Do not have an account?
Already have an account?

1. ફોર્મ 29B શું છે?

ફોર્મ 29B એ કંપનીના કાચા નફાની ગણતરી કરવા માટે કલમ 115JB હેઠળનો અહેવાલ છે. જે કંપનીને કલમ 11JB લાગુ પડે છે તેના માટે CA દ્વારા આ રજૂ કરવાનું રહેશે. આનાથી કરદાતાને આવકવેરા અધિનિયમ અનુસાર ગણતરી કરાયેલા કરમાંથી ઉદ્ભવતી MAT ક્રેડિટનો લાભ મેળવવા માટે કાચા નફાની સાચી ગણતરી સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.

2. શું ફોર્મ 29B ફાઈલ કરવું ફરજિયાત છે?

જે દરેક કંપનીમાં આવક કાચા નફાના 15% કરતાં ઓછી હોય (આ.વ. 2020-21થી અમલમાં), તેવા કિસ્સામાં ફોર્મ 29B માં ચાર્ટર્ડ હિસાબનીશ પાસેથી અહેવાલ પ્રાપ્ત કરવો જરૂરી છે. આ અહેવાલ કલમ હેઠળ 139(1) આવકનું રિટર્ન ફાઈલ કરવા માટેની નિયત તારીખના એક મહિના પહેલાં અથવા કલમ 142(1)(i) અંતર્ગત આપવામાં આવેલી સૂચનાના પ્રતિભાવમાં રજૂ કરાયેલા આવકના રિટર્ન સાથે રજૂ કરવો જોઈએ.

3. ફોર્મ 29B ભરવાની પ્રક્રિયા શું છે?

આ ફોર્મ કરદાતા (કંપની) દ્વારા નિયુક્ત કરાયેલ CA એ ભરવાનું રહેશે. નિયુક્ત CA દ્વારા ફોર્મ ભર્યા અને અપલોડ કર્યા પછી, તેને સફળતાપૂર્વક સબમિટ કરવા માટે કરદાતા દ્વારા ( કાર્યસૂચિ માંથી) સ્વીકારવું અને ઈ-ચકાસણી કરવી જરૂરી છે.

4. મને કેવી રીતે ખબર પડે કે મારા CA એ ફોર્મ 29B તૈયાર કરીને સબમિટ કર્યું છે?

તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ મળશે. આ ઉપરાંત, તમે તમારી કાર્યસૂચિ (તમારે લેવાના પગલાં)માં સ્થિતિ પણ જોઈ શકો છો. જો CA એ ફોર્મ 29B અપલોડ કર્યું હોય, તો તમને કરદાતા દ્વારા અપલોડ કરેલ-બાકી સ્વીકૃતિ દર્શાવવામાં આવશે.

5. મને કેવી રીતે ખબર પડે કે મારા CA એ ફોર્મ 29B ભરવાની મારી વિનંતીને અસ્વીકૃત કરી છે?

જો તમારા નિયુક્ત CA એ ફોર્મ 29B ભરવાની તમારી વિનંતીને અસ્વીકૃત કરી હોય, તો તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર એક સંદેશ પ્રાપ્ત થશે.

6. મને કેવી રીતે ખબર પડે કે મારા CAએ ફોર્મ 29B ભરવાની મારી વિનંતી સ્વીકારી છે

જો તમારા નિયુક્ત CAએ વિનંતી સ્વીકારી હોય, તો તમને તમારી કાર્યસૂચિ(તમારે લેવાના પગલાં)માં નીચેની સ્થિતિ દર્શાવવામાં આવશે:

  • CA દ્વારા અપલોડ કરેલ-બાકી સ્વીકૃતિ:એટલે કે CAએ હજી તમારી વિનંતી સ્વીકારવાની બાકી છે; અથવા
  • અપલોડ કરેલ - કરદાતા દ્વારા બાકી સ્વીકૃતિ: એટલે કે CAએ ફોર્મ 29B પહેલેથી જ અપલોડ અને સબમિટ કરી દીધું છે.