?

 

આકારણી વર્ષ 2025-26 માટે વ્યક્તિઓના સંગઠન (AOP) / વ્યક્તિઓની સંસ્થા (BOI) / ટ્રસ્ટ / કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP) ને લાગુ પડતા રિટર્ન અને ફોર્મ

 

 

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ / સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.

 

 

વ્યક્તિઓનું સંગઠન (AOP) અથવા વ્યક્તિઓની સંસ્થા (BOI), ભલે તે સમાવિષ્ટ હોય કે ન હોય, તેને આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 2(31) હેઠળ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. એ નોંધવું અગત્યનું છે કે AOP અથવા BOI એક વ્યક્તિ તરીકે ગણવામાં આવશે, પછી ભલે તે આવક, નફો અથવા લાભ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ અથવા સ્થાપિત કરવામાં આવી હોય અથવા તેમાં સમાવિષ્ટ હોય.

સંપૂર્ણપણે ધર્માદા અથવા ધાર્મિક હેતુઓ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટને આવકવેરા કાયદા હેઠળ કલમ 11 હેઠળ છૂટ સહિત વિવિધ લાભો આપવામાં આવે છે.

કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ - જો કોઈ કરદાતા વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ અન્ય કોઈપણ શ્રેણીમાં આવતો નથી, તો તેને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. આ સંસ્થાઓ પ્રાકૃતિક વ્યક્તિઓ નથી પરંતુ કાયદા મુજબ અલગ સંસ્થાઓ છે.

 

 

1. ITR-5

આ ફોર્મનો ઉપયોગ એ વ્યક્તિ દ્વારા કરી શકાય છેઃ

  1. પેઢી
  2. મર્યાદિત જવાબદારી ભાગીદારી ( LLP )
  3. વ્યક્તિઓનું સંગઠન ( AOP )
  4. વ્યક્તિઓની સંસ્થા (BOI)
  5. કલમ 2(31))ના અનુચ્છેદ (vii) માં ઉલ્લેખિત કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP)
  6. કલમ 2(31) ના અનુચ્છેદ (vi) માં ઉલ્લેખિત સ્થાનિક સત્તાધિકારી
  7. કલમ 160(1) (iii) અથવા (iv) માં ઉલ્લેખિત પ્રતિનિધિ કરદાતા
  8. સહકારી મંડળી
  9. સંસ્થા નોંધણી અધિનિયમ, 1860 હેઠળ અથવા કોઈપણ રાજ્યના અન્ય કોઈપણ કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા
  10. ફોર્મ ITR-7 ફાઈલ કરવા માટે પાત્ર ટ્રસ્ટ સિવાય અન્ય ટ્રસ્ટ
  11. મૃત વ્યક્તિની સંપદા
  12. નાદારની સંપદા
  13. કલમ 139(4E) માં ઉલ્લેખિત વ્યાપાર ટ્રસ્ટ
  14. કલમ 139(4F) માં ઉલ્લેખિત રોકાણ ભંડોળ

નોંધ: જો કે, જે વ્યક્તિએ કલમ 139 (4A) અથવા 139(4B) અથવા 139(4D) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવાનું હોય તેમણે આ ફોર્મનો ઉપયોગ કરવો નહીં.

 

2. ITR-7

કલમ 139(4A) અથવા કલમ 139(4B) અથવા કલમ 139(4C) અથવા કલમ 139(4D) હેઠળ રિટર્ન રજૂ કરવાની જરૂર હોય તેવી કંપનીઓ સહિત વ્યક્તિઓ માટે લાગુ

139(4A) –
ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંપૂર્ણપણે /આંશિક રીતે ચેરિટેબલ અથવા ધર્માદા હેતુઓ માટે રાખવામાં આવેલ મિલકતમાંથી પ્રાપ્ત થતી આવક

139(4B) –
દરેક રાજકીય પક્ષના મુખ્ય કારોબારી અધિકારી

139(4C) –
કલમ 10 માં ઉલ્લેખિત સંશોધન સંગઠન, ન્યૂઝ એજન્સી, વગેરે જેવી વિવિધ સંસ્થાઓ.

139(4D) –
કલમ 35 હેઠળ ઉલ્લેખિત યુનિવર્સિટી, કોલેજ અથવા અન્ય સંસ્થા

 

 

નોંધ: વ્યક્તિઓની એવી શ્રેણી કે જેની આવકને વિવિધ અનુચ્છેદની કલમ 10 હેઠળ બિનશરતી છૂટ પ્રાપ્ત થયેલ છે, અને જેઓને કલમ 139ની જોગવાઈઓ હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવું જરૂરી નથી, તેઓ આ ફોર્મનો ઉપયોગ રિટર્ન ફાઈલ કરવા માટે કરી શકે છે (દાખલા તરીકે - સ્થાનિક સત્તામંડળ)

 

લાગુ ફોર્મ

 

1.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)

નોંધ:(અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194 IA,194 IB,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26AS માં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે AISમાં ઉપલબ્ધ થશે.

 

2. ફોર્મ 3CA-3CD

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે કલમ 44AB હેઠળ એકાઉન્ટન્ટ દ્વારા તેમના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

3. ફોર્મ 3CB -3CD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા જેમને કલમ 44AB હેઠળ હિસાબનીશ દ્વારા તેના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

4. ફોર્મ 10B અને ફોર્મ 10 BB

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મ 10 B માં ઓડિટ રિપોર્ટ

આવક વેરા અધિનિયમ, 1961 ની કલમ 12A(1)(b) અથવા કલમ 10 (23C) હેઠળ જે કરદાતા, ધર્માદાયી અથવા ધાર્મિક ટ્રસ્ટો અથવા સંસ્થાઓ, યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, કલમ 10 (23C)ના પેટા અનુચ્છેદ (iv) અથવા પેટા અનુચ્છેદ (v) અથવા પેટા અનુચ્છેદ (vi) અથવા અથવા પેટા અનુચ્છેદ (via ) હેઠળ ઉલ્લેખિત કોઈ હોસ્પિટલ અથવા અન્ય મેડિકલ સંસ્થાઓના મામલે એકાઉન્ટન્ટ પાસેથી રિપોર્ટ મેળવવાની જરૂરિયાત ધરાવે છે.

  • જો પાછલા નાણાકીય વર્ષ દરમિયાન ટ્રસ્ટ અથવા સંસ્થાની કુલ આવક રૂ..5 કરોડથી વધુ હોય તો.
  • જો ટ્રસ્ટ અથવા સંસ્થાને વિદેશી યોગદાનની કોઈપણ રકમ મળેલ હોય તો. જો સંસ્થા કલમ 12A હેઠળ નોંધાયેલ ન હોય અથવા કલમ 10(23C) હેઠળ મંજૂર ન હોય, તો પણ તેઓએ ફોર્મ 10B ફાઈલ કરવું આવશ્યક છે.
  • જો કોઈ સંસ્થા અથવા ટ્રસ્ટે પાછલા વર્ષમાં ભારતની બહાર તેની આવકની કોઈપણ રકમનો ઉપયોગ કર્યો હોય.

ફોર્મ 10 BBમાં ઓડિટ રિપોર્ટ:

અન્ય તમામ મામલા માટે, ફોર્મ 10BB લાગુ થશે.

 

 

 

5. ફોર્મ 10-IEA, ફોર્મ 10-IFA

દ્વારા કરવામાં આવેલ ઘોષણા

ફોર્મ 10-IEA

કરદાતા દ્વારા વિભાગ સુધી

નાણાકીય વર્ષ 2023-24 થી નવી પ્રણાલીને ડિફોલ્ટ પ્રણાલી બનાવવામાં આવી હોવાથી, જે કરદાતાઓ જૂની પ્રણાલી હેઠળ કર ચુકવવાનું પસંદ કરવા માંગતા હોય તેમણે ફોર્મ 10-IEA ફાઈલ કરવું પડશે. આ ફોર્મ વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવતા કરદાતાઓ દ્વારા ફાઈલ કરવાનું રહેશે.

ફોર્મ 10-IFA

નાણાકીય અધિનિયમ 2023 એ કલમ 115BAE હેઠળ ચીજવસ્તુ અથવા વસ્તુના ઉત્પાદન અથવા પેદાશમાં રોકાયેલા નિવાસી સહકારી મંડળીઓ માટે નવી કર યોજના રજૂ કરી છે. જો કોઈ સહકારી મંડળી આ યોજનાનો વિકલ્પ પસંદ કરે છે, તો આવક રાહત દરે કરપાત્ર લાગુ થશે. નિવાસી સહકારી મંડળી કલમ 115BAE(5) હેઠળ ફોર્મ નં. 10-IFA રજૂ કરીને વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

 

6. ફોર્મ 10

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

ધર્માદા અથવા ધાર્મિક ટ્રસ્ટ અથવા સંસ્થા અથવા સંગઠન

ધર્માદા અથવા ધાર્મિક ટ્રસ્ટ અથવા સંસ્થા અથવા સંગઠન દ્વારા ચોક્કસ હેતુ માટે આવકના સંચય અથવા અલગ કરવા માટે રજૂ કરાયેલ નિવેદન. કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત રિટર્ન રજૂ કરવાની નિયત તારીખના ઓછામાં ઓછા બે મહિના પહેલાં રજૂ કરવું.

 

7. ફોર્મ 10A

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

ધર્માદા અથવા ધાર્મિક ટ્રસ્ટ અથવા સંસ્થા અથવા સંગઠન અથવા કંપની

નોંધણી અથવા કામચલાઉ નોંધણી અથવા જાણકારી અથવા મંજૂરી અથવા કામચલાઉ મંજૂરી માટેનું અરજપત્ર –ધર્માદાય કે ધાર્મિક ટ્રસ્ટ અથવા સંસ્થા અથવા એસોસિયેશન માટે.

 

8. ફોર્મ 10BD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

ધર્માદા અથવા ધાર્મિક ટ્રસ્ટ

ચોક્કસ નાણાકીય વર્ષ માટે પ્રાપ્ત થયેલા દાનની વિગતો માટેનું નિવેદન. જે નાણાકીય વર્ષમાં દાન મળ્યું હોય તે નાણાકીય વર્ષ પછીના તરત જ નાણાકીય વર્ષના 31 મેના રોજ અથવા તે પહેલાં રજૂ કરવું જોઈએ

 

9. ફોર્મ 9A

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

ધર્માદા અથવા ધાર્મિક ટ્રસ્ટ

કલમ 11(1)ની સમજૂતીના અનુચ્છેદ (2) હેઠળ વિકલ્પનો ઉપયોગ કરવા માટે રજૂ કરાયેલી અરજી, જ્યાં બિન-પ્રાપ્તિને કારણે લાગુ પડતી આવકનો ઉપયોગ 85% જેટલો ઓછો થાય છે અને જે વર્ષમાં તે પ્રાપ્ત થાય છે તે વર્ષ દરમિયાન લાગુ કરવાની રહેશે. સંબંધિત આકારણી વર્ષની આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139 (1) હેઠળ માન્ય સમયની સમાપ્તિ પહેલાં આ ફોર્મ રજૂ કરવામાં આવશે.

 

10. ફોર્મ 16A

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.

 

આકારણી વર્ષ 2025-26 માટે કર સ્લેબ

 

AOP / BOI / AJPના કરવેરાના દર નીચે આપવામાં આવ્યા છે, જો કે તે પછીથી વર્ણવેલ વધુ શરતોને આધિન છે.

 

નોંધ: ટ્રસ્ટ કે જેને સંબંધિત જોગવાઈઓ અનુસાર કરવેરામાંથી છૂટ પ્રાપ્ત થયેલ નથી અને આવકવેરા કાયદા હેઠળ મંજૂરીઓ / નોંધણીની જરૂર છે, તેની આકારણી AOP તરીકે કરવામાં આવે છે.

નાણાકીય અધિનિયમ 2023 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી કરદાતા વ્યક્તિ, HUF, AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. તેમ છતાં, પાત્ર કરદાતાઓ પાસે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ હોય છે અને તેઓ જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનું પસંદ કરી શકે છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલીમાં, કરદાતાઓ પાસે વિવિધ કર કપાતો અને છૂટના દાવાઓ કરવાનો વિકલ્પ હોય છે.

"બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, પ્રણાલી પસંદ કરવાના વિકલ્પનો ઉપયોગ દર વર્ષે કલમ 139 (1) હેઠળ નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા માટેના ITRમાં સીધો ઉપયોગ કરી શકાય છે.

જો પાત્ર કરદાતાઓ વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા હોય અને નવી કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોય, તો કરદાતાએ આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરવું જરૂરી છે. ઉપરાંત, જૂની કર પ્રણાલી ના વિકલ્પમાંથી બહાર નીકળવાના હેતુ માટે એટલે કે જૂની કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પણ ફોર્મ નં. .10-IEA દ્વારા જ રજૂ કરવામાં આવશે.

ફોર્મ 10-IFA આકારણી વર્ષ 2024-25 થી નવી કર પ્રણાલી પસંદ કરવા માટે સહકારી મંડળી માટે લાગુ પડે છે. (29મી સપ્ટેમ્બર 2023ના રોજ અધિસૂચના ક્રમાંક 83/2023 દ્વારા સૂચિત).

નવી ઉત્પાદન સહકારી મંડળી માટે રાહત કર

કલમ 115BAE 01.04.2023 ના રોજ અથવા તે પછી નોંધાયેલ નવી ઉત્પાદન સહકારી મંડળીઓ માટે 15% ના દરે કરવેરાના રાહત દરનો વિકલ્પ પ્રદાન કરે છે, જે 31મી માર્ચ 2024 ના રોજ અથવા તે પહેલાં કોઈ ચીજવસ્તુ અથવા વસ્તુનું ઉત્પાદન અથવા પેદાશ શરૂ કરવાને આધિન છે. જો કે, વિકલ્પ એકવાર કોઈપણ પાછલા વર્ષ માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય, ત્યારબાદ તે જ અથવા અન્ય કોઈપણ ગત વર્ષ માટે પાછો લઈ શકાતો નથી.

AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે બે પ્રણાલી હેઠળ કરના દર નીચે દર્શવવામાં આવ્યા છેઃ

 

જૂની કર પ્રણાલી

કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 2,50,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 2,50,001 - ₹ 5,00,000**

₹ 2,50,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000થી વધુ માટે ₹ 12,500 + 20%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

કંઈપણ નહીં

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

10%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

15%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

25%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

37%

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%


*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. આથી આવી આવક પર ચુકવવાપાત્ર કરવેરા પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.ફક્ત કંપનીના સભ્યો ધરાવતા વ્યક્તિના સંગઠનના કિસ્સામાં, આવકવેરાની રકમ પર અધિક કરનો દર મહત્તમ 15% રહેશે (આકારણી વર્ષ 2023-24 થી લાગુ થયેલ).

 

***નોંધ: આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે બંને પ્રણાલીમાં આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો)ની રકમ પર ચુકવવામાં આવશે.

 

AOP/BOI ની કર જવાબદારી AOP/BOI ના સભ્યોનો હિસ્સો માહિતગાર છે કે નહીં તેના પર નિર્ભર છે. તદનુસાર, વધુ લાગુ શરતો નીચે મુજબ છે:

 

AOP / BOI નો પ્રકાર

AOP / BOI - આકારણી કરેલ

સભ્ય - મૂલ્યાંકન

શેર નિર્ધારિત કરેલ છે

જ્યાં કોઈપણ સભ્યોની આવક મહત્તમ રકમ કરતા વધતી નથી, જે આવક વેરા (એટલે ​​કે. મૂળભૂત છૂટ મર્યાદા), માટે કરપાત્ર નથી ત્યાં, AOP / BOIની આવક વ્યક્તિને લાગુ દરે કરપાત્ર રહેશે.

AOPની આવકની આકારણી મહત્તમ સીમાંત દરે કરવામાં આવે છે જ્યાં AOP/BOI ના કોઈપણ સભ્યની આવક મહત્તમ રકમ કરતાં વધી જાય છે જે આવકવેરા (એટલે ​​કે, મૂળભૂત છૂટ મર્યાદા) માટે કરપાત્ર નથી.

પરંતુ જો AOP / BOI ના કોઈપણ સભ્યની કુલ આવક મહત્તમ સીમાંત દર કરતા વધુ દરે કરપાત્ર હોય, તો પછી AOP / BOI ની આવક નીચે મુજબ કરપાત્ર હશે:

  • આવા સભ્યને ફાળવેલી આવકનો હિસ્સો તે સભ્યને લાગુ પડતા ઉચ્ચ દરે કરપાત્ર રહેશે.
  • આવકનો શેષ ભાગ મહત્તમ સીમાંત કર દરે કરપાત્ર રહેશે (એટલે કે, 30% વત્તા અધિક કર અને લાગુ પડતાં HEC)

સભ્યોને પ્રાપ્ત થતો નફાનો હિસ્સો સભ્યોના હસ્તે કરમુક્ત હોય છે.

અનિશ્ચિત અથવા અજ્ઞાત શેર

મહત્તમ સીમાંત દરે આવકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો કે, જો કોઈ સભ્યની કુલ આવકનો આકારણી દર મહત્તમ સીમાંત દર કરતા વધુ હોય, તો AOP/BOIની આવકની આકારણી પણ એ વધુ દરે કરવામાં આવે છે

આવકનો હિસ્સો સભ્યના હાથમાં છૂટ છે

 

નોંધ:AOP / BOI કે જેમની કુલ સમાયોજિત કુલ આવક રૂ. 20 લાખથી વધુ હોય તે કુલ સમાયોજિત આવકના 18.5% ના દરે (વત્તા અધિક કર અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર તરીકે લાગુ) વૈકલ્પિક ન્યૂનતમ કર (AMT) ચૂકવવા માટે જવાબદાર રહેશે, જ્યાં સામાન્ય કર જવાબદારી એ સમાયોજિત કુલ આવકના 18.5% કરતા ઓછી છે.

 

 

રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું

 

 

કલમ 115BAC હેઠળ અથવા કલમ 115BAE હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનાર કરદાતાને નીચેની કપાત ઉપલબ્ધ થશે:
    1. કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.

સંપત્તિનો પ્રકાર

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

ભાડે આપેલ

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય

    1. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

કલમ 80JJA

બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

5 આકારણી વર્ષ માટે નફાના100% જ્યાં કરદાતાની કુલ આવકમાં બાયોડિગ્રેડેબલ કચરાના સંગ્રહ અને પ્રક્રિયા અથવા શુદ્ધિકરણના વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થાય છે

 

 

જૂની કર પ્રણાલી હેઠળ કર કપાત

  1. કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:

સંપત્તિનો પ્રકાર

જ્યારે લોન લેવામાં આવી હતી

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

પોતાની માલિકી

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 2,00,000

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

ભાડે આપેલ

કોઈપણ સમયે

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય

 

 

આવક વેરા અધિનિયમના પ્રકરણ VI-A અંતર્ગત ઉલ્લેખિત કર કપાત.

કલમ 80G

ચોક્કસ ભંડોળ, ધર્માદા સંસ્થાઓ, વગેરે માટે કરવામાં આવેલા દાન માટે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

કોઈપણ મર્યાદા વિના

100% કપાત

50% કપાત

પાત્રતાની મર્યાદાને આધિન

100% કપાત

50% કપાત

 

 

 





નોંધ: ₹ 2000/- થી વધુ રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

કલમ 80GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટેના અમુક દાનના સંદર્ભમાં કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્રીય સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે:

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્રીય સરકાર દ્વારા સ્થાપિત અને સૂચિત કરાયેલ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ભંડોળ

 

નોંધ: આ કલમ હેઠળ ₹ 2000/- થી વધુના રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી નફો/ લાભની આવકનો સમાવેશ થતો હોય તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં.

 

કલમ 80GGC

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં ફાળો આપવામાં આવેલી રકમ કપાત તરીકે માન્ય છે

(અમુક શરતોને આધીન)

 

રોકડ સિવાયના કોઈપણ રીત દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમની કપાત

 

કલમ 80IA

 

કોઈ પણ માળખાકીય સુવિધાના વિકાસ, જાળવણી અને સંચાલનમાં રોકાયેલ ઉપક્રમ (માત્ર ભારતીય કંપની), ઔદ્યોગિક ઉદ્યાનો (કોઈ પણ ઉપક્રમ), કોઈ પણ ઉર્જા ઉપક્રમ, વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટનું પુનઃનિર્માણ અથવા પુનરુત્થાન (ભારતીય કંપની) એ કપાતનો દાવો કરવાનો રહેશે.

(અમુક શરતોને આધીન)

 

અનુક્રમિક 10 આકારણી વર્ષ માટે 100% નફો 15 / 20આકારણી વર્ષના સમયગાળાની અંદર આવે છે, જેની શરૂઆત એ આકારણી વર્ષથી થાય છે, જેમાં કરદાતા માળખકીય સુવિધા વિકસાવે છે/તેનું સંચાલન અને જાળવણી શરૂ કરે છે.

( કોઈ ચોક્કસ વ્યાપાર માટે નિર્ધારિત તારીખો પછી વિકાસ, કામગીરી, વગેરે. શરૂ કરવામાં આવે તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં )

 
 

 

કલમ 80IAB

 

વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા ઉદ્યોગ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

15 આકારણી વર્ષોમાંથી અનુક્રમિક 10 આકારણી વર્ષ માટે નફાના 100% , જેની શરૂઆત એ આકારણી વર્ષથી થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ આર્થિક ક્ષેત્રને સૂચિત કરવામાં આવ્યા હોય.

જ્યાં વિશેષ આર્થિક ક્ષેત્રનો વિકાસ 1લી એપ્રિલ, 2017ના રોજ કે તે પછી શરૂ થયેલ હોય, ત્યાં કરદાતા માટે કોઈ કપાત નથી.

 
 

 

કલમ 80IB

ઉલ્લેખિત વ્યાપારમાંથી નફો અને લાભ માટે કપાત.

આ કલમ હેઠળ કપાત એવા કરદાતા માટે ઉપલબ્ધ છે કે જેમની એકંદર કુલ આવકમાં નીચે જણાવેલ વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થતો હોય:

જમ્મુ અને કશ્મીરમાં SSI સહિત ઔદ્યોગિક ઉપક્રમ

ખનિજ તેલનું વ્યાપારી ઉત્પાદન અને શુદ્ધિકરણ

ફળો અથવા શાકભાજી, માંસ અને માંસ ઉત્પાદનો અથવા મરઘાં ઉછેર અથવા દરિયાઈ અથવા ડેરી ઉત્પાદનની પ્રક્રિયા, જાળવણી અને પેકેજિંગ; ખાદ્ય અનાજનું સંચાલન, સંગ્રહ અને પરિવહનનો એકીકૃત વ્યાપાર

(અમુક શરતોને આધીન)

 

વિવિધ પ્રકારના ઉપક્રમો માટે નિર્દિષ્ટ શરતો મુજબ 5 / 10 / 7 વર્ષ માટે 100% / 25% નફો

 

કલમ 80IBA

મકાનના બાંધકામ અને વિકાસને સંબંધિત યોજનામાંથી મેળવેલ નફો અને લાભ

 

ઉલ્લેખિત વિવિધ શરતોને આધિન નફાના 100%

 

કલમ 80IC

હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાંચલ અને ઉત્તર - પૂર્વી રાજ્યોમાં અમુક ઉપક્રમોના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

ઉલ્લેખિત ચીજવસ્તુ અથવા વસ્તુના ઉત્પાદન અથવા પેદાશ માટે પ્રથમ 5 આકારણી વર્ષ માટે થતા નફાના 100% અને આગામી 5 આકારણી વર્ષ માટે 25% (કંપની માટે 30%)

 

કલમ 80IE

ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત નિર્ધારિત ઉપક્રમો માટેની કપાત

(અમુક શરતોને આધીન)

 

ઉલ્લેખિત વિવિધ શરતોને આધિન 10 આકારણી વર્ષ માટે નફાના 100%

 

કલમ 80JJA

બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

5 આકારણી વર્ષ માટે નફાના100% જ્યાં કરદાતાની કુલ આવકમાં બાયોડિગ્રેડેબલ કચરાના સંગ્રહ અને પ્રક્રિયા અથવા શુદ્ધિકરણના વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થાય છે

 

કલમ 80JJAA

નવા કામદારો / કર્મચારીઓના રોજગાર સંદર્ભે કપાત, એ કરદાતાને લાગુ પડે છે જેને કલમ 44AB લાગુ પડે છે

(અમુક શરતોને આધીન)

 

3 આકારણી વર્ષ માટે અતિરિક્ત કર્મચારી ખર્ચના 30%, ચોક્કસ શરતોને આધિન

 

કલમ 80LA

ઓફશોર બેંકિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોની આવક માટે કપાત

(અમુક શરતોને આધીન)

 

નિર્દિષ્ટ શરતો મુજબ, અનુક્રમિક 5 આકારણી વર્ષ માટે નિર્દિષ્ટ આવકના 100%

 

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: