Do not have an account?
Already have an account?

1. What is Annual Information Statement (AIS)?

વાર્ષિક માહિતી નિવેદનએ (AIS) કરદાતા માટેની માહિતીનું સર્વગ્રાહી ચિત્ર છે.

AISના હેતુઓ નીચે મુજબ છે:

  • આવકનું રિટર્ન ફાઈલ કરતા પહેલાં કરદાતાને ઓનલાઈન ફીડબેક સબમિટ કરવાની સગવડ સાથે સંપૂર્ણ માહિતી પ્રદર્શિત કરે છે.
  • સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપે છે અને રિટર્નનું સરળ પ્રી-ફિલિંગ સક્ષમ કરે છે.
  • ઉલ્લંઘનને અટકાવે છે.

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ /AIS મેનૂ હેઠળ AIS પર જાઓ.

2. વાર્ષિક માહિતી નિવેદનના(AIS) ઘટકો કયા છે?

AIS પર દર્શાવવામાં આવેલી માહિતી બે ભાગમાં વહેંચાયેલી છે:

PART A- સામાન્ય માહિતી:ભાગ A તમારા સંબંધિત સામાન્ય માહિતી દર્શાવે છે, જેમાં PAN, માસ્ક કરેલો આધાર નંબર, કરદાતાનું નામ, જન્મ તારીખ/ સ્થાપના/રચના, કરદાતાનો મોબાઈલ નંબર,ઈ-મેઈલ એડ્રેસ અને સરનામું શામેલ છે.

PART B -TDS/TCS માહિતી: સ્ત્રોત પર કર કપાત/સ્ત્રોત પર એકઠા કરેલ કરને લગતી માહિતી અહીં દર્શાવવામાં આવી છે. જેમાં TDS/TCS નો માહિતી કોડ, માહિતીનું વર્ણન અને માહિતીનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે.

• SFT માહિતી:આ શીર્ષક હેઠળ,નાણાકીય લેવડ -દેવડ (SFT)અંતર્ગત રિપોર્ટિંગ સંસ્થાઓ પાસેથી મળેલી માહિતી દર્શાવવામાં આવે છે. જેમાં SFT કોડ, માહિતીનું વર્ણન અને માહિતીનું મૂલ્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

• કરની ચુકવણી: નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ શીર્ષકો હેઠળ કરની ચુકવણી સંબંધિત માહિતી, જેમ કે અગ્રિમ કર અને સ્વ-આકારણી કર દર્શાવવામાં આવે છે.

• માંગણી અને રિફંડ: તમે નાણાકીય વર્ષ દરમિયાન કરાયેલી માંગણી અને શરૂ કરાયેલા રિફંડની વિગતો (આ.વ. અને રકમ)જોઈ શકશો.(માંગણીને લગતી વિગતો હાલમાં ઉપલબ્ધ નથી).

• અન્ય માહિતી:અન્ય સ્ત્રોતોમાંથી મળેલી માહિતીની વિગતો, જેમ કે બિડાણ II પગાર સંબંધિત ડેટા, રિફંડ પરનું વ્યાજ, બહાર મોકલાયેલું વિદેશી નાણું/વિદેશી ચલણની ખરીદી વગેરે અહીં દર્શાવવામાં આવે છે.

વધુમાં, કરદાતા AISમાં પ્રદર્શિત માહિતી પર પ્રતિસાદ આપી શકે છે. AIS દરેક વિભાગ (એટલે કે TDS, SFT, અન્ય માહિતી) હેઠળ રિપોર્ટ કરેલ મૂલ્ય અને સુધારેલ મૂલ્ય (એટલે કે કરદાતાના પ્રતિસાદ અથવા કરદાતાના પ્રતિસાદ પર સ્ત્રોતના પુષ્ટિકરણને ધ્યાનમાં લીધા પછીનું મૂલ્ય) બંને દર્શાવે છે.

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર જાઓ.

3. શું કરદાતાની તમામ માહિતી આવકનું રિટર્ન ફાઇલ કરવા માટે AIS માં ઉપલબ્ધ છે?

વાર્ષિક માહિતી નિવેદન (AIS) માં હાલમાં આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતીનો સમાવેશ થાય છે. કરદાતાને લગતી અન્ય લેવડ-દેવડ હોઈ શકે છે જે હાલમાં વાર્ષિક માહિતી નિવેદન (AIS) માં પ્રદર્શિત નથી. કરદાતા પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તમામ સંબંધિત માહિતીની તપાસ કરે અને આવકવેરા રિટર્નમાં પૂર્ણ અને સચોટ માહિતીનો અહેવાલ આપે.

4. AIS અંતર્ગત કરદાતા માહિતી સારાંશ (TIS)માં શું શામેલ છે?

કરદાતા માહિતી સારાંશએ (TIS) કરદાતા માટે માહિતીના વર્ગ પ્રમાણે એકત્રિત કરવામાં આવેલ માહિતીનો સારાંશ છે. તે દરેક માહિતીના વર્ગ (દા.ત.પગાર, વ્યાજ, ડિવિડન્ડ વગેરે) હેઠળ પદ્ધતિ પ્રમાણે દ્વારા પ્રક્રિયા કરેલ મૂલ્ય (એટલે કે પૂર્વ-નિર્ધારિત નિયમોના આધારે માહિતીની ડુપ્લિકેશન દૂર કર્યા પછી જનરેટ થયેલ મૂલ્ય) અને કરદાતા દ્વારા સ્વીકૃત/સ્ત્રોત દ્વારા પુષ્ટિ થયેલ મૂલ્ય (એટલે કે કરદાતાના અભિપ્રાય અથવા કરદાતાના અભિપ્રાય પર સ્ત્રોતના પુષ્ટિકરણ અને પદ્ધતિ દ્વારા પ્રક્રિયા કરેલ મૂલ્યને ધ્યાનમાં લીધા પછી કરદાતા દ્વારા પ્રાપ્ત થયેલ મૂલ્ય)દર્શાવે છે. TISમાં કરદાતા દ્વારા સ્વીકૃત/સ્ત્રોત દ્વારા પુષ્ટિ થયેલ માહિતીનો ઉપયોગ, જો લાગુ હોય તો, રિટર્નને પહેલાથી ભરવા માટે કરવામાં આવશે.

તમને કરદાતા માહિતી સારાંશમાં વિવિધ વિગતો દર્શાવવામાં આવશે જેમ કે,

  • માહિતીનો વર્ગ
  • પદ્ધતિ દ્વારા ગણાયેલ મૂલ્ય
  • કરદાતા દ્વારા સ્વીકારવામાં આવેલ/સ્ત્રોત દ્વારા પુષ્ટિ કરાયેલ મૂલ્ય

આગળ, માહિતીના વર્ગની અંદર, નિમ્નલિખિત માહિતી દર્શાવવામાં આવે છે:

જે ભાગ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે

  • માહિતીનું વર્ણન
  • માહિતીનો સ્ત્રોત
  • રકમનું વર્ણન
  • રકમ (સ્ત્રોત દ્વારા અહેવાલ કરાયેલ,પદ્ધતિ દ્વારા ગણતરી કરાયેલ, કરદાતા દ્વારા સ્વીકારવામાં આવેલ/સ્ત્રોત દ્વારા પુષ્ટિ કરાયેલ)

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ અંતર્ગત AIS પર જાઓ.

5. AIS અને ફોર્મ 26AS (વાર્ષિક કર પત્રક) વચ્ચે શું તફાવત છે?

TRACES પોર્ટલ પર ઉપલબ્ધ વાર્ષિક કર પત્રક (ફોર્મ 26AS) માત્ર કરદાતાના TDS/TCS સંબંધિત ડેટા દર્શાવે છે.કરદાતાને લગતી અન્ય વિગતો AIS (વાર્ષિક માહિતી નિવેદન)માં ઉપલબ્ધ છે.
AIS કરદાતાને નોંધાયેલ લેવડ-દેવડ પર અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે. આગળ, માહિતી સ્ત્રોત સ્તર પર લેવડ-દેવડનું એકત્રીકરણ પણ AIS અંતર્ગત સમાવિષ્ટ TIS માં અહેવાલ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ અંતર્ગત AIS પર જાઓ.

6. હું વાર્ષિક માહિતી નિવેદન કેવી રીતે જોઈ શકું?

તમે નીચે દર્શાવેલા પગલાંઓ અનુસરીને વાર્ષિક માહિતી નિવેદન કાર્યક્ષમતાને એક્સેસ કરી શકો છો:

  • પગલું 1: URLhttps://www.incometax.gov in/ પર લોગઈન કરો.
  • પગલું 2: લોગઈન કર્યા પછી, ડેશબોર્ડ પર વાર્ષિક માહિતી નિવેદન (AIS)મેનૂ પર ક્લિક કરો.
  • પગલું 3: આગળ વધો બટન પર ક્લિક કરો જે તમને AIS પોર્ટલ પર રીડાયરેક્ટ કરશે અને વાર્ષિક માહિતી નિવેદન જોવા માટે AIS  ટાઇલ પર ક્લિક કરો.

વૈકલ્પિક રીતે,

  • પગલું 1: URL https://www.incometax.gov.in/ પર લોગઈન કરો.
  • પગલું 2:લોગઈન કર્યા પછી, ઈ-ફાઈલ મેનૂ પર ક્લિક કરો.
  • પગલું 3: આવકવેરા રિટર્ન AISજુઓ પર ક્લિક કરો.
  • પગલું 4: આગળ વધો બટન પર ક્લિક કરો જે તમને AIS પોર્ટલ પર રીડાયરેક્ટ કરશે અને વાર્ષિક માહિતી નિવેદન જોવા માટે AIS ટાઇલ પર ક્લિક કરો.

7.શું હું AISમાં પ્રવૃત્તિનો ઇતિહાસ ટ્રેક કરી શકું છું

હા, તમે AIS હોમપેજ પર પ્રવૃત્તિનો ઇતિહાસ બટન પર ક્લિક કરીને AIS માં પ્રવૃત્તિનો ઇતિહાસ ટ્રેક કરી શકો છો. તમને અનુપાલન પોર્ટલ પર કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો એક સારાંશ જોવા મળશે. દરેક કરવામાં આવેલી (પ્રવૃત્તિ ID) માટે સિસ્ટમ દ્વારા એક ID જનરેટ કરવામાં આવશે, અને આ ટેબ અંતર્ગત પ્રવૃત્તિની તારીખ, પ્રવૃત્તિનું વર્ણન અને વિગત પ્રદર્શિત કરવામાં આવશે.

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ અંતર્ગત AIS પર જાઓ.

8. હું મારું AIS કયા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકું છું?

તમે વાર્ષિક માહિતી નિવેદન (AIS) ને PDF, JSON, CSV ફાઇલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

9. હું માહિતી પર મારો પ્રતિભાવ કેવી રીતે સબમિટ કરી શકું?

તમે નીચે જણાવેલા પગલાં અનુસરીને TDS/TCS માહિતી, SFT માહિતી અથવા અન્ય માહિતી અંતર્ગત પ્રદર્શિત સક્રિય માહિતી પર તમારો પ્રતિભાવ સબમિટ કરી શકો છો:

પગલું 1: માહિતી પર ક્લિક કરો અને પછી સુસંગત માહિતી માટે પ્રતિભાવ કોલમમાં દર્શાવેલ વૈકલ્પિક બટન પર ક્લિક કરો. તમને પ્રતિભાવ ઉમેરો સ્ક્રીન પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
• પગલું 2: સુસંગત પ્રતિભાવ નો વિકલ્પ પસંદ કરો અને પ્રતિભાવ ની વિગતો (જે પ્રતિભાવના વિકલ્પ પર આધારિત છે) દાખલ કરો.
• પગલું 3:પ્રતિભાવ સબમિટ કરવા માટે સબમિટ પર ક્લિક કરો

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ અંતર્ગત AISપર જાઓ.

10. હું પ્રતિભાવ સબમિટ કરી દઈશ પછી શું થશે?

પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, AIS માહિતી સાથે તે પ્રતિભાવ પણ પ્રદર્શિત કરવામાં આવશે અને રિપોર્ટ કરેલ મૂલ્યની સાથે માહિતીનું સુધારેલું મૂલ્ય પણ જોઈ શકાશે. પ્રવૃત્તિનો ઇતિહાસ ટેબ પણ અપડેટ થઈ જશે, અને તમે તેને

સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરી શકશો. પ્રતિભાવ સબમિટ કરવા બદલ ઈમેલ અને SMS કન્ફર્મેશન પણ મોકલવામાં આવશે.

વધુ માહિતી માટે,લોગઈન કર્યા પછી ઈફાઈલ/AIS મેનૂ અંતર્ગત AIS પર જાઓ.

11. શું મને AIS પ્રતિભાવ સબમિટ કરવા પર કોઈ પુષ્ટિકરણ મળશે?

હા, AIS માહિતી પર તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, પ્રવૃત્તિનો ઇતિહાસ ટેબ અપડેટ થઈ જશે, અને તમે તેની સ્વીકૃતિ રસીદ ડાઉનલોડ કરી શકશો. પ્રતિભાવ સબમિટ કરવા બદલ ઈમેલ અને SMS કન્ફર્મેશન પણ મોકલવામાં આવશે.

12. AIS એકીકૃત પ્રતિભાવ ફાઇલ શું છે?

AIS એકત્રિત પ્રતિભાવ ફાઇલ (ACF) કરદાતાઓને તેમની સરળ સમજણ માટે તેમના તમામ AIS પ્રતિભાવ('માહિતી સાચી છે', તે સિવાયના પ્રતિભાવ) સંબંધિત માહિતીને એક જ PDFમાં જોવાની સગવડ આપે છે. AIS પર તમારો પ્રતિભાવ સબમિટ કર્યા પછી, તમે AIS એકીકૃત અભિપ્રાય ફાઇલ ડાઉનલોડ(PDF) કરી શકો છો.

વધુ માહિતી માટે, લોગઈન કર્યા પછી ઈ-ફાઈલ/AIS મેનૂ હેઠળ AIS પર જાઓ.

13. શું મેં આપેલા પ્રતિભાવમાં સુધારો કરવા માટેની કોઈ મર્યાદા છે?

હાલમાં, તમે અગાઉ આપેલા પ્રતિભાવોમાં કેટલી વાર સુધારો કરી શકો તેની કોઈ મર્યાદા નથી.

14. શું હું AIS માં GST ટર્નઓવરની ચકાસણી કરી શકું છું?

હા, AIS માહિતી કોડ (EXC-GSTR3B) હેઠળ GST ટર્નઓવર સંબંધિત માહિતી દર્શાવે છે. આ માહિતી AIS માં અન્ય માહિતી ટેબમાં જોઈ શકાશે.

15. શું AIS માટે કોઈ વિડિયો માર્ગદર્શિકા ઉપલબ્ધ છે?

હા, AIS માટે યુટ્યુબ પર એક માહિતીપ્રદ વિડિયો ઉપલબ્ધ છે. આ વિડિયો અહીંથી જોઈ શકાશે.

https://www.youtube.com/watch?v=zbGa6uvisBE