Do not have an account?
Already have an account?

1. અધિકારક્ષેત્ર આકારણી અધિકારી (JAO) કોણ છે?

અધિકારક્ષેત્ર આકારણી અધિકારી (JAO) આવકવેરા વિભાગના એવા અધિકારી છે, જે પોતાના અધિકારક્ષેત્રમાં કરદાતાઓ દ્વારા ફાઈલ કરેલ આવકવેરા રિટર્ન્સની સત્યતા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હોય છે.

2. મારે મારા JAOનો સંપર્ક ક્યારે કરવો જોઈએ?

જો તમારે ફાઈલ કરવામાં કોઈ સમસ્યા ન હોય, તો તમને તમારા JAOનો સંપર્ક કરવાની જરૂર નથી. સામાન્ય નિયમ તરીકે, ITD તમામ કરદાતા સેવાઓને નિરપેક્ષ રીતમાં ઓનલાઈન પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જોકે, ચોક્કસ અપવાદરૂપ પરિસ્થિતિઓમાં ITD તમને તમારા અધિકારક્ષેત્ર AOનો સંપર્ક કરવા માટે વિનંતી કરી શકે છે.

3. શું મારે તમારા JAOને જાણો સેવા મેળવવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાની જરૂર છે?

તમે આ સેવા મેળવવા માટે કોઈપણ માન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો.

4. મે બીજા શહેર/રાજ્યમાં સ્થળાંતર કરેલ છે, શું મારે મારા JAO બદલવાની જરૂર છે?

હા. જ્યારે તમે તમારું સ્થાયી અથવા રહેણાંક સરનામું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતરિત કરો છો, ત્યારે તમારો PAN નવા અધિકારક્ષેત્ર AO તરફ સ્થળાંતરિત કરવો જરૂરી છે. આવકવેરા વિભાગ કરદાતાઓને તમામ જરૂરી સેવાઓ ઓનલાઈન પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે, છતાં દુર્લભ પરિસ્થિતિઓમાં તમને તમારા JAOનો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે. તેથી, તમારા હિતમાં છે કે તમે તમારો PAN યોગ્ય અધિકારક્ષેત્ર AO તરફ સ્થળાંતરિત કરાવો, જેથી જરૂર પડે ત્યારે તમે તેમને સરળતાથી સંપર્ક કરી શકો.

5. આવકવેરા વોર્ડ/સર્કલ શું છે?

આવકવેરા સંબંધિત સેવાઓ/કાર્યના અસરકારક પ્રશાસન માટે, નિર્ધારિત અધિકારક્ષેત્રના આધારે સમગ્ર દેશમાં અનેક વોર્ડ્સ/સર્કલ્સ બનાવવામાં આવ્યા છે. દરેક વોર્ડ/સર્કલમાં એક અધિકારક્ષેત્ર AO હોય છે, જે DCIT/ACIT અથવા ITO હોય છે.

6. મારું PAN નવા JAO તરફ સ્થળાંતર કરવા માટે મારે શું કરવું જોઈએ?

તમારે તમારા PANને તમારા વર્તમાન અધિકારક્ષેત્ર AO તરફ સ્થળાંતર કરવા માટે અરજી ફાઈલ કરવાની જરૂર છે. આ પ્રક્રિયા નીચે મુજબ છે :

  1. તમારા વર્તમાન JAOને સરનામાં ફેરફારનું કારણ જણાવતી અરજી લખો.
  2. નવા JAOને એક અરજી લખો, જેમાં તેમને/તેણીને ફેરફાર માટે હાલના JAOને અરજી કરવા વિનંતી કરો.
  3. વર્તમાન JAO એ આ અરજી સ્વીકારવી પડશે.
  4. એકવાર મંજૂર થયા પછી, અરજી આવકવેરા આયુક્તને મોકલવામાં આવે છે.
  5. આયુક્તની મંજૂરી પછી JAO બદલવામાં આવે છે.

તમારે તમારા નવા સરનામાના આધારે તમારું PAN નવા JAO તરફ સ્થળાંતરિત કરવા માટે તમારા વિદ્યમાન JAOને લેખિત વિનંતી કરવી જરૂરી છે.

7. મને કેવી રીતે ખબર પડશે કે મારું PAN નવા JAO તરફ સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે?

તમારા PAN માટે અધિકારક્ષેત્ર AOની વર્તમાન સ્થિતિ ઈ-ફાઈલિંગ પોર્ટલ > તમારા JAOને જાણો પર ચકાસી શકાય છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમને નોંધણી કરાવવાની કે લોગઈન કરવાની જરૂર નથી.