TAN લોગઈન દ્વારા ચલણ બનાવો
1. ઓવરવ્યૂ
આ દસ્તાવેજ કરદાતાઓને આવકેવરા અધિનિયમ, 2025 અંતર્ગત કરની ચુકવણી માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ચલણ ફોર્મ ITNS 281N અને ITNS 282N બનાવવા માટે તબક્કાવાર માર્ગદર્શન પૂરું પાડે છે. આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત લાગુ ચલણ ફોર્મ ITNS 281 અને ITNS 282 છે.
એક મુખ્ય પ્રક્રિયાગત ફેરફાર એ છે કે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ચલણો આકારણી વર્ષના આધારે ફાઇલ કરવામાં આવતા હતા, જ્યારે આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ, ચલણો કર વર્ષના આધારે ફાઇલ કરવા આવશ્યક છે.
આ માર્ગદર્શિકા કરદાતાઓને યોગ્ય અધિનિયમ, કરની પદ્ધતિ અને કર અવધિ પસંદ કરીને બંને અધિનિયમો માટે યોગ્ય રીતે ચલણ બનાવવા માટે માર્ગદર્શન આપે છે. વપરાશકર્તાઓ TAN લોગઈન દ્વારા નીચે મુજબની ચુકવણીઓ કરી શકે છે:
ITNS 281N/ITNS 281 નીચે મુજબની ચુકવણીઓને આવરી લે છે :-
- આવકવેરા અધિનિયમ અંતર્ગત સ્રોત પર કર કપાત (TDS) / સ્રોત પર એકત્રિત કર (TCS)
- TDS/TCS સંબંધિત બાકી માંગ
- અપીલ ફી અને ચક્રવૃદ્ધિ શુલ્ક
ITNS 282N/ITNS 282 નીચે મુજબની ચુકવણીઓને આવરી લે છે :-
- ઈ-DRS યોજના સંબંધિત અરજી ફી
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
તમે લોગઈન પહેલાં (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરતા પહેલાં) અથવા લોગઈન પછી (ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી) માધ્યમમાં કર ચુકવણી માટે ચલણ બનાવી શકો છો.
|
વિકલ્પ |
પૂર્વશરતો |
|
લોગઈન પહેલાં |
|
|
લોગઈન પછી |
|
મહત્વપૂર્ણ નોંધ:
હાલમાં, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર (ઈ-ચુકવણી કર સેવા) ચુકવણી ગેટવે માધ્યમ દ્વારા કર ચુકવણીની સુવિધા માત્ર અધિકૃત બેંકો મારફતે જ ઉપલબ્ધ છે.
3. વિગતવાર માર્ગદર્શિકા
3.1 ચલણ ફોર્મ (CRN) બનાવો (લોગઈન પછી)
3.1.1 વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.
3.1.2 ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ; ઈ-ચુકવણી કર પર ક્લિક કરો. ઈ-ચુકવણી કર પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને અધિનિયમ પસંદગી સ્ક્રીન પર લઈ જવામાં આવશે. યોગ્ય પસંદગી કર્યા પછી, ચાલુ રાખો બટન પર ક્લિક કરો. ત્યારબાદ વપરાશકર્તાને ઈ-ચુકવણી કર પર લઈ જવામાં આવશે.
3.1.3 ઈ-ચુકવણી કર પેજ પર, માત્ર પસંદ કરેલ અધિકૃત બેંકો દ્વારા નવું ચલણ ફોર્મ (CRN) બનાવવા માટે નવી ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો. આ બેંકો સિવાય અન્ય બેંકો દ્વારા કર ચુકવણી RBI ની NEFT/RTGS સુવિધા મારફતે કરી શકાય છે.
3.1.4 નવા ચુકવણી પેજ પર, તમને લાગુ પડતા કર ચુકવણી ટાઈલ પર આગળ વધો પર ક્લિક કરો. પાછલી સ્ક્રીન પર પસંદ કરેલ અધિનિયમના આધારે ટાઈલ સક્ષમ થશે.
- AY 2026–27 સુધીના (માર્ચ 2026 સંબંધિત ચુકવણી સહિત) આકારણી વર્ષ માટે TDS/TCS સંબંધિત ચુકવણી કરવા માટે “આવકવેરા અધિનિયમ 1961” રેડિયો બટન પસંદ કરો.
- TY 2026–27 અને તે પછીના વર્ષોની ચુકવણી કરવા માટે “આવકવેરા અધિનિયમ 2025” પસંદ કરો.
3.1.5 આવકવેરા 1961 રેડિયો બટન પસંદ કર્યા પછી, નીચે મુજબની ટાઈલ ઉપલબ્ધ થશે:
ટાઈલનો ઓવરવ્યૂ:
|
ટાઈલનું નામ |
મુખ્ય શીર્ષ |
લઘુ શીર્ષ |
સૂચનાઓ અને સંબંધિત ચલણ |
|
TDS/TCS ચૂકવો |
Corporation Tax (0020)/ Income Tax (Other than Companies) (0021) |
કરદાતા દ્વારા ચૂકવવાપાત્ર TDS/TCS (200) |
AY 2026-27 અથવા તે પહેલાંના AY માટે TDS/TCS ચુકવણી કરવા માટે કૃપા કરીને આ વિકલ્પ પસંદ કરો. એક ચલણમાં પસંદ કરેલ કપાત મેળવનારના પ્રકાર માટે માત્ર એક જ કલમ કોડ પસંદ કરી શકાય છે. આવરી લેવાયેલા ચલણ: ITNS 281 |
|
બાકી માંગ ચુકવો |
Corporation Tax (0020)/ Income Tax (Other than Companies) (0021) |
TDS/TCS નિયમિત આકારણી (400) |
AY 2026-27 અથવા તે પહેલાંના AY માટે બાકી માંગની ચુકવણી કરવા માટે કૃપા કરીને આ વિકલ્પ પસંદ કરો. એક ચલણમાં પસંદ કરેલ કપાત મેળવનારના પ્રકાર માટે માત્ર એક જ કલમ કોડ પસંદ કરી શકાય છે. આવરી લેવાયેલા ચલણ: ITNS 281 |
|
ફી ચૂકવો [અન્ય રસીદ (500)] |
નિગમ કર (0020) / આવકવેરા (કંપનીઓ સિવાય) (0021) |
અન્ય રસીદ (500) |
કૃપા કરીને AY 2026-27 અથવા તે પહેલાંના AY માટે અપીલ ફી અને ચક્રવૃદ્ધિ શુલ્કની ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 281 |
|
પરચૂરણ રસીદ |
નિગમ કર (0020) / આવકવેરા (કંપનીઓ સિવાય) (0021) |
અન્ય પરચૂરણ રસીદ (800) |
કૃપા કરીને AY 2026-27 અથવા તે પહેલાંના AY માટે કલમ 245MA અંતર્ગત (ફોર્મ નં. 34BC) અરજી ફીની ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 282 |
3.1.6 લાગુ કર ચુકવણી ટાઈલ પસંદ કર્યા પછી, નીચેની અનુક્રમણિકા પ્રમાણે વિગત દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
|
અનુક્રમાંક |
કર ચુકવણીની શ્રેણી |
દાખલ કરવાની વિગતો |
વિગતોનું વિભાજન |
|
1 |
TDS/TCS ચૂકવો ટાઇલ |
|
આ માટે વિગતો દાખલ કરો: • કર • અધિક કર • ઉપકર • વ્યાજ • દંડ • કલમ 234E અંતર્ગત ફી |
|
2 |
બાકી માંગ ચુકવો ટાઈલ |
|
આ માટે વિગતો દાખલ કરો: • કર • અધિક કર • ઉપકર • વ્યાજ • દંડ |
|
3 |
ફી ચૂકવો [અન્ય રસીદ (500)] |
|
આ માટે વિગતો દાખલ કરો: • કર • અધિક કર • ઉપકર • વ્યાજ • દંડ • કલમ 234E હેઠળ ફી (યોગ્ય વિકલ્પોનો ઉલ્લેખ કરો) |
|
4 |
પરચૂરણ રસીદની ટાઈલ |
|
રકમ 'અન્ય' કોલમમાં "1000" આપમેળે ભરાઈ જશે. |
3.1.7 કર વિભાજનની વિગત ઉમેરો પાના પર, ઉપર સંદર્ભિત કર ચુકવણીની કુલ રકમનું વિભાજન ઉમેરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
3.1.8 ચાલુ રાખો બટન પર ક્લિક કર્યા પછી, ચુકવણીનું માધ્યમ પસંદ કરો (વિવિધ માધ્યમનો ઉપયોગ કરીને ચુકવણી કેવી રીતે કરવી તેની વધુ વિગત માટે, કૃપા કરીને વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો).
સફળતાપૂર્વક ચુકવણી પછી, સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે. તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ચલણ રસીદ ડાઉનલોડ કરી શકો છો. તમે ઈ-ચુકવણી કર પેજના ચુકવણી ઈતિહાસ મેનુમાં કરવામાં આવેલી ચુકવણીની વિગત જોઈ શકશો. જો તમે નવી ચુકવણી કરવા માંગતા હો, તો બીજી ચુકવણી કરો બટન પર ક્લિક કરો.
3.1.9 આવકેવરા અધિનિયમ 2025 રેડિયો બટન પસંદ કરવા પર, નીચે મુજબની ટાઈલ ઉપલબ્ધ થશે:
ટાઈલનો ઓવરવ્યૂ:
|
ટાઈલનું નામ |
મુખ્ય શીર્ષ |
લઘુ શીર્ષ |
સૂચનાઓ અને સંબંધિત ચલણ |
|
TDS/TCS ચૂકવો |
નિગમ કર (0020) / આવકવેરા (કંપનીઓ સિવાય) (0021) |
કરદાતા દ્વારા ચૂકવવાપાત્ર TDS/TCS (200) |
કૃપા કરીને TY 2026-27 અને ત્યારપછીના વર્ષો માટે TDS/TCS ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. 'TDS/TCS કલમ મુજબ ચુકવણીની વિગત' કલમ અંતર્ગત, પસંદ કરેલ કપાત મેળવનારના પ્રકાર માટે એક જ ચલણમાં બહુવિધ કલમ કોડ પસંદ કરી શકાય છે, જે મહત્તમ 20 કોડને અધીન છે. જો 20 કરતાં વધુ કોડની જરૂર હોય, તો અતિરિક્ત ચલણ ફાઈલ કરવું આવશ્યક છે. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 281N |
|
બાકી માંગ ચુકવો |
નિગમ કર (0020)/ આવકવેરા (કંપનીઓ સિવાય) (0021) |
TDS/TCS નિયમિત આકારણી (400) |
કૃપા કરીને TY 2026-27 અને ત્યારપછીના વર્ષો માટે બાકી માંગની ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 281N |
|
ફી ચૂકવો [અન્ય રસીદ (500)] |
નિગમ કર (0020)/ આવકવેરા (કંપનીઓ સિવાય) (0021) |
અન્ય રસીદ (500) |
કૃપા કરીને TY 2026-27 અને ત્યારપછીના વર્ષો માટે અપીલ ફી અને ચક્રવૃદ્ધિ શુલ્કની ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 281N |
|
પરચૂરણ રસીદ |
નિગમ કર (0020)/ આવકવેરો (કંપનીઓ સિવાય) (0021) |
અન્ય પરચૂરણ રસીદ (800) |
કૃપા કરીને TY 2026-27 અને ત્યારપછીના વર્ષો માટે કલમ 379 (ફોર્મ નં. 119) હેઠળ e-DRS ની અરજી ફીની ચુકવણી કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આવરી લેવામાં આવેલા ચલણો: ITNS 282N |
3.1.10 TDS/TCS ચૂકવો ટાઈલ
TDS/TCS ચૂકવો ટાઈલ પર આગળ વધો બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને 'કપાત મેળવનારનો પ્રકાર પસંદ કરો' સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં લાગુ મુખ્ય શીર્ષ અને કપાત મેળવનારની રહેણાંક સ્થિતિ પસંદ કરવાના રહેશે.

નોંધ:
જ્યારે વપરાશકર્તા કપાત મેળવનારનો પ્રકાર પસંદ કરો સ્ક્રીન પર ચાલુ રાખો બટન પર ક્લિક કરે, ત્યારે તેમને ચુકવણી વિગતો ઉમેરો સ્ક્રીન પર લઈ જવામાં આવે છે, જ્યાં તેમણે બે વિભાગોમાંથી ઓછામાં ઓછા એક વિભાગમાં માહિતી દાખલ કરવી આવશ્યક છે (નીચેની સ્ક્રીનમાં સંદર્ભિત કર્યા મુજબ)
- TDS/TCS કલમ મુજબની ચુકવણીની વિગત, જે કલમ મુજબ કર, અધિક કર અને શિક્ષણ ઉપકર દાખલ કરવાની મંજૂરી આપે છે (દરેક કલમ કોડને માત્ર એક જ વાર પસંદ કરી શકાય છે).
- કૃપા કરીને નોંધ કરો કે "કપાત મેળવનારના પ્રકાર" અને "કપાત મેળવનારની રહેણાંક સ્થિતિ"ના આધારે અલગ ચલણ ભરવું જરૂરી છે.
- વપરાશકર્તા એક ચલણમાં 20 કલમ કોડ પસંદ કરી શકે છે
- આ કલમ અંતર્ગત, વપરાશકર્તાએ કર, અધિક કર અને શિક્ષણ ઉપકરની રકમ જેવી કર સંબંધિત વિગતો સાથે વર્ણન દાખલ કરવાનું રહેશે
- અન્ય ચુકવણીઓની વિગતો, જ્યાં વપરાશકર્તા વ્યાજ, કલમ 427 અંતર્ગત ફી, દંડ અને અન્ય રકમ દાખલ કરી શકે છે.
3.1.11 'ચુકવણીના પ્રકારની વિગતો ઉમેરો' સ્ક્રીન પર ચાલુ રાખો બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને 'કર વિભાજન વિગતની ચકાસણી કરો' સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં તમામ ફિલ્ડ પહેલેથી ભરેલા હશે અને તેમાં ફેરફાર કરી શકાશે નહીં.
3.1.12 'કર વિભાજન વિગતોની ચકાસણી કરો' સ્ક્રીન પર ચાલુ રાખો બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ચુકવણી માધ્યમ પસંદ કરો પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તા કર જમા કરવા માટે યોગ્ય ચુકવણી માધ્યમ પસંદ કરી શકે છે.
3.1.13 “ચાલુ રાખો” બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને પૂર્વાવલોકન અને ચુકવણી કરો પેજ પર લઈ જવામાં આવશે. અહીં, વપરાશકર્તા આ કરી શકે છે:
- ચુકવણી શરૂ કરતા પહેલા દાખલ કરેલી તમામ વિગતોનું પૂર્વાવલોકન કરો.
- જો કોઈ સુધારાની જરૂર હોય, તો વપરાશકર્તા પાછા જઈને માહિતી અપડેટ કરવા માટે “સંપાદિત કરો” બટન પર ક્લિક કરી શકે છે.
- જો તમામ વિગતો સાચી હોય, તો વપરાશકર્તા “હમણાં ચૂકવણી કરો” બટન પર ક્લિક કરી શકે છે, ત્યારબાદ તેમને લેવડ-દેવડ પૂર્ણ કરવા માટે બેંકના ચુકવણી પેજ પર લઈ જવામાં આવશે.
નોંધ: સફળતાપૂર્વક ચુકવણી પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ ઈ-મેઈલ અને SMS પ્રાપ્ત થશે. એકવાર ચુકવણી સફળ થયા પછી, ભવિષ્યના સંદર્ભ માટે ચલણ રસીદ ડાઉનલોડ કરી શકાય છે. ચુકવણીની વિગતો અને ચલણ રસીદ લોગઈન પછી ઈ-ચુકવણી કર પેજ પર ચુકવણી ઈતિહાસ ટૅબ અંતર્ગત પણ ઉપલબ્ધ છે.
3.1.14 બાકી માંગ ચૂકવો ટાઈલ
બાકી માંગ ચૂકવો ટાઈલ પર 'આગળ વધો બટન' પર ક્લિક કરવાથી, વપરાશકર્તાને ‘કર લાગુ વિગત ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં મુખ્ય શીર્ષ, કર વર્ષ અને લઘુ શીર્ષ પહેલાથી ભરેલ હશે.

‘કર લાગુ વિગતો ઉમેરો’ સ્ક્રીન પર ચાલુ રાખો બટન પર ક્લિક કરવાથી, વપરાશકર્તાને ‘કર વિભાજન વિગતો ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તા કર ચુકવણીની કુલ રકમનું વિભાજન ઉમેરી શકે છે અને ચાલુ રાખો પર ક્લિક કરી શકે છે.
‘કર વિભાજન વિગત ઉમેરો’ સ્ક્રીન પર 'ચાલુ રાખો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ચુકવણી માધ્યમ પસંદ કરો પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તા કર જમા કરવા માટે યોગ્ય ચુકવણી પદ્ધતિ પસંદ કરી શકે છે અને ચુકવણી પૂર્ણ કરવા માટે પગલાં નં. 3.1.12 અને 3.1.13 નો સંદર્ભ લઈ શકે છે.
3.1.15 ફી ચૂકવો [અન્ય રસીદ (500)] ટાઈલ
ફી ચૂકવો [અન્ય રસીદ (500)] ટાઈલ પર આગળ વધો બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ‘લાગુ કરની વિગત ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં મુખ્ય શીર્ષ અને કર વર્ષ પહેલાથી ભરેલ હશે. વપરાશકર્તાએ ‘ચુકવણીનો પેટા-પ્રકાર’ પસંદ કરીને ચાલુ રાખો પર ક્લિક કરવું પડશે.

‘લાગુ કરની વિગત ઉમેરો’ સ્ક્રીન પર 'ચાલુ રાખો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ‘કર વિભાજન વિગત ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં તમામ ફિલ્ડ બિન-સંપાદનીય (તેથી ગ્રે રંગમાં દર્શાવેલ) હશે. કૃપા કરીને માત્ર ‘અન્ય’ કોલમમાં જ રકમ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
‘કર વિભાજન વિગત ઉમેરો’ સ્ક્રીન પર 'ચાલુ રાખો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ચુકવણી માધ્યમ પસંદ કરો પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તા કર જમા કરવા માટે યોગ્ય ચુકવણી પદ્ધતિ પસંદ કરી શકે છે અને ચુકવણી પૂર્ણ કરવા માટે પગલા નં. 3.1.12 અને 3.1.13 નો સંદર્ભ લઈ શકે છે.
3.1.16 પરચૂરણ રસીદ ટાઈલ
પરચૂરણ રસીદ ટાઈલ પર 'આગળ વધો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ‘લાગુ કરની વિગત ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તાએ મુખ્ય શીર્ષ, લઘુ શીર્ષ અને ‘ચુકવણીનો પેટા-પ્રકાર’ પસંદ કરીને ચાલુ રાખો પર ક્લિક કરવું પડશે.
‘લાગુ કરની વિગત ઉમેરો’ સ્ક્રીન પર 'ચાલુ રાખો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ‘કર વિભાજન વિગત ઉમેરો’ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં ‘અન્ય’ કોલમમાં રકમ “INR 1000” તરીકે પહેલાથી ભરેલ હશે.
‘કર વિભાજન વિગતની ચકાસણી કરો’ સ્ક્રીન પર 'ચાલુ રાખો' બટન પર ક્લિક કર્યા પછી, વપરાશકર્તાને ચુકવણી માધ્યમ પસંદ કરો પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં વપરાશકર્તા કર જમા કરવા માટે યોગ્ય ચુકવણી પદ્ધતિ પસંદ કરી શકે છે અને ચુકવણી પૂર્ણ કરવા માટે પગલાં નં. 3.1.12 અને 3.1.13 નો સંદર્ભ લઈ શકે છે.
3.2 ચલણ ફોર્મ (CRN) જનરેટ કરો (લોગઈન પહેલાં)
3.2.1 ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ અને ઈ-ચુકવણી કર પર ક્લિક કરો.
3.2.2 ઈ-ચુકવણી કર પેજ પર, નીચેના સ્ક્રીનશોટમાં દર્શાવ્યા મુજબ જરૂરી વિગતો ભરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
3.2.3 OTP ચકાસણી પેજ પર, પગલું 2માં દાખલ કરેલા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6 અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
3.2.4 OTP ચકાસણી પછી, તમારા TAN અને છુપાવેલ નામ સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
3.2.5 ઈ-ચુકવણી કર પેજ પર, તમારા માટે લાગુ પડતી કર ચુકવણી શ્રેણી માટે આગળ વધો પર ક્લિક કરો.
- AY 2026-27 સુધી (માર્ચ’2026 સંબંધિત ચુકવણી સહિત) ના આકારણી વર્ષ માટે TDS/TCS સંબંધિત ચુકવણી કરવા માટે “આવકવેરા અધિનિયમ 1961” રેડિયો બટન પસંદ કરો.
- “TY 2026-27 અને ત્યારપછીના વર્ષો માટે ચુકવણી કરવા માટે, આવકવેરા અધિનિયમ 2025” પસંદ કરો.
3.2.6 આગળના પગલાં લોગઈન કર્યા પછી સ્ક્રીન પર સમાન રહેશે (પગલું 3.1.5 થી 3.1.16 નો સંદર્ભ લો), સિવાય કે બંને અધિનિયમો અંતર્ગત “બાકી માંગ ચૂકવો ટાઈલ” સામે ચુકવણી લોગઈન પહેલાની સેવાઓમાં ઉપલબ્ધ નથી.